visiter

મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

નેતાજી સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મોત પર થયો ખુલાસો

કોલકાતા 29, જાન્યુઆરી

નેતાજી સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મૃત્યુ પર એક બીજો નવો ખુલાસો કરતાં રશિયામાં રામકૃષ્ણ મિશનના પ્રમુખ મહંતે કહ્યું કે નેતાજીની મોત વિમાન દુર્ઘટનામાં નહી પરંતુ રશિયાની એક જેલમાં થયું હતું.

રશિયામાં ગયા બે દશકથી રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ રહેલ જ્યોતિરાનંદે પોતાની હાલમાં જ યોજેલ અસમ યાત્રા સમયે એક ટેલિવિઝન સાક્ષાત્કારમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારની એ વાત ખોટી છે કે નેતાજી 18 ઓગસ્ટ 1945માં તાઈવાન તાઈહોકુ વિમાન મથકે દુર્ઘટનામાં મરી ગયા હતા. 

તેમમે કહ્યું કે સચ્ચાઈ એ છે કે તેમને રશિયનોએ પકડી લીધા હતા અને ઓમસ્કની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા જ્યાં ઘણા સમય બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઓમસ્ક રશિયાના સાઈબેરિયા વિસ્તારનું એક નાનું શહેર છે. તેમણે કહ્યું કે આ વાતની પૂરી સંભાવના છે કે નેતાજીએ એજ જેલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હશે.

મહંતે કેટલાક દસ્તાવેજો અને રશિયામાં ભારતના તત્કાલિન રાજદૂત વિજય લક્ષ્મી પંડિતના નિવેદનના હવાલે કહ્યું કે જ્યારે પંડિતને નેતાજીના ઓમસ્ક જેલમાં હોવાના સમાચાર મળ્યાં તો તે તેમને મલવા ત્યાં ગયા હતા પરંતુ રશિયાના અધીકારિઓએ તેમને નેતાજીને મળવા દીધા ન હતા.

મહંત જ્યોતિરાનંદના કહ્યાં મુજબ પંડિત આ બધું જોઈ ઘણા પરેશાન થયા હતા અને તાત્કાલીક તેમમે દિલ્હી પહોંચી આ બાબતની જાણકારી કોંગ્રેસના તત્કાલીન મોટા નેતાઓને આપી હતી. પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી.

શનિવાર, 26 જાન્યુઆરી, 2013

આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશ માટે ૧૦ મીનીટ કાઢી આ લેખ જરૂર વાંચજો ...

 
આઝાદ ભારતમાં આજે પણ આપણે ગુલામ છીએ તેવું શા માટે 


લાગ્યા કરે છે ?? ભારત અને ઈઝરાયલ પાસે- પાસેના સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો 4000 વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો જ્યારે ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું.આપણા કરતા ૩૦૦૦ વર્ષ વધારે ગુલામ જે રાષ્ટ્ર રહ્યું છતાં પણ આજે બધી જ દિશાઓમાં આટલું વિકસીત કેમ ? એવું તો શું છે જે ઇઝરાયેલ પાસે છે અને આપણી પાસે નથી ?? ચાલો દોસ્તો !! આજે આ પવિત્ર દિવસ પર દસ મીનીટ કાઢીને વાંચીએ, સમજીએ, દિલથી ભૂલો સ્વીકારીએ, જીવનમાં અમલ કરી ફરી આગળ વધીએ….આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમજ ઈઝરાયલનાં રાષ્ટ્રપ્રમુખ ભારતમાં મળ્યા. નહેરુએ પ્રમુખને કહ્યું, “ભારત ઈઝરાયલની મૈત્રી ઈચ્છે છે. આપને ભારત શું મદદ કરી શકે?” પ્રમુખે ખુમારીભર્યો પ્રત્યુત્તર પાઠવ્યો, “ઈઝરાયલને ભારતની કોઈ
મદદની જરુર નથી, અમે સ્વનિર્ભર છીએ. શક્ય હોય તો ભારત એક દિવસનો વરસાદ અમને મોકલી આપે.” પ્રમુખને પૂછવામાં આવ્યું,“આપની રાષ્ટ્રભાષા તેમજ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?” “ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?”-પ્રમુખે ઉચ્ચાર્યું. “પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?” વાચક મિત્ર, આપને જાણીને મહદાશ્ચર્ય થશે કે આઝાદ ઈઝરાયલમાં સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ


એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ- વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું. રાષ્ટ્રભાષા, માતૃભાષા તેમજ શિક્ષણની ભાષા અંગેના પ્રશ્નો આપણે ત્યાં કેવા વકર્યા છે! માતૃભાષા એટલે શું? બાળકનેમાતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ- કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી : દા.ત. બે હાથ જોડીને ‘નમસ્કાર’ બોલવું, ચરણસ્પર્શ કરીને ‘પગે લાગું પિતાજી’ બોલવું, વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે. ‘રમાડું છું’, ‘ખવડાવું છું’ જેવા ‘બીજા’ માટે કંઈક કરવા માટેના શબ્દો ભારતીય સંસ્કૃતિની દેણ છે. આ શબ્દો માટે અંગ્રેજી ભાષામાં કોઈ શબ્દો નથી. અંગ્રેજી ભાષાની ટીકા નથી કરતો છતાં એ હકીકત છે કે અંગ્રેજી ભાષા સ્વાર્થી ભાષા છે, જેમાં પોતાના માટે કરવાની ક્રિયાના શબ્દો જ મળે છે જ્યારે સંસ્કૃત તેમજ તેમાંથી ઉતરી આવેલી તમામ ભારતીય ભાષાઓમાં ‘બીજા’ નો વિચાર છે. એ જ રીતે અંગ્રેજી પરંપરામાં હસ્તધૂનનથી વિશેષ અભિવાદન કરવા માટે કોઈ પદ્ધતિ નથી.

માતૃભાષામાં શિક્ષણ :

માતૃભાષા સાથે માણસ ઘનિષ્ટતાથી જોડાયેલો હોવાથી તે ભાષામાં અપાતું શિક્ષણ માણસમાં એવી રીતે ઉગી નીકળે છે જાણે કે કોઈ બીજ, છોડ કે કલમને તમામ રીતે અનુકૂળ વાતાવરણ (જમીન, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ તથા નિંદામણ જેવી સંભાળ) મળી ગયું હોય.

માતૃભાષા વંદના શા માટે?

બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા- વાંચતા ભૂલી ગયા. ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય’ એ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં કોણ મૂકે છે? તેમના વાલીઓ. શા માટે? ‘અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું છે’ એવી સમજણ હોવાથી. શાળા અને ટ્યુશન ક્લાસીસ સિવાયના સમયમાં પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાં-વ્હાલાઓ સાથે માતૃભાષામાં વ્યવહાર
કરતો બાળક ગુજરાતી ભૂલી જાય એવું બને છે કારણ કે શાળા સિવાય બાળકને ગુજરાતીમાં બોલવા તેમજ સાંભળવા તો મળે છે પરંતુ લખવા કે વાંચવાની તાલીમ મળતી નથી.
આપણે શું કરી શકીએ?
1. પરિવારજનો બાળકને ઘરમાં ગુજરાતીમાં લખવા- વાંચવાની ટેવ પાડી શકે તો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હોવા છતાં બાળક સુંદર રીતે ગુજરાતી લખી, વાંચી તેમજ બોલી શકે. ગુજરાતી પરિવારોમાં આ કાર્ય અસરકારક રીતે શરુ થાય એ જોવું એ
માતૃભાષા અભિયાનનો એક ભાગ હોવો જરુરી છે જે અંતર્ગત . . . . .
1.1 ઘર-
ઘરમાં ગુજરાતી પુસ્તકો વંચાતા થાય એ માટે તેઓમાં વાંચનભૂખ જગાડવામાં આવે,
1.2
ગુજરાતીમાં લખવાનો મહાવરો થાય એ માટે પેન- પેન્સિલથી પત્રો લખવાનું વિસરાઈ ગયેલું કાર્ય ફરીથી શરુ કરાવવું ઉપરાંત
1.3 કોમ્પ્યુટરના કી-બોર્ડ પર
ગુજરાતીમાં ટાઈપ કરીને ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેલ મોકલવા,
1.4 ગુજરાતીમાં વાતચીત (ચેટિંગ) કરવી વગેરે બાબત અંગે વિચારી શકાય.
2. ભારતીય મુસ્લિમ પરિવારો પોતાના બાળકોને ઉર્દૂ, ફારસી તેમજ ઈસ્લામ ધર્મનું શિક્ષણ મળે એ માટે જાણકાર શિક્ષક રાખે છે તેમ ગુજરાતી વિષયના શિક્ષકનું ટ્યુશન બાળકને ઘરમાં મળતું થાય એમ કરી શકાય.
3. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાથી અંગ્રેજી લખતા-વાંચતા- બોલતા આવડી જ જાય એ એક ગેરસમજ અને અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ અંગ્રેજી લખતા-વાંચતા-બોલતા આવડે એ બીજી ગેરસમજ બાળકોના વાલીઓમાંથી દૂર થવી જોઈએ. જેથી બાળકોનો ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ પુન: શક્ય બનશે.  ઈઝરાયલની ઘણીબધી વાતો અજબ પ્રકારની છે. ત્યાં માત્ર એક દિવસનો વરસાદ પડે છે જેનો સંગ્રહ કરીને આખું રાષ્ટ્ર પાણીની જરુરિયાત સંતોષે છે. ફળોના વૃક્ષ-વેલાને સૌથી વધુ પાણીની જરુર પડે છે ત્યારે ડ્રીપ ઈરીગેશન સીસ્ટમથી ટીપે-ટીપે પાણી સીધું મૂળને મળે એવી વ્યવસ્થા કરીને ફળોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરીને સમગ્ર વિશ્વમાં તેઓ ફળોની નિકાસ કરે છે. ઈઝરાયલના પ્રત્યેક નાગરિક માટે મિલિટરી તાલીમ ફરજિયાત છે. છોકરો હોય કે છોકરી, એ ચોક્કસ વયના થાય એટલે લશ્કરી તાલીમમાં જોડાઈ જ જવાનું! થોડા વર્ષો પૂર્વે એવું બન્યું કે મિસ ઈઝરાયલ બનીને એક છોકરી વિશ્વસુંદરીની સ્પર્ધામાં જોડાઈ હતી. તેની લશ્કરી તાલીમ માટેની તારીખ આવી એટલે કોઈ દલીલ કર્યા વિના સ્પર્ધામાંથી નીકળી જઈને પોતાના દેશ પરત ફરી ને લશ્કરી તાલીમમાં જોડાઈ ગઈ. મિત્ર, સાત ડાઘીયા કૂતરા જેવા આરબ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલું બિલાડીનાં બચ્ચા જેવું ઈઝરાયલ એવા ઘૂરકિયા કરે છે કે કોઈ દેશ એના પર આક્રમણ કરવાની ગુસ્તાખી કરી શકતો નથી. જે દેશના નાગરિકો દેશપ્રેમના નશામાં તરબોળ હોય, નેતાઓ ખુમારી તેમજ આત્મસમ્માનની ભાવનાથી ચકચૂર હોય એ દેશનું કોઈ શું બગાડી શકે? ઈઝરાયલ આઝાદ થયુ ત્યારે વિશ્વભરના દેશોમાં દસકાઓ-
સૈકાઓથી સ્થાયી થયેલા યહુદી ધર્મના લોકો પોતાના વતન ઈઝરાયલ જવા તૈયાર થઈ ગયા. જે- તે દેશમાં કમાવેલા પોતાના મકાન, દુકાન, ઓફીસ, કીર્તિ, પ્રતિષ્ઠા, ધનદોલત, વેપાર ક્ષણભરમાં પડતા મુકીને પ્રત્યેક યહુદી થનગનાટ કરતો ઈઝરાયલ પહોંચી ગયો. એક જ રાષ્ટ્રધર્મ – યહુદી, એક જ રાષ્ટ્રપુસ્તક – તાલમુદ અને એક જ રાષ્ટ્રભાષા – હિબ્રુ -આવી ખુમારી ધરાવતો, દુ:શ્મન દેશોને હંફાવતો ઈઝરાયલ દેશ ખરા અર્થમાં સિંહ સાબિત થયો છે. કોઈ પણ રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા ઉભી કરવા માટે અને એને ટકાવવા માટે રાષ્ટ્ર-ધર્મ, -પુસ્તક, -ભાષા એક જ હોવા અનિવાર્ય છે -એ સિદ્ધાંત છે. પોતાના પતિ પ્રત્યે સ્ત્રીને જે ભાવ હોય છે એ ભાવ એના પાડોશી માટે ના જ હોય. એને જ પતિનિષ્ઠા કહેવાય. પતિવ્રતા અને વેશ્યામાં આ જ તો ફર્ક છે! ભારત જેવા સમર્થ રાષ્ટ્રને ઉંદરડાં જેવા પાડોશી રાષ્ટ્રો હેરાન કરી રહ્યાં છે, વિદેશી આતંકવાદીઓ સીમાની અંદર ઘુસીને તબાહી મચાવી રહ્યાં છે ત્યારે વિચાર આવે છે કે આ દેશનું યુવાધન શું કરે છે? આપણા યુવા ભાઈ- બહેનો લશ્કરી તાલીમ મેળવવા થનગને છે કે તેનાથી દૂર ભાગે છે? પ્રથમ નજરે જે ચિત્ર આંખ સામે આવે છે એ નિરાશાજનક જણાય છે. સિનેમાઘરો, ડાંસબારો, મોજ- મજાનાં તમામ સ્થળોએ પડાપડી થાય છે જ્યારે કુસ્તીના અખાડા, પુસ્તકાલયો, વિચારયુદ્ધના મંચો સૂમસામ જણાય છે. સ્પર્ધાનું વાતાવરણ છે, પરંતુ શારિરીક મહેનત વગર પૈસો તેમજ કીર્તિ કમાવાનું શિક્ષણ મેળવવામાં, પાંચ-સાત આંકડાનો માસિક પગાર મેળવવામાં અને ધંધો વિકસાવવામાં! છેલ્લે
મુંબઈમાં આતંકવાદી હુમલો થયો તેની શરુઆત રેલ્વેસ્ટેશનથી થઈ. સ્ટેશનનું નામ ‘વિક્ટોરિયા ટર્મીનસ’થી બદલીને ‘શિવાજી ટર્મીનસ’ રાખવાથી શિવાજી પેદા થઈ શકે છે? ત્યાં પાંચસો માણસોને આતંકવાદીઓએ વીંધી નાંખ્યા. કારણ શું? પાંચ હજાર માણસો જીવ બચાવવા ભાગતા હતાં, જેઓની પીઠ આતંકવાદીઓ તરફ હતી. આ પાંચ હજારમાંથી માત્ર સો યુવાનો ભાગવાને બદલે સામે ધસી ગયા હોત તો પાંચેય આતંકવાદીઓ પકડાઈ ગયા હોત. શક્ય છે કે સોમાંથી નેવું જણા મરી પણ ગયા હોત! છતાં પાંચસોની સામે આ આંકડો બહુ નાનો ગણાય. પ્રશ્ન છે attitude નો! આપણે પલાયનવાદી છીએ કે
પુરુષાર્થવાદી, ભાગવામાં કુશળ છીએ કે સામનો કરવામાં? લશ્કરી તાલીમ આપણા યુવાધનના attitude
માં કોઈ ફરક કરી શકે છે કે કેમ? ભારતે ભાગી છૂટવાની નહિ, સામનો કરવાની જરુર છે. વિચારો, આ પ્રકારની ઘટના ઈઝરાયલમાં બની હોત તો ત્યાંના યુવાનોએ શું કર્યું હોત! આપણે પણ આપણી અસ્મિતા જાગ્રત કરીએ અને એને ટકાવીએ...........

શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

MSW SEM 1 RESULT 2013


પૌત્રને મળ્યો 76 વર્ષ બાદ દાદાનો સંદેશ


undefined


એક વ્યક્તિએ અમર આશાને નજર સમક્ષ રાખીને પોતાના પૌત્ર માટે એક સંદેશો એક બોતલમાં બંધ કરીને સમુદ્રમાં ફેંકી દીધો હતો, જે સંદેશ 76 વર્ષ વિત્યા બાદ છેવટે તેના પૌત્ર પાસે પહોંચી ગયો હતો. એચઇ હિલિબ્રકની એક શિપિંગ કંપનીએ લેટર હેડ પર લખ્યું હતું કે, જેને પણ આ સંદેશ મળે તે અંદર લખેલ  સરનામા પર પહોંચાડી દેવા વિનંતિ છે.

પત્રની અંદર એચઇ હિલિબ્રિક, 72 રિચમંડ સ્ટ્રીટ લૈડરિવલે પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનું એડ્રેસ લખ્યું હતું,  વર્ષ 1936માં હિલિબ્રક દ્વારા લખવામાં આવેલા આ સંદેશ 76 વર્ષ સુધી સમુદ્રની લહેરો વચ્ચે સચવાઈ રહ્યો હતો. આ બોતલ છેવટે ન્યૂઝીલેન્ડનાં તટ પર પહોંચી હતી. આ બોતલ તટ પર આવી તે દરમિયાન ફ્લડ નામનો વ્યક્તિ બીચ પર ફરવા આવ્યો હતા અને તેમની નજર આ બોટલ પર પડી અને તેમણે બોટલમાં કઈક વસ્તુ નજરે પડતા તેમણે બોટલને ચેક કરતાં તેમાંથી 76 વર્ષ જુનો સંદેશ જોવાં મળતાં તે ચોકી ગયા હતા.

ફ્લડે સ્થાનિક મીડિયાનો સંપર્ક કહ્યું કે જ્યારે મને આ બોતલ મળી તો અંદર કંઇક જોવા મળ્યું અને હું એ જાણવા માટે ઉત્સૂક હતો કે અંદર શું છે. મને બોટલને જોઈને અવું લાગ્યું કે અંદર કંઇક ખાસ હોવું જોઈએ. આ સંદેશને વાંચીને ફ્લડની આતુરતાં વધી ગઈ હતી કે આ સંદેશ કઈ વ્યક્તિએ છોડુ હતુ અને કોના માટે છોડવામાં આવ્યુ હતુ, તેથી ફલડે તે વ્યક્તિની શોધ આદરી જેણે બોતલમાં આ સંદેશો છોડ્યો હતો.  ફલડની ઘણી મહેનત બાદ થોડા મહિના બાદ ખબર પડી કે આ પત્ર અર્નેસ્ટ હિલિબ્રક નામની વ્યક્તિએ લખ્યો હતો, જેનું 1940માં અવસાન થઇ ગયું હતું.

જયારે હિલિબ્રકનો પૌત્ર પીટર હિલિબ્રક ઓસ્ટ્રેલિયાનાં પર્થ શહેરમાં રહે છે. પીટરની જાણકારી મળ્યા બાદ ફલડે આ સંદેશ તેને મોકલાવી આપ્યો હતો. પીટરે જયારે આ સંદેશ વાંચ્યો ત્યારે તેનાં આશ્ચયચકિત થઈ ગયો હતો  પીટરે તેણે જણાવ્યું કે, આ સંદેશ 76 વર્ષ સમુદ્રમાં આમ તેમ ફરતો રહ્યો અને અચાનક ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો હતો, અને ત્યાં એક વ્યક્તિને મળ્યો જેમણે અંતે આ મારા સુધી પહોચાડ્યો આ ખરેખર એક અવિશ્વસનીય કહાની છે.

લગ્ન થઇ ગયા તો હાલો હનીમૂન પર


undefined
અત્યારે લગ્નની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. દરેક નવપરણિત કપલ પોતાના નવા જીવનની સુંદર શરૂઆત થાય તેવું ઇચ્છતા હોય છે, કોઈપણ ન્યૂમેરિડ કપલ માટે હનીમૂનથી ખાસ કોઈ પળ હોતી નથી અને તેમાં પણ જો હનીમૂન માટેનું ડેસ્ટિનેશન સુંદર હોય અને તમારી મરજીનું હોય, તો તેમાં ચાર ચાંદ લાગી જાયે છે. દરેક મેરિડ કપલ પોતાના હનીમૂનને ખાસ અને યાદગાર બનાવવાની ઈચ્છા રાખે છે.

હનીમૂન એટલે લગ્ન બાદ જીવનમાં નવી વ્યક્તિ પ્રવેશે ત્યારે બનેને એકબીજાને સમજવાનો મોકો અને માણવાનો અવસર. તમારા જીવનને રોમેન્ટીક અને પરિપૂર્ણ બનવા માટે કોઈ અનન્ય હનીમૂન ડેસ્ટિનેશનની મુલાકાત જરૂરી છે. ભારતમાં આવા ઘણા હનીમૂન ડેસ્ટિનેશન છે જે ઘણા લોકોના ધ્યાન બહાર છે, તો આવો આપણે આવાં કેટલાંક અજાણ્યા સ્થળો વિશે જાણીએ, જ્યાં તમે હનીમૂનનું પ્લાનિંગ કરી શકો છો અને તમારા હનીમૂનને રોમેન્ટિક બનાવી શકો છો.


હમ્પી

undefined

જો તમને અને તમારા જીવનસાથીને ઐતિહાસિક સ્થળો પસંદ હોય તો કર્ણાટકમાં આવેલ હમ્પે તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે. આ જગ્યા ખડકો વચ્ચે ઘેરાયેલ હોવાથી એક ભવ્ય નજરો જોવા મળે છે. અહી વીરૂપક્ષા મંદિર, વિઠ્ઠલ મંદિર, ૬.૭ મીટર ઉંચી નરસિંહની પ્રતિમા જોવા લાયક છે. વિજયનગરના શાસકો વિઠ્ઠલસ્વામી અને હજારેએ રામ મંદિરનું અભૂતપૂર્વ નિર્માણ કર્યું હતું, જે શિલ્પકળાનો અદ્દભૂત નમૂનો છે. આ ભવ્યતાના લીધે જ આ જગ્યાને ભારતની અનન્ય હનીમૂન ડેસ્ટિનેશનમાં સામેલ કરાઈ છે.



ડેલહાઉસી


ડેલહાઉસી હિમાચલ પ્રદેશનું એક અનોખું અને સુંદર હિલટાઉન છે. જે ગાઢ જંગલોમાં ઘેરાયેલું છે. અહી ભવ્ય બરફાચ્છાદિત પર્વતો પણ નિહાળવા મળે છે. નવપરણિત અહી બરફનાં પહાડોની, ઠંડીની, ધુમ્મસની અને હરિયાળા વૃક્ષો વચ્ચે નદીની મજા માણી શકે છે. ‘પંચપુલા’ ડેલહાઉસીથી ૩ કી.મી. દૂર છે જ્યાં તમે વહેતા ઝરણાની મજા માણી શકો છો. ‘કલાટોપ’ ડેલહાઉસીથી ૧૦ કી.મી. દૂર છે જ્યાં વન્યજીવન અભયારણ્ય આવેલું છે ત્યાં કાળા રીંછ અને ‘ઘારોલ’ (પહાડી બકરીઓ) જોવા મળે છે. શાંત જંગલ અને મોહક તથા અદ્દભૂત વૃક્ષોની મજા માણવી હોય તો તમે ‘શુભસ બાઓલી’ ની મજા પણ માણી શકો છો.




કોવાલમ


કોવાલમ નામનો અર્થ નારિયેળીની વૃક્ષવાટિકા થાય છે. કોવાલમમાં દરિયાઈ બીચ ચારેતરફ નારિયેળીના વૃક્ષોથી ઘેરાયેલો છે. કોવાલામ હનીમૂન માટે આદર્શ સ્થળ છે કેમ કે અહી રળિયામણો બીચ, આયુર્વેદિક મસાજ અને વોટર સ્પોટ વગેરે મળી રહે છે. અહી તમે નારિયેળીના વૃક્ષની નીચે આરામ કરતા રમણીય દરિયાની મજા માણી શકો છો.

ભારતના વડાપ્રધાન

      ભારતના વડાપ્રધાન    નામ                                        મુદત  


 
જવાહરલાલ
નહેરુ (1889 - 1964)                           1947 ઓગસ્ટ 15 - 27 મે, 1964  

ગુલજરી  લાલ નંદા(1898 - 1997)  (કાર્યકારી)        27 મે, 1964 - જૂન 9, 1964  

લાલ બહાદુર શાસ્ત્રી (1904 - 1966)                         જૂન 9, 1964 - 11 જાન્યુઆરી, 1966  

ગુલજરી  લાલ નંદા(1898 - 1997)  (કાર્યકારી)        11 જાન્યુઆરી 1966 - 24 જાન્યુઆરી, 1966  

ઇન્દિરા ગાંધી (1917 - 1984)                                   24 જાન્યુઆરી 1966 - માર્ચ 24, 1977  

મોરારજી દેસાઇ (1896 - 1995)                                24 માર્ચ, 1977 - 28 જુલાઈ, 1979  

ચરણ સિંહ (1902 - 1987)                                        28 જુલાઈ 1979 - 14 જાન્યુઆરી, 1980  

ઇન્દિરા ગાંધી (1917 - 1984)                                   14 જાન્યુઆરી, 1980 - 31 ઓક્ટોબર, 1984  

રાજીવ ગાંધી  (1944 - 1991)                                   31 ઓક્ટોબર, 1984 - ડિસેમ્બર 1, 1989  

વિશ્વનાથ પ્રતાપ સિંઘ(1931 - 2008)                        2 ડિસેમ્બર , 1989 - 10 નવેમ્બર, 1990  

ચંદ્રશેખર(1927 - 2007)                                           10 નવેમ્બર, 1990 - જૂન 21, 1991  

પીવી નરસિંહ રાવ (1921 - 2004)                            21 જૂન, 1991 - 16 મે, 1996  

અટલ બિહારી વાજપેયી(1926)                                16 મે 1996 - જૂન 1, 1996  

એચડી દેવે ગૌડા(1933)                                           01 જૂન 1996 - 21 એપ્રિલ, 1997  

ઈન્દર કુમાર ગુજરાલ (જન્મ - 1933)                       21 એપ્રિલ, 1997 - 18 માર્ચ 1998,  

અટલ બિહારી વાજપેયી(જન્મ - 1926)                    19 માર્ચ 1998 - 13 ઓક્ટોબર, 1999  

અટલ બિહારી વાજપેયી(જન્મ - 1926)                    13 ઓક્ટોબર, 1999 - 22 મે 2004  

ડો મનમોહન સિંઘ (1932 જન્મ)                               22 મે, 2004 - હાલમાં

રવિવાર, 20 જાન્યુઆરી, 2013

જનરલ નોલેજ પ્રકરણ -19


901 મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? Ans: રૂપાલ

902
ગુજરાતી ભાષામાંટૂંકી વાર્તાસ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ

903
સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી

904
કવિ નર્મદે સમાજસુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું ? Ans: દાંડિયો

905
વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? Ans: તીથલ

906
કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? Ans: સિદ્ધરાજ જયસિંહ

907
સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? Ans: ધમાલ નૃત્ય

908
ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન

909
ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા

910 ‘
નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - વિધાન કોનું છે? Ans: બળવંતરાય . ઠાકોર

911
ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? Ans: લખપત

912
ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી

913 ‘
ટૂંકી વાર્તા એટલે તણખો વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી

914
શાળાએ જતા બાળકોને વિમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. Ans: વિદ્યાદીપ યોજના

915 ‘
ઘનશ્યામકયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી

916
શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? Ans: પ્રેમચંદ રાયચંદ

917
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-..૨૦૦૮

918
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

919
પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય

920
કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે? Ans: જ્ઞાનપીઠ એવોર્ડ

921
ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.

922
ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ

923
કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઉડી શકે છે? Ans: કાનકડિયા

924
આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી

925
વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? Ans: ત્રિભુવન શેઠ

926
ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી? Ans: દ્વારિકા

927
આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ

928
ગોફગૂંથન - સોળંગારાસ કોણ કરે છે અને કયાંનું છે? Ans: સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ

929
કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા

930
કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ

931
ગુજરાતમાં ચીનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે? Ans: મોરબી

932
ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: મહેસાણા

933
બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: સોમનાથ

934 ‘
લાખો ફૂલાણીફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ

935 ‘
ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? Ans: ધોળકા

936
ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો

937
બાપા સીતારામ આશ્રમ કયાં આવેલો છે ? Ans: બગદાણા

938
કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત

939
નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. Ans: રાજયરંગ

940
ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ? Ans: અઝીમ પ્રેમજી

941
અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી

942
પોતાના શાસનકાળમા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

943 ‘
રૂમીખાનનો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા

944
ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત

945
હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

946
ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ

947 ‘
ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો

948
શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ? Ans: કવિ દયારામ

949
૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? Ans: સુફિયાન શેખ

950 ‘
માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે? Ans: કવિ ગણપતિ