visiter

સોમવાર, 13 ઑક્ટોબર, 2014

માં નાં દિલ થી મોટું દુનિયા માં બીજું કશુજ નથી...

એક ૧૬ વર્ષ ના છોકરાએ મમ્મી ને પૂછ્યું મમ્મી તમે મારા ૧૮ માં જન્મદિવસ ઉપર મને શું આપશો?
મમ્મી એ કહ્યું, અરે બેટા હજુ એની તો બહુ વાર છે.

છોકરો ૧૭ વર્ષ નો થયો અને એક દિવસે બીમાર પડ્યો.
એની મમ્મી એને હોસ્પિટલ લઇ ગઈ.
ડોકટરે કહ્યું,
"તમારા બાળક નું હૃદય ખુબ નબળું છે. એના હૃદય માં છેદ છે."

સ્ટ્રેચર ઉપર સુતેલા છોકરાએ મમ્મી ને પૂછ્યું, "મમ્મી શું ડોકટરે એમ કહ્યું કે હું મરવાનો છું?"
એની મમ્મી એને જોઈ ને રોવા લાગી..

ખેર, પોતાના 18 માં જન્મ દિવસે છોકરો રીકવર થઇ ને ઘેર પાછો આવ્યો.
પોતાના રૂમ માં જઇ ને જોયું તો એક પત્ર એના બેડ ઉપર પડ્યો હતો, જે એની મમ્મી મૂકીને ગઈ હતી...

પત્ર માં લખ્યું હતું.
દીકરા, જો તું આ પત્ર વાંચતો હશે તો એનો મતલબ બધું સારું થઇ ગયું છે. અને તું સાજો થઇ ગયો હશે...
તને યાદ છે તે મને એક દિવસ પૂછેલું કે હું તને તારા 18 માં જન્મદિવસ ઉપર શું આપીશ? દીકરા હું તને મારું હૃદય આપું છું... એની સંભાળ રાખજે અને હેપ્પી બર્થડે બેટા...

એક માં એટલા માટે મરી કે એના દીકરાને તંદુરસ્ત હૃદય આપી શકે...
માં નાં દિલ થી મોટું દુનિયા માં બીજું કશુજ નથી...

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ઉપરવાળા પર છોડી દેવુ...

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને
કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે
સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક
વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને
બાળકનું આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે
આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ
હતુ.
વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો.
બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ
નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી. ઢાંકણ
ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યુ ,
" બેટા, તારે જેટલી ચોકલેટ જોઇતી હોય
એટલી તારી જાતે લઇ લે." છોકરાએ જાતે
ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર
બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક
ના પાડતો રહ્યો.
બાળકની મા દુર ઉભી ઉભી આ ઘટના જોઇ
રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે
બરણીમાં હાથ નાંખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ
બાળકને આપી. બાળકે પોતાના બંને
હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ
લઇ લીધી. વેપારીનો આભાર માનીને
કુદતો કુદતો પોતાની મા પાસે જતો રહ્યો.
દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને
પુછ્યુ , " બેટા , તને પેલા કાકા ચોકલેટ લેવાનું
કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો ?
" છોકરાએ પોતાનો હાથ માને બતાવતા કહ્યુ , "
જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે મેં
મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચોકલેટ
લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત
પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે
મુઠી ભરીને ચોકલેટ
આપી તો મારો આખો ખોબો ભરાઇ ગયો."
મિત્રો , આપણા હાથ કરતા ઉપરવાળાનો હાથ
અને હૈયુ બહુ મોટા છે માટે માંગવાને બદલે શું
આપવું એ એના પર છોડી દેવુ જોઇએ.
આપણી જાતે લેવા જઇશું તો નાની મુઠી ભરાય
એટલુ મળશે અને એના પર છોડી દઇશું
તો ખોબો ભરાઇ એટલું મળશે."

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

प्यास लगी हो वह कभी रेट नहीं पूछता।

एक बार किसी रेलवे प्लैटफॉर्म पर जब
गाड़ी रुकी तो एक
लड़का पानी बेचता हुआ निकला। ट्रेन में बैठे एक
सेठ ने उसे आवाज दी, ऐ लड़के, इधर आ।
लड़का दौड़कर आया।
उसने पानी का गिलास भरकर सेठ
की ओर बढ़ाया तो सेठ ने पूछा,
कितने पैसे में? लड़के ने कहा, पच्चीस
पैसे। सेठ ने उससे कहा कि पंदह पैसे में
देगा क्या?
यह सुनकर लड़का हल्की मुस्कान
दबाए पानी वापस घड़े में उड़ेलता हुआ
आगे बढ़ गया।
उसी डिब्बे में एक महात्मा बैठे थे,
जिन्होंने यह नजारा देखा था कि लड़का मुस्कराय मौन रहा।
जरूर कोई रहस्य उसके मन में होगा।
महात्मा नीचे उतरकर उस लड़के के
पीछे- पीछे गए।
बोले : ऐ लड़के, ठहर जरा, यह तो बता तू हंसा क्यों?
वह लड़का बोला, महाराज, मुझे
हंसी इसलिए आई कि सेठजी को प्यास
तो लगी ही नहीं थी।
वे तो केवल
पानी के गिलास का रेट पूछ रहे थे। महात्मा ने पूछा,
लड़के, तुझे ऐसा क्यों लगा कि सेठजी को प्यास
लगी ही नहीं थी।
लड़के ने जवाब दिया, महाराज, जिसे
वाकई प्यास लगी हो वह कभी रेट
नहीं पूछता। वह तो गिलास लेकर पहले
पानी पीता है।
फिर बाद में पूछेगा कि कितने पैसे देने हैं? पहले
कीमत पूछने का अर्थ हुआ कि प्यास
लगी ही नहीं है।
वास्तव में जिन्हें ईश्वर और जीवन में
कुछ पाने की तमन्ना होती है, वे वाद-
विवाद में नहीं पड़ते। पर जिनकी प्यास
सच्ची नहीं होती, वे
ही वाद-विवाद में पड़े रहते हैं। वे साधना के पथ
पर आगे नहीं बढ़ते.
अगर खुदा नहीं हे तो उसका ज़िक्र क्यो??
और अगर खुदा हे तो फिर फिक्र क्यों ???
:
" मंज़िलों से गुमराह भी ,कर देते हैं कुछ लोग ।।
हर
किसी से ,रास्ता पूछना ,अच्छा नहीं होता
अगर कोई पूछे जिंदगी में क्या खोया और क्या पाया ...
तो बेशक कहना...
खुबसूरत रिश्ता है मेरा और भगवान के बीच में,
ज्यादा मैं मांगता नहीं और कम वो देता नही

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

વિચારજો જરૂર,,,,.

એક નાનકડી વાત છે વાંચજો અને
વિચારજો જરૂર,,,,.
.
.
.
.
.
.
.
હમણાં રસ્તા ઉપર જતો હતો તો જોયું કે એક
બાળક ૭૦
રૂપિયા ની બે સાવરણી
વેચતો હતો અને
લોકો એની જોડે ભાવતાલ
કરી ત્રણ લઇ જ જતા હતા
.
.
.. મેં બે
સાવરણી લીધી અને એને કહ્યુ

કે તું ૮૦ રૂપિયા ની ૨ સાવરણી કેહ્જે
તો બધા ૭૦ માં લઇ જશે ,,,
.
.
થોડીક વાર પછી જયારે
પાછો આવતો હતો ત્યારે એજ છોકરો મને
મળ્યો, મારો અભાર વ્યક્ત કર્યો કે હવે
તેની સાવરણીઓ ૭૦
માં બે વેચાતી હતી ,પણ આ વાતે મને એટલે
શેર કરવા નું મન થયું મિત્રો કે આપડે
કરોડપતિ અંબાની, તાતા, બિરલા સાથે તો કોઈ
દિવસે ભાવતાલ
કરતા નથી અથવા સાચું કહું તો કરી સકતા નથી,
૧૦-૧૫
રૂપિયા ની કોલ્ડ ડ્રીન્કસ મોલ માં ૫૦-૧૦૦
રૂપિયા માં હોશે હોશે
આપી દિયે છીએ,ઘણા મિત્રો કહે છે કે અરે આ
ગરીબ લોકો પણ લૂટતા જ હોઈ છે,હશે, ૧૦ -
૧૫ રૂપિયા ના દીવા વગરે માં કેટલું લુટી લેસે?
કે પછી આપડે આ કરોડો રૂપિયા લુટી લેનાર ને
તો કઈ
કરી નથી સકતા તો આ બાળક સામે જ વિરોધ
કરીએ??
.
.
તો દિવાળી નો સમય છે, થોડાક ગરીબ રસ્તે
રેહતા બાળકો ને પણ
બે પૈસા રળાવી દઈએ તો કેવું??


 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ત્યારે પ્રોબ્લેમ થાય છે

પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે
પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે,
પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે,
પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે,
પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે,
પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે,
પણ કોઈ અધુરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

મને ગર્વ છે કે હું ગુજરાતી છું.!!

હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે,

અને આ શું ??? સાચા સબંધો માં પણ sorry હોય છે ???

ખબર જ નથી પડતી કે ફરજ માં thanks ક્યાંથી ????

માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું
છે, અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે.

પણ શું એના માટે માતૃભાષા નો ભોગ લેવો જરૂરી છે
મારે માત્ર એટલું જ જાણવું છે...

મોટા ને પણ કહેવાનું YOU, અને નાના માટે
પણ YOU ???

તો તો શું મોટાઈ છે આ ભાષાની ????

અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી
સાંભળતા જ હૃદય મોજ માં આવી જાય છે.

જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,
જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,
છુટા પડતી વખતે આવજો નો આવકાર મળે
છે..
મને ગર્વ છે કે હું ગુજરાતી છું.!!

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

જે બીજાને આપીએ, એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે.

એક શહેરના મધ્યભાગમાં
બેકરીની એક દુકાન હતી.
બેકરીની
અમુક વસ્તુઓ બનાવવા માટે
એને માખણની જરુર પડતી હતી.
આ માખણ
બાજુમાં આવેલા ગામડામાંથી
એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ.
એકદિવસ
બેકરીના માલિકને એવુ લાગ્યુ
કે માખણ જેટલુ મંગાવ્યુ
એના કરતા થોડું ઓછુ છે.
એણે
નોકરને બોલાવીને
માખણનું વજન કરવાની સુચના આપી.
નોકર માખણનું વજન કરીને લાવ્યો.
માખણનું વજન 900ગ્રામ હતું.
એકકીલો માખણ ખરીદવામાં આવેલું
પણ
તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ
મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.
વેપારીએ નક્કી કર્યુ કે
આવુ કેટલા દિવસ ચાલે છે,
તે જોવુ છે
એણે ભરવાડને
માખણ ઓછુ હોવા વિષે
કોઇ વાત ન કરી.
રોજ માખણ ઓછુ જ આવતુ હતું.
થોડા દિવસ સુધી આ જોયા બાદ
વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી.
કોર્ટ દ્વારા
કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી
ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ ,
" તારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે
તેના બચાવમાં તારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ
રોકવા છે ?"
ભરવાડે હાથ જોડીને કહ્યુ ,
" જજ સાહેબ,
હું તો ગામડામાં રહેતો
સાવ અભણ માણસ છું.
માખણનું વજન કરવા માટે
મારા ઘરમાં વજનીયા નથી.
અમે ગામડાના માણસો
નાના પથ્થરના વજનીયા બનાવીને
જ વસ્તુ આપીએ.
પણ અમારા આ
પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર
હોય બસ એટલી મને ખબર છે."
જજે સામે પ્રશ્ન પુછ્યો,
, "તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? "
ભરવાડ કહે , " સાહેબ , એનો જવાબ તો આ વેપારી જ
આપી શકશે.
કારણ કે હું રોજ
એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું
અને
એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ
વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ
છું."
મિત્રો ,
જીવનમાં
બીજા કરતા ઓછું મળે
ત્યારે રાડારાડી કરવાને બદલે
જરા વિચાર કરવાની જરુર છે,
કે મેં બીજાને શું આપ્યુ છે ?
આપણે
જે બીજાને આપીએ,
એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત
આવતું હોય છે.
એટલે જ કહેવાય છે
કે કુદરતે જયારે તમને કઈ આપ્યું
ત્યારે તમે વિચાર ના કર્યો
કે "મને જ કેમ ?"
તો
જયારે
કુદરત તમારી પાસેથી લઇ લે છે
ત્યારે તમને ફરિયાદ કરવાનો કઈ અધિકાર નથી !

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

अकबर - बीरबल

अकबर ने बीरबल के सामने अचानक 3 प्रश्न उछाल दिये। प्रश्न थे- ‘ईश्वर कहाँ रहता है?
वह कैसे मिलता है
और वह करता क्या है?’’

बीरबल इन प्रश्नों को सुनकर सकपका गये और बोले- ‘‘जहाँपनाह! इन प्रश्नों के उत्तर मैं कल आपको दूँगा।"

जब बीरबल घर पहुँचे तो वह बहुत उदास थे। उनके पुत्र ने जब उनसे पूछा तो उन्होंने बताया- ‘‘बेटा! आज अकबर बादशाह ने मुझसे एक साथ तीन प्रश्न ‘ईश्वर कहाँ रहता है? वह कैसे मिलता है? और वह करता क्या है?’ पूछे हैं। मुझे उनके उत्तर सूझ नही रहे हैं और कल दरबार में इनका उत्तर देना है।’’

बीरबल के पुत्र ने कहा- ‘‘पिता जी! कल आप मुझे दरबार में अपने साथ ले चलना मैं बादशाह के प्रश्नों के उत्तर दूँगा।’’

पुत्र की हठ के कारण बीरबल अगले दिन अपने पुत्र को साथ लेकर दरबार में पहुँचे। बीरबल को देख कर बादशाह अकबर ने कहा- ‘‘बीरबल मेरे प्रश्नों के उत्तर दो। बीरबल ने कहा- ‘‘जहाँपनाह आपके प्रश्नों के उत्तर तो मेरा पुत्र भी दे सकता है।’’

अकबर ने बीरबल के पुत्र से पहला प्रश्न पूछा- ‘‘बताओ! ‘ईश्वर कहाँ रहता है?’’ बीरबल के पुत्र ने एक गिलास शक्कर मिला हुआ दूध बादशाह से मँगवाया और कहा- जहाँपनाह दूध कैसा है? अकबर ने दूध चखा और कहा कि ये मीठा है। परन्तु बादशाह सलामत या आपको इसमें शक्कर दिखाई दे रही है। बादशाह बोले नही। वह तो घुल गयी। जी हाँ, जहाँपनाह! ईश्वर भी इसी प्रकार संसार की हर वस्तु में रहता है। जैसे शक्कर दूध में घुल गयी है परन्तु वह दिखाई नही दे रही है।

बादशाह ने सन्तुष्ट होकर अब दूसरे प्रश्न का उत्तर पूछा- ‘‘बताओ! ईश्वर मिलता केसे है?’’ बालक ने कहा- ‘‘जहाँपनाह थोड़ा दही मँगवाइए।’’ बादशाह ने दही मँगवाया तो बीरबल के पुत्र ने कहा- ‘‘जहाँपनाह! क्या आपको इसमं मक्खन दिखाई दे रहा है। बादशाह ने कहा- ‘‘मक्खन तो दही में है पर इसको मथने पर ही दिखाई देगा।’’ बालक ने कहा- ‘‘जहाँपनाह! मन्थन करने पर ही ईश्वर के दर्शन हो सकते हैं।’’

बादशाह ने सन्तुष्ट होकर अब अन्तिम प्रश्न का उत्तर पूछा- ‘‘बताओ! ईश्वर करता क्या है?’’ बीरबल के पुत्र ने कहा- ‘‘महाराज! इसके लिए आपको मुझे अपना गुरू स्वीकार करना पड़ेगा।’’ अकबर बोले- ‘‘ठीक है, तुम गुरू और मैं तुम्हारा शिष्य।’’

अब बालक ने कहा- ‘‘जहाँपनाह गुरू तो ऊँचे आसन पर बैठता है और शिष्य नीचे।’’ अकबर ने बालक के लिए सिंहासन खाली कर दिया और स्वयं नीचे बैठ गये।

अब बालक ने सिंहासन पर बैठ कर कहा- ‘‘महाराज! आपके अन्तिम प्रश्न का उत्तर तो यही है।’’
अकबर बोले- ‘‘क्या मतलब? मैं कुछ समझा नहीं।’’

बालक ने कहा- ‘‘जहाँपनाह! ईश्वर यही तो करता है। "पल भर में राजा को रंक बना देता है और भिखारी को सम्राट बना देता है।"

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

(तमाम संस्कारवान बहुओं को समर्पित)

पति के घर में प्रवेश करते ही पत्नी का गुस्सा फूट पड़ा..

‘‘पूरे दिन कहाँ रहे?
आफिस में पता किया वहाँ भी नहीं पहुँचे।
मामला क्या है?‘‘

‘‘ वो-वो……….मैं……….

पति की हकलाहट पर झल्लाते हुए
पत्नी फिर बरसी

‘‘ बोलते नही?
कहां चले गये थे।
ये गंन्दा बक्सा और कपड़ों की पोटली किसकी उठा लाये?‘‘

‘‘ वो मैं माँ को लाने गाँव चला गया था।‘‘

पति थोड़ी हिम्मत करके बोला।

‘‘क्या कहा,
तुम्हारी मां को यहां ले आये?
शर्म नहीं आई तुम्हें। तुम्हारे भाईयों के पास इन्हे क्या तकलीफ है?‘‘

आग बबूला थी पत्नी, इसलिये उसने पास खड़ी फटी सफेद साड़ी से आँखें पोंछती बीमार वृद्धा की तरफ देखा तक नहीं।

‘‘इन्हें मेरे भाईयों के पास नहीं छोड़ा जा सकता।
तुम समझ क्यों नहीं रहीं।‘‘

पति ने दबीज़ुबान से कहा।

‘‘क्यों, यहाँ कोई कुबेर का खजाना रखा है?

तुम्हारी सात हजार रूपल्ली की पगार में बच्चों की पढ़ाई और घर खर्च कैसे चला रही हूँ मैं ही जानती हूँ ‘‘

पत्नी का स्वर उतना ही तीव्र था।

‘‘अब ये हमारे पास ही रहेगी।‘‘
पति ने कठोरता अपनाई।

‘‘ मैं कहती हूँ इन्हें इसी वक्त वापिस छोड़ कर आओ।
वरना मैं इस घर में एक पल भी नहीं रहूंगी और इन महारानीजी को भी यहाँ आते ज़रा भी लाज नहीं आई।

‘‘कह कर औरत की तरफ देखा तो पाँव तले से ज़मीन सरक गयी।

झेंपते हुए पत्नी बोली।
,
,
,
,
,
,
,
,
,
,
,

‘‘मां तुम!‘‘
,
,
,
,
,
,
,
,
,
,

‘‘हाँ बेटा! तुम्हारे भाई और भाभी ने
मुझे घर से निकाल दिया।
दामाद जी को फोन किया तो ये मुझे यहां ले आये ‘‘

बुढ़िया ने कहा तो पत्नी ने गद्गद् नजरों से पति की तरफ देखा और
मुस्कराते हुए बोली।

‘‘ आप भी बड़े वो हो डार्लिंग,
पहले क्यों नहीं बताया कि मेरी मां को लाने गये थे....."

(तमाम संस्कारवान बहुओं को समर्पित)

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

સદા કાળ વહેતી રહેતી નદીને , દુર શું કે નજીક શું !

સદા કાળ વહેતી રહેતી નદીને , દુર શું કે નજીક શું !
અંતિમ ધ્યેય એનું તો સમુદ્રે પહોંચી એમાં ભળી જવાનું !

સમુદ્રમાં ભળતા પહેલાં એના કિનારે હરીયાળો પાક ઉગાડી

લોકોને પોષણ અને આનંદ આપવાનો પણ આનંદ કેટલો !

નદીની જેમ મનુષ્ય જીવનમાં પણ સૌને માટે ,

મંઝીલ લાંબી હો યા ટૂંકી, એ કાપવી જ પડે છે

પગમાં જોર અને હૈયામાં હામ ધરી

કેમ ન ચાલવું અંતિમ ધ્યેય તરફ પ્રેમથી

આગળ વધતાં માર્ગમાં પ્રેમ અને આનંદ વહેંચતા

અંતે ભળી જવું પ્રભુના એ દિવ્ય મહાસાગરમાં !

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

"જી’દગી ની વ્યથા"

જીવનમાં આટલુ યાદ રાખો મિત્રો
ત્રણ કોઈની રાહ જોતા નથી,
સમય,મ્રુત્યુ અને ગ્રાહક
ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે,
મા, બાપ અને જવાની.
ત્રણ ગયા પછી પાંછા વળતાં નથી,
તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી.
ત્રણ ઉપર હંમેશા પડદો રાખો,
ધન, સ્ત્રી અને ભોજન.
ત્રણથી બચવા પ્રયત્ન કરવો,
ખોટી સંગત, સ્વાથૅ અને નિંદા.
ત્રણ ઉપર મન લગાવાથી પ્રગતિ થાય,
ઈશ્વર, મહેનત અને વિધા.
ત્રણને કદી ભૂલશો નહીં, દેવુ,
ફરજ અને માંદગી. ત્રણ
વ્યક્તિનું સદા સન્માન કરવું,
માતા, પિતા અને ગુરુ.
ત્રણને હંમેશા વશમાં રાખો,
મન, કામ અને લોભ.
ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો,
બાળક, ભૂખ્યા અને અપંગ.
MERRY CRIS MUS
 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

યાદ.... બનીને આવે....

યાદ.... બનીને આવે....
જો કોઈ શમણે થનગનતી....
હોય એની તેજ ગતિ...
ને ગતિ ના ત્રીજા નિયમ ની જેમ
"આઘાત અને પ્રત્યાઘાત એકજ સરખા
પણ વિરુદ્ધ દિશામાં હોય છે"....
નો લઈએ આધાર...
તો આવી યાદ ના આવગમને હોય અધિક અધીરતા...!
જો ચાહે હૈયું સ્થિરતા ....
મનચાહી યાદો ની...તો...
અનુભવે ઊંડે ઉતરેલ...ને...ઠરેલ યાદ... જ
ટકાઉ હોયછે છેવટ સુધી....!
છતાંયે સમાન હોતા નથી નિષ્કર્ષો કે નિયતિ .....

તુંડે તુંડે ભિન્ન મતિ...!
(નંદાણી વિજય)
 PAGE LIKE કરવા માટે અહી Click કરો  
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

WEBSITE  મુલકાત માટે અહી Click કરો
www.gujaratieducation.in
યાદ.... બનીને આવે....
જો કોઈ શમણે થનગનતી....
હોય એની તેજ ગતિ...
ને ગતિ ના ત્રીજા નિયમ ની જેમ
"આઘાત અને પ્રત્યાઘાત એકજ સરખા
પણ વિરુદ્ધ દિશામાં હોય છે"....
નો લઈએ આધાર...
તો આવી યાદ ના આવગમને હોય અધિક અધીરતા...!
જો ચાહે હૈયું સ્થિરતા ....
મનચાહી યાદો ની...તો...
અનુભવે ઊંડે ઉતરેલ...ને...ઠરેલ યાદ... જ
ટકાઉ હોયછે છેવટ સુધી....!
છતાંયે સમાન હોતા નથી નિષ્કર્ષો કે નિયતિ .....
તુંડે તુંડે ભિન્ન મતિ...!
 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

 www.gujaratieducation.in

આજ ની મસ્ત સ્ટોરી છે અચૂક વાંચજો.

વરસો પહેલાંની વાત છે. હોલૅન્ડનું એક નાનકડું ગામ. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો. લોકો મુખ્યત્વે દરિયા પર નભતા એટલે લગભગ દરેકેદરેક ઘરમાંથી એકાદ બે જણને તો દરિયો ખેડવા જવું જ પડતું. ઘણી વખત જ્યારે દરિયામાં તોફાનો આવતાં ત્યારે માછલી પકડવા ગયેલી હોડીઓ એમાં ફસાઈ જતી અને સમયસર મદદ ન મળે તો માછીમારોનો ભોગ પણ લેવાઈ જતો. એટલે વારંવારની આ તકલીફને પહોંચી વળવા ગામલોકોએ ભેગાં થઈને એક મજબૂત બોટ બચાવ માટે વસાવી હતી. ઉપરાંત થોડાક ચુનંદા યુવાનોને તાલીમ આપીને બચાવટુકડી પણ બનાવી હતી. જેવો વાયરલેસ પર મદદનો સંદેશો (S.O.S.) મળે કે તરત જ બચાવટુકડી પેલી મજબૂત બોટ લઈને તોફાનમાં ફસાઈ ગયેલા વહાણ કે હોડીને મદદે નીકળી પડતી.
એક દિવસ એ ગામની કેટલીક હોડીઓ માછલી પકડવા ગઈ હતી. અચાનક તોફાન આવી ચડ્યું. ભયંકર પવન અને રાક્ષસી મોજાંઓની થપાટો એવી હતી કે ભાગ્યે જ કોઈ બચી શકે. મોટા ભાગની હોડીઓ પાછી ફરી ગઈ, છતાં હજુ કોઈક બાકી રહી ગયું હોઈ શકે એવી ધાસ્તી સાથે બચાવ ટુકડી બોટ તૈયાર રાખીને જ બેઠી હતી. એ જ વખતે મદદનો સંદેશો મળ્યો. બચાવ ટુકડીના કૅપ્ટને ગામને જાણ કરી. ગામના લોકો દરિયાકાંઠે ભેગા થઈ ગયા. ગામના સાથે જરૂરી વાત કરી એ મજબૂત બોટ સાથે બચાવ ટુકડી દરિયાનાં ભીષણ મોજાંઓ વચ્ચે અદશ્ય થઈ ગઈ. ગામના લોકો બેચેનીપૂર્વક એમના આવવાની રાહ જોતા કાંઠા પર જ ઊભા રહ્યા. એમાંના ઘણા હાથમાં તોફાનમાં ન ઓલવાય એવા ફાનસ હતા તો વળી કોઈકના હાથમાં દૂર સુધી પ્રકાશ ફેંકી શકે એવી ટૉર્ચ પણ હતી. એકાદ કલાક એમ જ વીતી ગયો. એ પછી જાણે ધુમ્મસનો પહાડ ચીરીને આવતી હોય એમ કાંઠા તરફ આવી રહેલી બોટ દેખાઈ. ખુશીથી ચિચિયારીઓ પાડતાં ગામલોકો સામે દોડ્યા. બોટમાં બેઠેલ દરેક જણ વરસાદ, પવન અને અત્યંત થાકના લીધે ઢીલુંઢફ્ફ થઈ ગયેલું દેખાતું હતું. બોટમાંથી ઊતરીને કાંઠાની ભીની રેતી પર ફસડાઈ પડતાં કૅપ્ટને કહ્યું કે, ‘એક નાનકડી હોડી પર રહેલ એક માણસને બાદ કરતાં બધાને બચાવી લેવાયા છે. ફક્ત એ એક જ માણસને પાછળ છોડી દેવો પડ્યો છે. જો એને બેસાડ્યો હોત તો બોટ ડૂબી જવાનો ખતરો હતો. એટલે બાકી બધાને બચાવવા માટે અમારે એને એની હોડી સાથે જ છોડી દેવો પડ્યો.’
લોકો એકબીજા સામે જોવા માંડ્યાં.
થાક ઓછો થતાં જ કૅપ્ટન ઊભો થયો અને બોલ્યો, ‘ચાલો, હું જાઉં છું. પેલા એકલા માણસને પાછો લાવવા. છે કોઈ મારી સાથે આવવા તૈયાર ? જો કોઈ નહીં જઈએ તો ચોક્કસ એ માણસ ડૂબી જશે. એ ખૂબ જ થાકેલો લાગતો હતો અને એની હોડી પણ ડૂબી જાય એવી જ હતી !’ તાલીમ પામેલ ટુકડી ખૂબ જ થાકી ગઈ હતી. એમાંથી કોઈ ઊભું ન થયું. છેલ્લે એક સોળેક વરસનો છોકરો ઊભો થયો. એ બોલ્યો, ‘તમારી સાથે હું આવીશ, ચાલો !’ એટલું કહીને એ બોટમાં ચડવા જતો હતો ત્યાં જ એની મા દોડતી આવી. એણે એનો હાથ પકડી લીધો અને બોલી, ‘નહીં મારા દીકરા ! હું તને તો નહીં જ જવા દઉં. તારા પિતાજી દસ વરસ પહેલાં આવી જ એક દરિયાઈ હોનારતમાં ડૂબી ગયા હતા. તારો મોટો ભાઈ પૉલ પણ ત્રણ અઠવાડિયાં પહેલા જ માછલી પકડવા ગયો હતો. એ પણ પાછો ન આવ્યો. હવે મારી પાસે બસ તું જ છે, બેટા ! હવે મારો એકમાત્ર આધાર તું જ છે એટલે તને તો નહીં જ જવા દઉં !’
માનો હાથ છોડાવીને મક્કમતાપૂર્વક એ છોકરો બોટમાં ચડી ગયો. બોટ ઊપડી ત્યારે એ બોલ્યો, ‘મા ! ગામ માટે કામ કરવાનો વારો આવે ત્યારે આપણે આપણો સ્વાર્થ જોવાનો ન હોય. મારે ગામ પ્રત્યેની ફરજ બજાવવી જ જોઈએ !’
એ છોકરાની મા આક્રંદ કરતી રહી. ગાંડાતૂર મોજાંઓ વચ્ચે બોટ ફરી એક વાર અદશ્ય થઈ ગઈ. ગામના લોકો એમ જ કાંઠા પર ઊભા હતા. બીજો એકાદ કલાક વીતી ગયો. બધા ચૂપચાપ અને ધડકતા હૈયે ઊભા હતા. થોડી વાર પછી ફરી એક વખત ધુમ્મસ અને અંધકારનો પહાડ ચીરીને આવતી બોટ નજરે પડી. બોટ જરાક નજીક આવી એટલે ગામના થોડાક માણસો સામે દોડ્યા. દૂરથી જ એમણે બૂમ પાડી :
‘અરે ભાઈ ! તમને પેલો માણસ સુખરૂપ મળી ગયો કે નહીં ?’
‘હા ! મળી ગયો !’ બોટમાંથી જવાબ મળ્યો. એ અવાજ પેલા સોળેક વરસના છોકરાનો હતો. એણે બૂમ પાડીને કહ્યું : ‘એ માણસ તો મળી ગયો છે, પરંતુ તમે કોઈ મારી માને કહો કે એ માણસ બીજો કોઈ નહીં, પણ મારો મોટોભાઈ પૉલ છે !
********************
શીખ : નિઃસ્વાર્થભાવે કરેલ કામનું વળતર કુદરત તરફથી કંઈક આવું જ મળતું હોય છે !
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
 

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

 www.gujaratieducation.in

લાઈફમાં આ ચાર રાણી

મિત્રો આપણે નાના હતા ત્યારે વાર્તાઓ બહુ સાંભળતા હતા અને ગમતી પણ બહુ. આજે મોટા થયા તો એક મોટા માટેની વાર્તા કહેવી છે તમને...
એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી. પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો. બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઇ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે.

ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછુ બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઇ બાબત પર નિર્ણય લેવાનો હોઇ કે કોઇ મૂંજવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે.

ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય. રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી.

પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી એણે તો એવુ જ કહ્યુ કે સાથે આવવાની ક્યાં વાત કરો છો હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઇશ ત્રીજી રાણીએ કહ્યુ કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હુ સાથે નહી આવી શકું.

રાજાને ચોથી રાણી પાસેથી તો કોઇ અપેક્ષા હતી જ નહી પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ.

વાર્તાની શીખ :
========

મિત્રો, આપણે બધા પણ લાઈફમાં આ ચાર રાણીને પરણ્યા છીએ. પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. બીજી રાણી તે આપણી સંપતિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપતિ બીજાની થઇ જાય છે. ત્રીજી રાણી તે આપણો પરિવાર અને ચોથી રાણી તે આપણો આત્મા...!!

આ વાર્તાને દીવાદાંડી રૂપ રાખી લાઈફમાં અગ્રીમતા સેટ કરજો ! જીવન ધન્ય થઇ જશે! વિચાર જો દોસ્તો !!
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

www.gujaratieducation.in

તમે દરિયો માંગ્યો 'ને અમે દરિયો દીધો,

તમે દરિયો માંગ્યો 'ને અમે દરિયો દીધો,
ભલે જળ સાથે નાતો અમારો સાવ સીધો.

અમે પાણીના જીવ,છો પાણી વિના તરફડીએ,
તમે માંગો તો અમારુ આ સઘળું અર્પી દઇએ,
અમે ખોવાઇને જડવાની જાણીએ એ રીતો,
તમે દરિયો માંગ્યો 'ને અમે દરિયો દીધો.

ન તોળો અમારી પ્રીત,લઇને જગનું ત્રાજવું,
અગનમાં ખાબક્યા હવે શું બળવું, શું દાઝવું,
મળે માથા સાટે એ પ્રીતનો મારગ લીધો,
તમે દરિયો માંગ્યો 'ને અમે દરિયો દીધો.
-લતા ભટ્ટ(મારા પગલાં મારા ભણીમાંથી)
2100+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો

Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

www.gujaratieducation.in

" પ્રેરણાની પતવાર "

એક ગામમાં એવી પરંપરા હતી કે ગામમાં નવા વસવાટ કરવા આવનારને ગામના બધા લોકો પોતાની ક્ષમતા પ્રમાણે કંઇ ને કંઇ ભેટ આપે. ગામમાં બે ભાઇઓ નવા રહેવા માટે આવ્યા. ગામમાં જ રહેતો એક કુંભાર આ બંને ભાઇઓ માટે માટીમાથી બનાવેલી સરસ મજાની બે ઢીંગલીઓ બનાવીને ભેટ આપવા માટે લઇ ગયો અને કહ્યુ કે આ કાચી માટી માંથી બનાવી છે પણ સમયના અભાવે એને પકવી શક્યો નથી જો આપ આ ઢીંગલી મજબુત બને એવું ઇચ્છતા હો તો એને આગમાં નાખીને તપાવજો. ગામમાંથી જ એક સુથાર લાકડાની બનાવેલી બે ઢીંગલી લાવ્યો અને કહ્યુ કે કાચા લાકડાની આ ઢીંગલીઓ છે જો વધુ મજબુત બનાવવી હોય તો પાણીમાં પલાળજો
એક ભાઇએ માટીની ઢીંગલીને આગમાં તપાવી અને લાકડાની ઢીંગલીને પાણીમાં પલાળી પરિણામે બંને ઢીંગલીઓ મજબુત બની પણ બીજા ભાઇએ આથી ઉલટું કર્યુ એણે માટીની ઢીંગલીને પાણીમાં પલાળી અને લાકડાની ઢીંગલીને આગમાં નાખી પરિણામ એ આવ્યું કે એક ઓગળી ગઇ અને બીજી બળી ગઇ.

ભગવાને પણ દરેક ને જુદી જુદી ક્ષમતા આપી છે. કોઇને માટીની તો કોઇને લાકડાની ઢીંગલી બનાવી છે પ્રભુએ. હવે આપણે કઇ ઢીંગલી છીએ એ આપણે નક્કી કરવાનું છે. આપણે માટીની ઢીંગલી હોઇશુ અને પાણીમાં પડીશું તો ઓગળી જઇશુ અને લાકડાની ઢીંગલી હોઇશું અને આગમાં પડીશું તો બળી જઇશું.

મતલબ કે આપણી રસ અને રુચી મુજબના કાર્યક્ષેત્રમાં જ આગળ વધવું લોકો કહે એમ નહી આપણી ક્ષમતા હોય એમ કારકીર્દી નક્કી કરવી જોઇએ
( શૈલેષ સગપરિયા દ્વારા સંકલીત પુસ્તક " પ્રેરણાની પતવાર " માંથી )
2100+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

आखिर हमें भी तो अपने बच्चों से वही चाहिए ना .।

एक बेटा पढ़-लिख कर बहुत बड़ा आदमी बन गया । पिता के
स्वर्गवास के बाद माँ ने हर तरह का काम करके उसे इस काबिल
बना दिया था । शादी के बाद पत्नी को माँ से शिकायत रहने
लगी के वो उन के स्टेटस मे फिट नहीं है । लोगों को बताने मे उन्हें
संकोच होता की
ये अनपढ़ उनकी सास-माँ है । बात बढ़ने पर बेटे ने
एक दिन माँ से कहा-
" माँ ”_मै चाहता हूँ कि मै अब इस काबिल हो गया हूँ कि कोई
भी क़र्ज़ अदा कर सकता हूँ । मै और तुम
दोनों सुखी रहें इसलिए आज तुम मुझ पर किये गए अब तक के सारे
खर्च सूद और व्याज के साथ मिला कर बता दो । मै वो अदा कर
दूंगा । फिर हम अलग-अलग सुखी रहेंगे ।
माँ ने सोच कर उत्तर दिया -
"बेटा”_हिसाब ज़रा लम्बा है ,सोच कर बताना पडेगा।मुझे
थोडा वक्त चाहिए ।"
बेटे ना कहा - " माँ _कोई ज़ल्दी नहीं है । दो-चार दिनों मे बात
देना ।"
रात हुई, सब सो गए । माँ ने एक लोटे मे पानी लिया और बेटे के
कमरे मे आई । बेटा जहाँ सो रहा था उसके एक ओर पानी डाल
दिया । बेटे ने करवट ले ली । माँ ने दूसरी ओर भी पानी डाल
दिया। बेटे ने जिस ओर भी करवट ली_माँ उसी ओर
पानी डालती रही तब परेशान होकर बेटा उठ कर खीज कर
बोला कि माँ ये क्या है ? मेरे पूरे बिस्तर को पानी-पानी क्यूँ कर
डाला...?
माँ बोली-
" बेटा, तुने मुझसे पूरी ज़िन्दगी का हिसाब बनानें को कहा था । मै
अभी ये हिसाब लगा रही थी कि मैंने कितनी रातें तेरे बचपन मे तेरे
बिस्तर गीला कर देने से जागते हुए काटीं हैं । ये तो पहली रात है
ओर तू अभी से घबरा गया ...? मैंने अभी हिसाब तो शुरू
भी नहीं किया है जिसे तू अदा कर पाए।"
माँ कि इस बात ने बेटे के ह्रदय को झगझोड़ के रख दिया । फिर
वो रात उसने सोचने मे ही गुज़ार दी । उसे ये अहसास
हो गया था कि माँ का क़र्ज़ आजीवन नहीं उतरा जा सकता ।
माँ अगर शीतल छाया है पिता बरगद है जिसके नीचे बेटा उन्मुक्त
भाव से जीवन बिताता है । माता अगर अपनी संतान के लिए हर
दुःख उठाने को तैयार रहती है तो पिता सारे जीवन उन्हें
पीता ही रहता है ।
माँ बाप का क़र्ज़ कभी अदा नहीं किया जा सकता । हम तो बस
उनके किये गए कार्यों को आगे बढ़ा कर अपने हित मे काम कर रहे हैं

आखिर हमें भी तो अपने बच्चों से वही चाहिए ना .।
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખુશી આપી હેરાન કરવાથી આપણને પણ આનંદ મળે છે!

એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો.
બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસને હેરાન કરીએ, બહુ મજા આવશે !

આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું ‘તમારે આ માણસ ને હેરાન જ કરવો છે ને? તો હું કહું એમ કરો. તમે છાનામાના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો”

વિદ્યાર્થીઓ ઓ એમ જ કર્યું.

થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો, વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે. ચોક્કસ એ હેરાન થઇ ગયો ! બેબાકળો થઇ આજુ બાજુ જોવા લાગ્યો, પણ એને કોઈ જોવા નો મળ્યું, ભીની આંખે એને આકાશ સામે જોયું અને બે હાથ જોડી કર્હ્યું ‘હે ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ ૧૦૦ રૂપિયાથી મારા પરિવારને આજે જમવાનું મળશે, મારી પત્ની ને દવા મળશે, જેને આ પૈસા મુક્યા હોઈ એનો ખુબ ખુબ આભાર’

બધા વિદ્યાર્થીઓ પણ આ સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને જીવન નો એક મહત્વ નો સંદેશ મળી ગયો કે બીજા ને તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખુશી આપી હેરાન કરવાથી આપણને પણ આનંદ મળે છે!
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો

Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

माइकल फैराडे

एक समय की बात है. लन्दन की एक बस्ती में एक अनाथ बालक रहता था. वह अखबार बेचा करता था और उससे ही अपना गुजारा करता था. कुछ समय पश्चात् उसे जिल्दसाज की एक दूकान पर जिल्द चढ़ाने का काम मिला. उस बालक की पढ़ने में बहुत रूचि थी. जब भी वह पुस्तकों पर जिल्द चढ़ाता था तो जिल्द चढ़ाते-चढ़ाते कुछ महत्वपूर्ण बातें और जानकारियां पढ़ लिया करता था. एक बार जिल्द चढ़ाते समय उसकी नजर विद्युत सम्बन्धी एक लेख पर पड़ी.
वह लेख पढ़ने लगा. उसे लेख बहुत अच्छा लगा. उसने एक दिन के लिए दूकान के मालिक से वह पुस्तक अपने साथ ले जाने की अनुमति मांग ली और रात भर जाग कर वह लेख और पूरी पुस्तक पढ़ डाली. पुस्तक से वह बहुत प्रभावित हुआ. उसके मन में भी प्रयोग करने की जिज्ञासा जागी. इसके लिए वह विद्युत सम्बन्धी छोटी मोटी वस्तुएं इधर-उधर से जुटाने लगा ताकि अध्ययन और परीक्षण कर सके. बालक की यह रूचि देखकर एक ग्राहक उससे बहुत प्रभावित हुआ. उस ग्राहक को भी विज्ञान में बहुत दिलचस्पी थी. वह एक दिन उस बालक को भोतिक शास्त्र के एक प्रसिद्द विद्वान डेवी का भाषण सुनाने ले गया. बालक ने डेवी की सभी बातों को बहुत गौर से सुना और उन्हें नोट कर लिया. इसके बाद बालक ने भाषण की समीक्षा की और कुछ परामर्श लिखकर डेवी के पास भेज दिए.
डेवी को बालक के दिए परामर्श बहुत अच्छे लगे. उन्होंने बालक को अपने पास बुला लिया और उसे यन्त्र व्यवस्थित करने का कार्य सौंप दिया. बालक उनके सहयोगी की भूमिका भी निभाता और उनके बाकी कार्य भी करता. दिन भर वह काम में व्यस्त रहता और रात्रि में पढ़ाई करता. कितना भी कार्य हो और कितनी भी थकान हो पर उसके चेहरे पर एक शिकन तक ना आती. वह भोतिकी और विशेष रूप से विद्युत के क्षेत्र में बहुत कुछ करना चाहता था.
अपने कड़े परिश्रम और लगन के बल पर उसने अपना सपना पूरा किया. वह एक महान वैज्ञानिक बना जिसे हम माइकल फैराडे के नाम से जानते हैं.
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો

Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

કોઈ અજાણ્યા અતિથિને મકાઈના મીઠા રોટલા ન જમાડશો.

સાહેબ, આ રસ્તેથી ગાડી લઈ લઉં? ચાળીસેક કિલોમીટર ઓછા થઈ જશે.’ ડ્રાઇવરે એક ‘દોરાહા’ આગળ એમ્બેસેડરને સહેજ ધીમી પાડીને માલિકને પૂછયું. કારના માલિક પ્રશાંતભાઈએ કહ્યું, ‘હા, આપણે સમય પણ બચાવવાનો છે. આજે નીકળવામાં જ મોડું થયું છે. જો એકાદ કલાક બચી જતો હોય તો કંઈ ખોટું નથી, પણ આ ટૂંકો રસ્તો સારો તો છે ને?’ ‘હા, સાહેબ હું આ રસ્તા પરથી અનેક વાર ગાડી લઈને પસાર થઈ ચૂક્યો છું. રસ્તો ટનાટન છે. જોકે સડક જરાક સાંકડી છે, પણ એમ તો વાહનોની અવરજવર પણ આ હાઈ-વે કરતાં ઓછી હોય છે. એટલે સરવાળે બચત જ બચત છે. પેટ્રોલની પણ અને સમયની પણ. મધરાત સુધીમાં તો તમને નાથદ્વારામાં ફેંકી દઈશ, સાહેબ’ પ્રશાંતભાઈએ શોર્ટકટ લેવાની રજા તો આપી દીધી, પણ સાથે ચેતવણીનો સૂર પણ સંભળાવી દીધો, ‘મહેશ, તારે અમને નાથદ્વારામાં પહોંચાડવાના છે, ફેંકી દેવાના નથી.’ ‘એ બધું એકનું એક.’ મહેશે ગાડીને વળાંક આપતાં જવાબ આપ્યો, આ અમારી ડ્રાઇવરોની ભાષા છે સાહેબ, તમને નહીં સમજાય.’ પ્રશાંતભાઈ શાંત થઈ ગયા. એમનું માનવું હતું કે ગાડી ચલાવતા ડ્રાઇવર સાથે કોઈએ વધારે પડતી વાતો ન કરવી જોઈએ, એમ કરવાથી એનું કોન્સ્ટ્રેશન તૂટી જાય અને એક્સિડન્ટ થઈ જાય. થોડી થોડી વારે ડ્રાઇવરને જાગતો રાખવા એકાદ નાનો અમથો સવાલ પૂછી લેવાય, પણ એની સાથે દલીલબાજીમાં તો ઊતરાય જ નહીં. દૃઢ નિર્ધાર છતાં દલીલબાજીમાં ઊતરવું જ પડયું. ‘મહેશ, આ તું ક્યાં લઈ આવ્યો? તું તો કહેતો’તો ને કે રસ્તો સારો છે. આ તો એવું લાગે છે જાણે આપણી ગાડી હિ‌માલયન કાર રેલીમાં ભાગ લઈ રહી હોય’ ખરેખર એવું જ હતું. રસ્તો ડામરનો હશે કોઈ કાળે, પણ અત્યારે તો ખાડાખૈયાવાળો હતો. ગાડી દર દોઢ મિનિટે ઊંચકાતી અને પછડાતી હતી. પ્રશાંતભાઈ અને પાછળની સીટમાં બેઠેલાં એમનાં પત્ની શોભાબહેનનાં આંતરડાં છાશની દોણીમાં વલોણી ઘૂમતી હોય એ રીતે વળ ખાઈ રહ્યાં હતાં સૌથી ખરાબ હાલત એક વર્ષના દીકરાની હતી. શોભાના ખોળામાં પેટ ભરીને જંપી ગયેલું બાળક ત્રણ વાર ઊછળ્યું, એમાં તો એની હોજરીમાં ગયેલું દૂધ ફોદા ફોદા થઈને વમનરૂપે બહાર આવી ગયું. એણે ચીસો પાડીને રડવાનું શરૂી કરી દીધું. પ્રશાંતભાઈએ કહી દીધું, ‘ભાઈ, મહેશ બહુ થયું. ચાલ, ગાડી પાછી લઈ લે. આપણા માટે હાઇવે જ ઠીક રહેશે.’ ‘ના, સાહેબ હું આ રસ્તાનો અનુભવી છું. આ તો ચોમાસું હમણાં જ ગયું છે એટલે ડામર ઊખડી ગયો લાગે છે, પણ હું માનું છું કે આટલો ટુકડો જ ખરાબ હશે, આગળ જતાં વાંધો નહીં આવે.’ વાંધો આવ્યો અને ખૂબ મોટો આવ્યો. અંધારું વધતું જતું હતું, સડક વધારે ને વધારે ખરાબ થતી જતી હતી. હાલત એવી થઈ ગઈ હતી કે હવે પાછા ફરવાનું પણ અશક્ય થઈ ગયું હતું. આટલું ઓછું હોય તેમ એમ્બેસેડર અચાનક ચિત્રવિચિત્ર અવાજ સાથે એક તરફ ખેંચાઈને ઊભી રહી ગઈ. ફટાકડા જેવો અવાજ અને પછી વ્હીલનો જમીન ઉપર ઘસાવાનો અવાજ. ડ્રાઇવર સમજી ગયો, ‘સાહેબ, ભારે થઈ ગાડીનું ટાયર બર્સ્ટ થયું લાગે છે.’ ‘ઓહ્ નો હવે શું થશે?’ પ્રશાંતભાઈના હોશકોશ ઊડી ગયા. ઘોર અંધારું. સૂમસામ રસ્તો. સાથમાં યુવાન પત્ની અને નાનું બાળક. એમણે છેલ્લું તરણું પકડયું, ‘મહેશ, ગાડીના સ્પેર વ્હીલમાં હવા તો છે ને?’ ‘હા, સાહેબ પણ આપણી પાસે ‘જેક’ નથી. અત્યારે આવા નિર્જન સ્થળે કોઈની મદદ મળે એવી શક્યતા પણ નથી. હવે તો સવાર પડે ત્યાં સુધી ગાડીમાં જ રાત…’ ‘ત્યાં દૂર કંઈક પ્રકાશ જેવું દેખાય છે. તું જઈને તપાસ કરી આવ. અમે ગાડીમાં બેઠાં છીએ, પણ જલદી પાછો આવજે હોં, ભાઈ, અહીં મને તો સલામતી જેવું લાગતું નથી.’ પ્રશાંતભાઈનો અવાજ ધ્રૂજતો હતો, ઠંડીથી અને ડરથી. થોડી વારમાં મહેશ પાછો ફર્યો. સારા સમાચાર લઈને આવ્યો હતો, ‘ચાલો, સાહેબ, આજની રાત રહેવા માટેની વ્યવસ્થા થઈ જશે. સામાન સાથે લઈ લો. ખેતરમાં નાની ઝૂંપડી છે. ખેતમજૂર સાથે વાત કરી લીધી છે. બાપડો ગરીબ માણસ છે, પણ માનવતા ખાતર એણે હા પાડી છે. પગે ચાલીને સાડા ત્રણ જણા ખેતરના સામા છેડે આવેલી ઝૂંપડી આગળ જઈ પહોંચ્યા. કાચી માટીનું ઝૂંપડું હતું. માથે ઘાસ-ફૂસથી છાયેલું છાપરું. ફાનસના પીળા ઉજાસમાં મેલાંઘેલાં કપડાં પહેરીને મજૂર બેઠો હતો. પચાસેકનો દેખાતો હતો. એની પત્ની પિસ્તાળીસની હશે, પણ પંચાવન વરસની લાગતી હતી. ‘આવો, સાહેબ તમારે રહેવા લાયક તો અમારી ઝૂંપડી નથી, પણ…’ મજૂર બે હાથ જોડીને ભાંગીતૂટી બોલીમાં આવકાર આપી રહ્યો. ‘એવું ન બોલશો, ભાઈ, અત્યારે તો આ ઝૂંપડી અમારે મન ફાઈવ સ્ટાર હોટલ કરતાંય વધારે સારી જગ્યા છે. અમારી ચિંતા છોડો. ફક્ત મારા આ દીકરા માટે થોડુંક દૂધ હોય તો…’ ગરીબ ખેડૂત અમીર માણસની જેમ હસી પડયો. એની પત્નીએ ચૂલો પેટાવ્યો. દૂધ ગરમ કરી આપ્યું. નાના દીકરાનો પ્રશ્ન તો હલ થઈ ગયો. પછી બાઈ રોટલા ઘડવા બેઠી. ઘરમાં ઘઉં કે બાજરો તો ન હતા, પણ મકાઈ હતી. એણે ચાર-પાંચ રોટલા ઘડી આપ્યા. તાંસળામાં દૂધ પીરસ્યું. પતિ ક્ષમાયાચના કરી રહ્યો, ‘સાહેબ, આટલું જ છે. જમી લ્યો.’ પ્રશાંતભાઈ, શોભાબહેન અને મહેશ પલાંઠીવાળીને જમવા બેઠા. અચાનક શોભાએ પૂછયું, ‘બહેન, તમને કંઈ થયું છે? હું ક્યારનીયે જોઉં છું કે તમને ઊઠવા-બેસવામાં તકલીફ થાય છે. પગમાં…?’ ‘પગમાં નહીં, બે’ન, પણ એને પેટની તકલીફ છે.’ જવાબ પુરુષે આપ્યો, ‘બે વરસથી પેટમાં ગાંઠ થઈ છે. દા’ડે દા’ડે મોટી થતી જાય છે. ડોક્ટરને બતાવ્યું તો ઓપરેશનનું કીધું. અમારે રાજસ્થાનમાં સારાં દવાખાનાં નથી. નજીકના શહેરમાં જઈએ તો ખર્ચા વધી જાય.’ ‘તમારી પાસે રિપોર્ટ્સ છે?’ પ્રશાંતભાઈએ પૂછયું, પુરુષે વળગણી ઉપર લટકાવેલી થેલીમાંથી કાગળો કાઢીને એમના હાથમાં મૂક્યા. પ્રશાંતભાઈએ વાંચ્યા અને પછી ચૂપચાપ પાછા સોંપી દીધા. એ રાત ત્રણેય પુરુષોએ ઝૂંપડીની બહાર ખુલ્લા ખેતરમાં ઢાળેલા ખાટલાઓમાં વિતાવી દીધી. શોભાબહેન દીકરાની સાથે ઝૂંપડીમાં બફાતાં રહ્યાં. સવારે ડ્રાઇવર ગમે ત્યાંથી મદદ લઈ આવ્યો. ટાયર બદલાવી દીધું. પ્રશાંતભાઈએ સો રૂપિયા મજૂરને આપવાની ખૂબ કોશિશ કરી, પણ એણે લીધા નહીં. ઊલટું એના ચહેરા ઉપર તો વસવસો ઝલકતો હતો, ‘સાહેબ, તમારા જેવા સુંવાળા માણસને અમે સારી સગવડ આપી શક્યા નહીં.’ પ્રશાંતભાઈએ વધારે આગ્રહ ન કર્યો. ગાડીમાં બેસીને ડ્રાઇવરને આટલું જ કહ્યું, ‘ભાઈ, ગાડી પછી વાળી લે. ભગવાનનાં દર્શન અહીં જ થઈ ગયા. હવે શ્રીનાથજી આગળ જવાની જરૂર નથી.’ વર્ષો પહેલાંની વાત છે. પ્રશાંતભાઈ ત્યારે સાબરકાંઠા જિલ્લાના એક શહેરમાં આવેલી ચેરિટેબલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. શોભાબહેન સ્વયં ગાયનેકોલોજિસ્ટ હતાં. દિવાળીની રજાઓમાં ગાડી લઈને નાથદ્વારા જવા નીકળ્યાં હતાં. તહેવારો પૂરા થયા. પછી એક અચરજ જેવી ઘટના બની ગઈ. એક એમ્બેસેડર કાર એક ગરીબ ખેતમજૂરના ઝૂંપડા આગળ આવીને ઊભી રહી. એમાંથી ડ્રાઇવર નીચે ઊતર્યો. મજૂર અને એની પત્નીને માનપૂર્વક ગાડીમાં બેસાડીને બાજુના શહેરમાં લઈ ગયો. સુંદર સાર્વજનિક હોસ્પિટલમાં એ ગરીબ સ્ત્રીનાં ઓવેરીયન સિસ્ટનું ઓપરેશન ડો. શોભાબહેનના હાથે પાર પાડવામાં આવ્યું. બિલ પેટે એક પૈસો પણ ન લેવામાં આવ્યો. જેટલા દિવસ એ લોકો હોસ્પિટલમાં રહ્યાં, ભોજન સુપરિન્ટેન્ડેન્ટ સાહેબના ઘરેથી મોકલાતું રહ્યું. અને આઠમા દિવસે મહેશ બંને જણાને ગાડીમાં બેસાડીને પાછો મૂકી ગયો. સાથે ડોક્ટર દંપતીએ આપેલા પ્રેમનાં પોટલાં જેવી આઠ-દસ ગાંસડીઓ પણ મૂકતો ગયો. પુરુષ ‘ના-ના’ કરતો રહ્યો, પણ મહેશ શેનો માને એણે કહી દીધું, ‘આ બધું તમારે રાખવું જ પડશે. ડોક્ટરસાહેબનો હુકમ છે. જો ન રાખવું હોય તો હવે પછી અડધી રાતે આવી ચડેલા કોઈ અજાણ્યા અતિથિને મકાઈના મીઠા રોટલા ન જમાડશો. ચાલો હું જાઉં છું.’’
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો

Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

કોઈના વિષે દોષરોપણ કરતા પહેલા ખાસ વિચારજો .

કોઈના વિષે દોષરોપણ કરતા પહેલા ખાસ
વિચારજો ...
એક યુવાનને પોતાના પડોશમાં રહેતા એક ભાઇ સાથે
કોઇ બાબતે બોલાચાલી થઇ. આ યુવાન પેલા ભાઇને
હવે પોતાના દુશ્મનની નજરથી જ જોતો હતો અને
હંમેશા કોઇ એવી તકની રાહ જોતો કે જેનો લાભ લઇને
એ ભાઇને સમાજમાં ઉતારી પાડી શકાય. એકવખત એને
કોઇએ એની પડોશમાં રહેતા આ ભાઇના ચારિત્ર્ય
વિષે વાત કરી અને કોઇપણ જાતની તપાસ વગર આ
યુવાને પોતાના પડોશી ચારિત્ર્યહિન છે એ વાત
વાયુવેગે બધે જ પ્રસરાવી દીધી.
પડોશી ભાઇની કોઇ સામાન્ય બાબતમાં ધડપકડ
થયેલી હતી અને હવે તો ન્યાયાલય દ્વારા એને
નિર્દોષ સાબિત પણ કરી દેવામાં આવ્યા. એ ભાઇ
જ્યારે ઘેર આવ્યા ત્યારે આ પડોશીએ
એની ઇજ્જતના કાંકરા કરી નાખ્યા હતા આથી બધા લોકો આ
નિર્દોષ માણસને પણ ગુનેગારની દ્રષ્ટિએ
જોવા લાગ્યા. આ ભાઇએ ખોટી અફવાઓ ફેલાવીને
પોતાને બદનામ કરનાર યુવાન પર
ન્યાયાલયમાં માનહાનિનો દાવો દાખલ કર્યો.
આ બાબતનો કેઇસ ચાલ્યો ત્યારે ન્યાયધિશે યુવાનને
પુછ્યુ , “ ભાઇ, તમે આ ભાઇના ચારિત્ર્ય વિષે
ખોટી અફવાઓ ઉડાડી હતી એ વાત સાચી છે ? “
યુવાને કહ્યુ , “ હા , જજ સાહેબ વાત સાચી છે પણ
એમા મારો કોઇ વાંક નથી મેં તો માત્ર જે વાત
સાંભળી હતી એ જ વાત બધે કરી હતી.
સમાજમાં એની પ્રતિષ્ઠા ખરડાઇ હોય તો એ માટે કંઇ
હું જવાબદાર નથી.”
ન્યાયધિશે આ યુવાનને એક કાગળ આપીને કહ્યુ કે તે જે કંઇ
પણ વાત આ મહાશય વિષે સાંભળી હતી તે આ
કાગળમાં લખ. પેલા યુવાને કાગળમાં લખાણ કર્યુ એટલે
જજ સાહેબે એ
લખાણવાળા કાગળના નાના નાના ટુકડાઓ કરીને
પછી યુવાનને પાછા આપતા કહ્યુ , “ આ
કેઇસનો ચુકાદો હું કાલે આપીશ પણ આજે જ્યારે તમે
તમારા ઘેર જાવ ત્યારે રસ્તામાં થોડા થોડા અંતરે આ
કાગળના ટુકડાઓ મુકતા જતો.”
બીજા દિવસે જ્યારે કોર્ટની કાર્યવાહી શરુ થઇ ત્યારે
જજ સાહેબે પેલા યુવાનને કહ્યુ , “ ભાઇ મેં કાલે તમને
કાગળના ટુકડાઓ
આપ્યા હતા રસ્તામાં જુદી જુદી જગ્યાએ મુકવા માટે
એ ટુકડાઓ મને પાછા લાવી આપોને મારે
ચુકાદો આપવા માટે એની જરુર છે.” યુવાન આ વાત
સાંભળીને હસવા લાગ્યો અને જજને કહ્યુ , “ સાહેબ આપ
પણ કેવી ગાંડા જેવી વાત કરો છો એ
કાગળના ટુકડા તો અત્યાર સુધીમાં કયાંયના ક્યાંય
જતા રહ્યા હશે. પવન ન જાણે એને ક્યાં ક્યાં લઇ
ગયો હશે ! એ પાછા લાવવા શક્ય જ નથી.”
.. મિત્રો , આપણે ઘણી વખત
વાતની સચ્ચાઇની ખાત્રી કર્યા વગર કોઇના વિષે
કોઇ પ્રકારનો દોષરોપણ કરીએ છીએ અરે ઘણીવાર
તો સાવ મજાકમાં કોઇના વિષે અમુક
પ્રકારની વાતો કરીએ છીએ ત્યારે એ વિચારતા જ
નથી કે આપણી આ વાતો ઉડીને ન જાણે
ક્યાંની ક્યાં પહોંચશે અને પેલા માણસને કેટલું મોટું
નુકશાન કરશે. હવે પછી કોઇના વિષે ખરાબ
બોલતા પહેલા સાડી સતર વાર વિચાર કરજો...
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
એન્થની રોબીંસનનું એક પુસ્તક છે “
Unlimited power “ … આ પુસ્તકમાં એણે
એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એક
ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી.
અને એની મૃત્યું માટેની તારીખ પણ
નકકી કરવામાં. મનની શરિર પર
થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે
કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર
પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી...
કોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ
પરવાનગી આપી.
મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને
એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે
મૃત્યુદંડની સજા કરવાની છે...ફાંસી આપીને
કે ઇલેક્ટ્રોનિક શોકથી નહીં પરંતું એક
અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુ મૃત્યુ
નિપજાવવામાં આવશે. આ વાત વારંવાર
પેલા ગુનેગારને મૃત્યુંની તારીખ
સુધીમાં કરવામાં આવી. અને
નક્કી થયેલી તારીખે એને એક
રૂમમાં બેસાડવામાં આવ્યો...તેની નજર સામે
જ અત્યંત ઝેરી સાપ
લાવવામાં આવ્યો જેને જોઇને જ ડર
લાગે......પેલાના હાથ-પગ બાંધીને આંખ પર
પણ પટી બાંધવામાં આવી... એક
નાની એવી સોઇ એના શરીરમાં ભોંકીને
ડીસ્ટીલ્ડ વોટરનું ઇંજેકશન
આપવામાં આવ્યું. થોડી જ વાર માં એ
વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ
પામી...મૃત્યું બાદ શરિરનું પોસ્ટ મોર્ટમ
કરવામાં આવ્યું તો શરિરમાં ઝેર
જોવા મળ્યું. આ ઝેર બહારથી તો આપેલું
નહોતું તો ક્યાથી આવ્યું ?...
ગુનેગારની માન્યતાએ સાદા પાણીને પણ
ઝેર બનાવી દીધુ હતું... આપણે પણ કેટલીક
આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે
જીવન જીવીએ છીએ અને
આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ...
અમેરિકા ના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે “
આપણી પરવાનગી વગર દુનિયાની કોઇ
તાકાત આપણને દુખી ના કરી શકે ...” દુખને
આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ
છીએ નબળા વિચારોથી ...મનને
મારવાની જરૂર નથી મજબુત
બનાવવાની જરૂર છે જેથી જીવનને ભરપુર
માણી શકાય.....!!
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા.

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર
આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે
આજે લીફટ બંધ છે અને એ કોઇપણ
સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી.
એમનો ફ્લેટ 80માં માળ પર
આવેલો હતો પણ હવે
પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ
વિકલ્પ નહોતો. એટલે
વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા.
20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે
આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ
પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ
જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.
20માં માળ પર થેલા છોડીને એ આગળ
વધ્યા ભાર હળવો થવાથી હવે એ
સરળતાથી આગળ વધી રહ્યા હતા.
40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક
લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે
વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા.
એક બીજાપર
દોષોના ટોપલા ઢોળતા જાય અને
દાદરા ચઢતા જાય.
60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે
હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે
તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે
તો બસ ખાલી 20 દાદરા જ
ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ
કરીને આગળ વધ્યા અને 80માં માળ પર
આવી પહોંચ્યા અને હાશકારો થયો.
મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર
તો કોઇ છે જ નહી ચાલ
ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર
હાથ દઇને કહ્યુ , “ અરે ,
ચાવી તો 20માં માળ પર
રાખેલા થેલામાં જ રહી ગઇ.”
જીવનમાં પણ કંઇક આવુ જ બને છે પ્રથમ 20
વર્ષ સુધી આપણે માતા-
પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ
ચાલીએ છીએ. 20 વર્ષ બાદ
અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત
બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ
ટોકનાર નહી. 40 વર્ષ પછી સમજાય કે
મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ
નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે ,
ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા 60
વર્ષ પુરા થાય પછી વિચારીએ કે હવે
ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું
કરવી. જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે
સમજાય કે મારા 20માં વર્ષે
જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી.
બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ.
યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક
કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80
વર્ષે જે જોઇતું હોઇ એ મેળવવાની શરુઆત
20માં વર્ષથી જ કરી દેવી.
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક
નવયુવક કૉલેજના અંતિમ
વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.
એના પિતાએ પૂછયું કે
પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને
ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું
કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ
કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ
રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ
કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી.
એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.
મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે
ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ જોઈ લેતો.
થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર
પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને
રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબ જ સરસ રહી.
યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરી. ઘર નજીક એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને
આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો.
કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ
વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને
કહ્યું કે શેઠ સાહેબ
એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.
દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.
એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ
રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે
ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર
બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે
તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને
ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે
એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક
નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ
આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે
તારા માટે મારા તરફથીઉત્તમ ભેટ !’ એટલું
કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે
જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું
તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું
રામાયણ હતું. રામાયણ બંને હાથમાં પકડીને એ
થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત
ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર મૂકીને
એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક
પૈસો હોવાછતાં પોતાની એક જ
માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ
વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર
અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન
ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.
એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત
પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો.
ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો.
એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી,
સ્પૉર્ટસ કારને બદલે રામાયણ
આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું
છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’
ચિઠ્ઠી રામાયણના બૉક્સ પર મૂકી એ
ઘરેથી નીકળી ગયો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં.
મહેનતુ અને હોશિયાર તો એ હતો એટલે એણે જે
બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને
અણધારી સફળતામળી અને એ અતિશ્રીમંત
બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન
પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ
પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને
અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે ફિલૉસૉફી ઝાડવા ફકત રામાયણ જ
આપ્યું, એ યાદ આવતાં જ એનું મન
કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ
એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે
તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ.
વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય
સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે
અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ
થાય કે, ‘અરે ! આવા નાનાઅને વાહિયાત કારણ માટે
આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ
કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો.
સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે
એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી.
સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો. નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું
સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે
કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને
રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ
આવે તો તમને બધો કારોબાર
સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’
પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.
પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ
મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને
વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે
પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ
પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ
પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે
ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર
આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.
પછી પોતાના રૂમમાં આવ્યો.
એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ
સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી, આ એ જ
રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું.
એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ
ગાયબ થઈ ગઈ હતી. એણે રામાયણ હાથમાં લઈ
ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું
હતું:
‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ
કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ
વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ
આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ
શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન લાગ્યા.
એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે લગાડ્યું. એ
જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક
નાનકડું કવર નીચે જમીન પર પડ્યું.
પેલા યુવાને એ કવર ખોલ્યું.
એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ
ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર
તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને
આવ્યો હતો એ જ દિવસની….!કંઈકેટલીય વાર
સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય
એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ
પછી કલાકો સુધી સૂનમૂન બની એ
પોતાનાપિતાજીની છબી સામે જોતો રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે
એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક,
ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ
આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર
કરતાં હોઈશું ? કારણ એક જ કે
આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું.
બસ ! એટલું જ !!
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

अपनी मंज़िल तक पहुँचने के लिए धैर्य से काम लें।

एक साधु था , वह रोज घाट के किनारे बैठ कर चिल्लाया करता था , ”जो चाहोगे सो पाओगे”, जो चाहोगे सो पाओगे।” बहुत से लोग वहाँ से गुजरते थे पर कोई भी उसकी बात पर ध्यान नहीँ देता था और सब उसे एक पागल आदमी समझते थे। एक दिन एक युवक वहाँ से गुजरा और उसनेँ उस साधु की आवाज सुनी , “जो चाहोगे सो पाओगे”, जो चाहोगे सो पाओगे।” ,और आवाज सुनते ही उसके पास चला गया। उसने साधु से पूछा -”महाराज आप बोल रहे थे कि ‘जो चाहोगे सो पाओगे’ तो क्या आप मुझको वो दे सकते हो जो मैँ जो चाहता हूँ?” साधु उसकी बात को सुनकर बोला – “हाँ बेटा तुम जो कुछ भी चाहता है मैँ उसे जरुर दुँगा, बस तुम्हे मेरी बात माननी होगी। लेकिन पहले ये तो बताओ कि तुम्हे आखिर चाहिये क्या?” युवक बोला-” मेरी एक ही ख्वाहिश है मैँ हीरों का बहुत बड़ा व्यापारी बनना चाहता हूँ। “ साधू बोला ,” कोई बात नहीँ मैँ तुम्हे एक हीरा और एक मोती देता हूँ, उससे तुम जितने भी हीरे मोती बनाना चाहोगे बना पाओगे !” और ऐसा कहते हुए साधु ने अपना हाथ आदमी की हथेली पर रखते हुए कहा , “ पुत्र , मैं तुम्हे दुनिया का सबसे अनमोल हीरा दे रहा हूं, लोग इसे ‘समय’ कहते हैं, इसे तेजी से अपनी मुट्ठी में पकड़ लो और इसे कभी मत गंवाना, तुम इससे जितने चाहो उतने हीरे बना सकते हो “ युवक अभी कुछ सोच ही रहा था कि साधु उसका दूसरी हथेली , पकड़ते हुए बोला , ” पुत्र , इसे पकड़ो , यह दुनिया का सबसे कीमती मोती है , लोग इसे “धैर्य ” कहते हैं , जब कभी समय देने के बावजूद परिणाम ना मिलेंटो इस कीमती मोती को धारण कर लेना , याद रखन जिसके पास यह मोती है, वह दुनिया में कुछ भी प्राप्त कर सकता है। “युवक गम्भीरता से साधु की बातों पर विचार करता है और निश्चय करता है कि आज से वह कभी अपना समय बर्वाद नहीं करेगा और हमेशा धैर्य से काम लेगा । और ऐसा सोचकर वह हीरों के एक बहुत बड़े व्यापारी के यहाँ काम शुरू करता है और अपने मेहनत और ईमानदारी के बल पर एक दिन खुद भी हीरों का बहुत बड़ा व्यापारी बनता है। Friends, ‘समय’ और ‘धैर्य’ वह दो हीरे-मोती हैं जिनके बल पर हम बड़े से बड़ा लक्ष्य प्राप्त कर सकते हैं। अतः ज़रूरी है कि हम अपने कीमती समय को बर्वाद ना करें और अपनी मंज़िल तक पहुँचने के लिए धैर्य से काम लें।
2400+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

લાગણી થી તરબતર થઈ જવાય એવી એક અભિવ્યક્તિ

કયાં જાય છે?
એમ થોડું મને છોડીને જવાય!
દિવા નીચેના અંધારાને ક્યારેય તે
દિવાથી અલગ જોયુ છે?
એમ બને કે ક્યારેક હવા એ અડપલા કરે
તો એકબીજાથી થોડું એડજેસ્ટ ના થવાય,
પણ એ હવા થોડી કાયમી હોય છે, અંતે
તો આપણે સાથે જ ને!
આમ તુ ફોન સ્વિચ ઓફ કરીને બેસીસ તો શું
હું તારા સુધી ના પહોંચી શકું એમ?
પાગલ છે તુ, પેલી ગાયબ
રહેતી અજાણી શક્તિને નથી ઓળખતી તુ ?
હું તેના દ્વારા વાઇબ્રેશન્સ મોકલીશ જા !
હ્રદય થોડુને બંધ કરી શકીશ તું,
એના કોપીરાઇટ્સ તો મારી પાસે છે!
શું કહેતી'તી ?
રસ્તાઓ અલગ અલગ કરવા છે!
તો કંઇ વાંધો નહિ વ્હાલી,
આપણે બનાવી નાખીએ બે રસ્તા!
પણ મારી એક શર્ત છે,
તારો પાક્કો રસ્તો બાંધી આપુ
તો મારા માટે હું સાઇડમાં એક
નાનો સરખો સર્વિસ રોડ રાખીશ અને બેય
રસ્તા વચ્ચે આવન
જાવનની જગ્યા તો ખરી જ,
બોલ છે મંજુર?
અંતે જ્યારે તું ઘરડી થઇશ ત્યારે આપણે એક જ
રસ્તે તો ચાલવાના, દિવા નીચેનું અંધારૂ
થોડું જાય !!
તો પછી બસ કર હવે!
આમ થોડુ મારાથી રિસાવાય! - ગૌરવ
2500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જ ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

શબ્દોમાં તો મોટા ભાગે માંગણીઓ જ હોય છે.સાચું ને મિત્રો ???

એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો. ભગવાનની મુર્તિ સામે બે હાથ જોડીને ઉભો રહેતો. આંખો બંધ કરીને એ પ્રાર્થનામાં એવો તો મશગુલ થઇ જતો કે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે આ બાળકને જોયા કરતા.
મંદિરના પુજારી પણ આ બાળકની રાહ જોઇને બેઠા હોય. ઘણા તો એવી પણ વાતો કરતા કે આ બાળક સાક્ષાત હનુમાનજી છે, કેટલા ભાવથી ભગવાનના દર્શન કરે છે. આંખો બંધ કરીને ઉભેલા બાળકના માત્ર હોઠ ફફળતા હોય. થોડી મિનિટો સુધી બસ એમ જ કંઇક બોલ્યા કરે. બધાને એ વાત...નું આશ્વર્ય હતું કે આ નાનો બાળક ભગવાનને શું પ્રાર્થના કરતો હશે !

એક દિવસ બધા ભક્તોએ ભેગા થઇને પુજારીને વિનંતિ કરી કે આ છોકરાને આપણે પુછીએ કે એ ભગવાનને શું પ્રાર્થના કરે છે ? પુજારીને પણ આ જાણવું જ હતું એટલે બધા પેલા બાળકની રાહ જોવા લાગ્યા. બાળક આવ્યો. બુટ ઉતારીને મંદિરમાં પ્રવેશ્યો. દફતર ખભા પર જ હતું ને બે હાથ જોડીને પ્રાર્થના ચાલુ કરી. પ્રાર્થના પુરી કરીને એ બહાર નિકળ્યો એટલે બધા લોકોએ એને ઘેરી લીધો.

પુજારીએ પુછ્યુ , “ સાચુ કહેજો આપ કોણ છો અને રોજ શું પ્રાર્થના કરો છો?”

પેલા બાળકે કહ્યુ , “ અરે, પુજારીજી મને ના ખોળખ્યો હું તો બાજુની ચાલીમાં રહેતા ઇશ્વરભાઇનો માનવ છું અને મને પ્રાર્થનામાં કંઇ જ ખબર પડતી નથી. ભગવાનને શું કહેવાય અને શું ન કહેવાય એ કંઇ જ સમજાતું નથી. હું તો ભગવાન સામે ઉભો રહીને આંખ બંધ કરીને 5 વખત એબીસીડી બોલી જાવ છું. ભગવાને એમાંથી જે શબ્દો જોઇતા હોય એ લઇ લે અને જેવી પ્રાર્થના બનાવવી હોય એવી બનાવી લે.”

પ્રાર્થનાને શબ્દોની કોઇ જરુર નથી હોતી , શબ્દોમાં તો મોટા ભાગે માંગણીઓ જ હોય છે.સાચું ને મિત્રો ???
2500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જ ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

બહુ મજાનું અને શીખવા જેવું


********************

બે સ્ત્રીઓ ઓફીસ માં બેસીને વાતો કરતી હતી.

પહેલી સ્ત્રી: ગઈકાલની સાંજ મારા માટે યાદગાર રહી, તારી?

બીજી સ્ત્રી: એક દુસ્વપ્ન. મારા પતિ ઘેર આવ્યા, ફટાફટ જમ્યા અને સુઈ ગયા. તે શું કર્યું?

પહેલી સ્ત્રી: અરે બહુજ મજા આવી! મારા પતિ ઘેર આવ્યા અને મને એક રોમેન્ટિક ડીનર માટે લઇ ગયા. જમ્યા પછી અમે એક કલાક વોક કરી. ઘેર આવ્યા પછી એમણે આખા ઘરમાં મીણબત્તીઓ સળગાવી. મને તો આ બધું પરીકથા જેવું લાગતું હતું!

બરાબર એજ સમયે એ સ્ત્રીઓના પતિઓ પોતાની ઓફિસમાં વાત કરી રહ્યા હતા.

પતિ ૧:કાલની સાંજ કેવી રહી?

પતિ ૨: એકદમ મસ્ત! હું ઘેર ગયો, જમવાનું તૈયાર હતું હું જમીને સુઈ ગયો. તે શું કર્યું?

પતિ ૧: એક દુસ્વપ્ન! હું ઘેર ગયો તો રસોઈ તૈયાર નહોતી, કારણ પૂછ્યું તો ખબર પડી કે હું બિલ ભરવાનું ભૂલી ગયો હતો એટલે મારા ઘરનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું હતું: અમે જમવા બહાર ગયા તો ભોજન એટલું બધું મોંઘુ હતું કે ઘેર આવવાના પૈસા જ બચ્યા નહિ ચાલતા પાછા આવવું પડ્યું, એક કલાક ચાલીને અમે ઘેર આવ્યા પછી યાદ આવ્યું કે ઘરમાં તો લાઈટો જ નથી એટલે મારે આખા ઘરમાં મીણબત્તીઓ સળગાવવી પડી!!!!!!!!!!!!!!

મોરલ:

તમે વાતને બીજાઓ આગળ કેવી રીતે રજુ કરો છો એજ મહત્વનું છે સચ્ચાઈ ગમેતે હોય.
2500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જ ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

સ્વાર્થ માટે સૌ સગા થઈ જાય છે,

સ્વાર્થ માટે સૌ સગા થઈ જાય છે,
સબન્ધો ના નામે અહિ દગા દઈ જાય છે ,
કરે છે જે વાયદા સાથે રહેવાના,
એજ સૌથી પહેલા જુદા થઈ જાય છે..
2600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જ ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

ભાગ્યે જ કોઈની સામે રડતો માણસ

ભાગ્યે જ કોઈની સામે રડતો માણસ
જો તમારી સામે રડી શકતો હોય તો
એને તમારા પ્રત્યેનું સન્માન સમજજો,
બધા લોકો બધાને આવી પ્રાયોરિટી આપતા હોતા નથી.
શબ્દો ખૂટી જતાં હોય છે ત્યારે જ માણસ રડી પડતો હોય છે.
આવા સમયે મૌન તેની મહાનતા સિદ્ધ કરતું હોય છે.
આંસુની એક ઓળખ હોય છે અને
આ ઓળખ બહુ ઓછા લોકો પાસે છતી થતી હોય છે.
જેને આવી ઓળખ હોય છે એ જ સાચા અર્થમાં 'અંગત' હોય છે..
2600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

બીજાનું ભલું વિચારજો જરૂર..

એકવાર એક વૃદ્ધ દંપતી બસમાં બેસીને પર્વતીય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યું હતું. અમુક અંતરે પ્રવાસ કર્યા પછી તેઓને એક રમણીય સ્થળ પસંદ પડતા તેમણે ત્યાજ ઉતારવાનો નિર્ણય કર્યો. તેથી તેઓને તે સ્થળે ઉતારીને બસ પોતના નિર્ધારિત માર્ગ પર પાછી દોડવા લાગી. પણ હજી તો બસ થોડીજ આગળ વધી હતી ત્યાજ પાસેના એક પહાડમાંથી મસમોટો પથ્થર ઘસઘસતો આવ્યો અને પેલી બસ પર ખાબક્યો. બિચારા બધાય પ્રેવાસીઓના ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યા. આવું કમકમાટી ભર્યું દ્રશ્ય જોઇને પેલા વૃદ્ધ દંપતીએ કીધું : "અરેરે! આ શું થઇ ગયું. અમે તે બસમાં હોત તો સારું થાત!!!!!"

તમને શું લાગે છે મિત્રો, આ વૃદ્ધ દંપતીએ આવું કેમ કહ્યું હશે ??

જરા મગજ દોડાવો.......

શું કીધું મગજ નથી ચાલતું ??

અરે! આવી રીતે હાર નહિ માનતા યાર.....

હજી થોડો પ્રયત્ન કરી જુવો......

શું કીધું જવાબ નથી મળતો!!

ઠીક છે આ રહ્યો જવાબ........

જો અગર આ વૃદ્ધ દંપતી બસમાંથી ઉતર્યાજ નાં હોત, તો જે સમય તેઓને બસમાંથી ઉતરવામાં લાગ્યો તે ના લાગત અને બસ ત્યાં રોકાયા વિના જ આગળ વધી ગયી હોત. એટલે કે પથ્થર પડવાના સમયે તે બસ ઘટના સ્થળે ના હોત, પણ થોડી આગળ વધી ગઈ હોત અને તેથી જ કદાચિત આવા કરુણ બનાવનો ભોગ બનતા તે બચી ગઈ હોત.

આનો અર્થ દોસ્તો એમ કે જીવનમાં હમેશા સકારાત્મક વિચાર કરો અને બીજાઓને મદદ કરવા સદૈવ તત્પર રહો.

અગર આ વૃદ્ધ દંપતીની જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચિત તેના મુખમાંથી આવું પણ નીકળત : "હાશ! સારું થયું કે આપણે એ બસ માંથી ઉતરી ગયા, નહિતર આપણું પણ મૌત પાક્કું હતું!"

મિત્રો જીવનમાં પોતાના સુખ-દુખનો ખયાલ તો બધા રાખતા જ હોય છે પણ જે બીજાના દુખને પણ પોતાના સમજીને એમાં મદદરૂપ થવા તત્પર રહે છે તેનો મનુષ્ય જનમ સાર્થક થઇ જાય છે. ઉપરોક્ત ઘટનામાં ભલે પેલા વૃદ્ધ દંપતી કઈ કરી શકવા અસમર્થ હતા પણ તેઓએ કમસેકમ એક હકારત્મક ઉમદા વિચાર તો કર્યો જ હતો ને? જેમાં તેમની સદભાવના સ્પષ્ટપણે જોઈ શકાય છે.

દોસ્તો જીવનમાં ક્યારે કોઈનું ભલું કરવાનો અવસર મળે કે ના મળે પણ બીજાનું ભલું વિચારજો જરૂર...!!!
2600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જ ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

પ્રેમ કરવો હોય તો આવો કરજો......


**********************
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.
પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સપોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.
નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા ! તમારીઉતાવળનું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’
‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.
પાંચ વરસથી? શું થયું છે એમને? નર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે. દાદાએ જવાબ આપ્યો.
મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.
‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?
દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’
નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’
દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે?’

સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હેતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર.ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !
2700+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
વિશ્વાસ ના ઊંડાણમાં પ્રેમ હોય છે,
માનો તો આ બધા કુદરતના ખેલ હોય છે,
બાકી તો લાખો આંખો જોયા પછી પણ,
કોઈ એક નજર માટે મન બેચેન હોય છે…
2600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જ ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
એક નાનુ એવુ રૂડું રૂપાળું
પંખી બગીચામાં ખિલેલા એક સફેદ ફુલ પર જ
ઉડ્યા કરતું હતું. ફુલે પંખીને પુછ્યુ કે તું કેમ
મારી આસપાસ જ ઉડ્યા કરે છે . પંખીએ
હસતા હસતા કહ્યુ કે ખબર નહી કેમ પણ
તારાથી દુર જવાની મને ઇચ્છા જ
નથી થતી મને બસ એમ જ થાય છે કે હુ તને
એક ક્ષણ પણ મારી નજરથી દુર ન કરું.
ફુલને થયુ કે આ તો સાલું માથે પડ્યુ છે અને
મારો પીછો મુકે તેમ લાગતું નથી. મારે કોઇ
ઉપાય કરીને આને મારાથી દુર કરવું જ પડશે.
એણે પંખીને કહ્યુ કે તું કાયમ મારી સાથે
રહેવા ઇચ્છે છે ? પંખી આ સાંભળીને એકદમ
આનંદમાં આવી ગયુ એવું લાગ્યુ જાણે કે
આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને
આપી દીધુ. એણે તો તુરંત જ કહ્યુ કે હા હુ
કાયમ તારી સાથે જ રહેવા માંગું છું.
ફુલે કહ્યુ કે જો હું અત્યારે સફેદ છુ જ્યારે હું
લાલ થઇ જઇશ ત્યારે આપણે બંને કાયમ
માટે એક થઇ જઇશું. આ સાંભળીને પેલું
પંખી નાચવા લાગ્યુ અને ગાવા લાગ્યુ. ફુલ
વિચારમાં પડી ગયુ કે હુ તો સફેદ છુ લાલ
તો થવાનું જ નથી આ
તો આનો પીછો છોડાવવા માટે મે આમ કહ્યુ
પણ આતો એવું માની બેઠુ લાગે છે કે હું લાલ
થઇ જઇશ એની બુધ્ધિ કામ કરતી બંધ થઇ
ગઇ લાગે છે.
પેલા ફુલની આસપાસ ખુબ કાંટા હતા પંખીએ
ગાતા-ગાતા અને
નાચતા નાચતા પોતાના શરિરને કાંટા સાથે
અથડાવવાનું શરુ કર્યુ
પંખીના શરિરમાંથી લોહીના છાંટા ઉડીને ફુલ
પર પડવા માંડયા અને ફુલ ધીમે ધીમે લાલ
થવા લાગ્યું.
થોડી વારમાં પંખીનું આખુ શરિર વિંધાય ગયુ
અને પેલુ સફેદ ફુલ લાલ થઇ ગયુ. ફુલને હવે
સમજાયુ કે પંખી એને કેટલો પ્રેમ કરે છે !!!!!!!
એ ઘાયલ પંખી પાસે
પોતાના પ્રેમનો એકરાર કરવા નીચુ નમ્યુ
અને કહ્યુ કે દોસ્ત મને માફ કરજે હું
તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ
મને હવે તારો પ્રેમ સમજાય છે અને
અનુભવાય પણ છે. હુ પણ તને પ્રેમ કરું છું
દોસ્ત ........ફુલ સતત બોલતું જ રહ્યુ પણ
સામે કોઇ જ જવાબ ન મળ્યો ત્યારે ફુલને
સમજાયુ કે હવે ઘણું મોડું થઇ ગયુ છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે
કોઇ આપણને ખરા દીલથી ચાહતું હોય છે અને
આપણે માત્ર એને મજાક સમજીએ
છીએ .....જાળવજો .....સંભાળજો .........ક્યાંક
પ્રેમનો સ્વિકાર કરવામાં મોડું ન થઇ જાય !!
2600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
એક સુંદર સવારે એક માણસ હાથમાં કોફીનો કપ લઇને
દૈનિક સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક એનુ
ધ્યાન શ્રધ્ધાંજલી વિભાગની એક શ્રધ્ધાંજલી નોંધ
પર ગયુ એ ચોંકી ઉઠ્યો કારણ કે નોંધમાં એનુ જ નામ
હતું. કોઇની ભુલથી જ નામ છપાયુ હશે કારણ કે એ
તો જીવતો હતો અને પોતાની જ મૃત્યુનોંધ
વાંચી રહ્યો હતો. એણે સમાચારપત્રના કાર્યાલય પર
ફોન કર્યો તો સામે જવાબદાર વ્યકતિએ ભુલ
સ્વિકારીને માફી માંગી.
આ માણસને થયુ કે હું આખી નોંધ વાંચુ જેથી મને ખબર પડે
કે મારા મૃત્યુ બાદ લોકો મને કેવી રીતે ઓળખે છે.
મૃત્યુનોંધમાં એના વિષે લખાયેલ હતુ કે “
મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.” . આ
શબ્દો વાંચતાની સાથે જ એ માણસનું ચિત ચકરાવે
ચડ્યુ. ‘ શું દુનિયા મને મારા મૃત્યુ બાદ
મોતના સોદાગર તરિકે ઓળખશે? હું એવું બિલકુલ
નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે
ઓળખે. મારે દુનિયાને મારો પરિચય આવો નહી કંઇક
જુદો જ આપવો છે.’
પોતાની તમામ સંપતિ દાનમાં આપીને એક
ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક
ભંડોળ ઉભુ કર્યુ અને એ ભંડોળ
પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું
સૌથી મોટુ ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત
માટે કંઇક કરનાર વિવિધ ક્ષેત્રના લોકોને આ ઇનામ
આપવાની શરુઆત થઇ જેના પરિણામે એ
માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને
મોતના સોદાગર તરિકે નહી પરંતું નોબેલ પ્રાઇઝ
ના સ્થાપક તરિકે ઓળખે છે.
આ માણસ હતો , ડાઇનામાઇટની શોધ કરનાર આલ્ફ્રેડ
નોબેલ છે.
જો ખરેખર આપણે જીવતા હોઇએ
તો અંતરદ્રષ્ટી કરવી અને વિચારવું કે મારા દ્વારા જે
કાર્ય થઇ રહ્યા છે એ કાર્યને કારણે લોકો મને
મારી વિદાય બાદ કેવી રીતે ઓળખશે ? જવાબ ન ગમે
તેવો હોઇ તો કામ બદલવા અને ગમે તેવો હોય
તો કામને વિસ્તારવું....!!
2800+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે..)

પતિ અને પત્ની ....શબ્દ કેવી રીતે બન્યા હશે ?

 **************************
પતિ શબ્દ બોલવા માં અને
સમજવા માં સરળ છે જયારે પત્ની શબ્દ
બોલવા માં અઘરો અને
સમજવા માં તેથી પણ અઘરો છે .’પતિ’ શબ્દ
માં ના ત્ ને અધમુઓ કરી પાછળ
ની લગાવો એટલે પત્ની શબ્દ બને ..!.પણ
સ્ત્રી શબ્દ
તો બોલવા ,સમજવા માં એથી પણ
અઘરો છે. ગામડાના લોકો ‘અસ્ત્રી’ બોલે
છે ..આ સ્ત્રી ને કેવી રીતે સમજવી? એ એક
મોટો વણઉકેલ્યો કોયડો છે....વ્યવહારીક
રીતે તેમજ પુસ્તકો વાંચવાથી અમને ખબર ન
પડી એટલે થયું ચાલો સીધા ભગવાન ને જ
પૂછીએ ....સૌથી વધુ અનુભવી એવા કૃષ્ણ
ભગવાન પાસે અમે ગયા ...
અમે: હે પ્રભો ..! આ સ્ત્રી ને સમજવા અમારે
પુરુષોએ શું કરવું.?
શ્રીકૃષ્ણ ઉવાચ : વત્સ .! આ સ્ત્રી ને
સમજવા જ મારા પાર આવતી દરેક
એપ્લીકેશન હું
સ્વીકારતો એટલે જ ૧૬૧૦૮ રાણીઓ હતી ને !
તોય હું બરાબર સમજી શક્યો નથી પણ હે
વત્સ તું “ફળની આશા વગર કર્મ કરે જા “ મને
સ્ત્રીઓ ને
સમજવા કરતા વાંસળી વગાડવાનું વધુ
ગમશે !
............એટલે આ બાબત સમજવા માટે અમે
વિષ્ણુ ભગવાન પાસે ગયા .
વિષ્ણુ ભગવાન :જુઓ પ્રિય વત્સ “ આ વિષય
બહુ ગહન છે હું પણ હજુ
સુધી સમજી શક્યો નથી હા ,એટલી મને ખબર
છે કે લોકો મારા કરતા લક્ષ્મીજીને વધુ
યાદ કરે છે અને પૂજા અર્ચના એમની જ વધુ
કરે છે.
..અમે રહ્યાં સરસ્વતી ના આરાધક એટલે
લક્ષ્મીજી અમને ભાવ ન આપે એમ
વિચાર્યું ..
હવે થયું કે ચાલો આપણા પ્રિય
એવા શંકરદાદા ને પૂછીએ ...
શંકર ભગવાન:..હે ભોળાનાથ..આપ
તો જાનીજાનનહાર છો આપ બતાઓ આ
સ્ત્રીઓ ને સમજવી કેવી રીતે ..?
શંકરદાદા : હે ભક્ત ...જો મને જ આની ખબર
હોત તો હું હિમાલય જઈને શા માટે
બેઠો હોત ..?
ઓહો ..હવે ક્યાં જવું.? હા..બ્રહ્માજીને ખબર
હશે ..એમણે સુષ્ટિનું નિર્માણ કર્યું છે ...
” હે પ્રભો તમેજ સ્ત્રી,પુરુષ અને સમગ્ર જગત નું
નિર્માણ કર્યું છે આ સ્ત્રીને
સમજવાનો ઉપાય બતાવો .
બ્રહ્માજી : હે વત્સ ! મારું કામ સર્જન
કરવાનું ...મારા સર્જનને તો તમારે જાતેજ
સમજવું પડે...! હું એમાં મદદરૂપ ન થઇ શકું.
અમે બહુ નિરાશ થઇ ગયા ..હવે કોની પાસે
જવું ? અચાનક અમને ‘ગુગલ મહારાજ ’યાદ
આવી ગયા ..બધા સવાલો ના જવાબ
ગુગલ માં સર્ચ કરવાથી મળે છે .
એટલે અમે ગુગલ માં ‘woman’ શબ્દ ટાઇપ
કરી સર્ચ બટન દાબ્યું ..એટલે ગુગલ મહારાજે
ઇન્ટરનેટની ૮૦ % સાઈટ ઓપન
કરી દીધી જેમાં સ્ત્રી ને
લગતા ફોટા ,વિડીયો,બુક્સ ,ગેમ્સ અને
ભળતી સળતી વેબસાઈટ હતી....પણ અમારે
જોઈતું હતું તે આ નહોતું ...અમારે તો એમ પૂછવું
હતું કે ‘સ્ત્રી ને સમજવી કેવી રીતે ‘?...
એટલે મેં ટાઈપ કર્યું ‘how to understand woman?
એટલે શરૂઆત માં તો ત્રણ વાર કમપ્યુંટર hang
થઇ ગયું ....CPU એકદમ ગરમ થઇ ગયું ,MONITOR
ના સ્ક્રીન પર લીટાઓ અને
ચકરડા આવવા લાગ્યા ..અને મેસેજ
આવ્યો ..
VIRUS FOND YOUR COMPUTER MAY BE AT RISK….
તોય અમે ગભરાયા વગર ફરી ‘સ્ત્રી ‘ ટાઈપ
કર્યું એટલે મેસેજ આવ્યો..
SO MANY COMPLICATION NO RESULT FOUND …
..પણ અમે એમ કઈ હિંમત હારીએ ?....એટલે
ફરી ટાઈપ કર્યું “સ્ત્રી ને સમજવી છે “
....આખરે ગુગલ મહારાજનો જવાબ
આવ્યો ....
”આપણી જોડે બહુ માથાકૂટ નહિ કરવાની “
2800+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...

30000 નો ચેક તે કવરમાં મુક્યો છે..!!!''

 ******************************
એક વૃધ્ધ વ્યક્તિ મરણપથારીએ હતો અને
તેની ઇચ્છા હતી કે તેના રૂપિયા સાથે તેને
દફનાવવામાં આવે. તેણે એક સંત, ડોક્ટર
અને વકીલ ને બોલાવ્યા અને કહ્યુ,
''આ 30000 રૂપિયા હું તમને ત્રણેયને આપુ
છુ. મને તમારા પર વિશ્વાસ છે. આ
પૈસા મારી કબરમાં મુકી દેજો, જેથી હુ
રૂપિયા સાથે લઇ જઇ શકુ...''
અંતિમક્રિયાના સમયે ત્રણેય જણાએ એક
એક કવર તેની કબરમાં મુકી દીધુ.
પાછા જતી વખતે ગાડીમાં સંત રોઇ
પડ્યો અને કહ્યુ,
''મે માત્ર 20000 રૂપિયા જ
કવરમાં મુક્યા છે. કારણ કે મને 10000
રૂપિયાની જરુરિયાત હતી....''
''જો પેટછૂટી વાત કરવાની હોય તો મેં પણ
માત્ર 10000 રૂપિયાજ કવરમાં મુક્યા છે,
કારણ કે મને એક
હપ્તો ચૂકવવામાં બાકીના રૂપિયાની જરુરિયાત
હતી..'' ડોક્ટરે કહ્યુ..
આટલુ સાંભળીને વકીલ ધુંઆપુઆ થઇ
ગયો,
'' હું નથી માની શકતો કે તમે આવુ કરશો. મને
તો આઘાત લાગ્યો છે. મેં તો પુરેપુરો 30000
નો ચેક તે કવરમાં મુક્યો છે..!!!''
2800+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

નાની એવી પીડાના બદલામાં હું બચી ગયો છું.

સરોવરના કિનારા પાસે એક નાનુ બાળક
રમી રહ્યુ હતુ. થોડે દુર બેઠેલી એની માં આ
બાળકને જોઇ રહી હતી. અચાનક એક મગર
બહાર આવી, બાળક
તો એની મસ્તીમાં રમી રહ્યુ હતું મગરે
બાળકનો પગ પકડ્યો.
દુર બેઠેલી માં નું ધ્યાન જ હતું એણે
કુદકો મારીને બાળકના હાથ પકડી લીધા. એક
બાજુ મગર અને બીજી બાજું
માં......પેલી સ્ત્રીએ પોતાની તમામ તાકાત
લગાવીને બાળકને મગરના સકંજામાંથી મુક્ત
કર્યું. પરંતું આ
ખેંચતાણમાં પેલી સ્ત્રીના તિક્ષ્ણ નખ
બાળકના હાથમાં લાગી જવાથી એના હાથમાંથી લોહી નીકળતું
હતું. નાના બાળકને એ નહોતું સમજાતું કે એક
માં મને કઇ રીતે લોહી-લુહાણ કરી શકે?
મારી માને મારો જરા પણ વિચાર
નહી આવ્યો હોય ?
બાળકની આંખમાં પ્રશ્ન
વાંચી ગયેલી માતાએ કહ્યુ કે બેટા મને
ખ્યાલ છે કે તું મારા પર ગુસ્સે છે,
મારા મોટા નખથી તારા હાથની ચામડી ઉતરી ગઇ
છે અને તને ખુબ પીડા થાય છે એ પણ હુ
સમજી શકું છું. પણ બેટા તને કદાચ અત્યારે
નહી સમજાય તું બહું નાનો છે હજુ . મારે તને
બચાવવો હતો અને મારી પાસે આ માટે
બીજો કોઇ વિકલ્પ જ ન હતો
આપણા જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ
બને છે ત્યારે આપણે પણ પરમાત્મા પ્રત્યે
નારાજ થઇ જઇએ છીએ. આપણને એવું લાગે
છે કે ભગવાન તે કંઇ આવા હોતા હશે જે મને
આવું દુખ અને પીડા આપે છે? આપણું પણ
પેલા નાના બાળક જેવું જ છે . હાથ પર
પડેલા વિખોળીયાને યાદ કરીને રડ્યા કરીએ
છીએ એ તો સાવ ભુલી જ જઇએ છીએ કે આ
નાની એવી પીડાના બદલામાં હું બચી ગયો છું.
2800+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે..)