1251 ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ
1252 ગુજરાતના કયા સ્વાતંત્રવીર ‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ
1253 ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ
1254 ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? Ans: ગાંડીવ
1255 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
1256 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ
1257 સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
1258 પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: જડેશ્વર મહાદેવ
1259 સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ
1260 ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ
1261 આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું? Ans: વિમલ મંત્રી
1262 શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા
1263 ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા છે? Ans: નલિયા
1264 એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
1265 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો
1266 સાહિત્યકાર બળવંતરાય ક. ઠાકોરનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
1267 મા-બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી? Ans: સંત પુનિત મહારાજ
1268 જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ? Ans: ચેર
1269 અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન
1270 ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? Ans: છુછાપુરા
1271 સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? Ans: ભાવનગર
1272 ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
1273 ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? Ans: સુરત
1274 ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. Ans: સાપના ભારા અને હવેલી
1275 પોરબંદરમાં આર્ય કન્યા વિદ્યાલયના સ્થાપક ઉદ્યોગપતિ કોણ હતા? Ans: નાનજી કાલિદાસ
1276 ગાંધીજીએ ‘સર્વોદય’ પુસ્તક જૉન રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઇને લખ્યું હતું? Ans: અન ટુ ધી લાસ્ટ
1277 ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. Ans: બનાસ, સરસ્વતી અને રૂપેણ
1278 સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા? Ans: કાફી
1279 સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
1280 ‘ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? Ans: ધોળકા
1281 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી
1282 ભરૂચ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: નર્મદા
1283 બ્રિટિશ સંસદના પ્રથમ ગુજરાતી સભ્ય કોણ હતાં? Ans: દાદાભાઈ નવરોજી
1284 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ
1285 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
1286 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
1287 કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? Ans: મુંદ્રા
1288 ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ
1289 ‘વીજળીને ચમકારે મોતીડા પરોવો...’ - પદ કોણે લખ્યું છે ? Ans: ગંગાસતી
1290 ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે? Ans: ડેનિમના ઉત્પાદન માટે
1291 વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો સાત નદીના સંગમસ્થાન પર યોજાય છે. ખારી, મેશ્વો, શેઢી, માઝમ, વાત્રક, હાથમતી ઉપરાંતની સાતમી નદી કઇ? Ans: સાબરમતી
1292 ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
1293 શેકસપિયર રચિત હેમ્લેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે? Ans: હંસા મહેતા
1294 મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? Ans: શ્રીમદ્ રાજચંદ્ર
1295 ગુજરાતમાં કેટલી જાતિના પાલતું પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૨ જાતિના
1296 ઊંઝા નજીક આવેલાં એવા સ્થળનું નામ આપો જયાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના દર્શનાર્થીઓ આવે છે ? Ans: મીરાદાતાર
1297 સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
1298 ગુજરાતી મહાનવલ ‘સરસ્વતી ચંદ્ર’ના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી
1299 ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
1300 ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? Ans: ગોરૂહક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો