- 92 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
- વિદ્યાર્થિનીઓનું 75.96 ટકા, જ્યારે વિદ્યાર્થીઓનું 60.36 ટકા પરિણામ.
આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થયું છે. રાજ્યનું કુલ પરિણામ 66.43 ટકા આવ્યું છે. આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું છે. રાજ્યનું સૌથી વધુ પરિણામ ઝાલોદ કેન્દ્રનું 97.71 ટકા આવ્યું છે, જ્યારે દ્વારકા કેન્દ્રનું સૌથી ઓછું 35.74 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાનું સૌથી વધુ 81.91 ટકા, જ્યારે પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું 47.13 ટકા પરિણામ આવ્યું છે.
આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રિઝલ્ટ મેળવવા માટે પડાપડી કરી હતી. વિદ્યાર્થીઓએ વેબસાઇટ અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરા પાડવામાં આવેલી ફોન સેવા અને એસએમએસ સર્વિસનો ઉપયોગ કરીને રિઝલ્ટ મેળવ્યા હતા.
બોર્ડ દ્વારા સામાન્ય
પ્રવાહની સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને
સંસ્કૃત મધ્યમાનું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવ્યું છે. જોકે પરિણામ
સાથે વિદ્યાર્થીઓને માર્કશીટ મળે તેમ નથી. સંભવત પરિણામના એક સપ્તાહની અંદર
બોર્ડ દ્વારા શાળાઓને માર્કશીટ મોકલી આપશે અને ત્યાંથી વિદ્યાર્થીઓને
માર્કશીટનું વિતરણ કરાશે. ગત વર્ષે પણ ૨પ મેના રોજ બોર્ડ દ્વારા ધોરણ-૧૨
સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાયું હતું. જોકે આ વખતે ૯ દિવસ
મોડું ૩ જૂનના રોજ પરિણામ જાહેર કરાઈ રહ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો