એક ગામમાં એવો રીવાજ હતો કે ગામના કોઈ વ્યક્તિને એક વર્ષ માટે રાજા
બનાવવાનો અને વર્ષ પૂરું થયા બાદ તેને ગામની નદીને પેલે પાર આવેલી બંજર
જગ્યાએ મોકલી દેવાનો.વર્ષો વિતતા ગયા ને એક પછી એક જે રાજા બને તે બંજર
જગ્યાએ જઈને રીબાઇ રીબાઈ ને મરી જાય. એકવાર રાજા બનવાનો વારો એક સંતનો
આવ્યો તેને પોતાની સૂઝ વાપરી અને પોતાના રાજકારણ દરમિયાન પેલી બંજર જગ્યાને
હરિયાળી ભૂમિ બનાવી દીધી અને જયારે એક વર્ષ બાદ તેને ત્યાં મોકલવામાં
આવ્યો ત્યારે તે ત્યાં જઈને નિરાંતે રેહવા લાગ્યો.
સાર:- આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ જેથી આપનું ભવિષ્ય ઉજ્જવળ બની
શકે. પેલા સંતે સમયનો સદુપયોગ કરીને બંજર જમીન હરિયાળી બનાવી જેથી તે ત્યાં
નિરાંતે પોતાનું જીવન વિતાવી શકે…………
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો