visiter

બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

" પ્રેરણાની પતવાર "

એક ગામમાં એવી પરંપરા હતી કે ગામમાં નવા વસવાટ કરવા આવનારને ગામના બધા લોકો પોતાની ક્ષમતા પ્રમાણે કંઇ ને કંઇ ભેટ આપે. ગામમાં બે ભાઇઓ નવા રહેવા માટે આવ્યા. ગામમાં જ રહેતો એક કુંભાર આ બંને ભાઇઓ માટે માટીમાથી બનાવેલી સરસ મજાની બે ઢીંગલીઓ બનાવીને ભેટ આપવા માટે લઇ ગયો અને કહ્યુ કે આ કાચી માટી માંથી બનાવી છે પણ સમયના અભાવે એને પકવી શક્યો નથી જો આપ આ ઢીંગલી મજબુત બને એવું ઇચ્છતા હો તો એને આગમાં નાખીને તપાવજો. ગામમાંથી જ એક સુથાર લાકડાની બનાવેલી બે ઢીંગલી લાવ્યો અને કહ્યુ કે કાચા લાકડાની આ ઢીંગલીઓ છે જો વધુ મજબુત બનાવવી હોય તો પાણીમાં પલાળજો
એક ભાઇએ માટીની ઢીંગલીને આગમાં તપાવી અને લાકડાની ઢીંગલીને પાણીમાં પલાળી પરિણામે બંને ઢીંગલીઓ મજબુત બની પણ બીજા ભાઇએ આથી ઉલટું કર્યુ એણે માટીની ઢીંગલીને પાણીમાં પલાળી અને લાકડાની ઢીંગલીને આગમાં નાખી પરિણામ એ આવ્યું કે એક ઓગળી ગઇ અને બીજી બળી ગઇ.

ભગવાને પણ દરેક ને જુદી જુદી ક્ષમતા આપી છે. કોઇને માટીની તો કોઇને લાકડાની ઢીંગલી બનાવી છે પ્રભુએ. હવે આપણે કઇ ઢીંગલી છીએ એ આપણે નક્કી કરવાનું છે. આપણે માટીની ઢીંગલી હોઇશુ અને પાણીમાં પડીશું તો ઓગળી જઇશુ અને લાકડાની ઢીંગલી હોઇશું અને આગમાં પડીશું તો બળી જઇશું.

મતલબ કે આપણી રસ અને રુચી મુજબના કાર્યક્ષેત્રમાં જ આગળ વધવું લોકો કહે એમ નહી આપણી ક્ષમતા હોય એમ કારકીર્દી નક્કી કરવી જોઇએ
( શૈલેષ સગપરિયા દ્વારા સંકલીત પુસ્તક " પ્રેરણાની પતવાર " માંથી )
2100+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો