***********
એક ભીખારી વર્ષોથી એક ચોક્કસ જગ્યા પર બેસીને ભીખ માંગતો હતો. એકદિવસ આ ભીખારી પાસે એક સાવ અજાણ્યો માણસ આવ્યો. ભીખારીએ તો પોતાના સ્વભાવ પ્રમાણે ભીખ માંગવાનું શરુ કર્યુ. ખુબ કાલાવાલા કર્યા અને પોતાને મદદ કરવા માટે વિનંતી કરી. અજાણ્યા માણસે પુછ્યુ , “ તું કેટલા સમયથી આ ભીખ માંગવાનું કામ કરે છે ?” ભીખારીએ કહ્યુ , “ હું છેલ્લા 30 વર્ષથી આ કામ કરી રહ્યો છું. મારી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી તો હું શું કરુ ?” પેલા અજાણ્યા માણસે વાત આગળ વધારતા કહ્યુ , “ તું 30 વર્ષથી આ જ જગ્યા પર બેસીને ભીખ માંગે છે ?” પ્રતિઉતરમાં ભીખારીએ કહ્યુ , “ હા શેઠ આ જગ્યા પર જ બેસીને ભીખ માંગું છું. છેલ્લા 30 વર્ષથી આ લાકડાના બોક્ષ પર બેસીને જ ભીખ માંગવાનું કામ કરુ છુ. આખો દિવસ ભીખ માંગું ત્યારે માંડ પેટનો ખાડો પુરાય છે અને ક્યારેક તો ભુખ્યા સુવાનો વારો પણ આવે છે.” અજાણ્યા માણસે પુછ્યુ , “ તું જે બોક્ષ પર 30 વર્ષથી બેઠો છે એ બોક્ષમાં શું છે એ ક્યારેય જોયુ છે તે ?” ભીખારીએ નકારમાં માથુ ધુણાવ્યુ એટલે આ અજાણ્યા માણસે એ બોક્ષને ખોલવા માટે ભીખારીને કહ્યુ. ભીખારીએ બોક્ષ ખોલ્યુ તો લાકડાનું આખુ બોક્ષ સોનાથી ભરેલુ હતું. ભીખારી તો આંખો ફાડીને જોઇ જ રહ્યો. આપણે બધા પણ આ ભીખારી જેવા જ છીએ અનેક ક્ષમતાઓ રૂપી સોનાથી ભરેલા બોક્ષ પર બેઠા છીએ અને ભીખ માંગવાનું કામ કરીએ છીએ. આપણને પોતાને જ ખબર નથી કે આપણી પાસે કેવી અમુલ્ય મિલ્કત પડી છે. જીવનમાં આવી કોઇ અજાણી વ્યક્તિ મળી જાય જે કંઇ આપે નહી પણ અંદર જોવાનું કહે અને આપણને માલામાલ કરી જાય.
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો