એક પરિવારે વેકેશન માણવા માટે પહાડી વિસ્તાર પસંદ કર્યો. કુદરતના સાનિધ્યની અનુભૂતિ માટે આ પરિવાર વહેલી સવારે પર્વતોની વચ્ચે આવેલી એક સુંદર જગ્યાએ પહોંચ્યો. ચારે તરફ મોટા મોટા પર્વતો હતા. વાતાવરણ એકદમ શાંત હતું.
એક નાનો બાળક ખીણના કાંઠા પર ઉભો રહીને ઉંચા અવાજે બોલ્યો , " હું તને મારી નાખીશ." અને થોડી જ ક્ષણોમાં પર્વતમાળામાંથી ચારે બાજુએથી પડઘા પડવા માંડ્યા" હું તને મારી નાખીશ". એક સાથે આટલા બધા અવાજ સાંભળીને પેલુ બાળક ગભરાઇ ગયુ અને રડવા લાગ્યુ.
પરિવારના વડીલ વ્યક્તિ એ બાળક પાસે ગયા અને પુછ્યુ બેટા કેમ રડે છે ? શું થયુ ? પેલા બાળકે કહ્યુ કે મને ચારે બાજુથી કેટલા બધા લોકો મારવા માટે આવે છે. પેલા વડીલે પુછ્યુ કે આવું કેવી રીતે થયુ એટલે બાળકે જે ઘટના બની હતી તેની વાત કરી.
વડીલે કહ્યુ ચિંતા ના કર બેટા, એક કામ કર હવે ઉંચા અવાજે બોલ " હું તને ખુબ પ્રેમ કરું છું અને તારું ધ્યાન રાખીશ" પેલો બાળક આ શબ્દો ઉંચા અવાજે બોલ્યો અને પર્વતમાળા એનો જવાબ આપતી ચારેદિશાએથી બોલી ઉઠી " હું તને ખુબ પ્રેમ કરું છું અને તારું ધ્યાન રાખીશ" . પેલો બાળક તો આનંદમાં આવી ગયો કેટલા બધા લોકો મને પ્રેમ કરે છે અને મારું ધ્યાન રાખે છે!
જીવન પણ આપણા કર્મોનો જ પડઘો છે જેવું ઇચ્છીએ છીએ એવું આપવાની શરુઆત કરીએ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો