visiter

શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

લગ્ન થઇ ગયા તો હાલો હનીમૂન પર


undefined
અત્યારે લગ્નની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. દરેક નવપરણિત કપલ પોતાના નવા જીવનની સુંદર શરૂઆત થાય તેવું ઇચ્છતા હોય છે, કોઈપણ ન્યૂમેરિડ કપલ માટે હનીમૂનથી ખાસ કોઈ પળ હોતી નથી અને તેમાં પણ જો હનીમૂન માટેનું ડેસ્ટિનેશન સુંદર હોય અને તમારી મરજીનું હોય, તો તેમાં ચાર ચાંદ લાગી જાયે છે. દરેક મેરિડ કપલ પોતાના હનીમૂનને ખાસ અને યાદગાર બનાવવાની ઈચ્છા રાખે છે.

હનીમૂન એટલે લગ્ન બાદ જીવનમાં નવી વ્યક્તિ પ્રવેશે ત્યારે બનેને એકબીજાને સમજવાનો મોકો અને માણવાનો અવસર. તમારા જીવનને રોમેન્ટીક અને પરિપૂર્ણ બનવા માટે કોઈ અનન્ય હનીમૂન ડેસ્ટિનેશનની મુલાકાત જરૂરી છે. ભારતમાં આવા ઘણા હનીમૂન ડેસ્ટિનેશન છે જે ઘણા લોકોના ધ્યાન બહાર છે, તો આવો આપણે આવાં કેટલાંક અજાણ્યા સ્થળો વિશે જાણીએ, જ્યાં તમે હનીમૂનનું પ્લાનિંગ કરી શકો છો અને તમારા હનીમૂનને રોમેન્ટિક બનાવી શકો છો.


હમ્પી

undefined

જો તમને અને તમારા જીવનસાથીને ઐતિહાસિક સ્થળો પસંદ હોય તો કર્ણાટકમાં આવેલ હમ્પે તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે. આ જગ્યા ખડકો વચ્ચે ઘેરાયેલ હોવાથી એક ભવ્ય નજરો જોવા મળે છે. અહી વીરૂપક્ષા મંદિર, વિઠ્ઠલ મંદિર, ૬.૭ મીટર ઉંચી નરસિંહની પ્રતિમા જોવા લાયક છે. વિજયનગરના શાસકો વિઠ્ઠલસ્વામી અને હજારેએ રામ મંદિરનું અભૂતપૂર્વ નિર્માણ કર્યું હતું, જે શિલ્પકળાનો અદ્દભૂત નમૂનો છે. આ ભવ્યતાના લીધે જ આ જગ્યાને ભારતની અનન્ય હનીમૂન ડેસ્ટિનેશનમાં સામેલ કરાઈ છે.



ડેલહાઉસી


ડેલહાઉસી હિમાચલ પ્રદેશનું એક અનોખું અને સુંદર હિલટાઉન છે. જે ગાઢ જંગલોમાં ઘેરાયેલું છે. અહી ભવ્ય બરફાચ્છાદિત પર્વતો પણ નિહાળવા મળે છે. નવપરણિત અહી બરફનાં પહાડોની, ઠંડીની, ધુમ્મસની અને હરિયાળા વૃક્ષો વચ્ચે નદીની મજા માણી શકે છે. ‘પંચપુલા’ ડેલહાઉસીથી ૩ કી.મી. દૂર છે જ્યાં તમે વહેતા ઝરણાની મજા માણી શકો છો. ‘કલાટોપ’ ડેલહાઉસીથી ૧૦ કી.મી. દૂર છે જ્યાં વન્યજીવન અભયારણ્ય આવેલું છે ત્યાં કાળા રીંછ અને ‘ઘારોલ’ (પહાડી બકરીઓ) જોવા મળે છે. શાંત જંગલ અને મોહક તથા અદ્દભૂત વૃક્ષોની મજા માણવી હોય તો તમે ‘શુભસ બાઓલી’ ની મજા પણ માણી શકો છો.




કોવાલમ


કોવાલમ નામનો અર્થ નારિયેળીની વૃક્ષવાટિકા થાય છે. કોવાલમમાં દરિયાઈ બીચ ચારેતરફ નારિયેળીના વૃક્ષોથી ઘેરાયેલો છે. કોવાલામ હનીમૂન માટે આદર્શ સ્થળ છે કેમ કે અહી રળિયામણો બીચ, આયુર્વેદિક મસાજ અને વોટર સ્પોટ વગેરે મળી રહે છે. અહી તમે નારિયેળીના વૃક્ષની નીચે આરામ કરતા રમણીય દરિયાની મજા માણી શકો છો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો