visiter

સોમવાર, 3 ડિસેમ્બર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -15

701 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

702
સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી

703
ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર

704
ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

705
સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી

706
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે? Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

707
કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે? Ans: કચ્છ

708
પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી

709
કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ

710
જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં છે ? Ans: જૂનાગઢ

711
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા

712
ગુજરાતી સાહિત્યનાં પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ? Ans: નડિયાદ

713
સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? Ans: તાપી

714
પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય . ઠાકોર

715
સ્નેહરશ્મિને કઈ પત્રિકા છાપવા બદલ નવ માસ જેલની સજા થયેલી ? Ans: સત્યાગ્રહ

716
ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર

717
કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે? Ans: સરખેજનો રોજો

718
ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ગાંધીનગર

719
શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: .. ૧૭૪૭

720
ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ

721
અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦

722
ગુજરાતમાંગૅસ ક્રૅકર પ્લાન્ટકયાં આવેલો છે ? Ans: હજીરા

723
ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક

724
સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

725 ‘
નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર

726
ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા? Ans: સ્વામી ગંગેશ્વરાનંદજી

727
ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? Ans: ૭૯. ટકા

728 ‘
ગુજરાતનો તપસ્વીકાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ

729
સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: બબલભાઇ મહેતા

730
કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: .. ૧૮૨૬

731
પાલનપુર નજીક કયો રીસોર્ટ આવેલો છે ? Ans: બાલારામ રીસોર્ટ

732
વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર

733
ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે? Ans: ગુજરાતી

734 ‘
અર્વાચીન યુગના અરૂણતરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે

735 ‘
હરિનો મારગ છે શૂરોનો, નહીં કાયરનું કામ જોને’ - પદની રના કરનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ

736
નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ

737
નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? Ans: મારું જીવન મારી વાણી

738
શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

739
કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિથોડા આંસુ, થોડા ફૂલરચી? Ans: જયશંકર સુંદરી

740
ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: સાણંદ

741
હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું? Ans: યંગ ઈન્ડિયા

742
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? Ans: વર્ષ ૨૦૦૩

743
ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દગર્ભદીપપરથી ઉતરી આવ્યું છે? Ans: ગરબા

744
ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

745
ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? Ans: બબલભાઈ મહેતા

746
કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાનેરાસદર્શનથયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)

747
ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

748
ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? Ans: ગિરનાર

749
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ

750
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? Ans: ભાદર

રવિવાર, 2 ડિસેમ્બર, 2012

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે...!!

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે ...હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી..
મરચુ મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!

દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે...!

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...
આજે જયારે મોટો થયો છે કે "તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા "તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા..
આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના કરતા શાળા માં શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું...
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા" મા નથી આવતો...

ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવુ છે...! ♥♥♥