1201 ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? Ans: ગાંધીનગર
1202 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.
1203 કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી
1204 ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ
1205 ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ? Ans: મેથાણ
1206 ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા
1207 વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? Ans: ખંભાતનો અખાત
1208 ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? Ans: આઈ.આઈ.એમ. - એ
1209 પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: ધોળકા
1210 ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? Ans: ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
1211 ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? Ans: કવિ પ્રીતમ
1212 ‘સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ
1213 જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો. Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી
1214 મહારાજા સિધ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે ? Ans: ભદ્રેશ્વર
1215 ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ? Ans: છપ્પા
1216 ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ
1217 ‘પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે
1218 ‘સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
1219 ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા
1220 હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ
1221 ગુજરાત રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? Ans: અમરસિંહ ચૌધરી
1222 ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ? Ans: કવિ દલપતરામ
1223 ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો ? Ans: ચોટીલા
1224 ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા
1225 પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? Ans: મેડમ ભિખાઈજી કામા
1226 ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ
1227 ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
1228 ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? Ans: વલસાડ
1229 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
1230 ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇ ભટ્ટ
1231 ગુજરાતના કયા શહેરમાં સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા? Ans: અમદાવાદ
1232 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ
1233 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ
1234 સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? Ans: લાંઘણજ
1235 ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ
1236 ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? Ans: રાજકોટ
1237 અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦
1238 કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ? Ans: દયાશંકર
1239 ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ? Ans: નેશનલ હાઈવે - નં. ૮
1240 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર
1241 સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમ મેગેઝીન ‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? Ans: ઇ.સ. ૧૮૫૭
1242 કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા
1243 પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ? Ans: સાપુતારા
1244 દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખા મંડળ
1245 ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે? Ans: ગાંધીજી
1246 આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો? Ans: દ્વારકા
1247 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
1248 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ
1249 મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ? Ans: સપ્ટેમ્બર, ઈ. સ.૧૯૫૬
1250 અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો