visiter

શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તે તમારી જિંદગીનુ નિરાકરણ નથી.

અચુકને અચૂક વાંચવા જેવુ:
================
ઍક બેરોજગાર વ્યક્તિઍ માઇક્રોસોફ્ટમા "ઑફીસ બોય" (જે
નાનુ મોટુ કામ કરે તે) માટે અરજી કરી.
ત્યાના મેનેજેર તેનુ ઇંટરવ્યૂ લીધુ અને તપાસણી માટે
તેની પાસે પોતા મરાવી ને જોયા. ત્યાર બાદ મેનેજેરે કહ્યુ :
"તમને નોકરી મળી ગઈ છે, તમે તમારુ ઈ- મેઈલ
આઇડી આપો,અમે તમને ઍક ફોર્મ આપશુ તે ભરી તમે અમને
ઈ- મેઈલ કરજો, અને પછી તમે નોકરી શરૂ કરી શકશો"
તે વ્યક્તિ ઍ કહ્યુ : "ના તો મારી પાસે કંપ્યૂટર છે ના ઈ-
મેઈલ આઇડી".
આ સાંભળીને મેનેજર બોલ્યો : "મને માફ કરજો હૂ તમને આ
નોકરી ના આપી શકુ, જો તમારી પાસે ઈ-મેલ
આઇડી નથી તો તમારુ અસ્તિત્વ જ નથી અને જેનુ
અસ્તિત્વ જે ના હોય તેને આ નોકરી ના આપી શકાય."
તે ત્યા થી નિરાશ થઈ ચાલવા લાગ્યો, તેને સમજાતુ નહતુ કે
તે શુ કરે?
તેની પાસે તેના ખિચામા માત્ર $૧૦ હતા. તેને નક્કી કર્યુ કે
તે સૂપર માર્કેટ જશે અને ત્યાથી તે ટામેટાનુ ઍક નાનુ બૉક્સ
ખરીદશે.
તેને તે ટામેટાને ઘરે ઘરે જઈ વહેચ્યા, બે જ કલાકમા તેને
તેની મૂડી બમણી કરી નાખી, આવી રીતે તેને ત્રણ વાર ઘરે
ઘરે જાઇ ને ટામેટા વહૅચ્યા અને ઘરે આવ્યો ત્યારે તેની પાસે
$૬૦ હતા.
આ જોઈ તેને સમજાયુ કે તે તેનુ અસ્તિતવા ટકાવી શકે છે,
હવે તે રોજ વહેલા જઈને અને મોડે સુધી કામ કરતો.
આવી જ રીતે તે રોજ તેની મૂડી ને બમણી અને
ત્રિગુનિ કરવા લાગ્યો.
બહુ ઓછા સમયમા તેની પાસે ઍક લારી, પછી ટ્રક,
ત્યારબાદ તેને ઘરે ઘરે
સામાનની ડિલીવરી પહોચડતા વાહનો વસાવ્યા. અને ૫ વર્ષ
પછી તે યૂ ઍસ નો મૉટો ફૂડ રીટેલર બની ગયો. હવે તે
પોતાના પરિવારના ભવિષ્ય માટે વિચારવા લાગ્યો. તેને
નક્કી કયુ કે તે ઍક લાઇફ ઈન્સુરેનસ લેશે.તેને ઍક
ઈન્સુરેનસ ના ઑફીસર ને બોલાવી ને પોતાના ભવિષ્ય માટે
નો પ્લાન નક્કી કર્યો.
જ્યારે આ પ્લાન નક્કી થઈ ગયો ત્યારે ઑફીસર ઍ તેમનુ ઈ-
મેલ આઇડી પુછયુ. તેને જવાબ આપ્યો : "મારી પાસે ઈ-મેઈલ
આઇડી નથી"
ઑફીસરઍ કહ્યુ:" તમારી પાસે ઈ-મેલ આઇડી નથી અને
છતા તમે આટલા મોટા બીસનેસના મલિક છો! તમે ક્યારેય
વિચાર્યુ છે કે જો તમારી પાસે ઈ-મેલ આઇડી હોત તો તમે શુ
હોત?"
તે વ્યક્તિઍ થોડી વાર વિચારીને જવાબ આપ્યો : "હા હૂ
માઇક્રોસૉફ્ટ મા ઍક ઑફીસ બોયની પદવી પર હોત."

બોધપાઠ:
૧)ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તે તમારી જિંદગીનુ નિરાકરણ
નથી.
૨) જો તમારી પાસે ઈ-મેલ/ વોટ્સ અપ/ ફેસબુક નહી હોય
તો પણ સખત પરિશ્રમ વડે તમે ધારેલા ધ્યેયને પામી શકશો


 Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો