visiter

શનિવાર, 24 ઑગસ્ટ, 2013

વાહ દીકરી વાહ



સોરાષ્ટ્રના એક ધાર્મિક જગ્યાએ રોડ
પર દીકરીના પિતા મરી જતા,
આંખોથી ટપકતા આંસુ સાથે,
જતી ગાડીને હાથ કરીને ઉભી રાખે છે.
જેમાં એક માણસે પોતાની ફિયાટ
ગાડી ઉભી રાખી અને ઉતરીને પૂછ્યું કે
શું થયું છે.
રડતા રડતા દીકરી એ જવાબ આપ્યો કે
મારા પિતાજીનું અવશાન થઇ ગયું છે.
અમને અમારાઘરે મૂકી આવો તો સારું.
સમજદાર માણસે તેની ગાડીમાં પાછળ
બેસાડ્યા એ સમયે દીકરી મોતને
ભેટેલા પિતાના માથા પર હાથ
ફેરવતી હતી. એ ગામ ગયા ત્યારે ઘરને
તાળું લાગેલું હતું.
મુકવા આવેલા માણસને ચાવી લઇ
આવું કહી દીકરી ત્યાંથી નીકળી ગઈ.
થોડા સમય પછી ગામને ઘટનાની ને
મૃતદેહ બહાર કાઢ્યો.
તેમ છતાં ગાડીવાળા માણસ
ઉભા રહ્યા હતા. ગામના એક વડીલ
માણસે પૂછ્યું "આપ કેમ ઉભા છો?"
તેમણે જવાબ આપ્યો કે "મોતને
ભેટેલા માણસની દીકરીને છેલ્લે મળીને
તેને નમન કરીને જાઉં." વડીલે
આશ્ચર્ય થીપુછ્યું "કોણ દીકરી?" આ
માણસે જવાબ આપ્યો કે "મારી સાથે
રોડ પર રહીને
ઘરના આંગણા સુધી ગાડીમાં બેસીને
આવી હતી તેની વાત કરું છું."
ફરીથી વડીલે પુછ્યું
"જોતા ઓળખી જાવ?" આ માણસે
જણાવ્યું કે "હા, ઓળખુને!!" આખરે
તેના ઘરમાં લઇ આવ્યા અને દીવાલ
પર દીકરીનો ફોટો હતો એ બતાવીને
પૂછ્યું કે "આ દીકરીહતી?"
ગાડીવાળા માણસે જણાવી દીધું કે "આ
દીકરીએ મને ઉભી રાખીને ઘર
સુધી મૂકી ગયી હતી."
ગામના વડીલે આ શખ્સને જણાવ્યું કે
"આ દીકરી મરી એને ત્રણ વર્ષ થઇ
ગયા છે."
આ ગાડીવાળા માણસને એમ થયું કે
પોતાના પિતાને કઈ થાય તો દીકરી કોઈ
પણ રૂપમાં આવતી હોય છે.
તેથી કહેવાયું છે કે
"દીકરી હરહંમેશ
વહાલનો દરિયો હોય!!!"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો