visiter

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

મોરલી કે રાધા ?

અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા ?
જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા.

મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.
મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.

મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાની છે.
છાયો છે મોરલી ને પડછાયો છે રાધા.

મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે
જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો
તેમ રાધા વિનાનો શ્યામ અધુરો,

એટલે મોરલી કરતા મને રાધા વધારે વહાલી છે,

કારણ કે મોરલી હું છું એટલે તેને તરછોડીસ તો દુખ મને જ થશે
પરંતુ રાધા મારો પ્રેમ છે એટલે તેને તરછોડીસ તો દુનિયા આખી ને દુખ લાગશે

તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી
કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી.

મને ટી.વી બનાવી દો....



એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.

તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???”

શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું”

તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”

તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું—

” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.)
બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”

હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો. શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું­ બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!”

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,
” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”

તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન –
                    આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….

                    હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
                                                                                                            એ જ લિ,
                                                                                                          ભગવાનની આશિષ.

સમયનો સદુપયોગ

એક ગામમાં એવો રીવાજ હતો કે ગામના કોઈ વ્યક્તિને એક વર્ષ માટે રાજા બનાવવાનો અને વર્ષ પૂરું થયા બાદ તેને ગામની નદીને પેલે પાર આવેલી બંજર જગ્યાએ મોકલી દેવાનો.વર્ષો વિતતા ગયા ને એક પછી એક જે રાજા બને તે બંજર જગ્યાએ જઈને રીબાઇ રીબાઈ ને મરી જાય. એકવાર રાજા બનવાનો વારો એક સંતનો આવ્યો તેને પોતાની સૂઝ વાપરી અને પોતાના રાજકારણ દરમિયાન પેલી બંજર જગ્યાને હરિયાળી ભૂમિ બનાવી દીધી અને જયારે એક વર્ષ બાદ તેને ત્યાં મોકલવામાં આવ્યો ત્યારે તે ત્યાં જઈને નિરાંતે રેહવા લાગ્યો.
સાર:- આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ જેથી આપનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. પેલા સંતે સમયનો સદુપયોગ કરીને બંજર જમીન હરિયાળી બનાવી જેથી તે ત્યાં નિરાંતે પોતાનું જીવન વિતાવી શકે…………

મંગળવાર, 11 ડિસેમ્બર, 2012

પુત્રના શિક્ષક પર અબ્રાહમ લિંકનનો પત્ર

માનનીય શિક્ષકશ્રી,

આજે
મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે.

થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે.

હું ઈચ્છું કે તમે તેનાપ્રત્યે  મૃદુતા દાખવશો.

હું જાણું છું,તેણે શીખવું જ પડશે કે માનવ બધા સાચા નથી હોતા.
પરંતુ તેને એ પણ શીખવજો કે કોઈ દુષ્ટ હોય તો કોઈ મહાન પણ હોય છે;
 સ્વાર્થી રાજકારણી સામે સમર્પિતનેતા પણ હોય છે…

હું જાણું છું,તેમાં સમય લાગશે
પરંતુ જો તમે શીખવી શકો તો તેને શીખવજો કે
આપ કમાઈના એક ડોલરની કીમત પાંચ પાઉન્ડ કરતાં અનેકગણી વધારે છે…
તમે તેને ગુમાવતા શીખવાનું શીખવજો…

વિજયના આનંદને માણતા પણ (શીખવજો) પુસ્તકોનાં વિસ્મયો…
સાથોસાથ
આકાશનાં પંખીઓનાં, સૂર્યમાં મધમાખીઓના,અને
લીલીછમટેકરી પરના પુષ્પના શાશ્વત રહસ્ય પર વિચારવા માટે તેને ફુરસદની થોડી પળો પણ આપજો.

તેને શીખવજો કે શાળામાં છળકપટ કરવા કરતાં નિષ્ફળ થવું એ અનેકગણું સન્માનજનક છે.

ભલે બધા તેને સાવ ખોટો કહે તો પણ તેને પોતાનાં વિચારોમાં શ્રદ્ધા રાખતા શીખવજો

તેને નમ્ર લોકો સાથે નમ્ર અને કઠોર સાથે કઠોર થતા શીખવજો.

જયારે સૌ એકબીજાનું આંધળું અનુકરણ કરતાં હોય ત્યારે મારા પુત્રને તેને ન
અનુસરવાની શક્તિ આપવાનો પ્રયત્ન કરજો…

તેને સહુની વાતને ધીરજથી સંભાળતા શીખવજો…

તે સાથે સત્યની કસોટીએ પારખી સાંભળેલી વાતો થકી કામની વાત સમજતા શીખવજો અને અનેક વાતો થકી કેવળ સારી વાતને અપનાવતા પણ શીખવજો.

જો તમે શીખવી શકો તો તેને તે ઉદાસ હોય ત્યારે કેવી રીતે હસવું તે શીખવજો…
તેને શીખવજો કે અશ્રુ સારવામાં નાનમ નથી.
તેને નિંદા કરનારની વાતને હસી કાઢતા શીખવજો
તથા બહુ મીઠું બોલનારાઓથી સાવધ રહેતા પણ શીખવજો…
ગમેતેવાં કપરા સંજોગોમાં પણ તેને પોતાની બુદ્ધિને અને શક્તિને ભરોસે રહેતા શીખવજો
અને તેનાં હૃદયની તથા આત્માની લાગણીને પૈસા ખાતર તે ક્યારેય ન અવગણે તે શીખવજો.

જો તે એમ માનતો હોય કે તે સાચો છે તો તે નીડરતાથી ઊભો રહી સામનો કરે
અને
તોફાની ટોળાંનાં અવાજથી દબાય નહિ એ તેને શીખવજો…

તેને સૌમ્યપણે શીખવજો પરંતુ તેની આળપંપાળ ન કરશો કારણ કે અગ્નિમાં તપીને જ કંચન શુદ્ધ થાય છે.

તેનામાં અધીર થવાની હિંમત અને બહાદુર થવાની ધીરજ આવે તેમ કરજો

તેને પોતાની જાત પર અનન્ય શ્રદ્ધા રાખતા શીખવજો કારણ કે.........
તેથી જ તેનામાં માનવજાત પ્રત્યે અનન્ય શ્રદ્ધા જાગશે. આ એક મહાન આદેશ છે
પરંતુ જોઈએ કે તમે કેટલું કરી શકો છો…તે સુંદર છે, નાનકડો છે, વહાલો છે
મારો પુત્ર.

                                                  એક પિતા
                                               (અબ્રાહમ લિંકન)

માનવસંબંધો

માનવસંબંધોની ભાત નિરખવા જેવી અને પરખવા જેવી છે.

કેટલાક સંબંધો ગુલમહોરિયા કે પછી ગરમાળિય જેવા હોય છે,
ભરઉનાળે આંખને ઠંડક અને જીવનને રંગદીક્ષા આપે તેવા.

કેટલાક સંબંધો બોગનવેલિયા હોય છે; સુગંધ નહી પણ શોભા વધારનારા.

કેટલાક સંબંધો બાવળિયા હોય છે; ઉપયોગી તોય કાંટાળા.

કેટલાક સંબંધો વડલાની શીળી છાયા જેવા ઉપકારક,
તો કેટલાક લીમડા જેવા ગુણકારી.

કેટલાક સંબંધો વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા,
તો કેટ્લાક પારિજાત જેવા સુવાસયુક્ત હોય છે.

કેટલાક સંબંધો ગુલાબી તો કેટ્લાક મોગરાની મહેક જેવા હોય છે.

કેટલાક સંબંધો ' ઓફિસ ફ્લાવર્સ ' જેવા હોય છે,
સવારે ખીલે ને સાંજે બિડાઈ જાય ..............

- શ્રી ગુણવંત શાહ

જીવનના સાત પગલા…

(*) (*) (*)(*) (*) (*)(*)
(*) (*) (*)(*) (*) (*)(*)

(૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે….

(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
જે ડુબી શક્યો તે તરી ગયો છે….

(૩) ત રુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.
મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…
અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો..
અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ ન વિચારતા…
બીજા માટે કરી છુટવાની ખુશી છે.
કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,
જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

(૭) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે…
નાડીએ નાડીએ કર્મ તૂટશે..પાપ-પૂણ્યનો મર્મ ખુલશે…
ધર્મ-કર્મનો હિસાબ થશે…સ્વર્ગ-નરકનો માર્ગ થશે….
પોતાનાનો પ્યાર છુટશે...
અને… સાત પગલા પુરા થશે…..
માટે..સાત પગલાની..
પાણી પહેલા પાળ બાંધો….
માટે જ જીંદગી ને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.......

કાં આજ મા યાદ આવે છે ..?

એ વિવિધ વાનગી લાવે છે ;
બહુ તાણ કરી ખવડાવે છે.
ભાવે તેવું પીરસે છે એ;
કડવું ક્યાં પીવડાવે છે..!
હોટલનું ખાણું ખાતા..;
કાં આજ મા યાદ આવે છે ..?

એ કડવી ગોળી પાતી 'તી ;
નહિ પીવું તો ખીજાતી'તી.
બેસતા ચૈતર મહિનામાં ;
કુણા લીમડાનો રસ પાતી'તી .
કદી રીસાઈને જો નહિ જમું ;
તો એ પણ ભુખી સુઈ જાતી'તી.

છે ટીપની આશા અહીં હોટલમાં ;
ક્યાંથી તાળો મળે અહીં ટોટલમાં ?
મારા ઓડકારથી મા રાજી
મા વગર બધે બસ તારાજી

ખુબ સરસ વાક્યો..!!!


'પૈસા' કહે છે કે 'મને મેળવો' ..!!

'કેલેન્ડર' કહે છે કે 'મને ફેરવો'..!!
 
'સમય' કહે છે કે મારુ 'આયોજન કરો' ..!!
 
'ભવિષ્ય' કહે છે કે 'મને જીતો' ..!!
 
'ખુબસુરતી' કહે છે કે મને 'પ્રેમ કરો‘ ..!!
 
પણ 'ભગવાન' સાવ સાદી રીતે કહે છે કે,
 
'સખત કામ' કરો અને મારા પર 'વિશ્વાસ રાખો'..!!

કેટલીક કડવી સચ્ચાઈઓ


(૧) 'હું તો મજાક કરતો હતો' એવું કહેવામાં બહુ ઓછી સચ્ચાઈ હોય છે.
 
(૨) 'મને કશો ફરક પડતો નથી' એવું કહેવા પાછળ બહુ મોટો ફરક હોય છે.
 
 (૩) 'કંઇ વાંધો નહિ' એવું કહેવા પાછળ બહુ ઓછી મીઠાશ હોય છે.
 
(૪) 'મને કંઈ ખબર નથી' એવું કહેનારને ઘણીબધી ખબર હોય છે.
 
(૫) 'એમાં મારું શું જવાનું?' એવું કહેનારનું ચોક્કસ કંઈ ગયું જ હોય છે!

જનરલ નોલેજ પ્રકરણ -16

751 ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? Ans: મહારાજા ભાવસિંહજી ગોહિલ

752 ‘
સિંહાસન બત્રીસીકોની કૃતિ છે? Ans: રમણલાલ સોની

753
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ

754
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ

755
ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન કયા પુસ્તકમાં આલેખાયેલું છે? Ans: હિંદ સ્વરાજ

756
આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

757
સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ? Ans: છપૈયા

758
કવિ વીરસિંહ રચિત એકમાત્ર કૃતિનું નામ જણાવો. Ans: ઉષાહરણ

759
ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

760
ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન

761
કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

762
ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએગુજરાત સ્તવનોનામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી

763
કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા

764
પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ

765
લાકડીનાં બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? Ans: લકુટા રાસ

766
સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા? Ans: કાફી

767
કેન્દ્રીય ધારાસભાનાં પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

768
ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: .. ૧૬૦૬

769
ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે? Ans: રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.

770
અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? Ans: ભિક્ષુ અખંડાનંદ

771
અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર

772
ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)

773
ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા

774
ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર . દવે

775
ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી

776
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૪૫થી ૭૦ ટન

777
કઇ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? Ans: મણીબહેન પટેલ

778
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? Ans: દાંતીવાડા

779
મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે કયા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું ? Ans: પદ્યવાર્તા

780
જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો

781
ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? Ans: સૌરાષ્ટ્ર

782
શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર

783
અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

784
ઝૂલતા મિનારા કયાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? Ans: અમદાવાદ : સિદી બશીરની મસ્જિદ

785
નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ? Ans: પદ

786
અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઇ હતી? Ans: .. ૧૯૪૬

787
પુરુષોત્તમ કયા પ્રખ્યાત ગુજરાતી કવિનું મૂળ નામ છે ? Ans: કવિ ભાલણ

788
હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ

789
ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિફાર્બસ વિરહના રચયિતા કોણ છે ? Ans: કવિ દલપતરામ

790
ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ

791
એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય

792
પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

793
ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ? Ans: પ્રતીક પારેખ

794
શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા

795
વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ

796
ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે? Ans: આખ્યાન

797
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

798
હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

799
નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતાજય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ

800
ગુજરાતમાં લોકમેળાનું આયોજન કયા શહેરમાં થાય છે? Ans: અમદાવાદ