visiter

રવિવાર, 3 માર્ચ, 2013

વાહ ખૂબ જ સરસ રચના જીવન માં ઉતારવા જેવી !!



જીંદગીને જશ્ન સમજીને માણી લો...
અર્ધો જામ ભલે ખાલી દેખાતો
અર્ધો ભરેલો છે એ જામ એ જાણી લો..

ન મળ્યું જે એનો ગમ ન કરો
જે મળ્યું છે તમને એને ભરપૂર માણી લો.....

મારી છત્રીમાં કાણાં હતાં પણ
એમાંથી આવતી બૂંદો એ પલળવાની મજા સમજાવી..

મારા સ્વેટરમાં કઇંક કાણા હતાં,
શીતળ પવનની લહેરખીઓ રુંવાડા ઉભા કરતી હતી....

મારી ચંપલના તળિયાનાં કાણાએ મને
તપ્ત ધરતીનાં ક્રોધનો અનુભવ કરાવ્યો ગ્રીષ્મમાં.....

મેં હવે જાણી લીધું છે..
જીંદગી તો હંમેશ મજાની જ છે...
બસ આપણા ચશ્મા ઉતારવાની જરુર છે...
એને પ્રાકૃતિક રુપે માણવી
એ જ એક માત્ર સચ્ચાઇ છે......

અય મારા દોસ્ત ..
એ માત્ર દુ:ખોનો દરિયો નથી,
એ ઉમંગોનો ઉછળતો મહાસાગર પણ છે.......
ખૂબ ખૂબ આભાર
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
મિત્રો,પોસ્ટમાં­થી કંઇક જાણવા મળ્યું હોય તો Like કરીને જરૂરથી ઉત્સાહ વધારજો અને તમારા મિત્રો સાથે પણ અચૂક Share કરજો....!!!

તમારા મીત્રો ને SHARE કરી એમને પણ પોસ્ટ વંચાવો.....

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો