visiter

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

૭ મા ધોરણમા ભણતા બાળકનો ભગવાનને પત્ર:

દિલને ગમી જાય તેવી વાત છે વાંચજો જરુર':

પ્રતિશ્રી,
ભગવાનભાઈ ઈશ્ર્વરભાઈ પરમાત્મા,
શંખ ચક્રવાળા,
સ્વર્ગલોક,
નરકની સામે,
વાદળોની વચ્ચે,
મુકામ આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવવાનુકે હું તારા મંદિરથી સહેજ દૂર આવેલી એક સરકારી શાળામાં સાતમા ધોરણમાં ભણું છું.
મારા પિતાજી મારકીટમાં મજૂરી કરે છે.મારી માં રોજ બિજાના ઘરકામ કરવા જાય છે.હુ શુ કામ ભણુ છું એનિ તો એમને ખબર નથી પણ હા કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત ખાવાનું મળેછે એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલાક નિશાળે ધકેલી દેછે.
ભગવાન બે-ચાર સવાલો પૂછવા મે તને પત્ર લખ્યો છે કારણકે મારા સાહેબે મને કિધૂતુ કે તુ સાચીવાત જરુર સાંભળે છે.
પ્રશ્ર્ન ૧: હુ રોજ સાંજે ભગવાન તારા મંદીરે આવુ છૂં અને સવારે નિયમીત નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી મૂર્તી ઉપર આરસ-પહાણનું A.C. મંદિર છે અને મારી નિશાળ ઉપર તૂટલુ છાપરુ? દરચોમાસે પાણી ટપકે છે આવું કેમ??
પશ્ર્ન ૨: તને રોજ બત્રિસ જાતના પકવાન પિરસાયછે અને તુ તો જમતોય નથી અને હુ દરરોજ બપોરે મધ્યાહ્નભોજનના મૂઠી ભાત જમી ભૂખ્યો ઘરે જાવછૂં આવુ કેમ??
પશ્ર્ન ૩: મારી નાની બેનના ફાટેલા ફ્રરોક ઉપરકોઈ થીંગડૂય મારતુ નથી અને તને પચરંગી નવાનવા વાધા! સાચુ કહુને તો ભગવાન હુ તને નહી પણ તારા કપડા જોવા મંદિરે આવુ છું.
પશ્ર્ન ૪: તારા ધાર્મિક પ્રસંગે માણસો મંદિરમાં સમાતા નથી અને ૧૫ મી ઓગષ્ટ કે ૨૬ મી જાન્યૂવારી એ હૂ બે મહિના મહેનત કરીન દેશભક્તિ ગીત રજુ કરુ ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને વિઘ્યાર્થી મિત્રો!! તો હે પ્રભુ તારા મંદિરે જે સમાતા નથી તે મારા મંદિરે કેમ ડોકાતા નથી??
પશ્ર્ન ૫: તને ખોટૂ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટલ જેવુ મંદિર છે અને મંદિર જેવી પ્રાથમિક શાળા છે.!!.
''પ્રભુ મે સાંભળ્યુ છે કે મંદિરમાતો અમે બનાવેલી મૂર્તિ છે તોય આવી ઝળઝળાટ છે જ્યારે અમેતો તારી બનાવેલી મુર્તિ છીયે તો અમારા ચેહરા ઉપર નૂર કેમ નથી??''
શક્ય હોય તો આ ૫ સવાલનો જવાબ આપજે મારે વાર્ષિક પરિક્ષામા કામ લાગે..
ભગવાન મારે ખૂબ આગળ ભણવૂ છે.મારે ડોક્ટર બનવુછે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફી ના પૈસા નથી તૂ ખાલી જો તારી એક દિવસની દાનપેટી મને મોકલેને તો આખી જીંદગી શાંતિથી ભણી શકું.
વિચારીને કેજે દોસ્ત કેમકે હુ જાણુ છુ તારેય ઘણાયને પૂછવુ પડતૂ હશે!!
જવાબ ઝલદી દેજે ભગવાન નહિતર મારા બાપા મને સામે ચા વાળાની હોટલે રોજના ૨૦-૩૦ રુપિયા ના ભવ્ય પગારે નોકરીયે રાખી દેશે!!!
લી.એક સરકારી શાળાનો વિધ્યાર્થી
અથવાતો ભારતનો ભાવિ મજુરના
''વંદે માતરંમ''

(વેલેન્ટાઈન ડે સ્પેશિયલ : એક લવસ્ટોરી)

તમે પરણેલા હોવ કે ન હોવ, આ વાર્તા તમારે વાંચવી જ જોઇએ જો તમે પ્રેમમાં વિશ્વાસ ધરાવતા હોવ…

-------------------------------------------------------------------------------------

એ રાત્રે હું ઘેર પાછો ફર્યો અને નિત્યક્રમ મુજબ મારી પત્નીએ જમવાનું પીરસ્યું. મેં તેનો હાથ પકડી લેતા કહ્યું કે મારે તેને કંઈક કહેવું છે. તે ડાયનિંગ ટેબલ પર મારી બાજુમાં બેસી ગઈ અને તેણે મૂંગા મોઢે ખાવાનું શરૂ કર્યું. મેં નોંધ્યું કે તેની આંખોમાં એક ઉદાસી ડોકાઈ રહી હતી. અચાનક મને શું બોલવું તેની સૂઝ ન પડી.પણ મારે આજે તેને ગમે તે રીતે જણાવવું જ હતું કે મારા મનમાં શું ચાલી રહ્યું હતું. મારે છૂટાછેડા જોઇતા હતા.


મેં શાંતિથી વાત છેડી.મારા શબ્દોથી જાણે તે પરેશાન ન થઈ.તેણે શાંતિથી પૂછ્યું, શા માટે?


મેં તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કર્યો.આથી તે ગુસ્સે ભરાઈ.તેણે થાળીવાડકા પછાડી મોટેથી બૂમ પાડી.તેણે મને કહ્યું હું માણસમાં નથી.એ રાત્રે અમે એકબીજા સાથે વાતચીત ન કરી.તે ખૂબ રડી.મને ખબર હતી તેને જાણવું હતું કે અમારા લગ્નમાં શું ખૂટતું હતું.પણ હું તેનો સંતોષકારક જવાબ આપવા સમર્થ નહોતો. હું જેનના પ્રેમમાં પડ્યો હતો. હું હવે તેને બિલ્કુલ ચાહતો નહોતો.મને તેની દયા આવતી હતી.


ભારે પસ્તાવાની લાગણી સાથે મેં અમારા છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવ્યા જેમાં મેં અમારું ઘર,અમારી ગાડી અને મારી કંપનીનો ૩૦ ટકા હિસ્સો તેના નામે કરી દીધા હોવાનું લખ્યું હતું. તેણે એ કાગળિયા જોયા અને વાંચ્યા વગર જ ફાડી નાંખ્યા.તે સ્ત્રી જેણે પોતાના જીવનનો આખો એક દસકો મારી સાથે વિતાવ્યો હતો, મારા માટે અજાણી બની ગઈ હતી. મને તેના માટે ખૂબ દુ:ખ થયું. તેનો આ બધો સમય, તેની સંપંત્તિ, તેની સઘળી શક્તિ જે આ બધા સમય દરમ્યાન ખર્ચાયા હતાં એ બધું એળે ગયું હતું. હું જેનને ખૂબ ચાહવા લાગ્યો હતો, એ પણ હકીકત હતી. આથી હવે છૂટાછેડા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બચ્યો નહોતો.


અંતે તે મારી સામે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. મને જાણે આજ ઘડીનો ઇંતેજાર હતો.એનું રૂદન જોઈ આખરે મને હળવાશનો અનુભવ થતો હતો. છૂટાછેડાની જે વાત ઘણાં લાંબા સમયથી મારા મનમાં ઘૂમરાઈ રહી હતી તે આખરે હવે ટૂંક સમયમાં શક્ય બનશે એમ મને લાગ્યું.


બીજા દિવસે હું ઓફિસથી ખૂબ મોડો ઘેર આવ્યો ત્યારે તે લખવાના ટેબલ પર બેસી કંઈક લખી રહી હતી.મેં બહાર જ જમવાનું પતાવી લીધું હોવાથી હું સીધો શયનખંડમાં જઈ સૂઈ ગયો. મસ્તીભર્યો દિવસ જેન સાથે પસાર કર્યા બાદ થાક લાગ્યો હોવાથી મને તરત ઉંઘ આવી ગઈ. સવારે ઉઠીને જોયું તો હજી તે કંઈક લખી રહી હતી.મેં એ તરફ ધ્યાન જ ન આપવાનું નાટક કર્યું.


હું ન્હાઈધોઈ તૈયાર થઈ ગયો એટલે તેણે આવીને મારી સમક્ષ તેની છૂટાછેડા માટેની શરતો રજૂ કરી : તેને મારી પાસેથી કંઈ જ જોઇતું નહોતું.પણ તેણે મારી પાસે એક મહિનાનો સમય માંગ્યો હતો.તેણે એવી માગણી કરી કે આ એક મહિના દરમ્યાન અમારે તદ્દન સામાન્ય રીતે જ જીવવું, જાણે કંઈ બન્યું જ નથી. આ માટે એણે આપેલ કારણ પણ ઘણું સરળ અને વ્યાજબી હતું. અમારા દિકરાની વાર્ષિક પરીક્ષા હતી અને તે નહોતી ઇચ્છતી કે અમારા લગ્નભંગાણની કોઈ જ અસર મારા દિકરાના ભણતર પર પડે.


આ મને મંજૂર હતું.પણ તેણે હજી મને કંઈક કહેવું હતું.તેણે મને યાદ કરવા કહ્યું કે કઈ રીતે લગ્નની પ્રથમ રાતે હું તેને ઉંચકીને અમારા પુષ્પ આચ્છાદિત શયનખંડ સુધી અતિ પ્રેમપૂર્વક લઈ ગયો હતો. તેણે મને વિનંતિ કરી કે હવે પછીના એક મહિના દરમ્યાન રોજ સવારે મારે તેને એ જ રીતે ઉંચકી અમારા શયન કક્ષથી બહાર ઘરના મુખ્ય દરવાજા સુધી લઈ જવી.


મને લાગ્યું તેનું ખસી ગયું છે.


માત્ર અમારા છેલ્લા થોડા સહવાસના દિવસો સહ્ય બની રહે અને આખરે તે છૂટાછેડા માટે વિના કોઈ મોટી શરતે તૈયાર થઈ ગઈ હતી આથી મેં તેની આ વિચિત્ર માગણી સ્વીકારી લીધી.


મેં જ્યારે જેનને મારી પત્નીની છૂટાછેડા માટેની શરત અને આ વિચિત્ર માંગણીની વાત કરી ત્યારે તે એ સાંભળી ખડખડાટ હસી પડી.તેણે તિરસ્કારપૂર્વક કહ્યું, ‘ભલેને એ ગમે તેવી યુક્તિપ્રયુક્તિઓ અજમાવી લે પણ તેણે છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે.’


જ્યારથી મેં છૂટાછેડાની વાત જાહેર કરી હતી ત્યારથી મારા મારી પત્ની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ કે વ્યવહાર સદંતર બંધ થઈ ગયાં હતાં.આથી બીજા દિવસે જ્યારે પ્રથમ વાર મેં તેને મારા હાથોમાં ઉપાડી અને હું તેને શયન ખંડમાંથી બહાર દોરી ગયો એ દ્રષ્ય અતિ કઢંગુ લાગી રહ્યું હતું.પણ અમારા દિકરાએ આ જોઇ તાળી પાડી ગેલમાં આવી જતા બૂમ પાડી,' હે..હે...પપ્પાએ મમ્મીને હાથોમાં ઉંચકી લીધી!'


તેના શબ્દોએ મારા મનમાં વેદના જન્માવી. શયન કક્ષથી બેઠક ખંડ અને ત્યાંથી દરવાજા સુધી હું લગભગ દસેક મીટર જેટલું તેને ઉંચકીને ઘરમાં ફર્યો હોઇશ.તેણે એ દરમ્યાન આંખો મીંચી દીધેલી અને તે મને ધીમા સ્વરે વિનંતી કરતી રહી કે છૂટાછેડાની જાણ અમારા પુત્રને ન થાય. મેં મૂંગા મોઢે જ સહેજ અસ્વસ્થતા અનુભવતા હા ભણી. પછી એ ઘરના કામોમાં અટવાઈ ગઈ અને હું કારમાં ઓફિસ જવા રવાના થઈ ગયો.


બીજા દિવસે આ ક્રમનું પુનરાવર્તન કરતી વખતે અમે બંને થોડા વધુ કમ્ફર્ટેબલ હતાં.તેણે પોતાનું માથુ મારી છાતી પર ઢાળી દીધેલું.મેં તેના દેહની ખુશ્બુ અને એક અનેરા નૈકટ્યનો સહઅનુભવ કર્યો. મને વિચાર આવ્યો કે મેં ઘણાં લાંબા સમયથી આ સ્ત્રી સામે – મારી પત્ની સામે જોયું જ નહોતું.મેં અનુભવ્યું કે તે હવે જુવાન રહી નહોતી.તેના ચહેરા પર કરચલીઓ દેખાવા માંડી હતી.તેના વાળ સફેદ થવા માંડયા હતાં.અમારા લગ્ને તેની શી હાલત કરી નાંખી હતી!મને એક ઘડી તો એવો વિચાર પણ આવી ગયો કે જાણે તેની આ સ્થિતી માટે હું જવાબદાર હતો!


ચોથા દિવસે જ્યારે મેં તેને મારા હાથોમાં ઉપાડી,મને થોડી વધુ નિકટતાનો અહેસાસ થયો.આ એ સ્ત્રી હતી જેણે પોતાના જીવનનો આખો એક દસકો મારા માટે સમર્પિત કરી દીધો હતો.


પાંચમા અને છઠ્ઠા દિવસે મેં અનુભવ્યું કે નિકટતા અને ઉત્કટતાની લાગણી સતત વધી રહી હતી.મેં જેનને આ વિષે કોઈ વાત કરી નહિં.જેમ જેમ મહિનો વિતતો ચાલ્યો તેમ તેમ તેને ઉપાડવું મારા માટે વધુ સરળ બનતું રહ્યું.કદાચ એક મહિના સુધી તેને ઉપાડવાની કસરતને કારણે મારા બાવડા પણ વધુ મજબૂત બની ગયાં!!


એક દિવસ સવારે તે શું પહેરવું એ નક્કી કરી રહી હતી.તેણે ઘણાં બધાં ચૂડીદાર પહેરી જોયાં પણ એકેય તેને જચતું નહોતું.તે બોલી,'ઓહ..મારા બધાં ડ્રેસ મને ઢીલાં પડવા માંડ્યા છે!' મને અચાનક ખ્યાલ આવ્યો કે તે પાતળી થઈ ગઈ હતી અને કદાચ આ પણ કારણ હતું જેથી હું હવે તેને સહેલાઈથી ઉંચકીને આખા ઘરમાં ફરી શક્તો હતો!


અચાનક મને બીજો પણ એક વિચાર આવ્યો...તેણે કેટલી બધી વેદના,કેટલી બધી કડવાશ પોતાના મનમાં સંઘરી, દબાવી રાખી હતી. સહસા જ મારો હાથ તેના માથા સુધી લંબાઈ ગયો અને મેં તેના મસ્તકને સ્પર્શ્યું.


એ જ ઘડીએ અમારો પુત્ર અમારા કક્ષમાં આવીને કહેવા લાગ્યો,'પપ્પા, ચાલો મમ્મીને ઉંચકીને ચક્કર મારવાનો સમય થઈ ગયો!' તેના માટે પપ્પા મમ્મીને ઉંચકીને સવારના પહોરમાં ઘરમાં એક આંટો મારે એ જાણે તેના જીવનનો એક અંતર્ગત ભાગ - નિત્યક્રમ બની ગયો હતો. મારી પત્નીએ અમારા પુત્રને વ્હાલથી નજીક આવવા ઇશારો કર્યો અને એ તેને સ્નેહપૂર્વક ભેટી પડી. મેં મારો ચહેરો ફેરવી લીધો કારણ મને ડર લાગ્યો કે આ છેલ્લી ક્ષણોમાં કદાચ મારું હ્રદય પરિવર્તન થઈ જશે....


પણ પછી તો મેં તેને મારી ભુજાઓમાં ઉપાડી અને આખા ઘરમાં ફરવાના મારા નવા નિત્યક્રમને ન્યાય આપ્યો.તેણે અજાણ્યે જ સાહજિકતાથી પોતાના મ્રુદુ હાથ મારી ડોક ફરતે વિંટાળ્યા હતાં.મારી પકડ થોડી વધુ ઉષ્માભરી અને મજબૂત હતી, અમારા લગ્નના દિવસ જેવી...


પણ તેના ઓછા થઈ ગયેલા વજને મને ચિંતામાં મૂકી દીધો.


આખરે મહિનાના છેલ્લા દિવસે જ્યારે મેં તેને ઉંચકી હું મહામુશ્કેલીથી એકાદ ડગલુ પણ માંડ આગળ વધી શક્યો.અમારો પુત્ર એ દિવસે વહેલો શાળાએ ગયો હતો.મેં તેને ભીંસપૂર્વક આશ્લેષમાં લેતા કહ્યું,'હું નહોતો જાણતો કે આપણાં દાંપત્ય જીવનમાં નૈકટ્ય નહોતું રહ્યું'.


ત્યારબાદ સતત કંઈક વિચારોમાં જ મેં ગાડી ઓફિસ તરફ હંકારી અને ઓફિસ આવતાં જ કારનો દરવાજો પણ લોક કર્યા વગર હું સીધો ઓફિસમાં ધસી ગયો. સાચું કહું તો મને ડર લાગતો હતો કે જો જરા પણ મોડો પડીશ તો મારો નિર્ણય કદાચ બદલાઈ જાય...


હું સીધો મારી કેબિનમાં જઈ પહોંચ્યો અને મેં જેનને અંદર બોલાવી.તે આવી કે તરત મેં તેને કહ્યું,'મને માફ કરી દે જે જેન,પણ હું છૂટાછેડા નથી લઈ રહ્યો...'


તેણે આભી બની જઈ મારી સામે જોયા કર્યું અને થોડી ક્ષણો પછી મારા કપાળ પર હાથ અડાડતા પૂછ્યું શું મને તાવ આવ્યો છે?મેં તેનો હાથ ખસેડી લેતા કહ્યું,'મને માફ કરી દે જેન,પણ હું હવે છૂટાછેડા લેવાનો નથી.મારા લગ્નજીવનમાં નિરસતા આવી જવાનું કારણ એ નહોતું કે અમે એકબીજાને ચાહતા નહોતાં. માત્ર અમે પરસ્પરના જીવનની ઝીણી ઝીણી વિગતોમાં રસ લેવાનું બંધ કરી દીધું હતું.આથી જ અમારા દાંપત્યજીવનમાંથી રસ ઉડી ગયો હતો. હવે મને ભાન થયું છે કે હું તેની સાથે લગ્ન કરી તેને જીવનભરનો સાથ નિભાવવાના કોલ આપી મારા ઘરમાં લઈ આવ્યો હતો આથી મૃત્યુપર્યંત તેનો સાથ નિભાવવાની મારી ફરજ છે.'


આ સાંભળી જેનની જાણે અચાનક આંખ ઉઘડી ગઈ. તેણે મને એક જોરદાર તમાચો માર્યો અને તે રડતા રડતા કેબિનના દરવાજાને હડસેલો મારી બહાર ચાલી ગઈ. હું નીચે આવી મારી ગાડીમાં બેઠો અને મારા ઘરની દિશામાં આગળ વધ્યો.રસ્તામાં એક ફૂલોની દુકાનેથી મેં મારી પત્ની માટે એક સુંદર તેને ગમતા ફૂલોનો બૂકે ખરીદ્યો. દુકાનમાં બેઠેલી છોકરીએ મને પૂછ્યું કે બૂકેમાં ફૂલો પર મૂકવાના કાર્ડમાં મારે કોઈ સંદેશો લખવો છે? મેં તેને લખવા કહ્યું: ‘આજથી મૃત્યુ આપણને જુદા ન પાડે ત્યાં સુધી હું રોજ સવારે તને ઉંચકી આખા ઘરમાં ફેરવીશ...’ પછી હું હાથમાં ફુલોના ગુચ્છા સાથે ઘેર પાછો ફર્યો, મોઢા પર સુંદર સ્મિત સાથે. હળવેથી ડુપ્લિકેટ ચાવીથી ઘરનો દરવાજો ખોલી હું શયનખંડમાં પ્રવેશ્યો અને જોયું કે મારી પત્ની પલંગ પર સૂઈ ગઈ હતી - સદાને માટે. હા...એ મ્રુત્યુ પામી હતી. તેને કેન્સર થયું હતું અને કેટલાંયે મહિનાઓથી તે એની સામે ઝઝૂમી રહી હતી.પણ હું જેન સાથે એટલો વ્યસ્ત હતો કે મને આ વાતનો અણસાર સુદ્ધા ન આવ્યો. તે જાણતી જ હતી કે તેનં મૃત્યુ નિશ્ચિત છે પણ જો કદાચ અમારા છૂટાછેડા મારી બળજબરીને કારણે થઈ જાત તો મારા પુત્રના મારા માટે જે નકારાત્મક અભિગમ અને લાગણીઓ પેદા થયા હોત એનાથી તે મને બચાવવા માગતી હતી. હું મારા પુત્રની નજરમાં તો એક આદર્શ પ્રેમાળ પતિ સાબિત થઈ ગયો હતો...


તમારા જીવનની ઝીણી ઝીણી વિગતો એક સાચા અને સારા સંબંધમાં ખૂબ મહત્વ ધરાવતી હોય છે. મહેલ જેવું ઘર,લખલૂટ પૈસો,ઘરેણાં,ગાડી આ બધાનું એક સાચા અને સારા સંબંધ માટે ઝાઝું મહત્વ નથી હોતું.આ બધી ભૌતિક ચીજવસ્તુઓ કદાચ સુખ માટેનું વાતાવરણ ઉભું કરતી હશે પણ સુખનું સર્જન કરી શક્તી નથી.


આથી તમારા પતિ કે પત્નીના મિત્ર બની રહો અને એકબીજાની ઝીણી ઝીણી વિગતોમાં રસ લો અને પરસ્પર એવી નાનીમોટી વસ્તુઓ કરો જેથી તમારી વચ્ચે નૈકટ્ય વધે.


તમારું લગ્નજીવન ખૂબ સુખી બની રહો….


આ વાર્તા વાંચ્યા બાદ જો તમને એ ગમી હોય તો તેને તમારા મિત્રો-સ્નેહીઓ સાથે વહેંચો. કદાચ તમે કોઈક લગ્નજીવન તૂટતું બચાવવામાં સહભાગી બનશો! જીવનમાં ઘણી નિષ્ફળ વ્યક્તિઓ જ્યારે હિંમત હારી જાય છે ત્યારે તે સફળતાથી માત્ર નજીવી દૂર હોય છે.


('ઈન્ટરનેટ પરથી')

વેલેન્ટાઈન ડે

        
         ૧૪મી ફેબ્રુઆરી એટલે કે   વેલેન્ટાઈન ડેની ઉજવણી  ૧૪મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં પ્રેમીઓ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને પોતાની મનથી માનેલી પ્રેમિકાને પોતાનો પ્રેમનો સંદેશો પહોંચાડે છે. પ્રેમ જેવું કોઇ મજબુત બંધન નથી. લાકડાને કોરીને નીકળી જતો ભમરો કમળને કાપતો નથી કેમ કે, તેની પર તેને પ્રેમ છે.
આ પ્રેમના દિવસની ઉજવણી કરનાર પ્રેમીઓને ભાગ્યે જ ખ્યાલ હશે કે જેના નામ પર તેઓ આ દિવસ ઉજવી રહ્યા છે તે સંત વેલેન્ટાઇનને કેડ સુધી જમીનમાં દાટીને પથ્થર મારીને મારી નાંખવાની સજા ફરમાવવામાં આવી હતી. પ્રાચીન રોમમાં ઇ.સ.૨૬૯માં ક્લોડિયસ દ્વિતિય નામે એક સમ્રાટ થઇ ગયો. તેને વિશ્વ વિજય કરવાની અપેક્ષા હતી. જેથી તે સેનામાં યુવાનોની મોટાપાયે ભરતી કરવા ઇચ્છતો હતો પણ તેણે એવું અનુભવ્યું કે, પરણિત પુરૂષો લશ્કરમાં જોડાવાથી સંમત થતા નથી. કુટુંબ પ્રત્યેનો પ્રેમ તેમાંય ખાસ કરીને પોતાની સુંદર યુવાન પત્ની પ્રત્યેનો પ્રેમ યુવાનને લશ્કરમાં જોડાતા અટકાવે છે. પ્રેમનું બંધન યુવાનો તોડી શકતા નથી. તેથી તે સમ્રાટે લગ્ન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
પરસ્પર પ્રેમથી બંધાયેલા અથવા તો જેમની સગાઇ નક્કી થઇ ચુકેલી છે તેવા યુવાનોએ તે સમયના ચર્ચના પાદરી સંત વેલેન્ટાઇનનો સંપર્ક સાધ્યો. જગતમાં શાંતિનો સંદેશો આપનાર આ સંતનું હૃદય સમ્રાટના આ ક્રુર હુકમને કારણે યુવાનોની બનેલી દયાજનક સ્થિતિમાં દ્રવી ગયું અને તેમણે સમ્રાટની જાણ બહાર યુવાનોના લગ્ન ચર્ચમાં કરી આપવાનું શરૂ કર્યું હતું. આખરે જે બનવાનું હતું તે જ બન્યું. સમ્રાટના કેટલાક ઇર્ષાળુ દરબારીઓએ સેન્ટર વેલેન્ટાઇનના આ કાર્યથી સમ્રાટને માહિતી આપી દીધી હતી.
વેલેન્ટાઇનની ધરપડ કરવામાં આવી અને તેને કેડ સુધી દાટી પથ્થરો મારીને મારી નાંખવાની સજા ફરમાવાઇ હતી. તમામ યુવાન પ્રેમી હૈયાઓને લગ્નના સૂત્રથી બાંધનાર આ અત્યંત કૃપાળુ સંતની ૧૪મી ફેબ્રુઆરીના રોજ હત્યા કરીને તેનું મસ્તક ધડ પરથી કાપી લેવાયું હતું ત્યારે ઇ.સ. ૨૬૯ ચાલતી હતી ત્યારથી પ્રેમીઓ પર પ્રેમ રાખનાર આ સંતના માનમાં ૧૪મી ફેબ્રુઆરી ૨૭૦થી આ દિવસને પ્રેમના પ્રતિક અથવા તો તે સંતના નામ પરથી વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે.
૧૪મી ફેબ્રુઆરી ૨૭૦થી હત્યા કરી દેવામાં આવેલા અત્યંત પ્રેમાળું વેલેન્ટાઈનની યાદમાં દિન ઉજવાય છે

એક દીકરીની વાર્તા.

દીકરી કોના ઘરે રહે છે ?,
બનીને ભગવાન ની છાયા આપણા અંગને ઊતરી આવે છે,
દીકરી તો પારકી થાપણ છે આ સાંભળીને પણ હસ્યા કરે છે,
દુનિયા ના બધા દુખો સહન કરે છે, એ હસે તો બધાહને હસાવે છે,
આ ઘર પારકું થવાનું જાણી ને પણ આખું ઘર સાચવે છે,
બાપુજી નું નામ એનાથી છે, એનાજ કારણે સમાજ માં માન અને સન્માન છે,
બાપુજી ના મનમાં શું ચાલી રહ્યું છે એ બહુ સરળતા થી સમજી જાય છે,
આપલા ભાઈ અને બહેનથી એટલો પ્રેમ કરે કે તેના માટે બધું નેચાવાર કરવા તૈયાર રહે છે,
આપલા પરિવાર પર કોઈ દુવિધા ના આવે એવી પ્રાથના કર્યા કરે,
બાપુજી નું ઘર છોડી બીજાના ઘરે જવું પડશે જાને છે તો પણ ક્યારે દુખી નહિ થશે,
પુષ્પોની જેમ ખીલતી રહેશે, માં અને બાપુજી ની આંખો નો તારો બની રહેશે,
એ જેટલું બહેનો ને પ્રેમ કરે છે એટલુજ ભાઈ એમને પ્રેમ કરે છે,
તો પણ કેમ આપલે આપલી આટલી ચાહીતી બહેન (દીકરી) બીજાને સોપી દયીયે છીએ?,
વિદાય વખતે બાપુજી દીકરી ના કાન માં કહે છે,
દીકરી પાછી નાં આવતી, એક નવું ઘર બનાવજે, એજ તારું ઘર છે,
બધાના મન માં જગ્યા બનવાની છે,એક નવી દુનિયા બનવાની છે,
સંબંધો નિ સાચવજે, પરિવારનું માન રાખજે,
દીકરી આ બધી વાતો ધ્યાન રાખજે,
દીકરી વિદાય સમયે માં બાપુજી થી આપલા હર એક ભૂલ ની ક્ષમા માંગે છે,
માં અને બાપુજી ના પગે લાગી આશીર્વાદ લે છે,
એની સખી જે એના સાથે અનેક રમતો રમી, સુખ દુખ માં સાથ આપ્યો,
એનાથી વિદાય લે છે અને એનો આભાર માનેછે, આ દુઃખ એ આપલા પાળવ માં બાંધી આપલી સાથે લયી જાયછે,
જતી સમયે સખી ને સવાલ કરે છે, દીકરીઓ નો નથી હોતો કોઈ ઘર તો કેમ એં બધાના મન માં ઘર બનાવે છે ?,
સખી એના સવાલનો જવાબ આપે છે - કોણ કહે છે દીકરીનો ઘર નથી ?
માં નો આંચલ છે કયારે તો કયારે બાપુજી ના હર એક અરજી માં રહે છે,તો ક્યારે ભાઈ ના રાખડી માં રહે છે,
ઘરના હર એક ખૂણા માં એનો વાસ હોય છે, એનાજ કારણે ઘર ઘર હોય છે,
બહેન, માં,દીકરી, વહુ આ બધા ખાલી નામ બદલ્યા કરે છે,
હકીકત માં તો આ બધા રૂપ તો દીકરી ના છે, લુચીલે તારા આંખના આંસુ કે બધે તારોજ વાસ છે,
પિયેર કે સાસરિયું કે પછી પતિ નું ઘર તારેજ બધા સંબંધ સાચવના છે, તારા પતિનું મન હવે તારું ઘર છે.
PLZ LIKE TAG N SHARE...

દીકરી ...

દીકરી .............:)
૧..લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
૨.. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે
૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
૪. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાંઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે, સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
૫. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!! ! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે...
૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે... પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે... !!
દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો...!
(ક્યાંક વાચ્યું...ગમ્યુ ં અને અહી પોસ્ટ કર્યું. :)

(સત્ય ઘટના)જેની દીકરી સુખી એનો બાપ સુખી.......

જેની દીકરી સુખી એનો બાપ સુખી,જેની દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી હોય છે .!!!!
--------------- --------------- --------------- ---------

 બાપની પળ પળ ચિંતા કરે એનું નામ દીકરી કહેવાય.એક સત્ય ઘટના છે .ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાકાર પાસે બનેલી ઘટના છે.તેમણે ત્યાં એક દીકરી કામ કરતી હતી.કામ કરતા કરતા એને ખબર પડી કે પ્રસિદ્ધ કલાકારનો કાર્યક્રમ ધોરાજીમાં છે. ધોરાજીમાં જવાનું હતું એ થોડા દિવસ પહેલા એ દીકરીએ વાત કરી કે સાહેબ મારે એક વાત કરવી છે તમને.બોલને બેટા.!!શું કામ છે .સાહેબ આપ ધોરાજી કાર્યક્રમ આપવા જવાના છો. હા બેટા.
એ દીકરી એમ વધુમાં જણાવ્યું કે મારું એક કામ કરશો.શું બેટા કામ છે.!! તેણીએ એમ જણાવ્યું કે મારા બાપુજી ધોરાજીમાં રહે છે.બાપનું મોઢું જોયુંને દસ દસ વર્ષના વહાણા વાઈ ગયા છે.મારો ગરીબડો બાપ મારા સાસરાને મારા બાપનું જરાય માન નથી.પણ મારા બાપની આબરૂ ખાતર હું પણ જીવું છું સાહેબ .!!તમે ધોરાજી જવાના હોય તો મારું એક કામ કરશો . મારા બાપની માટે કઈંક મોકલવું છે. તમે લઇ જશો .
સજ્જન કલાકારે એવો જવાબ આ[યો કે હા બેટા લઇ જઈશ .કામ કરતી દીકરીએ એમ જણાવ્યું હતું કે સાહેબ મને રૂ.200/- ઉછીના આપશો.જે મારા પગારમાંથી તમે કાપશો નહીને .હું તમને થોડા થોડા કરીને સમય આવશેને ત્યારે ચૂકવી આપીશ. સાહેબ મારા પગારમાંથી કાપશો તો સાસરાવાળાને ખબર પડી જશે.તે કલાકારે કહ્યું કે ભલે બેટા રૂ.200/- દીકરીને હાથમાં આપ્યા.
ધોરાજી જવાના આગલા દિવસે એ દીકરી આવીને ભરત ભરેલી થેલીમાં એક શાલ બતાવીને રડતા રડતા એમ જણાવ્યું કે મારા બાપુને આપી દેજો.લોકકલાકારે થોડા અચરજમાં આવીને એવો સવાલ પૂછ્યો કે ધોરાજી મોટું નગર હોવાથી તારા બાપુને કઈ રીતે ઓળખું.કોઈ સરનામું ..!!! દીકરી હોશમાં આવીને કહ્યું કે કઈ નહિ સાહેબ,તમે એક કામ કરજો કે રેલવે પર જઈને ગમે એને પુછજો કે નારણભાઈ કીટલીવાળા જે ચ્હા બનાવતા હતા. મારા બાપુને બધાએ ઓળખી જશે.
હું ધોરાજી ગયો એક ભાઈને જણાવ્યું કે અહિયાં સ્ટેશન પર નારણભાઈ કીટલીવાળા ચ્હા બનાવે છે .એની દીકરીનું કઈ વસ્તુ લઈને આવ્યો છુ.મારે એને પહોચાડવું છે જો કે એ દીકરીના અવાજ મારા કાનમાં ગુંજતા હતા. કોઈનેય કહેજો નારણભાઈ કીટલીવાળા મારા બાપ સુધી લઇ જશે.અને દીકરીએ મને શાલ આપીને દીકરી કહેતી હતી કે સાહેબ મારા બાપુ પૂછે કે દીકરી કેમ છે.તો મારા બાપુને એમ કહેશો નહિ કે તમારી દીકરી મારા ઘરે કામ કરે છે .નહીતર મારા બાપને દુઃખ લાગશે.
જો કે ધોરાજીમાં એ ભાઈ તપાસ કરતા એ ભાઈ આવતા નથી.એમનું શરીર બરાબર રહેતું નથી.બિમાર પડી ગયા છે.તે હવે બંગલામાં વોચમેનનું કામ કરે છે.એ માણસે ત્યાં જઈને તપાસ કરી જો કે નારણભાઈ બેઠેલા હતા.નારણભાઈ તમારી કોઈ દીકરી અમદાવાદ રહે છે .નારણભાઈ અચાનક જવાબ આપ્યો કે હા.!!
એ ભાઈ એવો જવાબ આપ્યો કે અમારા સાહેબ તમારી દીકરીના સમાચાર લઈને આવ્યા છે. દસ દસ વર્ષથી દીકરીના કોઈ સમાચાર ન હતા.દીકરીને જોવા માટે જે બાપ ઝંખતો હતો.એ દીકરીના સમાચાર આવતા બેબાકળો બનીને હરખ માતો ન હતો.મને લઇ જાવ ક્યાં છે મારી દીકરી .!! હાથ જોડીને સજ્જન કલાકાર સામે ઉભો હતો મારી દીકરીના સમાચાર તમે લાવ્યા છો.મારી દીકરી કેમ છે .!! આ વાત કરતા આંખ ભીની થઇ ગઈ.દીકરી એ મોકલાવેલી શાલ બાપ નારણભાઈના હાથમાં આપી તમારી દીકરીએ મોકલાવી છે.એ શાલ બાપે પોતાની છાતીશરશી વળગાડી લીધી.વેલો ઘેલો બાપ તેમને પૂછતો હતો કે મારી દીકરી કેમ છે.સારી છેને .!! દીકરીને કારણે હિમત કરીને ખોટું બોલ્યો કે નારણભાઈ તમારી દીકરી ખુબ સુખી છે એમ કહીને મોઢું ફેરવી દીધું .!! દુઃખયારો બાપ દીકરીના સમાચાર મળતા રાજી થયો હતો.બાપે પોતાની દીકરીના સમાચાર મળ્યા બાદ પોતાની બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો એક ખિસ્સામાં દસની નોટ જયારે બીજા ખિસ્સામાં પાંચની નોટ અને પરચુરણ મળીને રૂ. 21/- ભેગા કરીને સજ્જન કલાકારના હાથમાં મુક્યા.સાહેબ મારી દીકરી મળે તો કહેજો કે તારા બાપુએ મોકલ્યા છે.
જો કે બાપ ગરીબ હોય કે અમીર પણ દીકરીને દઈને રાજી થાય છે.જો કે ગરીબડા બાપે તેમને એમ જણાવ્યું કે સાહેબ એક પ્રાર્થના કરું કે મારી દીકરી પૂછશે કે મારા બાપુ કેમ છે .!! મારી દીકરીને એમ નહિ કહેશો કે હું વોચમેનની નોકરી કરું છું.આ ઉમરે પેટીયું રડવાને માટે વોચમેનની નોકરી કરું છું એ વાત જાણશે તો દીકરી દુઃખી થશે.
સમગ્ર ઘટનમાં વિચાર કરો કે એક બાજુ દીકરી સુખની વાત કરી અને બીજી બાજુ બાપે પણ વોચમેનની વાત ન કહેવાનું જણાવી દીધું। સંત શિરોમણી મોરારીબાપુ પણ આજના જમાનામાં દીકરીએ બાપનું આરોગ્ય છે જેની દીકરી સુખી એનો બાપ સુખી,જેની દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી હોય છે .!!!!

બુધવાર, 13 ફેબ્રુઆરી, 2013

જનરલ નોલેજ પ્રકરણ -21

1001 શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ

1002
ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ

1003
ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદનેપદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી

1004
ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો ? Ans: ચોટીલા

1005
ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ

1006 ‘
ભદ્રંભદ્રનવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. Ans: ભદ્રંભદ્ર

1007
હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના ભાવિકોને સમાન રીતે આકર્ષતી હસનપીરની પવિત્ર દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ

1008
પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં

1009
હિન્દ છોડોની ચળવળમાં શહીદ થનાર પ્રથમ ગુજરાતી યુવાનનું નામ શું હતું? Ans: વિનોદ કિનારીવાલા

1010
ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે? Ans: પ્રેમલક્ષણા ભકિત

1011
પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય . ઠાકોર

1012
.. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ

1013 ‘
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - ઉદગાર કયા ભકત કવિના છે ? Ans: નરસિંહ મહેતા

1014
દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજયોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે? Ans: તીથલ

1015
અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

1016
વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર

1017
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર

1018
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? Ans: દાંતીવાડા

1019
ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: કચ્છના રણમાં

1020
ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? Ans: સિવિલ હોસ્પિટલ-અમદાવાદ

1021
અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

1022
કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીનકુમારની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ

1023
કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન

1024
સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કયાં આવેલી છે ? Ans: બનાસકાંઠા

1025
મહીપતરામ નીલકંઠે કયું પ્રવાસ પુસ્તક રચ્યું હતું? Ans: ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન

1026
અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક)

1027
ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માંભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? Ans: ઠક્કરબાપા

1028
સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ? Ans: ૧૦૦૦ મીટર

1029
ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

1030
ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

1031
ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા

1032
કડાણા બંધ કઇ નદી પર છે ? Ans: મહી

1033
ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે ? Ans: રાજકોટ

1034 ‘
આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો તો. - કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક

1035
ચાલુકય રાજવંશે કુલ કેટલા વર્ષો સુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? Ans: ૩૬૨ વર્ષ

1036
રણજી ટ્રૉફી કોના નામ સાથે સંકળાયેલ છે? Ans: જામ રણજીતસહિંજી

1037
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

1038
સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ

1039
ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: .. ૧૯૪૯

1040 ‘
વસંતવિલાસ ફાગુનો મુખ્ય રસ કયો છે? Ans: અસ્પષ્ટ

1041
શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે ? Ans: શારદાપીઠ

1042
ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજી મહેતા

1043
મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન જાણીતા વિદ્વાન અબુલ ફઝલ ગઝરુની કયા સ્થળેથી આવીને ગુજરાતમાં વસ્યા હતા? Ans: પર્શિયા

1044
લીલી વનરાજી તથા દરિયાકિનારાના સોંદર્યથી મઢાયેલા ઉભરાટ (જિ.નવસારી)માં કયા વૃક્ષો વિશેષ પ્રમાણમાં છે? Ans: સરુ અને તાડનાં વૃક્ષો

1045
કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે? Ans: ગરબી

1046
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? Ans: નરસિંહ મહેતા

1047
ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસ કોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? Ans: વડોદરા

1048 ‘
મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ

1049
બ્રિટીશરાજ દરમિયાન સૌપ્રથમ સ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? Ans: ભૂગોળ અને ખગોળશાસ્ત્ર

1050
ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

જો તમને ગમે તો  SHARE કરવું