માનનીય શિક્ષકશ્રી,
આજે
મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે.
થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે.
હું ઈચ્છું કે તમે તેનાપ્રત્યે મૃદુતા દાખવશો.
હું જાણું છું,તેણે શીખવું જ પડશે કે માનવ બધા સાચા નથી હોતા.
પરંતુ તેને એ પણ શીખવજો કે કોઈ દુષ્ટ હોય તો કોઈ મહાન પણ હોય છે;
સ્વાર્થી રાજકારણી સામે સમર્પિતનેતા પણ હોય છે…
હું જાણું છું,તેમાં સમય લાગશે
પરંતુ જો તમે શીખવી શકો તો તેને શીખવજો કે
આપ કમાઈના એક ડોલરની કીમત પાંચ પાઉન્ડ કરતાં અનેકગણી વધારે છે…
તમે તેને ગુમાવતા શીખવાનું શીખવજો…
વિજયના આનંદને માણતા પણ (શીખવજો) પુસ્તકોનાં વિસ્મયો…
સાથોસાથ
આકાશનાં પંખીઓનાં, સૂર્યમાં મધમાખીઓના,અને
લીલીછમટેકરી પરના પુષ્પના શાશ્વત રહસ્ય પર વિચારવા માટે તેને ફુરસદની થોડી પળો પણ આપજો.
તેને શીખવજો કે શાળામાં છળકપટ કરવા કરતાં નિષ્ફળ થવું એ અનેકગણું સન્માનજનક છે.
ભલે બધા તેને સાવ ખોટો કહે તો પણ તેને પોતાનાં વિચારોમાં શ્રદ્ધા રાખતા શીખવજો
તેને નમ્ર લોકો સાથે નમ્ર અને કઠોર સાથે કઠોર થતા શીખવજો.
જયારે સૌ એકબીજાનું આંધળું અનુકરણ કરતાં હોય ત્યારે મારા પુત્રને તેને ન
અનુસરવાની શક્તિ આપવાનો પ્રયત્ન કરજો…
તેને સહુની વાતને ધીરજથી સંભાળતા શીખવજો…
તે સાથે સત્યની કસોટીએ પારખી સાંભળેલી વાતો થકી કામની વાત સમજતા શીખવજો અને અનેક વાતો થકી કેવળ સારી વાતને અપનાવતા પણ શીખવજો.
જો તમે શીખવી શકો તો તેને તે ઉદાસ હોય ત્યારે કેવી રીતે હસવું તે શીખવજો…
તેને શીખવજો કે અશ્રુ સારવામાં નાનમ નથી.
તેને નિંદા કરનારની વાતને હસી કાઢતા શીખવજો
તથા બહુ મીઠું બોલનારાઓથી સાવધ રહેતા પણ શીખવજો…
ગમેતેવાં કપરા સંજોગોમાં પણ તેને પોતાની બુદ્ધિને અને શક્તિને ભરોસે રહેતા શીખવજો
અને તેનાં હૃદયની તથા આત્માની લાગણીને પૈસા ખાતર તે ક્યારેય ન અવગણે તે શીખવજો.
જો તે એમ માનતો હોય કે તે સાચો છે તો તે નીડરતાથી ઊભો રહી સામનો કરે
અને
તોફાની ટોળાંનાં અવાજથી દબાય નહિ એ તેને શીખવજો…
તેને સૌમ્યપણે શીખવજો પરંતુ તેની આળપંપાળ ન કરશો કારણ કે અગ્નિમાં તપીને જ કંચન શુદ્ધ થાય છે.
તેનામાં અધીર થવાની હિંમત અને બહાદુર થવાની ધીરજ આવે તેમ કરજો
તેને પોતાની જાત પર અનન્ય શ્રદ્ધા રાખતા શીખવજો કારણ કે.........
તેથી જ તેનામાં માનવજાત પ્રત્યે અનન્ય શ્રદ્ધા જાગશે. આ એક મહાન આદેશ છે
પરંતુ જોઈએ કે તમે કેટલું કરી શકો છો…તે સુંદર છે, નાનકડો છે, વહાલો છે
મારો પુત્ર.
એક પિતા
(અબ્રાહમ લિંકન)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો