એક વ્યક્તિએ અમર આશાને નજર સમક્ષ રાખીને પોતાના પૌત્ર માટે એક સંદેશો એક બોતલમાં બંધ કરીને સમુદ્રમાં ફેંકી દીધો હતો, જે સંદેશ 76 વર્ષ વિત્યા બાદ છેવટે તેના પૌત્ર પાસે પહોંચી ગયો હતો. એચઇ હિલિબ્રકની એક શિપિંગ કંપનીએ લેટર હેડ પર લખ્યું હતું કે, જેને પણ આ સંદેશ મળે તે અંદર લખેલ સરનામા પર પહોંચાડી દેવા વિનંતિ છે.
પત્રની અંદર એચઇ હિલિબ્રિક, 72 રિચમંડ સ્ટ્રીટ લૈડરિવલે પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનું એડ્રેસ લખ્યું હતું, વર્ષ 1936માં હિલિબ્રક દ્વારા લખવામાં આવેલા આ સંદેશ 76 વર્ષ સુધી સમુદ્રની લહેરો વચ્ચે સચવાઈ રહ્યો હતો. આ બોતલ છેવટે ન્યૂઝીલેન્ડનાં તટ પર પહોંચી હતી. આ બોતલ તટ પર આવી તે દરમિયાન ફ્લડ નામનો વ્યક્તિ બીચ પર ફરવા આવ્યો હતા અને તેમની નજર આ બોટલ પર પડી અને તેમણે બોટલમાં કઈક વસ્તુ નજરે પડતા તેમણે બોટલને ચેક કરતાં તેમાંથી 76 વર્ષ જુનો સંદેશ જોવાં મળતાં તે ચોકી ગયા હતા.
ફ્લડે સ્થાનિક મીડિયાનો સંપર્ક કહ્યું કે જ્યારે મને આ બોતલ મળી તો અંદર કંઇક જોવા મળ્યું અને હું એ જાણવા માટે ઉત્સૂક હતો કે અંદર શું છે. મને બોટલને જોઈને અવું લાગ્યું કે અંદર કંઇક ખાસ હોવું જોઈએ. આ સંદેશને વાંચીને ફ્લડની આતુરતાં વધી ગઈ હતી કે આ સંદેશ કઈ વ્યક્તિએ છોડુ હતુ અને કોના માટે છોડવામાં આવ્યુ હતુ, તેથી ફલડે તે વ્યક્તિની શોધ આદરી જેણે બોતલમાં આ સંદેશો છોડ્યો હતો. ફલડની ઘણી મહેનત બાદ થોડા મહિના બાદ ખબર પડી કે આ પત્ર અર્નેસ્ટ હિલિબ્રક નામની વ્યક્તિએ લખ્યો હતો, જેનું 1940માં અવસાન થઇ ગયું હતું.
જયારે હિલિબ્રકનો પૌત્ર પીટર હિલિબ્રક ઓસ્ટ્રેલિયાનાં પર્થ શહેરમાં રહે છે. પીટરની જાણકારી મળ્યા બાદ ફલડે આ સંદેશ તેને મોકલાવી આપ્યો હતો. પીટરે જયારે આ સંદેશ વાંચ્યો ત્યારે તેનાં આશ્ચયચકિત થઈ ગયો હતો પીટરે તેણે જણાવ્યું કે, આ સંદેશ 76 વર્ષ સમુદ્રમાં આમ તેમ ફરતો રહ્યો અને અચાનક ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો હતો, અને ત્યાં એક વ્યક્તિને મળ્યો જેમણે અંતે આ મારા સુધી પહોચાડ્યો આ ખરેખર એક અવિશ્વસનીય કહાની છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો