****************************** ***************
એક યુવાન એક પબ્લિક ટેલીફોન બુથ પરથી કોઇને ફોન લગાવી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતા ફોન લાગતો ન હતો. બુથની બાજુમાં બીજા કેટલાક લોકો પણ પોતાનો વારો આવે એની રાહ જોઇ રહ્યા હતા. કોઇએ તો આ યુવાનને કહ્યુ પણ ખરુ કે ભાઇ ફોન ના લાગતો હોય તો પછી પ્રયત્ન કરજોને પ્લીઝ અમારો વારો આવવા દો. પેલા યુવાને વિનંતી સાથે કહ્યુ કે એક વાર પ્રયાસ કરી લઉં અને એનો ફોન લાગી ગયો. એના ચહેરા પર આનંદના ભાવ જોઇને આસપાસ ઉભેલા લોકોને પણ ખબર પડી ગઇ કે ફોન લાગી ગયો છે.
સામા છેડે કોઇ મોટા શેઠાણી હતા. આ યુવાને પેલા શેઠાણી સાથે વાત શરુ કરી.
” નમસ્કાર મેડમ , મને મિસિસ શર્માએ આપના નંબર આપ્યા છે. મેં સાંભળ્યું છે કે આપના બાળકોની સાર સંભાળ રાખનાર એક એટેન્ડન્ટની જરુર છે ?”
” ના ભાઇ અમારે કોઇ એટેન્ડન્ટની જરુર નથી. ”
” તો પછી આપના નાના બાળકોનું ધ્યાન કોણ રાખે છે ? આપ તો આપના બિઝનેશમાં સતત વ્યસ્ત હોવ છો ”
” અરે ભાઇ તારે એ ચિંતા કરવાની જરુર નથી કારણ કે મેં આ માટે એક યુવાનને રાખ્યો જ છે એ બહું સરસ રીતે પોતાની ફરજ નિભાવે છે. ”
” પણ મેડમ મને નોકરીની ખુબ જ જરુર છે અને આપ મને અત્યારે કામ કરનારને જેટલો પગાર આપો છો એના કરતા ઓછો પગાર આપશો તો પણ ચાલશે.”
” અરે ભાઇ તમે કેમ સમજતા નથી અત્યારે જે યુવાન કામ કરે છે એ પુરી નિષ્ઠાથી કામ કરે છે. એ મારા ઘરનો નોકર નહી મારા પરિવારનો સભ્ય જ છે અને મને એના પર પુરો વિશ્વાસ છે મારુ આખુ ઘર હું એના હવાલે કરીને કોઇપણ જાતની ચિંતા વગર બહાર જઇ શકુ છું. ”
“પણ મેડમ હું પણ એવી રીતે જ કામ કરીશ આપ મારા વિશે મિસિસ શર્માને પુછી શકો છો ”
” ભાઇ મારે કોઇને પુછવું નથી અને મારે કોઇ નોકરની જરુર નથી મહેરબાની કરીને હવે ફોન ન કરતા”
સામા છેડેથી ફોન કાપી નાખવામાં આવ્યો. પેલો યુવાન ફોન મુકીને બહાર આવ્યો. બહાર આ વાત સાંભળી રહેલા લોકોને આ યુવાન પર દયા આવી પરંતું પેલા યુવાનનો ચહેરો તો કોઇ અપરિચિત આનંદથી ચમકી રહ્યો હતો. બહાર ઉભેલા લોકોને આશ્વર્ય થયુ એટલે આ યુવાનને પુછ્યા વગર ન રહી શક્યા ” અરે , ભાઇ તને નોકરીની ના પાડી દીધી તો પણ કેમ આનંદમાં ”
પેલા યુવાને તો હસતા હસતા કહ્યુ , ” આ શેઠાણીનો નોકર હું પોતે જ છુ આતો મારી સેવાથી મારા શેઠાણી સંતુષ્ટ છે કે કેમ તે જાણવા માટે જ ફોન કરવા આવ્યો હતો ”
આપણે બધા પણ આપણને સોંપવામાં આવેલું કામ કરીએ છીએ ક્યારેય આપણે આપણી પોતાની સેવાનું ઓડીટ પોતાની જાતે કર્યુ છે ખરુ ? મારી સેવાની ગુણવતા કેવી છે એની ક્યારેય ચકાસણી કરી છે ખરી ?
Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો