visiter

ગુરુવાર, 7 માર્ચ, 2013

તને કહું છું માં…

તને કહું છું માં…

અવતરવું છે વસુંધરાપર મળે જો મને આકાર,
થાય જન્મ મારો તો કરવું છે સ્વપ્ન સાકાર.
સાથ આપીશને માં,
તને કહું છું માં.
દાદાને તો વંશની ચિંતા, દાદીને વ્હાલો પૌત્ર,
પપ્પાને તો વ્હાલો વારિસ જોઈએ તેમને પુત્ર.
તું શું વિચારે છે માં,
તને કહું છું માં.
તારો જ અંશ છું ને તારું જ રૂપ થવા ઈચ્છું છું,
તારો જ પડછાયો થઇને અવની જોવા ચાહું છું.
સાથ દઈશને માં,
તને કહું છું માં.
બની દીકરી તારી, નામ રોશન કરવું તમારું,
સ્વપ્ન તમારા પુરા કરવા આતુર બની છું હું,
મારું નામકરણ કરીશને માં,
તને કહું છું માં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો