visiter

રવિવાર, 11 ઑગસ્ટ, 2013

જનરલ નોલેજ પ્રકરણ -27


1301 ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા

1302
ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળ્યો? Ans: ..૧૯૬૩

1303 ‘
જયુબિલી ઓફ ક્રિકેટનામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ

1304
લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ

1305
જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ

1306
સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી

1307
સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય

1308 "
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ

1309
૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી

1310
હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? Ans: નંદલાલ પુરોહિત

1311
વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? Ans: તીથલ

1312
સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ? Ans: સાસુ વહુની લડાઈ

1313
ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? Ans: ૨૭.૫૦ ડિગ્રી સે.

1314
ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો? Ans: વલસાડ

1315
ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી

1316
ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? Ans: ભાલિયા ઘઉં

1317
ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? Ans: નારાયણ સરોવર

1318
ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ

1319
ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ? Ans: શહીદનું સ્વપ્ન

1320
ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય

1321
ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? Ans: ૨૭,૨૦૦ ચો. કિમી.

1322
ગુજરાતના કયા ખેલાડીએ સૌ પ્રથમ વખત ટેબલ ટેનિસમાં જૂનિયર નેશનલ ટાઇટલ જીત્યું હતું? Ans: હરમીત દેસાઇ

1323
ગુજરાતમાં પ્રાચીન સમયમાં કયું બંદર વેપારી પ્રવૃત્તિથી ધીકતું હતું ? Ans: ભૃગુકચ્છ

1324
ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા

1325
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

1326
ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદનેપદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી

1327
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય . ઠાકોર

1328
ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ

1329
૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? Ans: સુફિયાન શેખ

1330
સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? Ans: ગુરુ બ્રહ્માનંદ

1331
હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી

1332
આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો? Ans: દ્વારકા

1333
પુરુષોત્તમ કયા પ્રખ્યાત ગુજરાતી કવિનું મૂળ નામ છે ? Ans: કવિ ભાલણ

1334
ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઇ

1335
દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે ? Ans: જેસોર

1336
પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ? Ans: સાપુતારા

1337 ‘
જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો વિચાર છે? Ans: માનવીની ભવાઇ

1338
નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ

1339
ગુજરાતી મહાનવલસરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી

1340
વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ .. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? Ans: દિવ

1341
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? Ans: અમદાવાદ

1342 ‘
ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરાં...’ ગીતના રચયિતા કોણ છે ? Ans: ઉમાશંકર જોશી

1343
ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ? Ans: અશ્વ નૃત્ય

1344
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? Ans: મહારાજા ભાવસિંહજી ગોહિલ

1345
ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? Ans: ૧૭૫થી ૨૦૦ વખત

1346
વેરાવળ કયા પ્રકારના કાપડના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: રેયોન

1347
સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? Ans: સાપોનું નિવાસસ્થાન

1348
કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ

1349
બનાસ નદીનું પ્રાચીન નામ શું છે ? Ans: પર્ણાશા

1350 ‘
વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મેળવવા ગુજરાત સરકાર કઇ સાઇટને વિકસાવી રહી છે ? Ans: ધોળાવીરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો