visiter

શુક્રવાર, 1 માર્ચ, 2013

એવી હોય છે માં

કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?
જવાબ માં મેં કહ્યું કે એવી હોય છે માં,
જે આપણે દુનિયા દેખાડે છે,
ભૂખી રહી છે પોતે ને આપણે જમાડે છે,
ઠંડી સહન કરીને આપણે આચળ ઓઢાડે છે,
કંઈક વાગી જાય તો આપણી સાથે રડે છે જે ………..એવી હોય છે માં
બોલતા આપણે શીખવે છે,
ચાલતા આપણે શીખવે છે,
લખતા આપણે શીખવાડે છે,
કંઈક ચૂક થાય તો આપણે મારીને પોતે દુઃખી થાય છે જે ………..એવી હોય છે માં,
આપણા મનને સમજે છે,
ઈચ્છા પૂરી કરે છે,
પપ્પાના માર થી બચાવે છે,
અસીમ પ્યાર અને મમતા છલકાવે છે જે ……એવી હોય છે માં,
નિશાળે મુકવા-લેવા આવે છે,
નાસ્તો ભરીને આપે છે,
homework માં મદદ કરે છે,
૧૦૦ શિક્ષકોની તોલે આવે છે જે …………એવી હોય છે માં
મિત્ર સમોવડી બને છે,
સારા સંસ્કાર આપે છે,
આપણું જતન કરે છે,
ને માટીના ઢગ સમાન એવા આપણે ઇન્શાન બનાવે છે જે ………..એવી હોય છે માં,
કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?
જવાબમાં મેં કહ્યું કે-”જાણે ધરતી પર સાક્ષાત ભગવાન હોય” એવી હોય છે માં”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો