***********
COMMENT માં લાખો આમાંથી તમને કેટલામાં નંબર નો જોક્સ ગમ્યો ?
******************************
[21] એક ભિખારીને એક દિવસ ભિખમાં એક પૈસો ન મળ્યો.
તેને ભગવાનને અરજ કરી.‘હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.’
આગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા ભિખારી તરત બોલ્યો : ‘હે ભગવાન ખરા છો તમે ! આઠ આના પહેલેથી જ કાપી લીધા…!!’
******************************
[22] સંતાના તાજેતરમાં લગ્ન થયાં હતાં તો પણ તે મોડે સુધી ઓફિસમાં રોકાતો. આથી તેના અધિકારીએ તેના મોડે સુધી રોકાવાના કારણ વિશે પુછ્યું.
સંતા : ‘મારી પત્ની પણ નોકરી કરે છે. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું છે કે જે ઘરે વહેલું પહોંચે તે રાતનું જમવાનું બનાવે.’
******************************
[23] માનવી લગ્ન શા માટે કરે છે ?
માનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે.
******************************
[24] સંતા બંતા અને તેનો મિત્ર મોટરસાઇકલ પર ત્રિપલ સવારીમાં જતાં હતાં તે જોઇ પોલીસે રોક્યા.
તમને ખબર નથી ત્રિપલ સવારી નો દંડ ભરવો પડે છે ?
આ ખબર છે અમે તો મારા મિત્રને મુકવા જઇ રહ્યા છીએ.
******************************
[25] છગન :ડૉક્ટર સાહેબ,પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ?
ડૉક્ટર : રૂ. બે લાખ થાય.
છગન : અને સાહેબ, જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?
******************************
[26] સંતા : મેં તને પત્ર લખ્યો હતો તો પણ તું મારા લગ્નમાં કેમ ન આવ્યો?
બંતા : મને પત્ર જ નથી મળ્યો.
સંતા :મૂર્ખા મેં પત્રમાં લખ્યું તો હતું કે પત્ર મળે કે ન મળે પણ લગ્નમાં જરૂરથી આવજે.
******************************
[27]પત્ની : ‘કહું છું સાંભળો છો ?’ પતિ : ‘હં…..’ પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’ પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’
******************************
[28]છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’
ડૉક્ટર : ‘દસ હજાર.’ થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડોક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’
છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’
ડૉક્ટર : ‘કેવી રીતે ?’
છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
******************************
[29]છોકરી : ‘તું મને પ્રેમ કરે છે ?’
છોકરો : ‘હા, વહાલી.’
છોકરી : ‘તું મારા માટે મરી શકે ?’
છોકરો : ‘ના, હું અમરપ્રેમી છું.’
******************************
[30]રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.
એટલે પૂછ્યું : ‘તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?’
શ્યામુ : ‘માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….’
Post By Lmcp Nirhari
1500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો