================
આઠ દસ વરહના દીકરાની મા મરી જાય છે!! ગામમાં કોઇએ પૂછ્યું કે,
"દીકરા ! તારી આ નવી મા અને મૃત્યુ પામેલી માં વચ્ચે શું તફાવત લાગ્યો?"
ત્યારે આ ગામડાનો દીકરો જવાબ દિયે છે કે "મારી જે સગી મા હતી એ જુઠાબોલી હતી અને આ નવી મા સાચાબોલી છે"
આ સાંભળી ગામલોકો આશ્ચર્યચકિત થઇને પૂછે છે કે "કેમ બેટા? જેની કૂખે તૂં જન્મ્યો છે ઇને તૂં જુઠાબોલી કહે છે? અને જે કાલ્ય આવી છે ઇને સાચાબોલી?કારણ ?"
ગામડાનો આ ભોળો દીકરો જવાબ દિય છે કે,"જયારે હુ મસ્તી કરતો ત્યારે મારી મા મને કે'તી હતી કે,દીકરા જો તૂં આમ મસ્તી કરીશ તો તને જમવાનું નહીં દઉં! છતાં ય હું તોફાન કરતો અને ઇ જ મા વાળાટાણું થાતાં,રોઢાટાણું થાતાં,આંખ્યે નેજવું કરી,મને ગામમાંથી ગોતી લાવી,પરાણે મોંમાં કોળિયા દઇ ખવરાવતી!
આ નવી મા કહે છે કે તોફાન કરીશ તો ખાવાનું નહીં દઉં! અને હું તોફાન કરું તો ખરેખર ! મને ત્રણ દિ' સુધી જમવાનું નથી દેતી !";-(;-(
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો