visiter

સોમવાર, 18 નવેમ્બર, 2013

ગુજરાતી જોક્સ


***********
COMMENT માં લાખો આમાંથી તમને કેટલામાં નંબર નો જોક્સ ગમ્યો ?
**************************
[11] કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.
શિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.
ચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’
**************************
[12] ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું : ‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’ ‘
ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.
**************************
[13] સંતા : ‘મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે. પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે ?’
બંતા : ‘જો ભાઇ, સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ પત્ની સંભાળવી બહુ અઘરી છે.’
**************************
[14] રીના : ‘હું એક એવા ખુશ મિજાજ વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું કે જે સારું ગાતો હોય, સારો નૃત્યકાર હોય, મને રોજ નવી જની જગ્યાઓ દેખાડે, દર અઠવાડીયે ફિલ્મ બતાવે, દુનિયાભરની વાતો કરે, હું બોલવાનું કહું તો જ બોલે અને હું ચૂપ રહેવાનું કહું તો તે ચૂપ થઇ જાય.’
રીટા : ‘મારા માનવા મૂજબ તને પતિ નહી પણ ટીવીની જરૂર છે.’
**************************
[15] સંતા એક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો કે તરત તેની પત્નીને તેડી લીધી. પ્રિતો : ‘કેમ આજે ગુરૂજીએ રોમાન્સ પર પ્રવચન આપ્યું છે ?’
સંતા : ‘ના, ગુરૂજીએ કહ્યું છે પોતાનું દુ:ખ પોતે ઉપાડો…’
**************************
[16] છગન : ‘મેં એક જાણીતા ડિટરજન્ટથી મારો શર્ટ ધોયોને ચડી ગયો.’ દુકાનદાર : ‘એમાં આટલી ચિંતા શું કામ કરો છો ? તો હવે તમે તેનાથી જ નાહી લો ને !’
**************************
[17] બંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.
બંતા : ‘મુછ રાખવી છે ?’
સંતા : ‘હા રાખવી છે.’
બંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે ?’
**************************
[18] એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી અને ક્લિનિક ઉઘડવાને વાર હતી.
એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં.
આમ લગભગ પાંચેકવાર બન્યું.
આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘સાલાઓ આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’
**************************
[19] એક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો,
ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’
કાપી નાખ્યો..!!
થોડા દિવસ પછી બીજો પણ લીલો… તેને પણ કાપ્યો..
તે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…!!
થોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..!!
ડોક્ટર કહે : ‘હવે આપણને ખબર પડી…!!
તમારી લૂંગીનો રંગ જાય છે..!!’
**************************
[20] સંતાસિંહ ખતરનાક વાઘણ ખરીદી લાવ્યો.
લોકોએ તેને આ પ્રકારની ખરીદી વિશે પુછ્યું.
સંતા કહે : ‘મારી પત્નીનો બે મહિના પહેલા દેહવિલય થયો.
તેના જવાથી મને ઘરમાં બહુ સુનું સુનું લાગતું હતું.’
Post By Lmcp Nirhari
1500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો