ઘરેલુ હિંસાનો કાયદો શું કહે છે?
આપણા સમાજમાં મોટાભાગે દરેક સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો કોઈને કોઈ રીતે ભોગ બનતી હોય છે. માત્ર એટલું જ નહીં તેઓ ઘરેલુ હિંસાના વિરુદ્ધમાં ક્યારેય પોતાનો અવાજ પણ નથી ઉઠાવતી અને જો અવાજ ઉઠાવવાની કોશિશ કરે તો પરિવારના દબાણને લીધે તે કંઈ બોલી નથી શકતી. આ હિંસા અટકાવવા અને મહિલાઓના અધિકારો અને સલામતી માટે કેન્દ્ર સરકારે વર્ષ-૨૦૦૫માં 'ઘરેલુ હિંસા અધિનિયમ'ની જોગવાઈ કરી હતી.
ઘરેલુ હિંસાનો ભોગ બનનાર મહિલા આ કાયદા હેઠળ ફરિયાદ કરવા માટે પોલીસ અથવા કોર્ટમાં જવાની બદલે સીધી આ કાયદા નીચે નિમાયેલ રક્ષણ અધિકારી પાસે જઈ ફરિયાદ કરી શકે છે. આ કાયદામાં મહત્ત્વની વાત એ છે કે જો ભોગ બનનાર મહિલા રક્ષણ અધિકારી પાસે ન જઈ શકે તો તે મહિલા જ્યાં રહેતી હોય અથવા જ્યાં ઘરેલુ હિંસા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તે વિસ્તારના ફોજદારી અધિનિયમ હેઠળ હકૂમત ધરાવતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ સીધી ફરિયાદ કરી શકે છે. આ કાયદા હેઠળ ફરિયાદ થયા પછી મેજિસ્ટ્રેટ રક્ષણ અધિકારીની મદદ લઈ મહિલાના હિતના રક્ષણ માટે કાર્યવાહી કરી શકે છે. સેવા આપનાર સંસ્થા એટલે કે 'ર્સિવસ પ્રોવાઇડર' જેને આ કાયદાએ એક ખાસ ભૂમિકા ભજવવા માટે નિમણૂક કરી છે, મહિલાને તબીબી સારવાર માટે લઈ જવી અને કાનૂની વ્યવસ્થામાં મદદરૂપ થવું પડે. ખાસ કરીને આ સંસ્થાએ મહિલાને કાઉન્સિલર પાસે મોકલી, ઘરેલુ હિંસા ન થાય તે માટે મહિલા અને તેના ઉપર હિંસા આચરતી વ્યક્તિ વચ્ચે સમાધાન થાય તે માટે પ્રયત્ન કરવાના હોય છે.
ઘરેલું હિંસા એટલે શુ ?
· ઘરેલું હિંસા એટલે ઘર માં મહિલાઓ સાથે થતી હિંસા ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫
· ઘરેલું હિંસા સામે ફરીયાદ કરવા અને સુરક્ષા મેળવવા માટે કાયદો છે જેનું નામ
· ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ છે.
આ કાયદાનુસાર ઘરેલુ હિંસા એટલે મહિલા ઉપર ઘરના સભ્યો તથા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા કરવામાં આવતી શારીરિક, માનસિક, આર્થિક, શાબ્દિક અને ભાવનાત્મક હિંસા. આમાંથી એક પણ પ્રકારની હિંસાનો ભોગ બનનાર મહિલાને શારીરિક તકલીફ પહોંચે અથવા મહિલાની ગરિમાનું અપમાન થાય તો આ પ્રકારની હિંસા કરનાર વ્યક્તિને ઘરેલુ હિંસા અધિનિયમ અનુસાર સજા આપવામાં આવે છે. ઘરેલુ હિંસામાં અપમાન, મશ્કરી, શરમજનક વર્તન, મહેણાં-ટોણાં મારવાં, હાંસી ઉડાવવી, દહેજ અથવા અન્ય માગ પૂર્ણ કરવા સતત દબાણ કરવું, બાળકની જાતિ જાણવા માટે ગર્ભપરીક્ષણ કરાવવું અથવા બાળકોના ભરણપોષણ માટેનું વળતર, સ્ત્રીધન, વારસાગત મિલકત તેમજ ભાડાની આવકમાં હિસ્સો ન આપવો વગેરેનો ઘરેલુ હિંસામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઘરેલું હિંસા ની ફરીયાદ કોને કરવી ?
· જિલ્લા સ્તરે સુરક્ષા અધિકારીને કરી શકાય તેમની ઓફીસ સમાજ સુરક્ષા અધિકારી ની કચેરીમાં હોઈ છે.
· આપણા વિસ્તાર માં જે.એમ.એફ.સી. કોર્ટ માં સીધી અરજી કરી શકાય.
· આપણા વિસ્તારમાં મહિલાઓ સાથે કામ કરતી સંસ્થાઓને વાત કરી તેમની મદદ મેળવી શકાય.
· મહિલા સહાયતા કેન્દ્ર માં જઈને મદદ મેળવી શકાય.
આ કાયદા નો અમલ કરવા માટે :-
(૧) સુરક્ષા અધિકારી છે.
(૨) તમારા રહેણાંક વિસ્તાર નું પોલીસ સ્ટેશન છે. ત્યાં જઈને મદદ માંગો.
(૩) મારપીટ ના કિસ્સામાં સારવારની જરૂર પડે તેવા કિસ્સામાં સુરક્ષા અધિકારી પાસે જઈને તબીબી સારવાર માટે મદદ માંગી શકો.
અન્ય કાયદા ની સાથે કાયદા નો ઉપયોગ
· મહિલા એ ન્યાય મેળવવા સંબંધિત બીજા કોઈ કાયદા નો ઉપયોગ કર્યો હોઈ તેવા સંજોગોમાં પણ મહિલા ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ અરજી કરી શકે છે.
· અથવા તો ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ અરજી ની સાથે અન્ય કાયદા હેઠળ અરજદાર કાર્યવાહી કરી શકે છે.
ઘરેલું હિંસા ની ફરીયાદ કોણ કરી શકે ? કોની સામે ?
પીડિત મહિલા - હિંસા કરનાર તમામ સામે (પતિ, સાસુ, નણદ કે કોઈપણ સાસરિય પક્ષ ના સગા)
માં - દિકરા સામે
દીકરી - માતા પિતા સામે, ભાઈ કે કોઈપણ સગા સંબંધી સામે લગ્ન સંબંધમાં રહેતી, રહી ચુકેલી કે લગ્ન જેવા સંબંધોમાં રહેતી કોઈપણ મહિલા ઘરેલું સંબંધોમાં રહી ચુકેલા કે રહેનાર સામે.
ઘરેલુ હિંસા અને તેમાં થતી સજાઓ /આ કાયદા હેઠળ શુ મળવા પાત્ર છે ?
રક્ષણ આદેશ :- હિંસા સામે તાત્કાલીક સુરક્ષા મળે છે. ઘર કામ ના સ્થળે મહિલા સાથે થતી કોઈપણ પ્રકાર ની હિંસા અટકાવવા માટે હિંસા કરનાર પર મનાઈ ફરમાવવામાં આવે છે.
રક્ષણ આદેશ :- મહિલા, સાસરીયામાં જે ઘર માં (ફરીયાદ સમયે) રહેતી હોઈ તે ઘર માં રહેવાનો હક્ક આપે છે.
કસ્ટડી આદેશ :- મહિલા તેના બાળકો નો કબજો અથવા બાળક સુધી પહોંચવાનો આદેશ આપે છે.
નુકશાન વળતર :- મહિલા ને હિંસા થી જે નુકશાન થયુ હોઈ તે સામે નુકશાન વળતર મેળવવાનો આદેશ આપે છે.
નાણાકીય વળતર :- મહિલા ને તેની જરૂરિયાતો ની પુર્તી માટે નાણા મેળવવાનો આદેશ આપે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો