ઉઘાડા પગે
ઉઘાડા પગે ચાલતા માણસને થાય, કે “ચપ્પલ મળે તો સારુ.” પછી થાય, “સાયકલ હોય તો સમય બચી જાય.”
પછી થાય, “મોપેડ આવી જાય તો થાક તો ના લાગે.”
પછી વિચારે, “ટુવ્હીલર હોય તો વાતો કરતા-કરતા રસ્તો પસાર થઈ જાય.”
પછી એમ લાગે, “ફોર વ્હીલર આવી જાય તો રસ્તે ગરમી-ઠંડી-વરસાદ તો ના નડે.”
પછી લાગે, “વિમાન હોય તો ટ્રાફિક તો ના નડે.”
વિમાનમાંથી દેખાતા ઘાસના મેદાનો જોઈને વિચારે, “ખુલ્લા પગે ઘાસમાં ચાલવાની નિરાંત મળે તો કેવું?”
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો