visiter

મંગળવાર, 30 એપ્રિલ, 2013

સાધુ-ડૉ. આઈ. કે. વીજળીવાળા

વર્ષો પહેલાં ગંગાજીના કાંઠે એક યુવાન સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આમ તો એ જિંદગીની વિટંબણાઓથી કંટાળ્યો હતો અને સ્વભાવે આળસુ હતો એટલે જ સાધુ બન્યો હતો. એક દિવસ એ ગંગાજીના કાંઠે આવેલી પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠો હતો ત્યારે એણે કાંઈક મોટી અને ચળકતી વસ્તુને ગંગાજીમાં તણાઈને જતા જોઈ. એ જોતાવેંત એણે ગંગાજીના પ્રવાહમાં ઝંપલાવી દીધું. પ્રવાહના જોર સામે ઝીંક ઝીલતો એ પેલી વસ્તુ સુધી પહોંચ્યો. જોયું તો એ ચળકતી વસ્તુ ચાંદીનું એક મોટું વાસણ હતું. એણે તો એ મોટું વાસણ છાતીસરસું ચાંપીને પાછા તરવાનું શરૂ કર્યું.
એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે ગંગાજીના પ્રવાહમાં એની ધારણા કરતા વધારે તાણ હતું. એને તકલીફ પડવા માંડી. એ સાધુ યુવાન જરૂર હતો, પરંતુ એક હાથે વાસણ પકડ્યું હતું એટલે હવે તરવા માટે પણ એક જ હાથ છુટ્ટો રહ્યો હતો. સાધુએ હતું તેટલું જોર લગાવીને તરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ એ કાંઠે આવવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ ગંગાજીનો પ્રવાહ એને વધારે ને વધારે અંદર ખેંચતો જતો હતો. અંતે જ્યારે એને એવું લાગ્યું કે બે હાથના પ્રયત્ન વિના હવે પોતાની જિંદગી બચાવવી અઘરી બની જશે ત્યારે એણે પેલા વાસણને છોડી દીધું. એ પછી પોતે તરતો તરતો કાંઠે પહોંચી ગયો. કાંઠે પહોંચ્યા પછી થાક ખાઈ લીધા પછી એણે ગંગાજીના પ્રવાહ તરફ નજર નાખી. પેલું મોટું વાસણ પાણીના પ્રવાહ જોડે દૂર જઈ રહ્યું હતું. એનાથી બોલી પડાયું કે, ‘મારું આટલું મોટું ચાંદીનું વાસણ તણાઈ ગયું.’
હવે આ બધું ચાલતું હતું ત્યારે એક વયોવૃદ્ધ સંત દૂર બેઠા બેઠા આ આખો ખેલ જોઈ રહ્યા હતા. એ પેલા યુવાન સાધુ પાસે આવ્યા. એના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ભાઈ ! એ ચાંદીનું વાસણ તો તણાતું તણાતું એના રસ્તે જઈ રહ્યું હતું. એને તારી સાથે કાંઈ લેવાદેવા હતી જ નહીં. એ તારું તો હતું પણ નહીં. એક તો તેં ગંગાજીના પ્રવાહની વચ્ચે જઈને એને પકડ્યું. પછી તારી જિંદગી બચાવવા માટે એને છોડી દીધું ! બસ, એટલી વારમાં એ તારું થઈ ગયું ? મારા ભાઈ, તારી પાસે જે વસ્તુને ઈશ્વરે મોકલી હોય તેનો આનંદ લે એ બરાબર, પરંતુ જે તારી પાસેથી જતું રહે એને પણ એટલા જ આનંદથી જવા દે ! આપણે એટલું જ યાદ રાખવાનું કે દુનિયાની દરેક વસ્તુ આપણને ભાડે મળેલી છે. એ ક્યારેય આપણી હતી જ નહીં, એટલે આવો શોક શા માટે ?’
આટલું કહીને એ વયોવૃદ્ધ સાધુ પોતાના રસ્તે ચાલતા થયા. પેલો યુવાન સાધુ કદાચ આજે પહેલી વખત સાધુત્વનો પહેલો અને ખૂબ અગત્યનો પાઠ ભણ્યો હતો. એ પણ હળવોફૂલ થઈને ગંગામૈયાના પ્રવાહને નિહાળી રહ્યો.

પ્રેરણા-ડૉ. આઈ. કે. વીજળીવાળા
                                                             
 બે સગા ભાઈઓ હતા.
એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.
ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.

હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !
દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !

જીવનનો મહિમા-દધીચિ જેવા ડૉક્ટર

પ્લેગની દવા શોધવા પ્લેગના મરણ પામેલા દર્દીને તપાસે કોણ ? એવો દધીચિ કોણ હોય કે પોતાના પ્રાણ હાથે કરીને આપે ? એક અઠ્ઠાવીસ વર્ષનો ડૉક્ટર ઊભો થયો. એણે શાંતિ અને ધીરજથી ડૉક્ટરોને કહ્યું, ‘આપણે આ રોગનાં મૂળ શોધી શકીએ તો હજારો મા-બાપનાં આંસુ લૂછી શકીએ. આ મારું વસિયતનામું. જે કંઈ છે તે સાર્વજનિક દવાખાનાને હું આપી દઉં છું. હું તૈયાર છું.’ – એ દધીચિ જેવા ડૉક્ટરનું નામ હતું ડૉક્ટર હેન્નરી ગાયન. આપણે જે જે વસ્તુ ભોગવીએ છીએ તે તમામની પાછળ કોઈને કોઈનું જીવન અર્પણ થયેલું છે એ ન ભૂલાય, તો જ જીવનનો મહિમા આપણને સમજાય. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

કૉફીનો કપ – અનુ. મૃગેશ શાહ


એકવાર એક બુદ્ધિમાન શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને કૉફી માટે નિમંત્રણ આપ્યું. આ નિમંત્રણમાં નવાઈની વાત એ હતી કે ટેબલ પર મૂકેલા બધા જ કપ જુદા જુદા રૂપ-રંગના હતા. બધા વિદ્યાર્થીઓએ તે જોયું અને ત્યારબાદ તેમણે કૉફી પીવાનું શરૂ કર્યું. કૉફી પીતાં તેઓ એકબીજાના કપ તરફ જોઈ રહ્યાં. શિક્ષકે આ બધું થોડીવાર ધ્યાનથી નિરીક્ષણ કરતાં વિદ્યાર્થીઓને કહ્યું : ‘શું તમે અત્યારે તમારી વર્તણૂંકથી સભાન છો ? તમે બધા જ એકબીજાના કૉફી-કપ જોઈ રહ્યાં છો. સાથે હું એ પણ નોંધી રહ્યો છું કે તમારામાંના કેટલાંક, કે જેમનો કપ સાવ સાદો સીધો છે તેઓ મોંઘાકપવાળાની ઈર્ષ્યા કરી રહ્યાં છે. શું એવું નથી ?’
વિદ્યાર્થીઓ સંમત થયાં. એમને પોતાની વર્તણૂંક બદલ થોડો સંકોચ પણ થયો.
શિક્ષકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું : ‘તમને બધાને નવાઈ લાગી હશે કે આ બધા કપ આટલા જુદા જુદા શા માટે છે ? પણ એ મેં અહીં જાણી જોઈને રાખ્યા હતાં. જરાક ધ્યાનથી વિચારો તો તમને આમાંથી જીવનનો એક અગત્યનો બોધપાઠ શીખવા મળશે. જીવન એ કૉફી સમાન છે જ્યારે કપ એ જીવનમાં આવતી જુદી જુદી પરીસ્થિતિઓનું પ્રતીક છે. તમને બધાને આ કપમાં એક સરખી વસ્તુ આપવામાં આવી છે પણ તેમ છતાં તમે બીજાના કપની ઈર્ષ્યા કરવામાં કૉફીની મજા માણી શકતા નથી. શું આ સાચું નથી ? જ્યારે તમે બીજાના જીવનની જુદી જુદી પરીસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા બેસી જાઓ છો ત્યારે હકીકતે તો તમે તમારા જ જીવનનો આનંદ ગુમાવી બેસો છો.’
અંતમાં શિક્ષકે કહ્યું : ‘તો હવે ચાલો, બધા આંખ બંધ કરો અને તમારા કપમાં ભરેલી કૉફીનો સ્વાદ માણો. ખરેખર એ ખૂબ જ ટેસ્ટી છે. જરા ચાખી જુઓ; અને ચાખીને મને કહો કે શું એ ટેસ્ટને કપના રૂપ-રંગ સાથે કંઈ લાગેવળગે છે ? મિત્રો, તમે કોઈ પણ ક્ષણે જીવન આનંદપૂર્વક જીવી શકો છો, પછી ભલે ને તમે ગમે ત્યાં હોવ. તમારી પાસે ગમે તે હોય. માત્ર જીવનનો સ્વાદ માણતા શીખી લો !’ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ માટેના મેગેઝીન ‘સુચિતા ટાઈમ્સ’ (અલાહબાદ)માંથી સાભાર અનુવાદિત.)

ગુરુવાર, 18 એપ્રિલ, 2013

माँ क्या है...??

माँ क्या है...??

समंदर ने कहा.....:
"माँ वो हस्ती हे जो औलाद के तमाम राज अपने सीने में छुपा लेती है.."

दुआ ने कहा.....:
"माँ वो हस्ती हे जो गुनाहगार औलाद को भी सजा से बचाती है.."

जन्नत ने कहा.....:
"माँ वो हस्ती हे जो मुझको भी कदमो कदमो के नीचे दबा देती है.."

रुब ने कहा.....:
"माँ मेरी तरफ से इन्सान के लिए कीमती और नायब तोहफा है.."

तो....
मेरा सभी नौजवान साथियों के लिए सन्देश हे...
""माँ के दिल को कभी दु:ख मत पहुँचना""

Love u MAA...

મંગળવાર, 9 એપ્રિલ, 2013

જનરલ નોલેજ પ્રકરણ -24

1151 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

1152
કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ

1153
ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? Ans: ગિરનાર

1154
ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯

1155
અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

1156
અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ

1157
ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા છે? Ans: નલિયા

1158
ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? Ans: છુછાપુરા

1159
નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. Ans: રાજયરંગ

1160
સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ

1161
જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ

1162
ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? Ans: ભરૂચ

1163
સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧

1164
વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલીકર્ણાવતી અતીતની ઝાંખીકયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ

1165
કનૈયાલાલ મુનશીની મહાનવલકથાકૃષ્ણાવતારકેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ

1166
ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ? Ans: બ્રાહ્મી

1167 ‘
રસ્તે ભટકતો શાયરપુસ્તકના લેખક કોણ છે? Ans: શેખાદમ આબુવાલા

1168
ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? Ans: પાટણ-..૧૯૨૩

1169
ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? Ans: ..૧૮૪૯ (અમદાવાદ)

1170 ‘
માનવીની ભવાઈઅનેમળેલા જીવજેવી સુપ્રસિદ્ધ નવલકથાઓના લેખક કોણ છે? Ans: પન્નાલાલ પટેલ

1171
પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ

1172
પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? Ans: શેત્રુંજય

1173
ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસ ગાંધી

1174 ‘
ગુજરાત ઈકોલોજી કમિશનકયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા

1175
ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? Ans: હંસા મહેતા

1176
સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા? Ans: જયશંકર સુંદરી

1177
મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? Ans: શેત્રુંજી

1178
ગુજરાતમાં પવન ઉર્જાથી ચાલતા વિદ્યુતમથકો કયાં આવેલા છે ? Ans: ઓખા, માંડવી, લાંબા

1179
ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ? Ans: વડોદરા

1180 ‘
સુન્દરમ્નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર

1181
ગોફગૂંથન - સોળંગારાસ કોણ કરે છે અને કયાંનું છે? Ans: સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ

1182
ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી

1183
શ્યામજીકૃષ્ણ વર્મા ઈન્ડિયા હાઊસની સ્થાપના કયારે કરી હતી? Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

1184
પવિત્ર નારાયણ સરોવર કયાં આવેલું છે? Ans: કચ્છ

1185
ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથકાન્હડદે પ્રબંધના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ

1186
ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી

1187
જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ

1188
કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ

1189
ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

1190
આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ

1191
એટોમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે ? Ans: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર

1192
ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ? Ans: કોટેશ્વર મંદિર

1193
ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

1194
ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? Ans: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ

1195
કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? Ans: રવિશંકર રાવળ

1196
પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ? Ans: બનાસકાંઠા

1197
અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? Ans: મોટેરા સ્ટેડિયમ

1198
ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળને રાષ્ટ્રીય કક્ષાનો કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? Ans: પદ્મશ્રી

1199 ‘
નળાખ્યાનની રચનામાં મુખ્ય રસ કયો છે? Ans: શૃંગારરસ

1200
નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? Ans: ૧૨૮૯ કિ.મી.