visiter

શનિવાર, 31 ઑગસ્ટ, 2013

સાચા દિલથી પ્રેમ

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો.
એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.
છોકરી : અરે સંભાળ! તારી એક
મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે.
શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ!
તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે.
પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને ભૂલીન શક્યો.

=========
દસ વર્ષ પછી.
=========

એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.
છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થા ગયા છે
મારો પતિતો બહુ જ પૈસાદાર છે,
મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અનેતે સ્માર્ટ પણ તેટલો જ છે.
આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા.

થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને
પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા! આ મારી પત્ની છે.
પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો, “ હું આ સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે. તું સર વિષે એક વાત જાણે છે? સર એક
છોકરીના પ્રેમમાં હતા.
પરંતુ પેલી છોકરીએ સરને બીજા સાથે લગ્ન કરી લીધા.
પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા.

પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે!
નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે.

બુધવાર, 28 ઑગસ્ટ, 2013

કૃષ્ણજન્મની ઉજવણી

......વિચારીએ...­.....
અમલમાં મુકવાનો થોડો પ્રયાસ કરીએ અને સાચા અર્થમાં કૃષ્ણજન્માષ્ટમીની ઉજવણી કરીએ.
કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ જે સમગ્ર માનવજાતને પોતાના તરફ આકર્ષે છે.સામાન્ય માણસ તરીકે કૃષ્ણ, આપણને બધાને જીવન જીવવાની સાચી રીત શીખવી જાય છે. કદાચ આ પૃથ્વી પરના એ સૌથી દુખી અને કમનસીબ માણસ હતા , જેની પાસેથી આનંદ-ઉલ્લાસની તમામ તકો છીનવી લેવામાં આવી હતી અને છતાય એના મુખ પર વેદના નહી વાંસળીના સુર વહેતા જોયા છે બધાએ.

સામાન્ય બાળકને પણ જન્મતાની સાથે સુવાળી ગોદડી અને માં નો ખોળો મળે કૃષ્ણ એક રાજાનો ભાણેજ અને મુખીનો દિકરો હતો પણ એને જન્મ સમયે ન તો ગોદડી મળી કે ન મળ્યો માં નો ખોળો.
બાળક હંમેશા વડીલોના સુરક્ષા કવચ નીચે પોતાના બાળપણને બિન્દાસ્ત રીતે માણતું હોય છે જ્યારે કૃષ્ણએ તો બાળપણમાં વડીલોને સુરક્ષા કવચ પુરુ પાડવું પડ્યુ હતું

પોતાની પ્રિય સખી રાધાને કાયમ માટે છોડવી પડી, ઋક્ષમણી સાથે લગ્ન ભાગીને કરવા પડ્યા, બહેન સુભદ્રાને પણ અર્જુન સાથે ભગાડીને જ પરણાવી પડી. ચોરી છુપીથી એકલો જ ચણા ખાઇ જાય એવો સુદામા જેવો થોડો સ્વાર્થી ભાઇબંધ મળ્યો, ફઇબાના દિકરાઓના ઝગડામાં અનેક પ્રકારના આક્ષેપો એમના પર મુકવામાં આવ્યા.

જન્મતાની સાથે જનેતા છોડવી પડી અને મોટા થતા જન્મભૂમી છોડીને છેક સૌરાષ્ટ્રમાં દ્વારીકા આવવું પડ્યુ , પોતાના જ પરિવારના સભ્યોને અંદરોઅંદર લડતા , ઝગડતા અને મરતા જોયા, અંતે એક પારધીએ બાણ માર્યુ ત્યારે પણ એ કેટલા તડપ્યા હશે ? કેટલા દુખી થયા હશે ?

જન્મથી મૃત્યું સુધી હંમેશા તકલીફમાં જ રહ્યા. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતા કૃષ્ણએ ક્યારેય કોઇ ફરિયાદ નથી કરી. એને કોઇએ રડતા નથી જોયા હંમેશા આનંદમાં અને મસ્તીમાં જ જીવ્યા છે.

અને બીજી તરફ આપણે છીએ કે નાની- નાની સમસ્યાઓમાં પણ સતત રડ્યા જ કરીએ છીએ જાણે કે સમગ્ર દુનિયાનું દુખ ભગવાને આપણને જ આપ્યુ હોય ! ફરિયાદો કરવાનું બંધ કરીને જીવનને જીવવાનું ચાલું કરીએ... માત્ર શ્વાસ લેવો અને જીવવું એ બંને વચ્ચે બહું મોટો ફેર છે દોસ્તો.

શનિવાર, 24 ઑગસ્ટ, 2013

વાહ દીકરી વાહ



સોરાષ્ટ્રના એક ધાર્મિક જગ્યાએ રોડ
પર દીકરીના પિતા મરી જતા,
આંખોથી ટપકતા આંસુ સાથે,
જતી ગાડીને હાથ કરીને ઉભી રાખે છે.
જેમાં એક માણસે પોતાની ફિયાટ
ગાડી ઉભી રાખી અને ઉતરીને પૂછ્યું કે
શું થયું છે.
રડતા રડતા દીકરી એ જવાબ આપ્યો કે
મારા પિતાજીનું અવશાન થઇ ગયું છે.
અમને અમારાઘરે મૂકી આવો તો સારું.
સમજદાર માણસે તેની ગાડીમાં પાછળ
બેસાડ્યા એ સમયે દીકરી મોતને
ભેટેલા પિતાના માથા પર હાથ
ફેરવતી હતી. એ ગામ ગયા ત્યારે ઘરને
તાળું લાગેલું હતું.
મુકવા આવેલા માણસને ચાવી લઇ
આવું કહી દીકરી ત્યાંથી નીકળી ગઈ.
થોડા સમય પછી ગામને ઘટનાની ને
મૃતદેહ બહાર કાઢ્યો.
તેમ છતાં ગાડીવાળા માણસ
ઉભા રહ્યા હતા. ગામના એક વડીલ
માણસે પૂછ્યું "આપ કેમ ઉભા છો?"
તેમણે જવાબ આપ્યો કે "મોતને
ભેટેલા માણસની દીકરીને છેલ્લે મળીને
તેને નમન કરીને જાઉં." વડીલે
આશ્ચર્ય થીપુછ્યું "કોણ દીકરી?" આ
માણસે જવાબ આપ્યો કે "મારી સાથે
રોડ પર રહીને
ઘરના આંગણા સુધી ગાડીમાં બેસીને
આવી હતી તેની વાત કરું છું."
ફરીથી વડીલે પુછ્યું
"જોતા ઓળખી જાવ?" આ માણસે
જણાવ્યું કે "હા, ઓળખુને!!" આખરે
તેના ઘરમાં લઇ આવ્યા અને દીવાલ
પર દીકરીનો ફોટો હતો એ બતાવીને
પૂછ્યું કે "આ દીકરીહતી?"
ગાડીવાળા માણસે જણાવી દીધું કે "આ
દીકરીએ મને ઉભી રાખીને ઘર
સુધી મૂકી ગયી હતી."
ગામના વડીલે આ શખ્સને જણાવ્યું કે
"આ દીકરી મરી એને ત્રણ વર્ષ થઇ
ગયા છે."
આ ગાડીવાળા માણસને એમ થયું કે
પોતાના પિતાને કઈ થાય તો દીકરી કોઈ
પણ રૂપમાં આવતી હોય છે.
તેથી કહેવાયું છે કે
"દીકરી હરહંમેશ
વહાલનો દરિયો હોય!!!"

જીવન જીવવા જેવું છે એવું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડે એ જ સાચો મિત્ર

      
     એક ખેડૂતની પાસે એના ફાર્મમાં એક બકરી અને એક ઘોડો હતાં.બકરી અને ઘોડો એક બીજા માટે લાગણીના તંતુથી જોડાયેલાં હતાં.એક દિવસ ઘોડો અચાનક માંદો પડી ગયો .ખેડૂતે પ્રાણીઓના નિષ્ણાત ડોક્ટરને ફાર્મ ઉપર બોલાવ્યા.ડોક્ટરે ઘોડાને તપાસીને ખેડૂતને કહ્યું “આ ઘોડો વાયરસમાં સપડાઈ ગયો છે .એને ત્રણ દિવસ માટે દવા આપવી પડશે.હું ત્રીજા દિવસે આવીશ અને જો એની સ્થિતિમાં સુધારો નહીં જણાય તો પછી એના જીવનનો અંત લાવવો જરૂરી બનશે.”
        ઘોડાની બાજુમાં ઉભેલી બકરી એક ધ્યાનથી ખેડૂત અને ડોક્ટરની આ વાતચીત સાંભળી રહી હતી.બીજે દિવસે ડોક્ટરના માણસો ઘોડાને દવા આપીને ગયા પછી બકરી ઘોડાની નજીક ગઈ અને એને કહેવા લાગી “દોસ્ત,તારું મન મજબુત કર અને ઉભો થઇ જા . ઉભો થઈને તું ચાલવા લાગ નહિતર એ લોકો તને કાયમ માટે સુવાડી દેશે એ નક્કી છે.
બીજે દિવસે પણ ડોક્ટરના માણસો આવીને ઘોડાને દવા આપીને વિદાય થયા.બકરી ફરી ઘોડાની પાસે આવીને એના મિત્રમાં જોશ આવે એવા શબ્દોમાં કહેવા લાગી “મારા દોસ્ત,થોડું વધારે જોર લગાવીને ઉભો થઇ .તારે જો જીવવું હોય તો એ જ એક રસ્તો છે નહિતર તું મર્યો સમજજે.એટલે જરા પ્રયત્ન કર ,હું તને ઉભાં થવામાં મારાથી બનતી મદદ કરીશ.ચાલ, એક…..બે…..ત્રણ….
ત્રીજે દિવસે પ્રાણીઓના ડોક્ટર આવ્યા અને ઘોડાને દવા આપ્યા પછી એમણે ખેડૂતને કહ્યું :”કમનશીબે અમારે આવતીકાલે કોઈ પણ હિસાબે આ ઘોડાને કાયમ માટે સુવડાવી દેવો પડશે. જો એમ નહીં કરીએ તો ઘોડાનો વાયરસ ચોતરફ ફેલાઈ જતાં બીજા ઘોડાઓને પણ એનો ચેપ લાગવાનો મોટો ભય છે.
ડોક્ટરના ગયા પછી બકરી ઘોડા પાસે ગઈ અને એને કહેવા લાગી : તેં સાંભળ્યું ને ડોક્ટરે શું કહ્યું ? દોસ્ત,સાંભળ,મરણીયો થઈને ઉભો થઇ જા .આજે જ અને અત્યારે જ, પછી તો કદી નહીં. જરા હિંમત બતાવ, કમ ઓન, જોર લગાકે હૈસો,ઉભો થઇ જા.એક…બે… અને ત્રણ ….
પોતાના દોસ્ત બકરીના જોશીલા શબ્દોની એના પર ચમત્કારીક અસર થઇ .ઘોડામાં સુસુપ્ત રીતે પડેલી જીજીવિષા જાગૃત થઇ ગઈ.ઘોડો ધીમે ધીમે ઉભો થઇ ગયો.બકરીના વધુ પ્રોત્સાહનથી એ ચાલવા માંડ્યો અને પછી દોડવાનું શરુ કર્યું.બકરી ખુશ થઇ ગઈ અને કહેવા લાગી :”તેં કરી બતાવ્યું,,દોસ્ત તું મારો શેર છે,તું એક મોટો ચેમ્પિયનછે.”
ઘોડાનો માલિક ખેડૂત ઘોડાને દોડતો જોઈને ઘરની બહાર દોડી આવ્યો અને ખુશીમાં આવી જઈને મોટેથી બોલી ઉઠ્યો :”અરે, આ હું શું જોઈ રહ્યો છું.આ તો મોટો ચમત્કાર થઇ ગયો .મારો ઘોડો હવે સાજો થઇ ગયો.”
જીવનની મોટી કરુણીકા અને વિધિની વિચિત્રતા તો આ ખેડૂતે ખુશ થઈને આગળ જે કહ્યું એમાં આવે છે.
ખેડૂતે એના મિત્રોને સંબોધી કહું : ” મારો ઘોડો હવે પહેલાની જેમ દોડવા લાગ્યો છે. હવે એક મોટી મિજબાની કરવી જ જોઈએ.ચાલો, આ બકરીની કતલ કરીએ અને એક ગ્રાંડ પાર્ટીમાં એનું જમણ કરીએ!”
(મિત્રની હતાશાને દુર કરે અને એને જીવન જીવવા જેવું છે એવું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડે એ જ સાચો મિત્ર.)

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

ઝૂકનારો જીતે

સમજવા જેવી સ્ટોરી અચૂક વાંચજો.
===================

સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’

નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન ! નેતર ક્યાં ?’
‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’ સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને ઝૂકી જનારાઓ જીતી ગયા છે !

કાસ........ભગવાને મને પણ આવી એક બહેન આપી હોત

વાંચજો અને શેર કરી વંચાવજો..
એક બહેન તો હોવી જ જોઈએ…..
જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો
જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે
તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો
કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે
જેને કહી શકો
મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો
જે પપ્પાથી તમને
બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે
લઈ લે
જે નવા વર્ષના દિવસે તમારા “તૂતિયારા વેળાને”
લીધે તહેવાર છોડી તમારા કપડાને
ઈસ્ત્રી કરતી હોય
જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ
ક્યારથી કરવા તે નક્કી કરતી હોય
જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ
ખાઈ લેતી હોય
જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે “મારો ભાઈ
બાકી છે ” એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ
તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય
આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને
રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ
દબાવી દેતી હોય
બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે
તો તમારા પર કાળકા થઈને વરસતી હોય
આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન
તો હોવી જ જોઈએ.
જો એક બહેન હોય….
તો જ સંવેદનાની અનુભૂતિ આવે
તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
તો જ ઘરમા તમને સતત
ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે
બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક
માં સમાન...
એક બહેન તો હોવી જ જોઈએ…..
એક બહેન તો હોવી જ જોઈએ…..
કાસ........ભગવાને મને પણ આવી એક બહેન આપી હોત 

ભગવાને મારા નશીબ  માંઆવી બહેન કેમ નહિ લખી હોય ???????


પૃથ્વી થી સૂર્ય ની દુરી અને હનુમાન ચાલીસા


।।। જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।।।
।।। લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।।।
12000 (જુગ) X 1000 (સહસ્ત્ર) X 8 (1 યોજન
= 8 મીલ) = 9,60,00,000 મીલ.
9,60,00,000 મીલ X 1.6 (1 મીલ = 1.6
કિ.મી.) = 15,36,00,000 કિ.મી.
"લીલ્યો તાહી મધુર ફલ જાનૂ" = હનુમાનજી એ
પંદર કરોડ છત્રીસ લાખ કિલોમીટર પૃથ્વી થી દુર
સૂર્ય ને લિલ્હિયો (ગળે ઉતારી લીધો) મધુર (મીઠું)
ફળ જાણી.
યુગ (જુગ) શબ્દ ચાર પ્રકારના હોય છે.
સતયુગ દિવ્ય વર્ષોમાં 4,800 વર્ષ અને સૌર
વર્ષોમાં 17,28,000 વર્ષ
ત્રેતાયુગ દિવ્ય વર્ષોમાં 3,600 વર્ષ અને સૌર
વર્ષોમાં 12,96,000 વર્ષ
દ્વાપરયુગ દિવ્ય વર્ષોમાં 2,400 વર્ષ અને સૌર
વર્ષોમાં 8,64,000 વર્ષ
કળયુગ દિવ્ય વર્ષોમાં 1,200 વર્ષ અને સૌર
વર્ષોમાં 4,32,000 વર્ષ
ચતુર્યુગ નું માન સૌર વર્ષોમાં ઘણા લોકો જાણે છે.
પણ ચતુર્યુગ નું માન દિવ્ય વર્ષોમાં 12,000 છે.
એક યુગ (જુગ) = 12,000 વર્ષ
આપણે જાણીએ છીએ કે સુર્ય પૃથ્વીથી લગભગ
15,00,00,000 (પંદર કરોડ) કિલોમીટર છે.
કવિ તુલસીદાસજી એ બહુ સરળ ચાર શબ્દોમાં આ
દુરી નું વર્ણન કર્યું હતું.
પણ આજકાલ લોકો સેક્યુલર અને કોન્વેન્ટ
ભણવાવાળા એટલે એજ માનશે જે ન્યુટન
આપણા ગ્રંથો માંથી ચોરીને દુનીયાને બતાવશે.

વન (સંરક્ષણ) અધિનિયમ, 1988 માં કરવામાં સુધારાઓ સાથે 1980



કૃત્ય જંગલો સંરક્ષણ માટે અને therewith અથવા ગૌણ અથવા આકસ્મિક ત્યાં જોડાયેલ બાબતો માટે પૂરી પાડે છે.

નીચે પ્રમાણે તે ભારત રીપબ્લિક ઓફ ત્રીસ-પ્રથમ વર્ષ માં સંસદ દ્વારા ઘડવામાં આવશે: -

1. લઘુ શીર્ષક, હદ અને શરૂ.

(1) આ એક્ટ વન (સંરક્ષણ) અધિનિયમ, 1980 કહેવાય છે.

(2) તે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગું સુધી વિસ્તરે છે.

(3) તે ઓક્ટોબર, 1980 ના 25 દિવસ રોજ અમલમાં આવે છે ગણાશે.

2. જંગલો અથવા બિન-વન હેતુ માટે જંગલ જમીન ઉપયોગ dereservation પર પ્રતિબંધ.

એક રાજ્યમાં અમલમાં છે સમય માટે અન્ય કોઇ કાયદો માં સમાયેલ કંઈપણ તેમછતાં આ બોલ પર કોઈ રાજ્ય સરકાર અથવા અન્ય સત્તા કેન્દ્ર સરકારના પૂર્વ મંજૂરી, કોઈપણ ક્રમમાં સાથે, સિવાય બનાવવા રહેશે દિગ્દર્શન-

(I) કોઈપણ આરક્ષિત જંગલ (કે રાજ્યમાં અમલમાં છે સમય માટે કોઇ કાયદો અભિવ્યક્તિ "આરક્ષિત જંગલ" અર્થ અંદર) અથવા તેના કોઈ ભાગ, આરક્ષિત કરવા માટે બંધ રહેશે;

(Ii) કોઈપણ વન જમીન અથવા તેના કોઈ ભાગ કોઈપણ બિન વન હેતુ માટે ઉપયોગ કરી શકે છે;

(Iii) કોઈપણ વન જમીન અથવા કોઈપણ ભાગને તેના કોઈ ખાનગી વ્યક્તિ અથવા કોઇ સત્તા માટે અન્યથા લીઝ માર્ગ દ્વારા સોંપાયેલ અથવા થઈ શકે છે, કોર્પોરેશન, એજન્સી અથવા અન્ય કોઇ સંસ્થા, માલિકી વ્યવસ્થાપિત અથવા સરકાર દ્વારા નિયંત્રિત નથી;

(Iv) કોઈપણ વન જમીન અથવા કોઈપણ ભાગને તેના પુનર્વનરોપણ માટે તેને ઉપયોગ આ હેતુ માટે છે, કે જે જમીન કે ભાગ કુદરતી રીતે ઉગાડવામાં છે જે વૃક્ષો દૂર કરવામાં આવી શકે છે.

સમજૂતી - આ વિભાગની porpose માટે, "બિન વન હેતુ" આ તોડવાનું અથવા તેના કોઈ જંગલ જમીન અથવા ભાગમાં સાફ અર્થ એ માટે

(A) ચા ખેતી, કોફી, મસાલા, રબર, પામ, તેલ ધરાવતા છોડ, બાગાયતી પાક અથવા ઔષધીય છોડ;

(B) પુનર્વનરોપણ કરતાં અન્ય કોઇ હેતુ;

પરંતુ કોઈ પણ સંબંધિત કાર્ય અથવા એટલે કે સંરક્ષણ, વિકાસ અને સંચાલન જંગલો અને વન્યજીવન માટે ગૌણ સમાવેશ કરતું નથી, ચેક પોસ્ટ્સ, આગ રેખાઓ, વાયરલેસ સંચાર અને વાડ, પુલો અને culverts, ડેમ, waterholes, ખાઈ ગુણ બાંધકામ ની સ્થાપના, સરહદ ગુણ, પાઈપલાઈન અથવા અન્ય જેવા હેતુઓ.

3. સલાહકાર સમિતિ બંધારણ.

-H મે સંદર્ભે માટે કે સરકાર સલાહ માટે ફિટ માનવું તરીકે કેન્દ્ર સરકાર વ્યક્તિઓ જેમ કે નંબર સમાવેશ થાય સમિતિ રચી શકે છે

મંજૂરી ઓફ (i) અનુદાન. અને; વિભાગ 2 હેઠળ

(Ii) અન્ય કોઇ બાબત કેન્દ્ર સરકાર દ્વારા ક ઉલ્લેખ કરી શકાય છે કે જે જંગલો સંરક્ષણ સાથે જોડાયેલ છે.

3A. એક્ટની જોગવાઈઓ ઉલ્લંઘન માટે દંડ.

Contravenes અથવા વિભાગ 2 ની જોગવાઈઓ કોઇ પણ ઉલ્લંઘન abets રહેલી વ્યકિત, પંદર દિવસ સુધી કરી શકે છે, જે સમયગાળા માટે સાદી કેદ સાથે સજા રહેશે.

3B. સત્તાવાળાઓ અને સરકારી વિભાગો દ્વારા Offences.

(પાનું 1) ક્યાં તો આ એક્ટ હેઠળ કોઇપણ ગુનો છે -

(A) સરકાર કોઇ વિભાગ, વિભાગ વડા દ્વારા; અથવા

(B) કોઈપણ સત્તા દ્વારા, તે સમયે ગુનો હતા, દરેક વ્યક્તિ, સીધા ચાર્જ હતી, અને સત્તા બિઝનેસ તેમજ સત્તા ની વર્તણૂક માટે સત્તા માટે જવાબદાર હતી;

જો ગુનો દોષિત હોવાનું અને સામે આગળ અને તે મુજબ સજા કરવામાં જવાબદાર રહેશે ગણાશે:

તેમણે ગુનો તેમના જ્ઞાન વિના પ્રતિબદ્ધ અથવા તે બધા કારણે ખંત કસરત કે હતું કે સાબિત જો આ ઉપ વિભાગમાં સમાવિષ્ટ કંઈ વિભાગ કે કોઇ સજા માટે જવાબદાર ખંડ (B) માં ઉલ્લેખ કોઈપણ વ્યક્તિ વડા રેન્ડર કરશે કે પૂરી પાડવામાં જેમ કે ગુનો કમિશન અટકાવે છે.

(2) ખાવા તેમછતાં એક્ટ હેઠળ સજા એક અપરાધ સરકારના એક વિભાગ અથવા (B) પેટા - કલમ (1) ના ખંડ માં ઉલ્લેખ કોઇ સત્તા દ્વારા પ્રતિબદ્ધ ગયેલ છે કે જ્યાં પેટા - કલમ (1) માં સમાયેલ છે અને તે સાબિત થયેલ છે ગુનો મંજૂરી અથવા આંખ આડા કાન સાથે પ્રતિબદ્ધ કરવામાં આવ્યું છે; અથવા વિભાગના વડા કરતાં અન્ય કોઇ પણ અધિકારી, ભાગ પર કોઈપણ ઉપેક્ષા આભારી છે, અથવા એક સત્તા કિસ્સામાં, વ્યક્તિઓ કરતાં અન્ય કોઇ વ્યક્તિ ઉલ્લેખ કલમ (B) પેટા - કલમ (1) ના છે, જેમ કે અધિકારી અથવા વ્યક્તિઓ પણ છે કે ગુનો દોષિત ગણવામાં આવશે અને સામે આગળ અને તે મુજબ સજા કરવામાં જવાબદાર રહેશે.

4. નિયમો બનાવવા માટે શક્તિ.

(1) કેન્દ્ર સરકાર, સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા, આ અધિનિયમ ની જોગવાઈઓ વહન માટે નિયમો બનાવે છે શકે છે.

તે સત્ર હોય (2) આ અધિનિયમ હેઠળ કરવામાં દરેક નિયમ અથવા એક સત્ર માં બનેલું હોઈ શકે છે જે ત્રીસ દિવસો કુલ ગાળા માટે, સંસદના દરેક હાઉસ પહેલા, જલદી તે કરવામાં આવે છે પછી, જેમ નાખ્યો આવશે બે અથવા વધુ ક્રમિક સત્રો, અને, જો તરત જ સત્ર કે ઉપરોક્ત પાંચ ક્રમિક સત્રો બાદ સત્ર સમાપ્ત થાય તે પહેલાં, બંને ગૃહો કોઈપણ નિયમ સુધારા અથવા બંને ગૃહો નિયમ ન હોવા જોઇએ કે સંમત છે, નિયમ બનાવવા સંમત યથાપ્રસંગ બાદ માત્ર જેમ કે સંશોધિત ફોર્મ અસર હોય અથવા કોઈ અસર રહેશે; જેથી, જોકે, કોઇ ફેરફાર અથવા રદ્દ કરવું તે પહેલાં કે નિયમ હેઠળ કરવામાં કંઈપણ માન્યતા માટે પૂર્વગ્રહ વિના રહેશે.

5. નિરસન અને બચત.

(1) વન (સંરક્ષણ) ઓર્ડિનન્સ, 1980 આથી બદલાઈ જાય છે.

(2) આવા પાછો ખેંચાયો તેમછતાં, થાય કંઈપણ અથવા જણાવ્યું હતું કે વટહુકમ ની જોગવાઈઓ હેઠળ લેવામાં કોઈપણ ક્રિયા કરવામાં આવી છે માનવામાં આવશે કે આ ધારો લગતીવળગતી જોગવાઈઓ હેઠળ લેવામાં.

....

ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013

ગુજરાત એક ઝલક (જનરલ નોલેજ)


ગુજરાત એક ઝલક (જનરલ નોલેજ)
ગુજરાત એક ઝલક (જનરલ નોલેજ)
જનરલ નોલેજ - ગુજરાતની પ્રાથમિક માહિતી
વર્તમાન રાજ્ય ની સ્થાપના :1 મે 1960
પંચાયત રાજ્યની સ્થાપના :1 એપ્રિલ 1963
ગુજરાત એક ઝલક (જનરલ નોલેજ)
Map Of Gujarat
પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા 
પ્રથમ પાટનગર :અમદાવાદ
વર્તમાન પાટનગર :ગાંધીનગર                                           
વિધાનસભાની બેઠકો :182
લોકસભાની ની બેઠકો :26
રાજ્ય સભાની બેઠકો :11
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ: મહેદી નાવાજજંગ
ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ: શારદા મુખરજી
વર્તમાન રાજ્યપાલ:શ્રીમતી ડો .કમલા બેનીવાલ
વર્તમાન મુખ્યમંત્રી:શ્રીનરેન્દ્રભાઈ મોદી
ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી: ડો. જીવરાજ મહેતા
કુલ ક્ષેત્રફળ:1,96.024(ચો.કિ.મી.)
જીલ્લા ની સંખ્યા :26
તાલુકાઓ:225
કુલ વસ્તી :6,03.83,628(2011ની મુજબ કામચલાઉ આંકડા ) 
પુરુષ –સ્રી પ્રમાણ :1000:928 પુરુષો :3,1482,282 સ્રીઓ2,89,01,346
વસ્તી વૃદ્ધિ નો દર :19.17%
વસ્તી ની ગીચતા:308(ચો .કિમી. )
 વસ્તી ની સૌથી વધુ ગીચતા:સુરત જીલ્લો (1376 દરચો .કિમી.)
વસ્તી ની સૌથી ઓંછીગીચતા કચ્છ જીલ્લો (46વ્યક્તિ દરચો .કિમી.)
 સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો :અમદાવાદ(55,70,585)સુરત(44,62,002) વડોદરા(16,66,703) રાજકોટ(12,86,995) ભાવનગર(5,29,768) જામનગર(5,29,308) જૂનાગઢ(3,20,250)ગાંધીનગર(2,92,752)
સાક્ષરતા નું પ્રમાણ :79.31%(2011 મુજબ )પુરુષો :87.23%  સ્ત્રીઓ: 70.73%
મુનીસીપાલ કોર્પોરેશન :8  (અમદાવાદ ,વડોદરા , સુરત ,રાજકોટ ,ભાવનગર ,જામનગર ,જૂનાગઢઅને ગાંધીનગર)
નગરપાલિકાઓ :169
ગ્રામપંચાયત 13,695
મહાબંદરો :1(કંડલા )કુલ બંદરો 40
SEZ:60(2011સુધી )
SIR:13(2011સુધી )
અભયારણ્યો :22
વીજક્ષમતા :13258મેગાવોટ
જંગલો :19,160.99 (ચો કિમી)(રાજ્યના કુલ વિસ્તાર ના 9.77%)
પાકા રસ્તાઓ ની લંબાઈ :71,507કિમી
વાડીઓ નો જીલ્લો :વલસાડ
રેલ્વે માર્ગ :5,328 કિમી (3,193કિમી બ્રોડગેજ ,1,364 કિમી  મીટર ગેજ અને 771 કિમી નેરો ગેજ)
કુલ પશુધન :2,37,94,000
કુલ ઉત્પાદન :88,43લાખટન
મત્સ્ય ઉત્પાદન :7.7243લાખટન
કૃષિ ઉત્પાદન :
અનાજ ઉત્પાદન :5643લાખટન
કપાસ :7443લાખગાંસડી
બગાયત :16243લાખટન (ફળ ,શાકભાજી,મરી-મસાલા અને ફૂલોની ખેતી )
સિંચાઇ ક્ષમતા :64.88 લાખ હેકટર
ખનીજ ઉત્પાદન :78,502 હજાર ટન(ખનીજ તેલ સહિત)
વાહનો :122.67લાખ (ઓગષ્ટ2010)
રાજ્યસરકાર ની વેબસાઈટ:www.gujratindia.com,www.narendramodi.in
હવાઈમથક:(આંતરરાષ્ટ્રીય) અમદાવાદ (સરદર પટેલ હવાઈમથક),વડોદરા ,ભાવનગર ભુજ ,સુરત ,જામનગર ,કંડલા ,કેશોદ ,પોરબંદર ,રાજકોટ
યુનિવર્સીટીઓ:10+1 (ડો.આંબેડકર ઓપન યુનિવર્સીટી,અમદાવાદ )
પ્રાથમિક શાળાઓ :42,145
માધ્યમિક શાળાઓ :9,299
કોલેજો :1,405
રાષ્ટીય ઉધાનો :4
ભાષા :ગુજરાતી (89.36%)
રાજ્યનું ઘરગથ્થું ઉત્પાદન (GSDP):રૂ .4,29,356(2009-10)
રાષ્ટીય દરે GDPમાં હિસ્સો :7%
માથાદીઠ આવક :રૂ .63,961(2009-10)
શેર બજારમાં મૂડીભંડોળ :૩૦%
નિકાસમાંભાગીદારી :૨૨ %
દેશ માં દિવેલા ,વરિયાળી ,કપાસ ઉત્પાદનમાં અગ્રેસર છે
સોડાએશ ઉત્પાદન (98%)મીઠા ઉત્પાદન (૭૮%)હીરા ઉદ્યોગ(૮૦ %) પ્લાસ્ટિક ઉધોગ(૬૫%),પેટ્રોલીયમ ઉત્પાદનો (૬૨%),ખનીજતેલ (૫૩%),રસાયણ ઉદ્યોગ (૫૧%),દવા ઉદ્યોગ (૩૫%) ,કાપડ ઉદ્યોગ (૩૧%)
કપાસ ઉદ્યોગ (૩૧%) સાથે સમગ્ર દેશમાં નોંધપાત્ર છે .
વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ હેઠળ ૨૦.૮૩ લાખ કરોડના મૂડીરોકાણ માટે કરાર થાયા (૧૨-૧૩ જાન્યુઆરી,૨૦૧૧ )
શાળા પ્રવેશ દર ;૯૯ %
 શાળા છોડ્યા દર  ૨.૨૦ %(ધો .૧ થી ૫ ),૮.૬૬ %(ધો .૧ થી ૭ )
ટપાલ કચેરીઓ :૮,૯૭૬ (૩૧-૧૦ ૨૦૧૦ સુધી )
ટેલીફોન એક્ષ્ચેન્જ:૩.૧૬૫ (૩૧-૧૦ ૨૦૧૦ સુધી )
ટેલીફોન(ડિસેમ્બર.૨૦૧૦ સુધીમાં )
લેન્ડલાઇન-૧૭,૭૮,૧૯૩ ઈન્ટરનેટ-૧,૦૯ ,૮૮૪ મોબાઈલ -૩,૨૯,૦૨,૬૫૦
બેન્કોની શાખાઓ૬,૯૦૧ (૩૧-૦૩-૨૦૧૦ સુધી )
કુલ થાપણો:રૂ ૨,૨૫ ,૨૯૯ કરોડ કુલ ધિરાણ રૂ .૧.૫૫ ૫૭૫ કરોડ
ધિરાણ થાપણ દર –CDR:69.05%
સામુહિક આરોગ્ય કેન્દ્રો ૨૯૧ (ડિસેમ્બર૨૦૧૦ સુધી )
પ્રાથમિક  આરોગ્ય કેન્દ્રો ૧૧૧૦ (ડિસેમ્બર૨૦૧૦ સુધી )
 પેટા આરોગ્ય કેન્દ્રો :૭૨૭૪
સિવિલ હોસ્પિટલ:૫૬
ગરીબીરેખા હેઠળના પરિવારો :૬.૫૫ લાખ
કુલ રોજગારી :૧૯.૮૨ લાખ (જાહેર અને ખાનગીક્ષેત્ર)
જાહેરક્ષેત્રની રોજગારી ૭,૮૬ લાખ ખાનગીક્ષેત્રની રોજગારી :૧૧ .૯૬ લાખ
વાર્ષિક યોજના :રૂ .૩૮ ,૦૦૦ કરોડ (૨૦૧૧ -૨૦૧૨ )
પંચવર્ષીય યોજના :રૂ. ૧,૧૧,૧૧૧ કરોડ (અગિયારમી )
રાજ્યનું કુલ અંદાજપત્રીય કદ :૮૧ ,૨૭૯.૯૮ કરોડ (૨૦૧૧-૨૦૧૨ )

જનરલ નોલેજ

1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા
26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક
68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ
82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર
98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ 
101 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ 
102 ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
103 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા
104 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
105 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
106 ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
107 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
108 રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા
109 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
110 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ
111 ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? Ans: નાઘેર
112 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
113 ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા
114 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી
115 ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી
116 કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? Ans: તાપી
117 ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની
118 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
119 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
120 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
122 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
125 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ
128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી
132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ
133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના
134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ
136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર
139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર
144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
145 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ
146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
149 સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર 
151 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
152 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
153 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
154 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
155 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
156 ‘મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
157 રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans: કંડલા
158 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
159 સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? Ans: ચેતેશ્વર પૂજારા
160 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી
161 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
162 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
163 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
164 નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
165 સાબરમતી નદીનું ઉદગમ સ્થાન કયું છે ? Ans: ઢેબર સરોવર- રાજસ્થાન
166 ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. Ans: દાઉદખાની
167 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા
168 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ
169 સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
170 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
171 ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી
172 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર
173 સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર
174 ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
175 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ
176 ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮’
177 ‘પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે
178 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ
179 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
180 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
181 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ
182 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ
183 રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
184 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ
185 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી
186 નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? Ans: જ્ઞાન
187 કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા
188 ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
189 કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઈડરી માટે જાણીતું છે? Ans: ધનેતી
190 ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
191 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ
192 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
193 કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ
194 ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
195 ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે ? Ans: નારાયણ સરોવર
196 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
197 ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
198 વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ
199 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.
200 કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ 
201 ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત 
202 ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના 
203 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ
204 વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ
205 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
206 હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ
207 લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર
208 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
209 નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
210 અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ
211 બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી? Ans: બગદાણા
212 હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે
213 ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે? Ans: દૂધિયો લટોરો
214 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯
215 ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો
216 રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
217 ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર
218 ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? Ans: કે.કા. શાસ્ત્રી
219 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩
220 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
221 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ
222 વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ
223 ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા
224 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર
225 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી
226 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? Ans: દાસી જીવણ
227 ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ - જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
228 ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
229 ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ
230 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
231 હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ
232 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
233 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા
234 કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા
235 કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ
236 પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ? Ans: રતનમહાલ
237 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય
238 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ
239 ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ
240 ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ - ૬૬)
241 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
242 નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? Ans: શિવ
243 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
244 ‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ
245 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
246 ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી
247 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી
248 હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
249 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ
250 ‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક - મનુભાઈ પંચોળી 
251 મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? Ans: જહાંગીર 
252 કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? Ans: લાલાજી 
253 મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? Ans: નેમિનાથ ચતુષ્યદિકા 
254 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
255 રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય
256 રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
257 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
258 વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
259 બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી
260 નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણા છંદ
261 જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? Ans: પિરોટન
262 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ
263 જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો264 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
265 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
266 ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી
267 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા
268 મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ? Ans: પાલિતાણા
269 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ
270 ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ
271 ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
272 ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ? Ans: વઘઇ બોટેનિકલ ગાર્ડન
273 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર
274 ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
275 ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ
276 સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
277 ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
278 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
279 રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્
280 અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ
281 ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી
282 નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી
283 ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? Ans: સરદાર સરોવર ડેમ
284 ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. Ans: મહી, નર્મદા અને તાપી
285 ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ધુવારણ
286 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
287 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા
288 લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
289 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
290 નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
291 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
292 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
293 કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ
294 વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
295 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું
296 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
297 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
298 ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
299 કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
300 ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ