visiter

બુધવાર, 4 ડિસેમ્બર, 2013

નિયમિત રીતે સદકર્મ કરવાની રોજ શક્તિ માગીએ



                  એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ 10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને માલિકનો અવાજ ન સંભળાયો.

                    થોડીવાર પછી મજુરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10 રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે 100ની નોટ નીચે ફેંકી. નોટ ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમજ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ કરી.

              

                   મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ....કરગરી દયા અને મદદની ભીખ માંગ એ છીએ..એના બદલે નિયમિત રીતે સદકર્મ કરવાની રોજ શક્તિ માગીએ તો !!??

 1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો