visiter

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2013

એક કુંભારને રસ્તામાં ચમકતો પથ્થર દેખાયો … તેજના ઝગારા મારતો પથ્થર એટલો આકર્ષક હતો કે એણે તે ઊંચકી લીધો . પહેલા વિચાર્યું કે છોકરાઓને રમવા આપીશ . પછી વિચાર્યું કે છોકરાઓ ક્યાંક ખોઈ નાખશે . પથ્થરને દોરીમાં પરોવી એણે પોતાના ગધેડાની ડોકે બાંધી દીધો . એ ગધેડાને લઈને જતો હતો ત્યાં જ સામેથી એક ઝવેરી નીકળ્યો . ગધેડાની ડોકમાં હીરો જોઈ એ આશ્ચર્યમાં પડી ગયો . કરોડ રૂપિયા આપતા ય ન મળે એવું એ રત્ન હતું પણ તેને ગધેડાની ડોકમાં બાંધનાર પેલા કુભારને એની કિમતનો ખ્યાલ ન હતો . ઝવેરીએ એની પાસે જઈને એને પૂછ્યું ; ‘ તારે આ પથ્થર વેચવાનો છે ? ‘ કુભારે હા પાડી અને આઠ આનામાં -પચાસ પૈસામાં પથ્થર આપી દેવાની તૈયારી બતાવી . ઝવેરીને લોભ જાગ્યો .તેણે કહ્યું : ‘આ પથરાના આઠ આના કોણ આપે ? ચાર આનામાં – પચીશ પૈસામાં આપવો હોય તો આપ ‘
કુભારે ના પાડી . ઝવેરીને થયું કે હું ચાલતો થઈશ એટલે એ મને પાછો બોલાવશે અને ચાર આનામાં નહિ તો છ આનામાં – સાઇઠ પૈસામાં તો હીરો આપી દેશે . એ થોડું ચાલ્યો . છતાંય કુંભારે બૂમ ન પાડી એટલે એ પાછો ફર્યો . જોયું તો ગધેડાની ડોકમાંથી હીરો ગૂમ થઇ ગયો હતો .કુંભારે કહ્યુકે બીજો કોઈ ઝવેરી આઠ આનાને બદલે રૂપિયો આપીને તે લઇ ગયો . ઝવેરી આકળવિકળ થઇ ગયો અને કહ્યું ; ‘તું મૂરખ છે . કરોડ રૂપિયાની ચીજ તે એક રૂપિયામાં વેચી દીધી ! ‘ કુંભારે કહ્યું : ‘ હું તો કુંભાર છું … મને કિંમતની ખબર નહોતી એટલે હું તો ફાયદામાં જ રહ્યો . મને તો આઠ આનાને બદલે રૂપિયો મળ્યો . પરંતુ તે ઝવેરી થઈને ચાર આનાને ખાતર કરોડ રૂપિયા જતાં કર્યા તેનું મને આશ્ચર્ય થાય છે ! ‘
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
1900+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
સદા કાળ વહેતી રહેતી નદીને , દુર શું કે નજીક શું !

અંતિમ ધ્યેય એનું તો સમુદ્રે પહોંચી એમાં ભળી જવાનું !

સમુદ્રમાં ભળતા પહેલાં એના કિનારે હરીયાળો પાક ઉગાડી

લોકોને પોષણ અને આનંદ આપવાનો પણ આનંદ કેટલો !

નદીની જેમ મનુષ્ય જીવનમાં પણ સૌને માટે ,

મંઝીલ લાંબી હો યા ટૂંકી, એ કાપવી જ પડે છે

પગમાં જોર અને હૈયામાં હામ ધરી

કેમ ન ચાલવું અંતિમ ધ્યેય તરફ પ્રેમથી

આગળ વધતાં માર્ગમાં પ્રેમ અને આનંદ વહેંચતા

અંતે ભળી જવું પ્રભુના એ દિવ્ય મહાસાગરમાં !
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

શ્રીકૃષ્ણની પૂજા રાધાજી સાથે કેમ થાય છે?



રાધાનો પ્રેમ એટલો ગાઢ અને મહાન હતો કે તેમણે પોતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણ પર ન્યોછાવર કરી દીધું અને પોતાના મનને સંપૂર્ણપણે શ્રીકૃષ્ણનાં ચરણોમાં લગાવી દીધું

આમ તો બધા જ સંબંધોનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે. બધાના પોતાના અલગ-અલગ કર્તવ્ય અને અધિકાર હોય છે. જન્મ સાથે જોડાયેલા સંબંધો સિવાય પણ એક મહત્ત્વનો સંબંધ છે, જેને પ્રેમસંબંધ તરીકે ઓળખવામાં આવે છે.

કોઈની પણ સાથે નિઃસ્વાર્થ પ્રેમનો સંબંધ હંમેશાં પૂજનીય છે એવો સંદેશ શ્રીકૃષ્ણે આપ્યો છે. શ્રીકૃષ્ણ અને રાધાજી એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે નિઃસ્વાર્થ પ્રેમ દરેક સંબંધોથી વધારે પવિત્ર અને મહાન છે. આ જ કારણસર શ્રીકૃષ્ણની સાથે રાધાજીની પૂજા કરવામાં આવે છે.

સંબંધોમાં માતા-પિતા અને ગુરુનું સ્થાન ઈશ્વર સમાન જણાવવામાં આવ્યું છે અને આ લોકો હંમેશાં આદર અને માન-સન્માન મેળવવાના અધિકારી પણ છે. તેમનો અનાદર કરનારા લોકો પર ભગવાન ક્યારેય પ્રસન્ન થતાં નથી. ભગવાન વિષ્ણુએ જ્યારે જ્યારે પણ અવતાર ધારણ કર્યો છે ત્યારે ત્યારે તેમણે માતા-પિતા અને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ રાખવાનો સંદેશ આપ્યો છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધીમાં અસંખ્ય લોકોના સંપર્કમાં આવે છે. કેટલાક વિશેષ લોકો પ્રત્યે તેને સ્નેહ હોય છે, કેટલાક મિત્ર બની જાય છે. આવો જ પ્રેમ રાધાજી અને શ્રીકૃષ્ણ વચ્ચે હતો. તેમને એકબીજા પ્રત્યે અસીમ પ્રેમ હતો. તેમના પ્રેમમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે અપેક્ષા નહોતી.

ગોકુળમાં એવી કોઈ ગોપી નહોતી કે જેને શ્રીકૃષ્ણ સાથે પ્રેમ ન હોય. દરેક ગોપીનો પ્રેમ પવિત્ર અને ભક્તિપૂર્ણ હતો. બધી જ ગોપી શ્રીકૃષ્ણને પોતાના પ્રિયતમના રૂપમાં જ જોતી હતી અને શ્રીકૃષ્ણ પણ બધાને એવો જ સ્નેહ આપતા હતા. આ બધી જ ગોપીઓમાં રાધાનું સ્થાન સર્વોચ્ચ હતું.

રાધાનો પ્રેમ એટલો ગાઢ અને મહાન હતો કે તેમણે પોતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણ પર ન્યોછાવર કરી દીધું અને પોતાના મનને સંપૂર્ણપણે શ્રીકૃષ્ણનાં ચરણોમાં લગાવી દીધું. શ્રીકૃષ્ણ પણ રાધાજીના પ્રેમમાં સંપૂર્ણ રંગાઈ ગયા હતા. શ્રીકૃષ્ણ અને રાધાજીનો ગાઢ પ્રેમ દર્શાવતા ઘણાં પ્રસંગો આપણા ગ્રંથોમાં આપવામાં આવ્યા છે. તેમાંથી એક પ્રસંગ આ પ્રમાણે છે.

રાધાજીએ શ્રીકૃષ્ણને પૂછયું, "હે કૃષ્ણ! તમે મને પ્રેમ કરો છો, પરંતુ તમે મારી સાથે વિવાહ નથી કર્યા, આવું કેમ? હું એ વાત સારી રીતે જાણું છું કે તમે સાક્ષાત્ ભગવાન જ છો અને તમે કંઈ પણ કરી શકો છો. તમે ઇચ્છો તો ભાગ્યના લેખ બદલવા પણ સક્ષમ છો, છતાં પણ તમે રુક્મિણી સાથે વિવાહ કર્યા, મારી સાથે નહીં."

રાધાજીની આ વાત સાંભળીને શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો, "હે રાધે! વિવાહ બે લોકો વચ્ચે થાય છે. વિવાહ માટે બે અલગ-અલગ વ્યક્તિઓની જરૂર હોય છે. તું મને એ કહે કે રાધા અને કૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે. આપણે બંને તો એક જ છીએ, તો પછી આપણા વિવાહની શું આવશ્યકતા છે. નિઃસ્વાર્થ પ્રેમ વિવાહનાં બંધન કરતાં પણ વધારે મહાન અને પવિત્ર હોય છે."

આ જ કારણસર રાધાકૃષ્ણ નિઃસ્વાર્થ પ્રેમની પ્રતિમૂર્તિ અને હંમેશાં પૂજનીય છે, તેથી જ રાધાકૃષ્ણનું નામ જોડે લેવાય છે અને તેમનું સાથે પૂજન થાય છે.
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
ખરી વાત છે. માતા-પિતા ક્યાંય જતાં નથી. મૃત્યુ માતા-પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ તોડી શકતું નથી. એમની શાંત અને સુખદ હાજરી સતત વર્તાતી રહે છે. જાણે કે તેઓ અહીં જ છે આપણું રક્ષણ કરવા, આપણું કોઈ અહિત ન કરી જાય એનું ધ્યાન રાખવા. આપણે સાચો નિર્ણય લેતા હોઈએ ત્યારે તેમની મૌન સહમતી અનુભવી શકાય છે. ખોટી દિશામાં વિચારી રહ્યા હોઈએ ત્યારે એમનો નકાર સાંભળી શકાય છે. ક્યારેક ગિલ્ટ સપાટી પર આવી જાય છે. આ બધી મીઠાશ, આ મધુરતા મા-બાપ હયાત હતાં ત્યારે કેમ વ્યક્ત થતી નહોતી? સદેહે જીવતાં હતાં ત્યારે કેમ તેમના પ્રત્યે કઠોર બની જવાતું હતું? એવા તો કયાં મહાન કામ કરીને ઊંધા પડી ગયા હતા કે એમને સમય આપી શકતા નહોતા? ખબર હતી કે એમની અવગણના થઈ રહી છે તો પણ ખુદની લાઇફસ્ટાઇલમાં ફર્ક લાવવાની તસદી કેમ લેતા નહોતા?

મા-બાપ ક્યાંય જતાં નથી એ વાત અનુભૂતિના સ્તરે બરાબર છે, પણ નક્કર સચ્ચાઈ એ છે કે મા-બાપ જતાં રહે છે. મા-બાપ અમર હોતાં નથી. એક દિવસ એ મૃત્યુ જરૂર પામે છે. પૂરું જીવન જીવીને અથવા સાવ અચાનક, અણધાર્યાં. લાકડાંની ચિતા પર શરીર ભડભડ બળી ગયા પછી અસ્થિ લઈને ઘરે પાછા આવીએ ત્યાર પછી તીવ્રતાથી અહેસાસ થાય છે કે કશુંક અધૂરું રહી ગયું છે. કેટલાય છેડા હવામાં અધ્ધર લટકતા રહી ગયા છે. મા-બાપને કશુંય આપવાની સંતાનની હેસિયત ક્યારેય હોતી જ નથી. પોતાના જન્મદાતાને આપણે એક જ વસ્તુ આપી શકતા હોઈએ છીએ – સમય. એટેન્શન. મા-બાપ એ જ ઝંખતાં હોય છે સંતાન પાસેથી. માતા-પિતાને લાડ લડાવવા હતા. એમનો દુર્બળ થઈ ગયેલો હાથ પકડીને હિલ-સ્ટેશન પર ફરવું હતું. ગમ્યું હોત એમને. ખૂબ ગમ્યું હોત. કેમ આ બધું કર્યું નહીં તેઓ જીવતાં હતાં ત્યારે?

મા-બાપ સાથે એક જ ઘરમાં રહેતાં હો તો અલગ વાત છે, પણ ધારો કે તમે જુદાં ઘરોમાં, જુદાં શહેરોમાં રહો છો. બે-ચાર-પાંચ-છ મહિને એક વાર મમ્મી-પપ્પાને મળી આવો છો અથવા તેઓ તમારે ત્યાં આંટો મારી જાય છે. કદી વિચાર્યું છે કે તેઓ મૃત્યુ પામશે તે પહેલાં કેટલી વખત પ્રત્યક્ષ મળવાનું થશે? પ્રશ્ન અસ્થિર કરી મૂકે તેવો છે.
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

"ચાન્સ" !

ડૉ. આઈ. કે. વીજળીવાળા નાં પુસ્તક 'શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી એક વાર્તા

"ચાન્સ" ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.

એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.

એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’

આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.

‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’

‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.

‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.

‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.

‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.

યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.

રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.

ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.

બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’

પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !

આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

બુધવાર, 4 ડિસેમ્બર, 2013

"ભાઈ-ભાઈ"


********
કોલેજ ના એક છોકરાને પ્રોફેસરે કાયદા ના વિષય
માં નાપાસ કર્યો .
છોકરો ગયો પ્રોફેસર ના ઘરે .
છોકરો - સર , તમે કાયદા વિષે બધું જ જાણો છો ?
સર - હા .
છોકરો - હું તમને એક સવાલ પૂછું ,
જો તમે સાચો જવાબ આપશો તો તમે મને ફેઈલ
કર્યો તેમાં કોઈ વાંધો નહિ રહે , પણ જો તમે
સાચો જવાબ ના આપી શક્યા તો તમારે મને A ગ્રેડ
સાથે પાસ કરવો પડશે .
પ્રોફેસર માની ગયા - બોલ સવાલ .
છોકરો - આ ત્રણ નું એક ઉદાહરણ આપો . પહેલું
એવું શું છે કે જે કાયદેસર છે પણ લોજીકલી યોગ્ય
નથી , બીજું લોજીકલી યોગ્ય છે પણ કાયદેસર
નથી અને ત્રીજું કાયદેસર પણ નથી અને
લોજીકલી પણ નથી .
પ્રોફેસર ઘણું મથ્યા પણ જવાબ આવડ્યો નહિ અને
છોકરા ને A ગ્રેડ સાથે પાસ કરવો પડ્યો .
બીજા દિવસે પ્રોફેસરે ક્લાસ માં આ સવાલ છોકરાવ
ને પૂછ્યો .
બધા છોકરાવે હાથ ઉચો કર્યો , પ્રોફેસર
તો આશ્ર્ય્ચકિત થય ગયા .
એક છોકરા ને ઉભો કર્યો અને કીધું બોલ જવાબ -
છોકરો - સર તમારી ઉમર 60 છે પણ લગન 25
વર્ષ ની છોકરી સાથે કર્યા છે આ છે તો કાયદેસર
પણ લોજીકલી યોગ્ય નથી .
બીજું , તમારી પત્ની ને 23 વર્ષ નો એક
બોયફ્રેન્ડ છે આ કાયદેસર નથી પણ
લોજીકલી યોગ્ય છે ,
અને ત્રીજું , તમારી પત્ની નો બોયફ્રેન્ડ
પરીક્ષામાં માં નાપાસ થયો હોવા છતાં તમે તેને A
ગ્રેડ આપ્યો ,આ કાયદેસર પણ નથી અને
લોજીકલી યોગ્ય પણ નથી .
જોક્સ પસંદ આવતો લાઈક કરીને
કોમેન્ટ્સમાં "ભાઈ-ભાઈ"
એવું જરૂરથી લખજો
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

અમુલ્ય મિલ્કત


***********
એક ભીખારી વર્ષોથી એક ચોક્કસ જગ્યા પર બેસીને ભીખ માંગતો હતો. એકદિવસ આ ભીખારી પાસે એક સાવ અજાણ્યો માણસ આવ્યો. ભીખારીએ તો પોતાના સ્વભાવ પ્રમાણે ભીખ માંગવાનું શરુ કર્યુ. ખુબ કાલાવાલા કર્યા અને પોતાને મદદ કરવા માટે વિનંતી કરી. અજાણ્યા માણસે પુછ્યુ , “ તું કેટલા સમયથી આ ભીખ માંગવાનું કામ કરે છે ?” ભીખારીએ કહ્યુ , “ હું છેલ્લા 30 વર્ષથી આ કામ કરી રહ્યો છું. મારી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી તો હું શું કરુ ?” પેલા અજાણ્યા માણસે વાત આગળ વધારતા કહ્યુ , “ તું 30 વર્ષથી આ જ જગ્યા પર બેસીને ભીખ માંગે છે ?” પ્રતિઉતરમાં ભીખારીએ કહ્યુ , “ હા શેઠ આ જગ્યા પર જ બેસીને ભીખ માંગું છું. છેલ્લા 30 વર્ષથી આ લાકડાના બોક્ષ પર બેસીને જ ભીખ માંગવાનું કામ કરુ છુ. આખો દિવસ ભીખ માંગું ત્યારે માંડ પેટનો ખાડો પુરાય છે અને ક્યારેક તો ભુખ્યા સુવાનો વારો પણ આવે છે.” અજાણ્યા માણસે પુછ્યુ , “ તું જે બોક્ષ પર 30 વર્ષથી બેઠો છે એ બોક્ષમાં શું છે એ ક્યારેય જોયુ છે તે ?” ભીખારીએ નકારમાં માથુ ધુણાવ્યુ એટલે આ અજાણ્યા માણસે એ બોક્ષને ખોલવા માટે ભીખારીને કહ્યુ. ભીખારીએ બોક્ષ ખોલ્યુ તો લાકડાનું આખુ બોક્ષ સોનાથી ભરેલુ હતું. ભીખારી તો આંખો ફાડીને જોઇ જ રહ્યો. આપણે બધા પણ આ ભીખારી જેવા જ છીએ અનેક ક્ષમતાઓ રૂપી સોનાથી ભરેલા બોક્ષ પર બેઠા છીએ અને ભીખ માંગવાનું કામ કરીએ છીએ. આપણને પોતાને જ ખબર નથી કે આપણી પાસે કેવી અમુલ્ય મિલ્કત પડી છે. જીવનમાં આવી કોઇ અજાણી વ્યક્તિ મળી જાય જે કંઇ આપે નહી પણ અંદર જોવાનું કહે અને આપણને માલામાલ કરી જાય.
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

મન શાંત રાખવાના સરળ ઊપાયો


************************
►(01) તમારી જાતને સુધારો,પારકી પંચાત કરવી નહી.

►(02) કડવા ઘૂંટડા ગળી જવા, ઇર્ષા કરવી નહી.

►(03) દેખા દેખીથી દુર રહેવું, ખોટી લાલચમાં આવવું નહી.

►(04) વિચારીને બોલવું, શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું.

►(05) માગ્યા વિના કોઇને પણ સલાહ આપવી નહી.

►(06) તમારી સલાહને અનુસરે તેવી અપેક્ષા રાખશો નહી.

►(07) તમારી જરૂરીયાતો ઘટાડો,ઓછી જરૂરીયાતોમાં જીવતા શીખો.

►(08) કોઇની સાથે ખોટી દલીલબાજી કરવી નહી.

►(09) તમારા કોઇ ખોટા વખાણ કરે તેવી અપેક્ષા રાખશો નહી.

►(10) વર્તમાનમાં જીવો, ભવિષ્યની ખોટી ચિંતા કરવી નહી.

►(11) વિકટ પરિસ્થિતિમાં શાંત રહેવું.

►(12) વિચાર,વાણી,વર્તનમાં એક રૂપતા રાખો.

►(13) સહન શીલતા કેળવો.

►(14) તમારી ફરજ પ્રત્યે સભાન રહો.

►(15) દરેક જીવોને નિ:સ્વાર્થ પ્રેમ કરો

►(16)ઓછા સમ્બન્ધ રાખો,
પણ ૧૦૦ કેરટ સોના ના સમ્બન્ધ રાખો.

पुरी में जगन्नाथ मंदिर के 8 अजूबे इस प्रकार है।


.
1.मन्दिर के ऊपर झंडा हमेशा हवा के विपरीत
दिशा में लहराते हुए।
.
2.पुरी में किसी भी जगह से आप मन्दिर के ऊपर लगे
सुदर्शन चक्र को देखेगे तो वह आपको सामने
ही लगा दिखेगा।
.
3.सामान्य दिन के समय हवा समुद्र से जमीन
की तरफ आती है, और शाम के दौरान इसके विपरीत,
लेकिन पूरी में इसका उल्टा होता है.
.
4.पक्षी या विमानों मंदिर के ऊपर उड़ते हुए
नहीं पायेगें।
.
5.मुख्य गुंबद की छाया दिन के किसी भी समय
अदृश्य है.
.
6.मंदिर के अंदर पकाने के लिए भोजन की मात्रा पूरे
वर्ष के लिए रहती है। प्रसाद की एक
भी मात्रा कभी भी यह व्यर्थ नहीं जाएगी, चाहे कुछ
हजार लोगों से 20 लाख लोगों को खिला सकते हैं.
.
7. मंदिर में रसोई (प्रसाद)पकाने के लिए 7 बर्तन
एक दूसरे पर रखा जाता है और लकड़ी पर
पकाया जाता है. इस प्रक्रिया में शीर्ष बर्तन में
सामग्री पहले पकती है फिर क्रमश: नीचे की तरफ
एक के बाद एक पकते जाती है।
.
8.मन्दिर के सिंहद्वार में पहला कदम प्रवेश करने पर
(मंदिर के अंदर से) आप सागर द्वारा निर्मित
किसी भी ध्वनि नहीं सुन सकते. आप (मंदिर के बाहर
से) एक ही कदम को पार करें जब आप इसे सुन सकते
हैं. इसे शाम को स्पष्ट रूप से देखा जा सकता है।
.
.
साथ में यह भी जाने:-
मन्दिर का रसोई घर दुनिया का सबसे बड़ा रसोइ घर
है।
.
प्रति दिन सांयकाल मन्दिर के ऊपर
लगी ध्वजा को मानव द्वारा उल्टा चढ़ कर
बदला जाता है।
.
मन्दिर का क्षेत्रफल चार लाख वर्ग फिट में है।
मन्दिर की ऊंचाई 214 फिट है।
विशाल रसोई घर में भगवान जगन्नाथ को चढ़ाने वाले
महाप्रसाद को बनाने 500 रसोईये एवं 300 उनके
सहयोगी काम करते है।
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

નિયમિત રીતે સદકર્મ કરવાની રોજ શક્તિ માગીએ



                  એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ 10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને માલિકનો અવાજ ન સંભળાયો.

                    થોડીવાર પછી મજુરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10 રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે 100ની નોટ નીચે ફેંકી. નોટ ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમજ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ કરી.

              

                   મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ....કરગરી દયા અને મદદની ભીખ માંગ એ છીએ..એના બદલે નિયમિત રીતે સદકર્મ કરવાની રોજ શક્તિ માગીએ તો !!??

 1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

આજ નો ખાસ લેખ આજના યુવાન વર્ગ માટે


*******************************
પ્રેમ ની પરિભાષા એ આજ નો યુવાન વર્ગ નહિ સમજી શકે પ્રેમ શું છે એ આજના યુવાન વર્ગ ને ખબર જ નથી પડતી ઘણા એવા ઉદાહરણ પરથી એક તારણ નીકળ્યું....આજના યુવાન વર્ગ માટે પ્રેમ એ પાચ દિવસથી વધુ નથી હોતો...જીવન ભર સાથે રહીશું એવા વચન વાયદા ઓ માત્ર કહેવા પુરતા જ હોય છે એવું લાગે છે..સાથે જીવન જીવવા નાં અનેક સપના માત્ર નાનકડા ઝઘડા માં જ પુરા થઇ જાય અને પછી પ્રેમ એ દવા ની જગ્યા એ દર્દ બની જાય એ દર્દ પર કોઈ મલમ લગાવે તો આપણ ને એના થી પ્રેમ થઇ જાય સાલા આ તો કઈ રમત છે..!!.....ક્યાંક કોઈ પ્રેમ નો તિરસ્કાર કરે અને કોઈ ત્રીજી વ્યક્તિ એને સાંત્વના આપવાનું ચાલુ કરે એટલે જેતે વ્યક્તિ ને એની સાથે પ્રેમ થઇ જાય..પ્રેમ એ આજના યુવાન વર્ગ માટે જાણે એક રમત થઇ ગઈ છે....અને કદાચ એમાં મોટો દોષ એ આ સોશિયલ નેટવર્કિગ સાઈટ નો છે હજારો પ્રેમ રોજ થતા હશે અને હજારો પ્રેમ રોજ તુટતા હશે..ખરેખર એક વાક્ય સાચું છે “true love never dies” સાચો પ્રેમ એ કદી મરતો નથી..ક્યારેય નહિ...!!!!પણ દુનિયા માટે આજે પ્રેમ એ એક સ્ટેશન પર આવતી ટ્રેન રૂપ છે એક આવે છે જાય છે બીજી ટ્રેન આવશે...!!!બીજી ગઈ ત્રીજી ટ્રેન આવશે..!! આ પ્રેમ નથી..પ્રેમ માં ત્યાગ જેવી ભાવના રહેલી છે પણ આજના યુવાન વર્ગ ને આ વાત હાસ્યપદ લાગશે અને કહેશે આ માત્ર ચોપડી ઓ માં લખાયેલી વાતો છે..અને પછી હસવા લાગશે પણ સાચા પ્રેમ ને સમજે ત્યાં સુધી ક્યાંક કેટલુય મોડું થઇ ચુક્યું હોય છે...પ્રેમ એ બીજા વ્યક્તિ દ્વારા શીખવાડી શકાય એવો કોઈ વિષય નથી એ જાતે જ સમજી શકાય એવો વિષય છે...તમે આજુ બાજુ નજર નાંખશો તો આનું બ્રેક અપ આની સાથે થયું એવા અસખ્ય ઉદાહરણ જોવા મળશે...૧૦૦ લોકો પ્રેમ કરતા હશે કદાચ ૨ ૩ જ એમાં સાચા પ્રેમ હશે...બાકી બધા ખોટા અને બહુ થોડા સમય ચાલવા વાળા પ્રેમ સાચા પ્રેમ એ એવા પ્રેમ હોય છે કે જેમાં ભગવાન એ પણ નમવું પડે છે...!! પણ આજે બહુ ઓછા સાચા પ્રેમ જોવા મળે છે ક્યાંક કોઈ સાચા પ્રેમ ની કદર નથી કરતુ તો ક્યાંક કોઈ એને ઓળખી નથી શકતું..!!!આ દુનિયા જરા અજબ ગજબ થઇ ગઈ છે આ નિત નવા મુવી અને સીર્રીયલસ ને લીધે..!!સાચો પ્રેમ એ દવા છે દર્દ ના બનવા દેતા..!! સાચો પ્રેમ શક્તિ છે કોઈ ની અશક્તિ નાં બનવા દેતા..!!!જે પ્રેમ માં સચ્ચાઈ હોય સામે વાળા ની કદર હોય સામે વાળા ની તાકાત હોય ઉદારતા હોય અને વફાદારી હોય..!
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

કુભેશ્વરનાથ શિવલિંગનું રહસ્ય


**********************
મધ્યપ્રદેશના જબલપુરમાં રેવા નદીના તટ પર લમ્હેરી ગામમાં આવેલ કુભેશ્વર મહાદેવ મંદિરમાં બે શિવલિંગ છે. સ્વયંભૂ પ્રગટેલ આ બે શિવલિંગનું શિવાલય વિશ્વમાં એક માત્ર જ છે. આ શિવલિંગના પ્રાગટય પાછળ રામ, લક્ષ્મણ અને હનુમાનની પૌરાણિક કથા પણ જોડાયેલી છે
મધ્યપ્રદેશના જબલપુરમાં રેવા નદીના તટે પ્રકૃતિની ગોદમાં આવેલું કુભેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર પાછળ જોડાયેલ કથા મંદિરના માહાત્મ્યને અને શિવભક્તોની શ્રદ્ધાને વધારી દે છે.

શાસ્ત્રો અને પુરાણના મત પ્રમાણે એક જ થાળામાં બે શિવલિંગ હોવાનું અનોખું જ માહાત્મ્ય છે. એક પૌરાણિક કથા અનુસાર રામ-લક્ષ્મણ પહેલાં હનુમાનજીએ સ્વયં અહીં આવીને શિવજીની પૂજા-અર્ચના કરી હતી અને વનનું રક્ષણ કરીને પ્રકૃતિનું સંવર્ધન કર્યું હતું.

નર્મદા પુરાણ અને શિવ પુરાણ અનુસાર આ શિવલિંગ સ્વયંભૂ છે જે નર્મદા નદીમાંથી મળી આવ્યું હતું. રામાયણમાં જ્યારે સીતાજી ધરતીમાં સમાઈને સમાધિ લઇ લે છે ત્યારબાદ હનુમાનજી શ્રીરામ પાસે શિવજીનાં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે શ્રીરામ ભગવાન તેમને કૈલાશ પર્વત પર જવાનું કહે છે. હનુમાનજી શિવદર્શનની અભિલાષા સાથે કૈલાશ પર્વત પર જાય છે, પરંતુ અહીં તેમને મહાદેવનાં દર્શન થતાં નથી. કૈલાશ પહોંચતાં જ નંદી હનુમાનજીને શિવજીનાં દર્શન કરતાં રોકે છે. નંદીનું આવું વર્તન જોઇને હનુમાનજી ખૂબ જ વિનમ્રતાથી પૂછે છે કે, "મારો શું દોષ છે. મેં એવાં કયાં પાપ કર્યાં છે કે તું મને શિવજીનાં દર્શનથી વંચિત રાખે છે?" ત્યારે નંદી તેમને ભૂતકાળમાં લઇ જઇને તેમણે કરેલાં કર્મની યાદ અપાવે છે. નંદી કહે છે કે, "હા, તમે એવાં પાપ કર્યાં છે કે જેના લીધે તમે શિવજીનાં દર્શનના અધિકારી નથી. તમે રાવણ કુળનો નાશ કર્યો છે. રાવણ બ્રાહ્મણ કુળનો હતો તેથી બ્રહ્મહત્યાનું પાપ પણ તમારા માથે છે અને જ્યારે તમે સીતાજીની શોધ માટે લંકા આવ્યા હતા ત્યારે અશોકવાટિકાને ઉજ્જળ કરીને પ્રકૃતિને પણ નુકસાન પહોંચાડયું હતું. તો આ બધાં જ પાપ ક્ષમ્ય નથી તેથી તમને શિવજીનાં દર્શનનો લાભ ન મળી શકે. નંદીની વાત સાંભળીને હનુમાનજી તો મૂંઝાઇ ગયા. તેમણે નંદીને પૂછયું કે, "મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે તો શું કરવું જોઇએ?" ત્યારે નંદી કહે છે કે, "તમે નર્મદા નદીને કિનારે આવેલ કુભેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની સાધના કરો અને ત્યાં આવેલ વનનું સંરક્ષણ અને સંવર્ધન કરો. કુભેશ્વર મંદિરમાં સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે તેમાં શિવજીનો વાસ છે. મહાદેવ બહુ દયાળુ છે. તેમની આરાધના કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જશે અને આ શિવાલયમાં તમને શિવત્વની અનુભૂતિ થશે."

નંદીની આજ્ઞા પ્રમાણે પાપમાંથી મુક્તિ મેળવવા હનુમાનજીએ આ કુભેશ્વર શિવાલયમાં તપ કર્યું અને તેમણે સઘળી વાત શ્રીરામને પણ કહી સંભળાવી ત્યારે શ્રીરામને થયું કે આ બધાં જ પાપકર્મમાં તો હું પણ ભાગીદાર છું તો મારે પણ આ સ્થળે તપ કરવું જોઇએ. ત્યારબાદ શ્રીરામ લક્ષ્મણે પણ આ જ મંદિરમાં તપ કર્યું. શ્રીરામે લક્ષ્મણ સાથે અહીં શિવની આરાધના કરી હોવાથી આ મંદિર રામેશ્વર-લક્ષ્મણેશ્વરના નામે પણ ઓળખાય છે.
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

પ્રેમ.

અડ્યા વિના સ્પર્શ થાય તે પ્રેમ.
શબ્દ વિના વર્ણન થાય તે પ્રેમ.
અહેસાસ વિના લાગણી થાય તે પ્રેમ.
ઇન્તજાર મિલન માટે તરસે તે પ્રેમ.
જેના વિના એક પલ પણ અધુરી લાગે તે પ્રેમ
મધદરિયે પ્યાસ લાગે તે પ્રેમ.
પાનખર માં પણ વસંત ની યાદ આવે તે પ્રેમ
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

પ્રેમ અને ધિરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.


*******************************************
જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. એને હંમેશા એવુ લાગતુ કે એનો પતિ એને પ્રેમ કરતો નથી.

એક દિવસ જંગલમાં રહેતા એક સન્યાસી પાસે એ ગઇ અને સન્યાસીને કહ્યુ, “ મહારાજ , મારા પતિ મને પહેલા ખુબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત થઇ ગયો છે એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખુબ સાંભળ્યું છે આપ એવી કોઇ ઝડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુન: પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકુ.”

સન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી કહ્યુ , “ બહેન હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મુછનો વાળ જોઇએ બોલ તું એ લાવી શકીશ ?”

જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શુરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નિકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઇ કે ચાલો વાઘ મળી ગયો હવે એની મુછ પણ મળી જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઇને દુર ખસી ગઇ.

દુર ઉભા ઉભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી. એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઇ જાય અને દુર રાખી દે. સમય જતા બંનેને એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. હવે સ્ત્રીનો ડર ઓછો થવા લાગ્યો. વાઘે પણ હવે તાડુકવાનું બંધ કરી દીધુ. એકદિવસ તો આ સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઇ અને વાઘના શરિર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઇ ન બોલ્યો એટલે ધીમેથી એની મુછનો એક વાળ ખેંચી લીધો.

દોડતી દોડતી એ સન્યાસી પાસે ગઇ અને સન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને કહ્યુ , “ લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની ઝડીબુટ્ટી બનાવી આપો.” સન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી કે તમે આ શું કર્યુ ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એમાંથી ઝડીબુટ્ટી બનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.”

સન્યાસીએ હસતા હસતા ઉતર આપ્યો , “ બહેન તને હજુ ના સમજાયુ. જો પ્રેમ અને ધિરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઇ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.”

Moral: આપણે લોકોને વશ કરવા ઇચ્છિએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો પ્રેમ અને ધિરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

પ્રાર્થના ચિઠ્ઠી


*સાંઈરામ દવેની એક હ્રદય સ્પર્શી રચના રજુ કરૂ છુ અચુક વાંચવા જેવી છે* 
** પ્રાર્થના ચિઠ્ઠી **
(એક શિક્ષકની વેદના, એક બાળકની કલમે)
પ્રતિ,
શ્રી ભગવાન, ઈશ્વરભાઈ પરમાત્મા,
(શંખચક્રવાળા)
સ્વર્ગલોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મું. આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદીરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા જાય છે. 'હું શું કામ ભણુ છું એની મારા માબાપ ને ખબર નથી. કદાચ શિષ્યવ્રૂતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાથી મળે છે એટલે મારા માબાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કીધું'તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે...!
પ્રશ્ન-1— હું રોજ સાંજે તારા મંદીરે આવુ છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદીરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુંય કેમ નથી?...દર ચોમાસે પાણી ટપકે છે. આ મને સમજાતું નથી...!

પ્રશ્ન-2— તને રોજ બત્રીસ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતોય નથી... અને હું દરરોજ બપોરે મદયાહન ભોજનના એક મુઠી ભાતથી ભૂખ્યો ઘરે જાંઉં છું...! આવું કેમ...?

પ્રશ્ન-3— મારી નાની બેનનાં ફાટેલાં ફ્રોક ઉપર કોઈ થીગડુય મારતું નથી અને તારા નવાં-નવાં પચરંગી વાઘા! સાચુ કહું ભગવાન હું રોજ તને નહીં તારા કપડા જોવા આવું છું...!

પ્રશ્ન-4— તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને 15મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું છું ત્યારે સામે હોય છે માત્ર મારા શિક્ષકો.....ને બાળકો...હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય ''મારા મંદિરે'' કેમ ડોકાતા નથી....!

પ્રશ્ન-5— તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો'ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો'ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી....?

શક્ય હોય તો પાંચેય ના જવાબ આપજે... મને વાર્ષિક પરિક્ષામાં કામ લાગે...! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માબાપ પાસે ફી ના કે ટ્યુશનના પૈસા નથી.. તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું.... વિચારીને કે'જે....! હું જાણું છું તારે'ય ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પેલાં જો તું મારામાં દયાન નહીં આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.5 ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દે શે...! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ....પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ....!
જલ્દી કરજે ભગવાન.... સમય બહુ ઓછો છે' તારી પાસે....અને મારી પાસે પણ.....!
લી. એક સરકારી
શાળાનો ગરીબ વિધ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ
મજૂરના વંદે માતરમ્....
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)ં
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

कम मूल्य की वस्तु का अधिक मूल्य वसूल करना ही व्यापार हे


*****************************************
एक आइसक्रीम वाला रोज एक मोहल्ले में आइसक्रीम बेचने जाया करता था , उस कालोनी में सारे पैसे वाले लोग रहा करते थे . लेकिन वह एक परिवार ऐसा भी था जो आर्थिक तंगी से गुजर रहा था. उनका एक चार साल का बेटा था जो हर दिन खिड़की से उस आइसक्रीम वाले को ललचाई नजरो से देखा करता था. आइसक्रीम वाला भी उसे पहचानने लगा था . लेकिन कभी वो लड़का घर से बाहर नहीं आया आइसक्रीम खाने .
एक दिन उस आइसक्रीम वाले का मन नहीं माना तो वो खिड़की के पास जाकर उस बच्चे से बोला ,
" बेटा क्या आपको आइसक्रीम अच्छी नहीं लगती. आप कभी मेरी आइसक्रीम नहीं खरीदते ? "
उस चार साल के बच्चे ने बड़ी मासूमियत के साथ कहा ,
" मुझे आइसक्रीम बहुत पसंद हे . पर माँ के पास पैसे नहीं हे "
उस आइसक्रीम वाले को यह सूनकर उस बच्चे पर बड़ा प्यार आया . उसने कहा ,
" बेटा तुम मुझसे रोज आइसक्रीम ले लिया करो. मुझसे तुमसे पैसे नहीं चाहिए "
वो बच्चा बहुत समझदार निकला . बहुत सहज भाव से बोला ,
" नहीं ले सकता , माँ ने कहा हे किसी से मुफ्त में कुछ लेना गन्दी बात होती हे , इसलिए में कुछ दिए बिना आइसक्रीम नहीं ले सकता "
वो आइसक्रीम वाला बच्चे के मुह से इतनी गहरी बात सूनकर आश्चर्यचकित रह गया . फिर उसने कहा ,
" तुम मुझे आइसक्रीम के बदले में रोज एक पप्पी दे दिया करो . इस तरह मुझे आइसक्रीम की कीमत मिल जाया करेगी "
बच्चा ये सुकर बहुत खुश हुआ वो दौड़कर घर से बाहर आया . आइसक्रीम वाले ने उसे एक आइसक्रीम दी और बदले में उस बच्चे ने उस आइसक्रीम वाले के गालो पर एक पप्पी दी और खुश होकर घर के अन्दर भाग गया .
अब तो रोज का यही सिलसिला हो गया. वो आइसक्रीम वाला रोज आता और एक पप्पी के बदले उस बच्चे को आइसक्रीम दे जाता .
करीब एक महीने तक यही चलता रहा . लेकिन उसके बाद उस बच्चे ने अचानक से आना बंद कर दिया . अब वो खिड़की पर भी नजर नहीं आता था .
जब कुछ दिन हो गए तो आइसक्रीम वाले का मन नहीं मन और वो उस घर पर पहुच गया . दरवाजा उस बालक की माँ ने खोला . आइसक्रीम वाले ने उत्सुकता से उस बच्चे के बारे में पूछा तो उसकी माँ ने कहा ,
" देखिये भाई साहब हम गरीब लोग हे . हमारे पास इतना पैसा नहीं के अपने बच्चे को रोज आइसक्रीम खिला सके . आप उसे रोज मुफ्त में आइसक्रीम खिलाते रहे. जिस दिन मुझे ये बात पता चली तो मुझे बहुत शर्मिंदगी हुई .आप एक अच्छे इंसान हे लेकिन में अपने बेटे को मुफ्त में आइसक्रीम खाने नहीं दे सकती . "
बच्चे की माँ की बाते सूनकर उस आइसक्रीम वाले ने जो उत्तर दिया वो आप सब के लिए सोचने का कारण बन सकता हे ,
" बहनजी , कौन कहता हे की में उसे मुफ्त में आइसक्रीम खिलाता था . में इतना दयालु या उपकार करने वाला नहीं हु में व्यापार करता हु . और आपके बेटे से जो मुझे मिला वो उस आइसक्रीम की कीमत से कही अधिक मूल्यवान था . और कम मूल्य की वस्तु का अधिक मूल्य वसूल करना ही व्यापार हे ,
एक बच्चे का निश्छल प्रेम पा लेना सोने चांदी के सिक्के पा लेने से कही अधिक मूल्यवान हे . आपने अपने बेटे को बहुत अच्छे संस्कार दिए हे लेकिन में आपसे पूछता हु क्या प्रेम का कोई मूल्य नहीं होता ?"
उस आइसक्रीम वाले के अर्थपूर्ण शब्द सूनकर बालक की माँ की आँखे भीग गयी उन्होंने बालक को पुकारा तो वो दौड़कर आ गया . माँ का इशारा पाते ही बालक दौड़कर आइसक्रीम वाले से लिपट गया . आइसक्रीम वाले ने बालक को गोद में उठा लिया और बाहर जाते हुए कहने लगा ,
" तुम्हारे लिए आज चोकलेट आइसक्रीम लाया हु . तुझे बहुत पसंद हे न ?"
बच्चा उत्साह से बोला ,
" हां बहुत "
बालक की माँ ख़ुशी से रो पड़ती है
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ