visiter

મંગળવાર, 1 ઑક્ટોબર, 2013

બાળ અધિકારો પુસ્તિકા

તમે કદાચ જ્યોર્જ બર્નાર્ડના શોના પ્રચલિત વાક્યને સાંભળ્યુ હશે- “મારા માટે માનવીય મોક્ષ માટેનો એકમાત્ર વિશ્વાસ શિક્ષકોમાં રહેલો છે.” સભ્ય સમાજ તરીકે, ભારતમાં આપણે હંમેશા શિક્ષકોને ભગવાન પછીના ઉચ્ચત્તમ સોપાનકમાં મૂક્યા છે.અને તેવું શા માટે નહી?

વ્યક્તિના જીવનમાં શિક્ષક મહત્વનો ભાગ ભજવે છે.એક સારો શિક્ષક યુવા વિદ્યાર્થીઓના મનમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર સ્થાન મેળવે છે.વડીલોપછી,શિક્ષક જ છે જે બાળકોને સહુથી વધારે પ્રભાવિત કરે છે અને તે કે તેણીના વ્યક્તિત્વને ઓપ આપે છે.

તમે જાણો છો તે મુજબ,બાળકો દરેક સમાજમાં શોષણ,હિંસા અને દુર્વ્યવહારનો સામનો કરે છે.જો તમે માત્ર તમારી આજુબાજુ જોશો તો,તમે તે જોઈ શકશો.નાના બાળકો મજૂરીમાં રોકાઈ ગયા છે અને શાળાએ જવાથી વંચિત છે-તેમાંના ઘણાને બંધનયુક્ત કરવામાં આવ્યા છે-વડીલોતેમના બાળકોને ફટકા મારે છે,શિક્ષકો વર્ગોમાં બાળકોને ફટકા મારે છે અથવા તેમની જાતિ કે ધર્મના કારણે તેમના સામે ભેદભાવ કરે છે,બાળાને જન્મ લેવાનો અધિકાર આપવામાં આવતો નથી અથવા તેને જન્મતાંજ મારી નાખવામાં આવે છે અથવા તેઓ છોકરી હોવાના કારણે પરિવાર અને સમાજમાં ભેદભાવનો સામનો કરે છે,વહેલા લગ્ન,બળાત્કાર...

હા,આ ઘણા બાળકોના જીવનની વાસ્તવિકતા છે.તેમાંના અમુક તમારા વર્ગ કે તમારી શાળામાં પણ હોઈ શકે છે.

તમે જ્યારે બાળકનો દુરૂપયોગ કે તેનું શોષણ થતાં જોશો અથવા તે વિશે સાંભળશો તો એક શિક્ષક તરીકે તમે શું કરશો?

શું તમે….

  • તેને ભાગ્ય પર છોડી દેશો?
  • દલીલ કરશો કે તમામ વડીલો પોતે બાળક હતાં તે દરમિયાન આમાંથી પસાર થઈ ગયા છે અને તેથી તેમાં ખોટુ શું છે?
  • દલીલ કરશો કે આ એક રિવાજ,વ્યવહાર છે અને તેનું કંઈપણ કરી શકાય તેમ નથી?
  • ગરીબીનો દોષ કાઢશો?
  • ભ્રષ્ટાચારનો દોષ કાઢશો?
  • પરિવારને દોષ આપશો અને આ વિષયમાં કંઈ કરશો નહી?
  • જો બાળક તમારો વિદ્યાર્થી ન હોય તો શા માટે ચિંતા કરવી?
  • બાળકને વાસ્તવિકતામાં સુરક્ષાની જરૂર છે તે સ્થાપિત કરવા પુરાવાઓને જોશો?
તમને જ્યાં સુધી આગળ વધવા પુરાવા નહી મળે ત્યાં સુધી રાહ જોશો? અથવા શું તમે..
  • સુનિશ્ચિત કરશો કે બાળકને સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવ્યું છે કે નહી?
  • બાળક સાથે વાતચીત કરશો?
  • તે/તેણીના પરિવાર સાથે વાતચીત કરશો અને તેમને કહેશો કે દરેક બાળકને સુરક્ષિત બાળપણનો હક છે અને બાળકનું સંભાળ રાખવાની વડિલોની પ્રાથમિક જવાબદારી છે?
  • જો આવશ્યકતા હશે તો,બાળક અને તેના પરિવારની મદદ કરશો?
  • બાળકની સુરક્ષામાં કોનો ભય સતાવે છે તે શોધશો?
  • તેઓ વિરૂદ્ધ પગલા લેશો જેઓ બાળકો સાથે ઘાતકી છે અથવા જેમનાથી બાળકોને બચાવવાની આવશ્યકતા છે?
  • જો કાયદાકીય રક્ષણ અને કાયદાકીય સુધારાની આવશ્યકતા હશે તો બાબતનો અહેવાલ પોલીસ/બાળ વિભાગને કરશો?
તમે કેવી રીતે વર્તો છે તે તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો તેના પર આધાર રાખશે.શું તમે તમારી જાતને કેવળ એક શિક્ષણ કે એક નેતા,મશાલચી,સલાહકાર અને માર્ગદર્શક તરીકે જ જુઓ છો? કારણકે એક નેતા,મશાલચી,સલાહકાર અને માર્ગદર્શકે રખેવાળ,સંરક્ષક અને સામાજીક બદલાવના પ્રતિનિધિની ભૂમિકા પણ બજાવે છે.
તમે શિક્ષકો મહત્વના છો કારણકે…
  • તમે બાળ સમાજ અને પર્યાવરણનો એક ભાગ છો અને તેથી તેમના અધિકારો મેળવવામાં તેમની મદદ કરવાની અને તેમની રક્ષા કરવાની તમારી કાયદેસર ફરજ છે.
  • તમે અનુકરણીય વ્યક્તિઓ છે.તમારે આદર્શો પ્રસ્થાપિત કરવા જરૂરી છે.
  • શિક્ષકો તરીકે તમે નાના બાળકોની વૃદ્ધિ,વિકાસ,તંદુરસ્તી અને સુરક્ષા માટે જવાબદાર છે.
  • તમને તમારા સ્થાન દ્વારા સત્તાધિકાર અને જવાબદારી સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • તમે શિક્ષક કરતાં કંઈક વધારે થઈ શકો છો જેઓ અભ્યાસક્રમને ભણાવે છે અને સારા પરિણામો મેળવી આપે છે-તમે એક સામાજીક બદલાવના પ્રતિનિધિ બની શકો છો.
આ બુકલેટને ખાસ કરીને આપના માટે બનાવવામાં આવી છે,જેથી કરીને તમે બાળકોની મદદ કરી શકો અને તેમને દુરૂપયોગ અને શોષણથી બચાવી શકો.જો કે અમે કાયદાની વિગતવાર ચર્ચા કરી છે,વકીલ પાસેથી તમે કાયદાકીય સલાહ મેળવો તે મહત્વનું છે.

 1. બાળ અધિકારો વિશેની સમજણ
  
1.1 ‘બાળક’ એટલે કોણ? 
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ,‘બાળક’એટલે 18 વર્ષની ઉંમર નીચેનો દરેક માનવી.આ સાર્વત્રિકપણે સ્વીકારેલી બાળકની વ્યાખ્યા છે અને બાળ અધિકારો પરના યુનાઈટેડ નેશન્સ કરાર પરથી આવી છે (UNCRC), મોટાભાગના દેશો દ્વારા પ્રમાણિત અને સ્વીકૃત એક આંતરરાષ્ટ્રીય કાયદાકીય દસ્તાવેજ.

ભારતે હંમેશા 18 વર્ષની ઉંમર નીચેના વ્યક્તિઓના વર્ગને વિશિષ્ટ કાયદેસર અસ્તિત્વ તરીકે માન્ય કર્યા છે. આ ચોક્કસપણે છે જે લોકો વોટ કરી શકે કે ડ્રાયવીંગ લાયસન્સ મેળવી શકે અથવા કાયદાકીય કરારોમાં દાખલ થઈ શકે તે માત્ર ત્યારે જ જ્યારે તેઓ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે.18 વર્ષની ઉંમરની નીચેની છોકરીના લગ્ન અને 21 વર્ષની ઉંમર નીચેના છોકરાના લગ્નને બાળ લગ્ન અટકાયત કાયદો 1929 હેઠળ અટકાવવામાં આવે છે. તદુપરાંત,1992માં UNCRCને માન્ય કર્યા પછી, ભારતે બાળ ન્યાય પરના તેના કાયદાઓને બદલી નાખ્યા તે ખાતરી કરવા કે 18 વર્ષની નીચેની ઉંમરનો દરેક વ્યક્તિ,જેને સંભાળ અને રક્ષણની જરૂર છે, તે રાજ્ય પાસેથી તે મેળવવાનો હકદાર છે.

જો કે,બીજા કાયદાઓ છે જે બાળકને ભિન્ન રીતે વ્યાખ્યાયિત કરે છે અને UNCRC સાથે હજી તેઓને અનુકરણમાં લાવવાના બાકી છે. પણ,આગળ જણાવ્યા મુજબ,પરિપક્વતાની ઉંમરની કાયદાકીય કબૂલાત છોકરીઓ માટેની 18 વર્ષની અને છોકરાઓની માટેની 21 વર્ષની છે.

આનો મતલબ તમારા ગામ/નગર/શહેરના 18 વર્ષની ઉંમર નીચેના દરેક વ્યક્તિઓને બાળકની જેમ વર્તવા જોઈએ અને તેને તમારી સહાય અને ટેકાની જરૂર છે.

વ્યક્તિને ‘બાળક’ વ્યક્તિની ‘ઉંમર’ બનાવે છે.જો 18 વર્ષની અંદરનો વ્યક્તિ લગ્ન કરે અને જો તેના/તેણીના પોતાના બાળકો હોય તો પણ,તે/તેણીને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ બાળક માનવામાં આવશે.

મહત્વના મુદ્દાઓ

  • 18 વર્ષની ઉંમર નીચેના તમામ વ્યક્તિઓ બાળક છે.
  • બાળપણ એ એવી પ્રક્રિયા છે જેમાંથી દરેક માનવી પસાર થાય છે.
  • બાળપણ દરમિયાન બાળકોને વિવિધ અનુભવો થાય છે.
  • દુરૂપયોગ અને શોષણથી તમામ બાળકોને બચાવવાની જરૂર છે.

બાળકોને શા માટે વિશિષ્ટ કાળજીની જરૂર પડે છે?

  • તેઓ જે પરિસ્થિતિ હેઠળ જીવે છે તે માટે બાળકો પુખ્તો કરતા વધારે જુદી હોય છે.
  • તેથી,સરકાર અને સમાજની ક્રિયા અને નિષ્ક્રિયતા દ્વારા તેઓ ઉંમરના બીજા વર્ગો કરતા વધારે અસરગ્રસ્ત થાય છે.
  • આપણા જેવા મોટાભાગના સમાજોમાં,અવલોકનનો દ્દઢ કરે છે કે બાળકો તેમના વડિલોની સંપત્તિ છે,અથવા રચનામાં પુખ્તો છે,અથવા સમાજને યોગદાન આપવા માટે હજી તૈયાર નથી.
  • બાળકો વ્યક્તિ જેવા દેખાતા નથી જેને તેનું પોતાનું મગજ છે,વ્યક્ત કરવા માટે અવલોકનો છે,પસંદગી કરવાની ક્ષમતા છે અને નિર્ણય કરવાની આવડત છે.
  • પુખ્તો દ્વારા માર્ગદર્શન મળવાને બદલે,પુખ્તો તેમના જીવનના નિર્ણયો કરે છે.
  • બાળકો પાસે ના મત છે કે ના રાજકીય પ્રભાવ અને તેમની પાસે અલ્પ આર્થિક બળ છે. ઉપરાંત ઘણીવાર,તેમના અવાજોને સાંભળવામાં આવતા નથી.
  • બાળકો શોષણ અને દુરૂપયોગને સવિશેષરૂપે જુદા હોય છે.
 1.2 બાળકોના અધિકારો કયા છે? 


બહાલી આપ્યા પછી આપણે માન્ય કરેલા આંતરરાષ્ટ્રીય કાયદાકીય દસ્તાવેજો અને આપણા દેશને સંચાલિત કરતા કાયદાઓ દ્વારા પ્રત્યાભૂત ધોરણો અને હકોને 18 વર્ષની ઉંમર નીચેના તમામ વ્યક્તિઓ હકદાર છે.
ભારતીય બંધારણ
ભારતીય બંધારણ તમામ બાળકો માટે નિશ્ચિત અધિકારો માન્ય કરે છે,જે ખાસ કરીને તેમના માટે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.તેમાં સમાવેશ થાય છે:

  • 6-14 વર્ષની ઉંમરના વર્ગના તમામ બાળકોને સ્વતંત્ર અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણનો અધિકાર (લેખ 21 A).
  • 14 વર્ષની ઉંમર સુધી કોઈપણ જોખમી નોકરીથી સંરક્ષિત થવાનો અધિકાર (લેખ 24).
  • તેમની ઉંમર કે તેમની ક્ષમતાને અનુપયુક્ત વ્યવસાયોમાં દાખલ થવા માટે આર્થિક અનિવાર્યતા દ્વારા થતી જબરદસ્તી અને દુરૂપયોગથી સંરક્ષણ મેળવવાનો અધિકાર (લેખ 39(e)).
  • સ્વતંત્રતા અને ગૌરવની સ્થિતિઓમાં અને શોષણ અને નૈતિક અને ભૌતિક સ્વચ્છંદો સામે બાળપણ અને યુવાવસ્થાની સલામત સુરક્ષામાં સ્વસ્થ રીતે વિકસિત થવા માટેની સમાન તકો અને સુવિધાઓ માટેનો અધિકાર. (લેખ 39 (f)).
આ સિવાય બીજો કોઈપણ પુખ્ત સ્ત્રી કે પુરૂષની જેમ જ,તેમને ભારતના સમાન નાગરિકો તરીકેના અધિકારો છે:
  • સમાનતાનો અધિકાર (લેખ 14).
  • ભેદભાવ સામેનો અધિકાર (લેખ 15).
  • વ્યક્તિગત સ્વાતંત્ર્યતા અને કાયદામાન્ય કાર્યવાહીનો અધિકાર(લેખ 21).
  • ગેરકાયદેસર વ્યાપારથી અને બળજબરીપૂર્વકની બંધવા મજૂરીથી સંરક્ષિત થવાનો અધિકાર (લેખ 23).
  • લોકોના નબળા વિભાગોને સામાજીક અન્યાય અને શોષણના તમામ પ્રકારોથી બચવાનો અધિકાર (લેખ 46).
    રાજ્યે કરવું જોઈએ:

    • મહિલાઓ અને બાળકો માટે ખાસ જોગવાઈઓ કરવી જોઈએ (લેખ 15 (3)).
    • સગીરોના હિતોનું સંરક્ષણ કરવું જોઈએ (લેખ 29).
    • લોકાના નબળા વિભાગોના શિક્ષણાત્મક હિતોને બઢતી આપવી જોઈએ (લેખ 46).
    • તેની જનતાના જીવનધોરણ અને પોષણ સ્તરને વધારવું જોઈએ અને જનતાના સ્વાસ્થયમાં સુધારો લાવવો જોઈએ (લેખ 47).
    બંધારણ સિવાય,બાળકો માટે ખાસ કરીને બનાવેલા કેટલાયે કાયદાઓ છે. જવાબદાર શિક્ષકો અને નાગરિકો તરીકે,તમે તેઓથી અને તેમના મહત્વથી માહિતગાર થાઓ તે યથાર્થ છે.આ પુસ્તિકાના વિવિધ વિભાગોમાં સંબંધિત મુદ્દાઓની સાથે તેમનું વર્ણન કરવામાં આવ્યુ છે.
    બાળકોના અધિકારો પરનો યુનાઈટેડ નેશન્સ કરાર બાળકો માટેના તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં સૌથી મહત્વપૂર્ણ છે બાળકોના અધિકારો પરનો યુનાઈટેડ નેશન્સ કરાર,પ્રચલિત રીતે તેને CRC કહેવાય છે. આ આપણા ભારતીય બંધારણ અને કાયદાઓ સાથે મળીને બાળકોને કયા અધિકારો હોવા જ જોઈએ તે નિર્ધારિત કરે છે.

    બાળકોના અધિકારો પરનો UN કરાર શું છે?

    કોઈપણ ઉંમરને બેફિકર,માનવીય અધિકારો બાળકો સમાવિષ્ટ તમામ વ્યક્તિઓ માટે છે.જોકે,તેમના વિશિષ્ટ દરજ્જાને કારણે-જેનાથી બાળકોને પુખ્તોથી વધારાની સુરક્ષા અને માર્ગદર્શનની જરૂર પડે છે-બાળકોના પોતાના પણ ખાસ અધિકારો છે.તેઓને બાળકોના અધિકારો કહેવાય છે અને તેઓને બાળ અધિકારો પરના યુનાઈટેડ નેશન્સ કરાર(CRC)માં સ્થાપિત કરવામાં આવ્યા છે.

    બાળ અધિકારો પરના યુનાઈટેડ નેશન્સ કરાર(CRC) મહત્વપૂર્ણ લક્ષણો
    • 18 વર્ષની ઉંમર સુધીના છોકરા અને છોકરીઓ બન્નેને લાગુ પડે છે,જો તેઓ લગ્ન કરેલા હોય કે તેમના પોતાના બાળકો હોય તો પણ.
    • આ કરાર ‘બાળકના શ્રેષ્ઠ હિતો’ અને ’અભેદભાવ’ અને ’બાળકોના દૃષ્ટિકોણોનો આદર’ના સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શિત છે.
    • તે પરિવારના મહત્વ અને બાળકોનો વિકાસ અને સ્વસ્થ વૃદ્ધિ ઉપજાવી શકે તેવા વાતાવરણના નિર્માણની આવશ્યકતા પર ભાર મૂકે છે.
    બાળકોને સમાજમાં નિષ્પક્ષ અને ન્યાયસંગત વ્યવહાર મળે તે માટેની ખાતરી આપવા અને તેમને સન્માન આપવાની રાજ્યને ફરજ પાડે છે.
    • તે નાગરીક,રાજકીય,સામાજીક,આર્થિક અને સાંસ્કૃતિક અધિકારોના ચાર સમૂહો પર ધ્યાન દોરે છે:
    • જીવન
    • સંરક્ષણ
    • વિકાસ
    • સહભાગિતા
    જીવનના અધિકારોમાં સમાવેશ થાય છે
    • જીવનનો અધિકાર
    • ઉચ્ચત્તમ ઉપલભ્ય સ્વાસ્થય ધોરણો
    • પોષણ
    • જીવન માટેનું પર્યાપ્ત ધોરણ
    • નામ અને રાષ્ટ્રીયતા
      વિકાસના અધિકારોમાં સમાવેશ થાય છે
    • શિક્ષણનો અધિકાર
    • બાળપણ સંભાળ અને વિકાસમાં ટેકો
    • સામાજીક સુરક્ષા
    • નવરાશ,મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો અધિકાર
    સંરક્ષણના અધિકારમાં નિમ્નલિખિત તમામથી મળેલી સ્વતંત્રતાનો સમાવેશ થાય છે
    • શોષણ
    • દુર્વ્યવહાર
    • અમાનવીય અને અપમાનજનક વ્યવહાર
    • ઉપેક્ષા
    વિશિષ્ટ પરિસ્થિતીઓમાં જેવી કે અપંગતા ઈત્યાદિ.માં આપાતકાલીન અને સશસ્ત્ર યુદ્ધોની પરિસ્થિતીઓમાં વિશેષ સંરક્ષણ
    સહભાગિતાના અધિકારોમાં સમાવેશ થાય છે
    • બાળકોના દૃષ્ટિકોણનો આદર
    • અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા
    • યોગ્ય માહિતી માટેની અભિગમ્યતા
    • વિચારો,અંતરાત્મા અને ધર્મની સ્વતંત્રતા
    તમામ અધિકારો એકબીજાને આધારિત છે અને અવિભાજીત છે.જોકે,તેમની પ્રકૃતિના કારણે તમામ અધિકારોને વિભાજીત કરવામાં આવે છે:
    • તત્કાલીન અધિકારો(નાગરી અને રાજકીય અધિકારો) જેમાં અમુક વસ્તુઓ જેવી કે ભેદભાવ,દંડ,ગુનાખોરીના પ્રકરણોમાં નિષ્પક્ષ સુનાવણી અને બાળ ન્યાયના અલગ તંત્રનો અધિકાર,જીવનનો અધિકાર,રાષ્ટ્રીયતાનો અધિકાર,પરિવાર સાથે પુન:એકીકરણનો અધિકાર.
    મોટાભાગના સંરક્ષણ અધિકારો તત્કાલીન અધિકારોના પ્રકારોમાં આવે છે અને તેથી તત્કાળ કાળજી અને હસ્તક્ષેપની માંગણી કરે છે.
    • સુધારણાત્મક અધિકારો (આર્થિક,સામાજીક અને સાંસ્કૃતિક અધિકારો), જેમાં સ્વાસ્થય અને શિક્ષણનો અને પ્રથમ પ્રકારમાં આવૃત થયેલા ન હોય તે અધિકારોનો સમાવેશ થાય છે
    તેઓને CRCમાં લેખ 4 હેઠળ માન્ય કરવામાં આવે છે, જે વર્ણવે છે:
    “આર્થિક,સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે,રાજ્ય પક્ષોએ ઉપલબ્ધ સ્ત્રોતોની અધિકત્તમ મર્યાદા સુધી અને,જ્યારે પણ જરૂર હોય ત્યારે આંતરરાષ્ટ્રીય સહાય રૂપરેખની અંદર આવા પગલા ઉપાડવા જોઈએ.”

    પુસ્તિકામાં અમે વિશિષ્ટપણે બાળકોના સંરક્ષણનો અધિકાર અને તેમની સુનિશ્ચિતતા માટે શિક્ષકો અને શાળાઓ ભજવી શકાતી ભૂમિકાને પ્રસ્તુત કરશું

    9 નોંધ: બાળકો જેમ-જેમ મોટા થતા જાય તેમ તેઓ ભિન્ન-ભિન્ન કાર્યક્ષમતા અને પરિપક્વતાની માત્રાઓ પ્રાપ્ત કરે છે.આનો મતલબ એ નથી કે જો તેઓ 15 કે 18 વર્ષના હોય તો તેઓને સંરક્ષણની આવશ્યકતા નથી. ઉદાહરણ તરીકે,આપણા દેશમાં 18 વર્ષની અંદરની ઉંમરના બાળકોના લગ્ન અને તેઓ પાસે કામ કરાવવામાં આવે છે. પણ સમાજ તેઓ પરિપક્વ થઈ ગયા છે તેવું અનુભવતો હોવાના કારણે તેઓને ઓછું સંરક્ષણ ન મળવુ જોઈએ.તેઓને પણ શ્રેષ્ઠ સંરક્ષણ,તકો અને પુખ્તતા સુધીના તેમના પ્રવાસ પર જીવનમાં તેમને શ્રેષ્ઠ શરૂઆતની ખાતરી માટેની મદદ મળવી જોઈએ.

     2. સંરક્ષણનો અધિકાર

 2.1. બાળકની સુરક્ષા નીચેની બાબતોથી

શિક્ષકો હોવાના કારણે તમારે તે ખાતરી કરવી જરૂરી છે કે આપણા સમુદાયના તમામ બાળકો શોષણના તમામ સ્વરૂપોથી સંરક્ષિત છે.
  • દુર્વ્યવહાર
  • અમાનવીય અને અપમાનજનક વ્યવહાર
  • ઉપેક્ષા
તેમના સામાજીક,આર્થિક અથવા ભૌગોલિક સ્થાનને કારણે તમામ બાળકોને તે સમયે સુરક્ષાની આવશ્યકતા રહે છે,અમુક બાળકો બીજાઓ કરતા વધારે સંવેદનશીલ હોય છે અને તેઓને વિશિષ્ટ કાળજીની જરૂર પડે છે.આ પ્રકારના બાળકોમાં સમાવેશ થાય છે:
  • નિરાશ્રિત બાળક (રસ્તા પર વસતા બાળકો,નિર્વાસિત/કાઢી મૂકાયેલા, શરણાગતો ઈત્યાદિ.)
  • પ્રવાસી બાળકો
  • રસ્તા પરના અને ભાગેડુ બાળકો
  • અનાથ અને વંઠેલ બાળકો
  • કામ કરતા બાળકો
  • બાળ ભિખારીઓ
  • વેશ્યાના બાળકો
  • બાળ વેશ્યાઓ
  • ગેરકાનૂની વ્યવસાયમાં સંડોવાયેલા બાળકો
  • જેલો/કેદોમાં રહેલા બાળકો
  • કેદીઓના બાળકો
  • યુદ્ધોમાં અસરગ્રસ્ત થયેલા બાળકો
  • કુદરતી આફતોથી અસરગ્રસ્ત થયેલા બાળકો
  • HIV/AIDS દ્વારા અસરગ્રસ્ત થયેલા બાળકો
  • જીવલેણ રોગો સહન કરતા બાળકો
  • અપંગ બાળકો
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિના બાળકો
2.2. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – બાળ સંરક્ષણ 

    તમામ વિભાગોની બાળાઓ અતિ સંવેદનશીલ હોય છે.
બાળકોના દુરૂપયોગ અને શોષણથી સંબંધિત ખોટી માન્યતાઓમાંની અમુક નિમ્નલિખિત માન્યતાઓ:

1. માન્યતા: બાળકોનો ક્યારેય પણ દુરૂપયોગ કે શોષણ થતું નથી.સમાજ તેના બાળકોને પ્રેમ કરે છે.

વાસ્તવિકતા: હા આ સાચુ છે કે આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ છીએ,પણ સ્પષ્ટપણે કંઈક ખૂટે છે.ભારતમાં વિશ્વમાંના સૌથી વધારે બાળ મજૂરો છે,સૌથી વધારે જાતીય રીતે દુરૂપયોગ થતો હોય તેવા બાળકો અને 0-6ની ઉંમરના વર્ગમાં, સૌથી ઓછો પુરૂષ કરતાં સ્ત્રી બાળનો ગુણોત્તર છે,જે બતાવે છે કે સ્ત્રી બાળકની ઉત્તરજીવિતા હોડ પર છે.નાના શિશુઓને પણ બચાવવામાં આવતા નથી જ્યારે તેઓને દત્તક લેવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે.

બાળકો વિરુદ્ધ નોંધાયેલા ગુનાખોરીના કિસ્સાઓ અધમ કૃત્યો રજૂ કરે છે! સરકારની પોતાની નોંધ જોઈએ તો,2002 અને 2003માં બાળકો વિરુદ્ધના ગુનાઓમાં 11.1 ટકાનો વધારો જોવા મળ્યો છો.બીજા ઘણા કિસ્સાઓ છે જેનો અહેવાલ આપવામાં આવતો નથી.

2. માન્યતા: ઘર એ સૌથી સુરક્ષિત સ્વર્ગ છે.

વાસ્તવિકતા: બાળકોને તેમના ઘરોમાં સામનો કરવા પડતાં દુર્વ્યવહારો સ્પષ્ટપણે આ વાતને ખોટી સાબિત કરે છે.મોટાભાગના બાળકો તેમના વડીલોની વ્યક્તિગત સંપત્તિ તરીકે દેખાઈ રહ્યા છે જેઓ તેમનો ઉપયોગ(અથવા દુરૂપયોગ)કોઈપણ રીતે કરી શકે છે.

આપણે સાક્ષી પૂરી છે એવા પ્રસંગોની જેમાં પિતાઓ તેમની દિકરીઓને મિત્રો કે અપરિચિતોને દર બીજા દિવસે પૈસા માટે વેચે છે.જાતીય દુર્વ્યવહાર પરના અભ્યાસનું તારણ બતાવે છે કે અગમ્યાગમન એ દુરૂપયોગનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.ઘણા એવા કિસ્સાઓ છે જેમાં પિતાઓ પોતાની દિકરીઓ પર બળાત્કાર કરતા હોય છે જે મિડીયામાં આવે છે અને કોર્ટમાં સાબિત થયું છે.સ્ત્રી ભૃણ હત્યા એટલે કે કન્યાની ગર્ભમાંજ હત્યા,બાળ આત્મહત્યાનું પરિણામ અંધશ્રદ્ધા,રિવાજ અને પરંપરાને નામે જેવી રીતે કે ‘જોગણી’કે ’દેવદાસી’રૂપે ભારતના અમુક ભાગોમાં દેવ કે દેવીને દિકરીની બલિએ ઘર-આધારિત અપરાધોના અમુક સ્વરૂપો છે. નાના બાળકોને પરણાવવા એ બાળકો માટેનો પ્રેમ નથી પણ સંભાળ અને પાલનપોષણની જવાબદારીમાંથી પાછું હઠવુ છે,ભલેને તેના પરિણામે તેમના પોતાના બાળકને બિમાર સ્વાસ્થય અને માનસિક આઘાત લાગે.

આ અમુક આત્યંતિક કિસ્સાઓ હતા,દેશના લગભગ દરેક ઘરોમાં બાળકોને નિર્દયતાપૂર્વક મારવા એ સામાન્ય આચરણ છે. ગરીબ અને ધનિક બન્ને પરિવારોમાં ઉપેક્ષા પણ સામાન્ય વ્યવહાર છે,જે વ્યવહારવાદી સમસ્યાઓના વિવિધ સ્વરૂપો તરફ દોરે છે,ખાસ કરીને બાળકોમાં ઉદાસીનતા.

3. માન્યતા: પુરૂષ બાળની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.પુરૂષ બાળકને કોઈ સંરક્ષણની આવશ્યકતા નથી.

વાસ્તવિકતા: સ્ત્રી બાળકની જેમ જ પુરૂષ બાળક પણ દુરૂપયોગથી પીડિત છે - શારિરીક અને ભાવનાત્મક,પણ સંપૂર્ણપણે સ્ત્રી બાળક સમાજમાં તેના નીચલા દરજ્જાને કારણે અતિસંવેદનશીલ રહે છે. છોકરાઓ શાળાઓ અને ઘરોમાં શારિરીક દંડના પણ પીડિતો છે; મજૂરી માટે ઘણાને મોકલવામાં આવે છે અને ઘણીવાર વેચી દેવામાં પણ આવે છે,જ્યારે ઘણા જાતીય દુર્વ્યવહારના શિકાર બને છે.

4. માન્યતા: આ આપણી શાળા/ગામમાં બનતું નથી!

વાસ્તવિકતા: આપણામાંના દરેક જણ એવુ માને છે કે બાળક સાથે દુર્વ્યવહાર બીજે થતો હોય છે-આપણા ઘરોમાં,આપણી શાળાઓમાં,આપણા ગામ કે આપણા સમાજમાં થતો નથી.આ બીજા બાળકોને પ્રભાવિત કરે છે આપણા નહી.આ માત્ર ગરીબ,કામ કરતા વર્ગોમાં, બેકાર અને અશિક્ષિત પરિવારોમાં થતુ હોય છે.આ મધ્યમ વર્ગીય ઘટના નથી.આ શહેરો અને નગરોમાં થાય છે અને ગ્રામીણ વિસ્તારોમાં થતુ નથી.વાસ્તવિકતા આ બધાથી જુદી જ છે કારણકે દુર્વ્યવહાર થયેલુ બાળક તમામ સ્થાનો પર હોય છે અને તેને આપણી સહાય અને મદદની જરૂર છે.

માન્યતા: દુર્વ્યવહાર કરવાવાળાઓ અસ્થિર મગજવાળા કે માનસિક રીતે બીમાર વ્યક્તિઓ હોય છે.

વાસ્તવિકતા: પ્રચલિત માન્યતાઓના વિરોધમાં, દુર્વ્યવહાર કરવાવાળાઓ માનસિક રીતે બીમાર હોતા નથી. દુર્વ્યવહાર કરવાવાળાઓનું તેમની સામાન્યતા અને વિભિન્નતાના આધારે ચિત્રણ કરવામાં આવે છે.ઉદાહરણ રૂપે,બાળકનો જાતીય દુર્વ્યવહાર કરવાવાળાઓ તેમના કાર્યોને ભિન્ન-ભિન્ન રીતે પુરવાર કરવાનો પ્રયાસ કરે છે અને આ તે કાર્યોમાંનું એક છે.બાળકનો ગેરકાયદેસર વ્યાપાર કરવાવાળાઓમાં મોટાભાગના પરિવારની નજીકના કે પરિવારની જાણના હોય છે અને પરિવારે તેમના પર સ્થાપિત કરેલા વિશ્વાસનો હથિયાર તરીકે દુરૂપયોગ કરે છે તેમના બાળકને લઈ જવા માટે.

 
2.3 બાળ સંરક્ષણ મુદ્દાઓ અને તમામ શિક્ષકોને શું જાણવાની આવશ્યકતા છે


સામાજીક-આર્થિક,ધાર્મિક,સાંસ્કૃતિક,જાતીય અને માનવવંશીય સમૂહોમાં બાળક સાથે દુર્વ્યવહાર થાય છે.

ભૂતકાળમાં સરકાર અને નાગરિક સમાજ સમૂહો દ્વારા થતા સંશોધન,દસ્તાવેજીકરણ અને હસ્તક્ષેપોએ સ્પષ્ટપણે નિમ્નલિખિત બાળ સંરક્ષણ મુદ્દાઓ અને બાળકોના વર્ગો જેઓને વિશિષ્ટ સંરક્ષણ ઘટે છે તેઓને આગળ લાવી મૂક્યા છે.

  • લિંગ ભેદભાવ.
  • જાતિ ભેદભાવ
  • અસમર્થતા
  • સ્ત્રી ભૃણ હત્યા
  • શિશુ હત્યા
  • કૌટુંબિક હિંસા
  • બાળ જાતીય દુર્વ્યવહાર
  • બાળ લગ્ન
  • બાળ મજૂરી
  • બાળ વેશ્યાવૃતિ
  • બાળકનો ગેરકાયદેસર વ્યાપાર
  • બાળકની બલિ
  • શાળાઓમાં શારીરિક દંડ
  • પરીક્ષાનુ દબાણ અને વિદ્યાર્થીઓની આત્મહત્યા
  • કુદરતી આફતો
  • યુદ્ધ અને ઝઘડાઓ
  • HIV/AIDS
 2.4. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – લિંગ ભેદભાવ 

 માન્યતાઓ, માન્યતાઓ અને વધારે ખોટી માન્યતાઓ - જો તમે વાસ્તવિકતાઓ જાણતા હશો તો તમે તફાવત કેળવી શકો છો.

1. માન્યતા: બેટા તો ચાહિયે હી, હમ ઉસકે લિયે ચાર-પાંચ બેટીયોં કો ક્યુઁ પેદા કરે? (અમને દિકરો જોઈએ છે,ભલે ક્યાંયથી પણ આવે,તો પછી શા માટે તેના માટે 4-5 દિકરીઓનું જોખમ લેવુ?)

સ્ત્રી બાળક લાવવું એ જેવી રીતે કે પડોશીના બગીચાને પાણી આપવા જેવું છે.તમે તેઓનો વિકાસ કરો છો,તમામથી તેનું રક્ષણ કરો છો અને છેવટે તેઓ જાય નહી ત્યાં સુધી તેમના લગ્ન અને દહેજની યોજના પણ બનાવો છો.દિકરાઓ કઇ નહી તો પરિવારનો વારસો તો આગળ લઇ જાય છે, તેમના વડીલોની ઘડપણમાં સંભાળ રાખે છે અને અંતિમ રિવાજોને બજાવે છે.

દિકરીઓને ભણાવવામાં,તેમને જે મન હોય તે કરવા દેવાની સ્વતંત્રતા આપવામાં અને લગ્ન કરવા જેટલી તેઓ મોટી ન થાય ત્યાં સુધી તેમની સાચવી રાખવામાં કોઈ હેતુ સિદ્ધ થતો નથી,આ બધુ માત્ર પરિવારના બોજામાં વધારો કરે છે.

વાસ્તવિકતા: આ આસ્થા છે કે જે સમાજના આદરણીય બંધારણનો હિસ્સો છો અને જેનો સામનો કરવો જરૂરી છે.લોકો જેટલો દિકરીના લગ્ન પાછળ સમય બગાડે છે એટલો જ દિકરાના લગ્ન પાછળ સમય બગાડે છે.આપણે બધા હોશિયાર બનીને, દિકરીના લગ્નમાં દહેજ આપીએ છીએ મૂળભૂત રીતે તેને જણાવવા માટે કે તેણીએ હવે વડીલોની સંપત્તિમાંના કોઈપણ અધિકારો માટે દાવો કરવો જોઈ નહી

હંમેશા યાદ રાખો કે દહેજ લેવુ કે દેવુ તે ગુનો છે,દિકરીને વડિલોની સંપત્તિમાંથી બાકાત રાખવી પણ ગેરકાયદેસર છે.

કોઈપણ રીતે,આપણે જીવનની વાસ્તવિકતાઓને સ્વીકારવાનું શીખવું જ જોઈએ. વૃદ્ધાશ્રમની એક મુલાકાત આપણને જણાવે છે કે આપણા દિકરાઓ તેમના ઘરડા વડિલોની કેટલી સંભાળ લે છે.વાસ્તવિકપણે તેવા ઢગલાબંધ કિસ્સાઓ છે જેમાં પરણેલી દિકરી વૃદ્ધાશ્રમમાં રહેલા તેના વડિલોની સહાય માટે આગળ આવે છે.

છોકરીઓને પણ છોકરાઓની જેમ ઉત્તરજીવિતા,વિકાસ,સંરક્ષણ અને સહભાગીતાનો અધિકાર છે.

છોકરીઓને આ કોઈપણ અધિકારોની ના પાડવી એટલે લિંગ ભેદભાવ અને ગરીબીના ચક્રને અવિરત કરવા જેવું છે.

સદીઓથી છોકરીઓ જે આ વિશ્વમાં આવી છે તેઓએ જીવનના દરેક ક્ષેત્રમાં લિંગ ભેદભાવનો સામનો કર્યો છે-શિક્ષણ તેમાંનુ એક ક્ષેત્ર છે.આપણે હંમેશા ભૂલી જઈએ છીએ કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શું કીધુ હતું – “એક પુરૂષને શિક્ષણ આપવાથી,તમે એક વ્યક્તિને જ શિક્ષિત કરી શકો છો,પણ જો તમે એક સ્ત્રીને શિક્ષણ આપો તો તમે સંપૂર્ણ સમાજને શિક્ષિત કરી શકો છો”.

એકવાર જો આપણે આપણી દિકરીઓના વિકાસમાં મદદ કરીએ જેથી કરીને તેઓ સારુ અને ખોટુ શું છે તે સમજી શકે અને તેમના પોતાના તાર્કિક નિર્ણયો લઈ શકે,અતિશય સ્વતંત્રતાના આપણા ડરને સ્વયંચાલિત ઉકેલ મળી જશે. એકમાત્ર ખાતરી સાથે કે બીજા માનવીયોની જેમ જ સ્ત્રી બાળકને સમાન માનવીય હકો છે તો આ શક્ય બની શકે છે.જો દિકરીઓની સુરક્ષા અને રક્ષણ રાષ્ટ્રીય બાબત હોય તો,આ સમજવુ મહત્વનું છે કે જે દિકરીઓને અધિકારયુક્ત ઈચ્છાશક્તિ નથી તેઓ જ તેમની ભેદ્યતાની વૃદ્ધિ કરશે.

માનવીય વિકાસ અહેવાલ 2005 મુજબ, “દર વર્ષે, 12 મિલીયન છોકરીઓ જન્મે છે. તેમાંની ત્રણ મિલીયન છોકરીઓ તેમનો 15મો જન્મદિન જોવા માટે જીવતી નથી.આ મૃત્યુઓનો એક-તૃતીયાંશ તેમના જીવનના પ્રથમ વર્ષમાં થાય છે અને આ તારણ કાઢ્યુ છે કે દર છટ્ઠી મહિલાની મોત પ્રત્યક્ષપણે લિંગ ભેદભાવના કારણે છે”.

2001ની જનગણના બતાવે છે કે દર 1000 પુરૂષે માત્ર 933 સ્ત્રીઓ જ છે.આ બાળકોના કિસ્સાઓમાં તો હજી પણ ઓછી છે અને 1991ની જનગણનાથી ઘટતી રહી છે. 1991માં દર 1000 છોકરાઓએ માત્ર 945 છોકરીઓ જ છે.2001માં બાળકનો લિંગ-ગુણોત્તર ઘટીને 927 સુધી આવ્યો છે. પંજાબ(798),હરિયાણા(819),હિમાચલ પ્રદેશ(896)ના રાજ્યોમાં પરિસ્થિતિ ભયજનક છે.રાજધાનીનું શહેર દિલ્હીમાં પ્રતિ 1000 છોકરાઓ 900 છોકરીઓ કરતા પણ ઓછી છોકરીઓ છે.આ રાજ્યોના છોકરાઓ બીજા રાજ્યોમાંથી નવવધુ તરીકે છોકરીઓ લાવે છે.

 2.5. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – બાળ લગ્ન 


માન્યતા: બાળ લગ્ન એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે.અવિવાહિત કન્યાઓ સાથે બળાત્કાર અને જાતીય દુર્વ્યવહાર અતિગ્રહણીય હોય છે,તેથી તેમના વહેલાસર લગ્ન કરવાજ ઉત્તમ છે.કન્યાની ઉંમર જેમ-જેમ વધતી જાય તેમ દહેજ અને વર શોધવાની સમસ્યા વધતી જાય છે.

વાસ્તવિકતા: કોઈપણ દુરાચારો કે નુકસાનકારક વ્યવહારો માટે સંસ્કૃતિ એ સબળ પ્રમાણ થઈ શકતુ નથી.જો બાળ લગ્ન એ આપણી સંસ્કૃતિ હોય તો,ગુલામી,જ્ઞાતિવાદ,દહેજ અને સતિ પણ આપણી સંસ્કૃતિઓ હતી.પણ હવે આપણી પાસે આ નુકસાનકારક વ્યવહારોને રોકવા માટેના કાયદાઓ છે.સમાજની અંદર જ્યારે તેઓની માંગણી કરવામાં આવી ત્યારે આ કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે.તો પછી,સ્પષ્ટપણે સંસ્કૃતિ સ્થિર નથી.

વધુમાં, ભિન્ન-ભિન્ન લોકો સમાન ભૌગોલિક ક્ષેત્રોમાં રહેતા હોવા છતાં પણ તેઓની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ હોય છે. ભારતમાં, વિવિધ સમુદાય, ભાષા અને ધર્મોના વર્ગો છે જેઓ પોતાની સ્વતંત્ર સંસ્કૃતિનું અનુસરણ કરે છે.તેથી કરીને ભારતની સંસ્કૃતિ આ બધાનું મિશ્રણ છે અને ઘણા વર્ષોથી બદલાતી રહે છે.

જો આપણે બધા આ વાતથી સહમત થશું કે બાળકને રક્ષણની આવશ્યકતા હોય છે,તો આપણી સંસ્કૃતિમાં પણ તેનું પ્રતિબિંબ જરૂર પડશે. હકીકતમાં, સાંસ્કૃતિક રીતે આપણે એક સભ્ય સમાજની જેમ ઓળખાવવું જોઈએ જે માત્ર તેના બાળકોને પ્રેમ જ નહી પણ હર સમયે તેમને રક્ષણની ખાતરી આપતુ હોય.

બાળ લગ્ન અધિકારોની હિંસાના લાંબા પ્રવાસની શરૂઆત કરે છે. છોકરાઓના વહેલા લગ્ન કરવા છોકરીઓની જેમ જ તેમના અધિકારોનો ભંગ છે.તે તેમના પસંદગીના અધિકારને દૂર કરે છે અને તેમની ઉંમર અને ક્ષમતાથી વધારે પારિવારીક જવાબદારીઓ તેમના પર લાદે છે.જો કે તેમાં કોઈ શંકા નથી કે છોકરીઓને કેટલા ખરાબ સંજોગોમાંથી પસાર થવુ પડે છે

બાળવધુઓ ઘણીવાર નાની ઉંમરમાં વિધવા બને છે અને તેમના પર સંખ્યાબંધ બાળકોની સંભાળની જવાબદારી આવે છે.

શું તમે જાણો છો?
  • જનગણના અહેવાલ 2001 મુજબ, અંદાજે 3 લાખ છોકરીઓએ 15 વર્ષની નીચેની ઉંમરમાં ઓછામાં ઓછા એક બાળકને જન્મ આપ્યો છે.
  • 10 થી 14 વર્ષની છોકરીઓ 20 થી 24 વર્ષની ઉંમર વચ્ચેની મહિલાઓ કરતા મોટાભાગે પાંચ ગણા વધારે સુવાવડ કે બાળકના જન્મ વખતે મૃત્યુ પામે છે.
  • વહેલી સુવાવડો પણ ભૃણહત્યાના ઉચ્ચત્તમ દરો સાથે સંલગ્ન છે.
  • કિશોર માતાને જન્મેલા શિશુઓની ઓછા વજન સાથે જન્મવાની શક્યતા વધારે હોય છે.
  • તરુણ માતાઓને જન્મેલા શિશુઓ મોટેભાગે તેમના જીવનના પ્રથમ વર્ષમાં જ મૃત્યુ પામે છે.
 2.6. બાળ લગ્ન અને તેમનો ગેરકાયદેસર વ્યાપાર 

  • વૃદ્ધ પુરૂષ સાથેના લગ્નના કાયદાકીય આવરણ હેઠળ દેશની અંદર અને મધ્યમ પૂર્વમાં પણ તરુણ કન્યાઓને વેશ્યાવૃતિ સમાવિષ્ટ શોષણાત્મક પરિસ્થિતીઓમાં ધકેલવામા આવે છે.
  • લગ્ન એ તરુણ કન્યાઓને મજૂરી અને વેશ્યાવૃતિના વ્યાપારમાં લેવડ-દેવડ કરવાના માધ્યમ તરીકે અસ્તિત્વમાં આવ્યા છે.
વહેલા લગ્ન એ દુર્વ્યવહારથી સુરક્ષા અને રક્ષણ છે તો તે કહેવુ ખોટુ છે.હકીકતમાં તે પરિવારની અંદરના લોકો દ્વારા છોકરી પર લાદવામાં આવતા તમામ પ્રકારની બળજબરીને સૂચવે છે,જે લોકો દ્વારા તેણીને અવિરતપણે વિશ્વાસ અને પાલન કરવાનું કહેવામાં આવે છે.બાળ લગ્ન બાળકનો બળાત્કાર સૂચવે છે કારણકે બાળકને તેની ઉંમર પરની ક્રિયા અને નિષ્ક્રિયતા માટે ક્યારેય પણ પરિપક્વતાની ઉંમર પર આવી પહોંચેલ છે તેમ કહી શકાતું નથી.

કોઈપણ સ્ત્રી માટે બહારના લોકોથી સુરક્ષાની ક્યારેય પણ ખાતરી રહેતી નથી, તે પરણેલી હોય કે ન હોય. તમામ સ્ત્રીઓ બળાત્કાર અને જાતીય દુર્વ્યવહારનું લક્ષ્ય બની શકે છે,તે પરણેલી હોય કે એકલી હોય,જુવાન કે વૃદ્ધ હોય,ઘુંઘટમાં હોય કે ઘુંઘટ વગર હોય. સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાઓના વધતા જતા કિસ્સાઓ આ સિદ્ધ કરે છે.

અમારા ગામોમાં જ્યારે ઘુંઘટ ઢાંકેલી અને અશિક્ષિત પરણેલી સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવે છે તેના કારણે નહી કે તેઓ અશિક્ષિત છે,પણ તે કારણે કે તેઓ અમુક જાતિની હોય છે અથવા અમુક સામૂહિક ઝઘડાઓનું લક્ષ્ય હોય છે.

આખરે,આ વિચારવુ કે વહેલા લગ્ન દહેજની સમસ્યાને હલ કરી શકે છે તો તે ખોટુ છે.અમારા જેવા અમુક સભ્ય સમાજોમાં વરનો પરિવાર હંમેશા છોકરીના પરિવાર પર લાગેલા રહે છે અને એવી આશા રાખે છે કે છોકરીનો પરિવાર જ્યારે પણ તેમને કંઈ જરૂર પડશે ત્યારે તેમના પર અનુગ્રહ કરશે.જે વખતે લગ્નના સમયે દહેજ લેવામાં આવતું નથી,તે સમયે દરેક માંગણીઓ લગ્ન પછી છોકરીઓ પર લાદવામાં આવે છે.

 2.7. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ –બાળ મજૂરી 

 માન્યતા: બાળ મજૂરીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી.ગરીબ માતા-પિતા તેમના બાળકોને શાળાએ મોકલવા ઈચ્છતા નથી. તેઓ તેમના બાળકોને કામ કરતા અને પરિવારની આવકમાં અમુક કમાણી રળવા ઈચ્છે છે.આ બાળકો પાસે કામ કર્યા સિવાય કોઈ પસંદગી રહેતી નથી,નહી તો તેઓ અને તેમનો પરિવાર ભૂખે મરશે.તેમજ,જો તેઓ કામ કરશે તો તેઓ ભવિષ્ય માટેની અમુક આવડતોથી સુસજ્જ થશે.

વાસ્તવિકતા: જ્યારે આપણે આવા પ્રકારની બાબતો વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે આપણી જાતને જરૂરથી પૂછવુ જોઈએ કે તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ શા માટે ગરીબ લોકો તેમના બાળકોને શાળાએ મોકલે છે જ્યારે બીજા ગરીબ લોકો મોકલતા હોતા નથી. સત્ય એ છે કે ગરીબી એ માત્ર બહાનું છે તે લોકો દ્વારા જેઓને તેમના ફાયદા માટે બાળકોની વારંવાર પૂર્તિને નિશ્ચિત્ત કરવાની જરૂર પડે છે.સામાજીક ઘટકો બાળ મજૂરીની ઘટનાને યોગદાન આપે છે.સામાજીકરૂપે અધિકારહીન સમાજો સાધનોની અસમાન પહોંચ દ્વારા ચિત્રણ થયેલા સામાજિક વર્ગીકરણના શિકાર છે. આપણે સહુ જાણીએ છીએ કે પરિવારો અને તેમના બાળકો કામ કરે તો પણ ભૂખમરો ટકી રહે છે.કારણકે ભૂખમરો એ અનુચિત સામાજીક અને આર્થિક ઘટકોનું પરિણામ છે.

તમામ માતા-પિતા તેમના બાળકોને ભણાવવા માંગતા હોય છે,ઓછામાં ઓછું તેમને મૂળભૂત ગુણવત્તાવાળું શિક્ષણ આપવા ઈચ્છતા હોય છે.અશિક્ષિત વડીલોમાટે પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે.બાળકોને શાળામાં દાખલ કરવામાં જન્મ તારીખ,જાતિ પ્રમાણપત્રના દસ્તાવેજીકરણ પુરાવા સૌથી મોટા અવરોધો હોય છે.બાળકો માટે,અભ્યાસક્રમને પહોંચી વળવુ અધરુ હોય છે.ખાસ કરીને જો તેઓ પ્રથમ પેઢીના વિદ્યાર્થીઓ હોય તો કારણકે તેમના વડીલોઘરે તેમને હોમવર્કમાં મદદ કરવા દ્વારા અધિકત્તમ સહાય પૂરી પાડી શકે તેટલા ભણેલા હોતા નથી. શારિરીક દંડ,જાતિ ભેદભાવ,મૂળભૂત સુવિધાઓનો અભાવ જેવી કે શૌચાલયો અને પીવાનું પાણી જેવા અમુક ઘટકો બાળકોને શાળાથી દૂર રાખે છે.છોકરીઓના કિસ્સાઓમાં,ઘણીવાર ભાઈ-બહેનની સારસંભાળને પ્રાધાન્યતા મળે છે કારણકે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાળ-સંભાળ સુવિધાઓનો અભાવ હોય છે અને લોકોના માનસ પર જાતિ પક્ષપાતો ઊંડે સુધી ખોદાઈ ગયા છે.

જે બાળકો કામ કરે છે અને શાળાએ જતા નથી તેઓ તેમના બાકીના સંપૂર્ણ જીવન માટે નિરાક્ષર અને અકુશળ રહે છે.કારણકે આ બાળકો મોટેભાગે અકુશળ મજૂરીનો હિસ્સો રહે છે.તદુપરાંત,અમુક વ્યવસાયોમાં નુકસાનકારક કેમીકલો અને બીજા પદાર્થોનું અનાવરણ,કામ કરવાના દીર્ઘ કલાકો,કામ કરવાની મુદ્દાઓ જેવા ઘટકો બાળકના સ્વાસ્થયને હાનિ પહોંચાડે છે અને તેમના વિકાસને અવરોધે છે.

બાળ મજૂરીનું અસ્તિત્વ એ લેખ 21 A.મુજબના ભારતીય બંધારણ દ્વારા પ્રત્યાભૂત 6-14 વર્ષની ઉંમરના દરેક બાળકો માટેનું મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણના મૂળભૂત અધિકારનું પ્રત્યક્ષ ખંડન છે.

આ નોંધ લેવી જોઈએ કે,મજૂરીમાં દરેક બાળકની બાદબાકી મતલબ પુખ્તો માટેની ઉપલબ્ધ નોકરીઓમાં એકનો ઉમેરો.ભારતમાં બેકાર પુખ્તોની વિશાળ વસ્તી છે જેઓ બાળકોનું સ્થાન લઈ શકે છે,બાળકોને તેમના બાળપણના અધિકારોને માણવા માટે મુક્ત કરીને.

ભારત વિશ્વમાંની બાળ મજૂરીની મોટાભાગની સંખ્યા બતાવે છે.ભારતીય જનગણના 2001 મુજબ,5-14 વર્ષની ઉંમરના 1.25 કરોડ બાળકો વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા છે.જોકે, NGOનું તારણ વધારેની સંખ્યા મૂકે છે,કારણકે ઘણા અસંગઠીત શાખાઓમાં અને નાના-પાયાના ઘરેલું એકમોમાં કામ કરતા હોય છે,જેઓને ક્યારેય બાળ મજૂરીમાં ગણવામાં આવતા નથી.

બાળકોને દરરોજ મજૂરી માટે ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે.દલાલો અને મધ્યસ્થ વ્યક્તિઓ ગામડાઓમાં આવે છે શુભચિંતક હોવાનો ડોળ કરે છે અને બાળકોને દેશના વિવિધ ભાગોમાં કામ કરવા માટે લઈને જાય છે. બિહાર અને બંગાળના બાળકોને કર્ણાટક,દિલ્હી અથવા મુંબઈમાં ભરતકામના એકમોમાં કામ કરવા લાવવામાં આવે છે; તામિલનાડુથી ઉત્તરપ્રદેશમાં મીઠાઈ બનાવતા કારખાનાઓમાં અને સુરતમાં રત્નો અને હીરાઓ પોલિશ કરવા ઈત્યાદિ પર કામ કરવા માટે લાવવામાં આવે છે.તેમાંના હજારો મધ્યમવર્ગીય ઘરોમાં ઘરગથ્થુ મજૂરી તરીકે નિયુક્ત હોય છે.

 2.8 બાળકનો જાતીય દુર્વ્યવહાર


માન્યતા: આપણા દેશમાં બાળકોનો જાતીય દુર્વ્યવહાર જૂજ જોવા મળે છે.આ તમામ મિડીયાનો પ્રચાર છે જે સારા કરતા નુકસાન વધારે કરે છે.બાળકો અથવા તરુણો કલ્પનાઓ ઊભી કરે છે,વાર્તાઓ બનાવે છે અને તેમનો જાતીય રીતે દુર્વ્યવહાર થયો છે તે વિષયમાં જુટ્ઠુ બોલે છે.આ બધુ સ્વચ્છંદ ચરિત્રવાળી ખરાબ છોકરીઓ સાથે થાય છે.

વાસ્તવિકતા: થોડા મહિનાઓના નાના બાળકો અથવા અમુક દિવસોના નાના બાળકો પણ,બાળ જાતીય દુર્વ્યવહારના શિકાર હોઈ શકે છે.પ્રચલિત માન્યતાના વિરોધમાં કે છોકરીઓ જ જાતીય રીતે દુર્વ્યવહાર થવા માટે અતિગ્રાહ્ય હોય છે,છોકરાઓ પણ શિકાર બને છે.

માનસિક અને શારિરીક અસમર્થતા સાથેના બાળકો તેમની આંતરિક નિર્બળતાના કારણે ખરેખરમાં તેમના પર દુર્વ્યવહાર થવાના જોખમ વધારે હોય છે.

બાળ જાતીય દુર્વ્યવહાર એ લિંગ,વર્ગ,જાતિ કે માનવવંશીયતા ઉપર છે અને શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં થાય છે.

બાળકનો નિમ્નલિખિત પ્રકારે દુરૂપયોગ થઈ શકે છે:
  • જનનાંગ પ્રવેશ દ્વારા જાતીય સંભોગ એટલે કે બળાત્કાર,અથવા પદાર્થો કે શરીરના બીજા ભાગોનો ઉપયોગ.
  • બાળકોને અશ્લીલ સાહિત્યોમાં દેખાડવા અને અશ્લીલ સાહિત્યવાળા સામાનો ઉત્પન્ન કરવા તેમનો ઉપયોગ કરવો.
  • જાતીય આનંદ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે બાળકના શરીરના કોઈપણ ભાગને પદાર્થ કે શરીરના ભાગથી સ્પર્શવો.
  • જાતીય ઉદ્દેશ સાથે જનનેન્દ્રિયો કે શરીરના બીજા ભાગોને દેખાડવા કે પ્રકાશિત કરવા.
  • જાતીય પ્રવૃતિ દેખાડવા દ્વારા અથવા બે કે તેનાથી વધારે બાળકોને એકબીજા સાથે સંભોગ કરતા જોઈને જાતીય તૃપ્તિ મેળવવી.
  • બીભત્સ અને અશ્લીલ ભાષા કે કાર્યોનો પ્રયોગ કરીને કે જાતીય રંગીન ટીકાઓ કરવા દ્વારા બાળક સાથે શાબ્દિક રીતે દુર્વ્યવહાર કરવો.
કોઈમ્બતુર:શહેરની સીમા પરના મદુક્કરાઈ નજીકની પ્રાથમિક શાળાના મુખ્ય અધ્યાપકની વિદ્યાર્થીનીઓ સાથે જાતીય રીતે દુર્વ્યવહાર કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

3જા ધોરણની આઠ વર્ષની વિદ્યાર્થીનીની ફરિયાદ પર,પોલીસે મુખ્ય પ્રાધ્યાપકની ધરપકડ કરી અને વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો હતો,જેમાં જાતીય દુર્વ્યવહારના પ્રયાસનો પણ સમાવેશ થાય છે.અપરાધી સામે તત્કાળ કાર્યવાહીની માંગણી કરવા લગભગ 100 વડીલો મદુક્કાઈ પોલીસ સ્ટેશન ગયા હતા.મુખ્ય પ્રધ્યાપકે બાળકોને જો તેઓ તેની વિરુદ્ધ ફરિયાદ કરશે તો ભયાનક પરિણામનો સામનો કરવો પડશે તેવો ડર બતાવ્યો હતો.

સ્ત્રોત: PTI, 25 મી માર્ચ 2005

વાસ્તવિકતા કે અપરાધી બાળકોની સંભાળ લેવાવાળો,સભ્ય અને પ્રેમ કરવાવો દેખાય છે જે બાળકોના દુર્વ્યવહારનું ખૂબજ તકલીફદાયક પાસુ છે અને જે તેના/તેણીની પોતાની જાત પર અને બીજા પર સ્વ-દોષ, અપરાધભાવ અને અવિશ્વાસનો મજબૂત વારસો છોડે છે.

બાળકનો દુરૂપયોગ તે કે તેણી જાણતા હોય તેના દ્વારા કે અપરિચિત દ્વારા પણ થઈ શકે છે.

90% કિસ્સાઓમાં ગુનેગારો બાળકોને જાણીતા હોય છે અને તેમના વિશ્વાસમાંના હોય છે.દુર્વ્યવહાર કરવાવાળો મોટેભાગે વિશ્વાસના સંબંધનો ભંગ કરે છે અને તે/તેણીની સત્તા અને સ્થાનનો ફાયદો ઉઠાવે છે.સંખ્યાબંધ કિસ્સાઓમાં દુરૂપયોગ કરનાર બાળકની નજીકની કોઈ વ્યક્તિ જ હોય છે – પિતા,મોટો ભાઈ,પિત્રાઈ ભાઈ કે કાકા અથવા પડોશી.જ્યારે દુર્વ્યવહાર કરનારો પરિવારનો જ સભ્ય હોય તો તે વ્યાભિચાર છે.

સમાજમાં જાતીય દુર્વ્યવહાર જોવા મળે છે કારણકે એકાકી સમાજ અસ્તિત્વમાં આવ્યા છે.વેશ્યાવૃતિ માટે છોકરીઓનું વેચાણ કે ધાર્મિક અને સાંસ્કૃતિ રિવાજો જેવા કે ‘દેવદાસી’ પ્રથા કે ‘જોગણી’ ની પ્રથા આના ઉદાહરણો છે.જો કે,આટલા વર્ષોમાં મિડીયાના પ્રચારના બદલે લોકોના કારણે શારિરીક દુર્વ્યવહારની બાબતમાં વધારે જાગ્રતતા અને વિસ્તૃત અહેવાલ થયો છે.પુખ્ત મહિલાઓમાં અભ્યાસનું તારણ બતાવે છે કે તેમાંની 75ટકા સ્ત્રીઓએ તેમના બાળપણમાં દુર્વ્યવહારનો અનુભવ કર્યો છે.તેમાંની મોટાભાગનો અગમ્યાગમન દ્વારા કે જાણીતા વ્યક્તિઓ દ્વારા દુર્વ્યવહાર થયો છે.મિડીયાના પ્રચારની ખોટી માન્યતા માત્ર અપ્રિય સત્યને નકારે કરે છે.

પુરૂષો જે બાળકો સાથે દુર્વ્યવહાર કરે છે તે આ તેમની પત્ની/પુખ્ત ભાગીદાર સાથે શારીરિક સંબંધ બાંધ્યા ઉપરાંત આ કાર્ય કરે છે.પ્રચલિત માન્યતાઓના વિરુદ્ધમાં તેઓ માનસિક રીતે બિમાર વ્યક્તિઓ નથી. દુર્વ્યવહાર કરવાવાળાઓને તેમની સામાન્યતા અને વિભિન્નતા પર ચિત્રણ કરવામાં આવે છે.બાળકનો જાતીય દુર્વ્યવહાર કરવાવાળાઓ તેમના કાર્યોને વિવિધ પ્રકારે બચાવવાનો અને વાજબી પુરવાર કરવાનો પ્રયાસ કરતા હોય છે અને આ તેઓમાંનું એક છે.

અમુક માણસો જ્યારે એક બાળક સાથે દુર્વ્યવહાર કરે છે ત્યારે આજુબાજુ કોઈ સાક્ષી છે તેની બેકાળજીવાળા હોય છે.

કોઈને પણ જાતીય દુર્વ્યવહાર વિશે કે જાતીય કાર્ય જોવા માટેની બળજબરીની અસ્વસ્થતા વિશે કહેવા માટે બાળકો ખૂબજ ડરતા હોય છે. શિકાર કેટલા વર્ષનો છે તેની પરવાહ કર્યા વગર, દુર્વ્યવહાર કરવાવાળા હંમેશા શક્તિશાળી હોય છે. દુર્વ્યવહારીની ધુર્તતા માટે શિકારી બરોબરીયો હોતો નથી અને તે/તેણી પાસે દુર્વ્યવહાર થતો રોકવાના કે કોઈને તેના વિશે કહેવાના કોઈ ઈલાજ હોતા નથી,ખાસ કરીને જો દુર્વ્યવહારી પરિવારનો નજીકનો સભ્ય હોય.ઘણીવાર માતાઓ પણ,જે દુર્વ્યવહાર વિશે જાણતી હોય છે,તેમની વિવશતાના કારણે તેને રોકવાની હાલતમાં હોતી નથી.પરિવારના ટૂટવાનો ભય કે વાસ્તવિકતા કે તેઓ વિશ્વાસ કરશે નહી,તેમને ચૂપ રાખવા પર મજબૂર કરે છે.પરિવારના વડીલોઅને પુખ્તો,સમાજે પોતે પણ, તેમની અસ્વસ્થાને બાજુ પર મૂકવી જોઈએ અને બાળકો સાથેના જાતીય દુર્વ્યવહારની વાસ્તવિકતાનો અસ્વીકાર કરવો જોઈએ.

તેમના દ્વારા સામનો કરતા દુર્વ્યવહાર અને શોષણ વિશેના બાળકો દ્વારા કહેવામાં આવતી બાબતો સાચી સાબિત થઇ છે.અગમ્યગમન/બાળકનો જાતીય દુર્વ્યવહાર / બાળકનો ગેરકાયદેસર વ્યાપાર કે બાળક સાથેના દુર્વ્યવહારના બીજા કોઈપણ સ્વરૂપોનો સમાજનો અસ્વીકાર સાથે સંલગ્ન કલ્પનાનો સિદ્ધાંત આપણે જે સમસ્યાનો સામનો અનિર્મિમેષ નયને આજે કરી રહ્યા છે તેને સંબોધવાને બદલે દુર્વ્યવહાર માટે પીડિત પર દોષ ઠેલવે છે.

બાળકો નિર્દોષ અને સંવેદનશીલ હોય છે.તેઓને જાતીયતા અને પુખ્તોની વાસનાની બહુ ઓછી જાણકારી હોય છે અને પુખ્તોની પ્રતિક્રિયાઓ માટે કોઈપણ રીતે તેમને જવાબદારી માની શકાતા નથી.જાતીયતા વિશેની જાણકારી કે સમજણ કોઈપણ પ્રકારે નકારાત્મક ઉપનામને પુરવાર કરતી નથી અથવા બાળકનો દોષ સાબિત કરતી નથી. વેશ્યાનો પણ બળાત્કાર થઈ શકે છે કે તેની સતામણી કરવામાં આવી શકે છે અને કાયદો તેના પક્ષમાં આવશે. તેઓએ જે ભોગવ્યું છે તેના માટે બાળકોને દોષ આપવા દ્વારા આપણે માત્ર જવાબદારીને દુર્વ્યવહારીથી બાળકો પર સ્થળાંતરિત કરીએ છીએ.

બાળકના કિસ્સામાં કોઈ ‘અનુમોદન’ નથી. કાયદા પ્રમાણે,16 વર્ષથી નીચેની ઉંમરની છોકરી સાથેના જાતીય સંભોગને બળાત્કાર ગણવામાં આવે છે.

જ્યારે બાળક દુર્વ્યવહારને રજૂ કરતા નથી,ત્યારે તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન જાગે છે,અને તેમના વિશ્વાસ અને આત્મ-વિશ્વાસનો પણ દુરૂપયોગ થાય છે.બાળકનો અપરાધભાવ તેને કે તેણીને તે વિચારવા માટે તાવી કરે છે કે તેમનો દુરૂપયોગ થવામાં અમુક હદે દુર્વ્યવહારી સામેનું તેમનું વર્તન પણ કારણ હતું.

સ્ત્રોત: અભિધાશાસ્ત્ર કે પદાર્થો?બાળકોના લૈંગિક શોષણ સામેનો પેટા-સમૂહ ,જાન્યુઆરી 2005,બાળકોના અધિકારો માટેના કરાર માટેનું NGO સમૂહ

બાળક પર જાતીય દુર્વ્યવહારનો પ્રભાવ

દુર્વ્યવહારનો પ્રભાવ દીર્ઘ કાળ કે ટૂંકા ગાળા માટે હોઈ શકે છે:
  • ઉઝરડા,કરડવાના ઘા,જખમો ઈત્યાદિના રૂપે શારિરીક ઈજા.જનનાંગોમાં રક્તપાત,કે બીજા કોઈ પણ સ્વરૂપે થયેલી શારિરીક ઈજા.
  • ઘણીવાર બાળકો ભય,અપરાધભાવ, માનસિક ઉદાસીનતા,ગુસ્સો, અને અપક્રિયાથી પીડાય છે અને પરિવારથી ક્મશ: પડતા જાય છે.
  • ઘણા પીડિતોને પુખ્તો સાથેના સંબંધોમાં પર્યાપ્ત જાતીય સંબંધ વિકસિત કરવામાં સમસ્યા થાય છે.
  • બાળકને અનુભવવા પડતા જાતીય દુર્વ્યવહાર ઉપરાંત બાળકના વિશ્વાસનો પણ દુર્વ્યવહાર થાય છે જે તેમને દીર્ઘકાળ માટે વ્યાકુળ કરે છે,અમુકવાર તો બાકીના સંપૂર્ણ જીવન માટે અને દીર્ઘકાળ માટે તેમના સંબંધો પર પણ અસર કરે છે,અન્યથા જો તેમનું મનોવૈજ્ઞાનિકપણે નિદાન કરવામાં આવે.
 2.9. શિક્ષણ તંત્રની અંદરના ઉલ્લંઘનો 
 A. શારીરિકક દંડ

માન્યતા: બાળકોને શિસ્તતા શીખડાવવા માટે અમુકવાર તેમને સજા કરવી જરૂરી છે.વડીલોઅને શિક્ષકોને તેમના બાળકોને શિસ્તબદ્ધ કરવાનો અધિકાર છે.

વાસ્તવિકતા: સોટી ફટકારો અને બાળકને સુધારો આવુ મોટાભાગના પુખ્તો માનતા હોય છે.

જે પુખ્તોને તેમના માતા-પિતા અને શિક્ષકો પાસેથી માર પડ્યો હોય છે તેઓ હંમેશા એવુ માને છે કે તેમને આ કરવાનો અધિકાર છે.તેઓ ઘણીવાર તે માનસિક આઘાતને ભૂલી જાય છે જે તેમને તેઓ જ્યારે નાના હતા ત્યારે ભોગવવો પડ્યો હતો અને શારિરીક અને અપમાનજનક સ્વરૂપના દંડને આધિન કરવામાં આવ્યા હતા.

શારિરીક દંડનો ઘણીવાર બાળકોને શિસ્ત શિખવાડવાના સાધન તરીકે ઉપયોગ થાય છે.બાળકો વડિલો,શિક્ષકો અને શિક્ષકો સિવાયના શાળાના સત્તાધિકારીઓ પાસેથી પ્રાપ્તિના છેડા પર હોય છે.લગભગ તમામ શાળાઓ વિવિધ કારણો માટે બાળકો પર શારિરીક દંડ ફટકારે છે અને મોટાભાગના વડીલોતેમના બાળકોને મારે છે.

શિસ્તના નામે,બાળકોને તેમના હાડકા અને દાંત તોડાવવા પડે છે,તેમના વાળ ખેંચવામાં આવે છે અને તેમને માનહાનિનો સામનો કરવો પડે છે.

 2.10. શારિરીક દંડ એટલે બાળકને પીડા થાય તે ઉદ્દેશ સાથેના કે હાનિ પડોંચાડવાના હેતુથી પણ સુધારવા માટે શારિરીક બળનો પ્રયોગ કરવો. 

 શારીરિક દંડના પ્રકારો:

બાહ્ય દંડ:
1. ભીંતનો ટેકો લઈને બાળકોને ઊભા રાખવા.
2. શાળાનો થેલો તેમના માથા પર ઉપડાવવો.
3. તડકામાં પૂરા દિવસ માટે તેમને ઊભા રહેવાની ફરજ પાડવી.
4. બાળકોને ઘૂંટણિયે પાડવા અને કામ કરાવવું.
5. તેમને બેન્ચ પર ઊભા રાખવા
6. હાથ ઉપર રાખીને ઊભા રહેવાની ફરજ પાડવી.
7. પેન્સિલ તેમના મોઢામાં રાખવી અને ઊભા રાખવા.
8. પગની અંદર તેમના હાથ પસાર કરવા સાથે કાન પકડીને ઊભા રાખવા.
9. બાળકોના હાથ બાંધવા.
10. તેમને ટટ્ટાર ઊભા રાખવા.
11. શાળાથી બહાર નિકાળવા અને ચૂંટલો ભરવો.
12. કાન મરોડવા.

ભાવનાત્મક દંડ:
1 . વિરુદ્ધ લિંગવાળી વ્યક્તિ તરફથી લાફો મરાવવો.
2 . ઠપકો આપવો,અનુચિત વર્તન કરવું,અપમાનજનક બોલવું.
3 . તેના કે તેણીના ગેરવર્તન મુજબ લેબલ લગાવવું અને તેને કે તેણીને પૂરી શાળામાં ફેરવવા.
4. વર્ગની છેલ્લે તેમને ઊભા રહેવાની ફરજ પાડવી અને કામ પૂર્ણ કરવા કહેવુ.
5. બે દિવસ માટે તેમને શાળામાંથી સ્થગિત કરવા.
6. તેમની પીઠ પાછળ કાગળ ચીટકાડવું અને “હું મૂર્ખ છું”, “હું ગધેડો છું” ઈત્યાદિ લેબલ તેમના પર લગાડવા.
7. શિક્ષક બાળકને દરેક વર્ગમાં સાથે લઈ જાય છે અને બાળકનું અપમાન કરે છે.
8. છોકરાઓના શર્ટ નિકાળવા.

નકારાત્મક બળવત્તરતા:
1. વિરામ અને લંચ દરમિયાન અટકાયતમાં રાખવા.
2. અંધારી કોટડીઓમાં તેમને પૂરવા.
3. વડિલોને બોલાવવા કે બાળકોને વડીલોપાસેથી ખુલાસારૂપ પત્ર મેળવીને લાવવા કહેવું.
4. તેમને ઘરે મોકલી દેવા અથવા તેમને શાળાના ગેટની બહાર ઊભા રાખવા.
5. વર્ગમાં બાળકને જમીન પર બેસાડવા.
6. બાળક પાસે પરિસર સ્વચ્છ કરાવવું.
7. ઈમારતની આજુબાજુ કે મેદાનમાં બાળકને દોડવાની ફરજ પાડવી.
8. બાળકોને આચાર્ય પાસે મોકલવા.
9. તેમને વર્ગમાં ભણાવવા કહેવું.
10. શિક્ષક જ્યાં સુધી આવે નહી ત્યાં સુધી તેમને ઊભા રાખવા.
11. મૌખિક ચેતાવણીઓ અથા ડાયરી કે કેલેન્ડરોમાં પત્રો આપવા.
12. બાળક માટે TC આપવાની ધમકી આપવી.
13. રમતો કે બીજી પ્રવૃતિઓમાં નિષ્ફળ જવા માટે તેમને કહેવું.
14. માર્ક બાદ કરવા.
15. શાળામાં ત્રણ દિવસ મોડા આવવાને એક દિવસની ગેરહાજરી સમાન ગણવી.
16. અતિશય ભારણ આપવું.
17. બાળકોને દંડ ચૂકવવાની ફરજ પાડવી.
18. તેમને વર્ગમાં આવવા દેવા નહી.
19. એક દિવસ,અઠવાડિયું કે મહિના માટે તેમને જમીન પર બેસાડવા.
20. તેમની શિસ્તપ્રધાન સૂચિમાં કાળા નિશાન કરવા.
સ્ત્રોત: શાળામાં બાળકોના અધિકારોનું ઉલ્લંઘન શારિરીક દંડ - લેખક – પ્રોફ._ માદાભુષી શ્રીધર_- નલ્સર યુનીવર્સિટી ઓફ લો - Hyderabad.htm

 2.11. શારીરિક દંડ બાળકનું કઈ રીતે નુકસાન કરે છે?

નાના બાળકોના મન પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે કારણકે સામાન્યત: તે અવિકસિત મગજમાં તિરસ્કાર,આતંક અને ભયનું સ્વરૂપ લે છે..

આવા પ્રકારની સજાઓ ગુસ્સો,રોષ અને નિમ્ન આત્મસન્માનની રચના તરફ દોરે છે.અસહાય અને હીણપાદની ભાવનાઓનું કારણ બને છે,તે/તેણીના સ્વમૂલ્ય અને આત્મ-સન્માનને ઝૂંટવી લે છે,જે બાળકને એકલતામાં કે અકારણ આક્રમણ તરફ દોરે છે.

તે બાળકોને સમસ્યાઓના ઉકેલ તરીકે હિંસક બનવાનું અને બદલો લેવાનું શીખવે છે.

બાળકો કદાચ પુખ્તો જે કરે છે તેનું અનુકરણ કરી શકે છે.બાળકો એવું માનવાની શરૂઆત કરે છે કે બળજોરીનો પ્રયોગ કરવો યોગ્ય છે અને તેમાં કંઈ ખોટું નથી.બાળકો તેના પોતાના માતા-પિતા કે શિક્ષકો પર પણ પ્રતિશોધમાં હુમલો કરી શકે છે.બાળપણ દરમિયાન શારિરીક દંડના પીડિતો મોટેભાગે પુખ્તવયમાં તેમના બાળકો,પરમેતર કે મિત્રોને નિશાન બનાવી શકે છે.

શારિરીક દંડ એ શિસ્તબદ્ધતું સૌથી બિનઅસરકારક સ્વરૂપ છે કારણકે તે ભાગ્યે જ વ્યક્તિને પ્રેરિત કરે છે.તે બાળકને સારુ કરવાને બદલે વધારે નુકસાન કરે છે.

સજા અમુક હદે બાળકને અશિસ્તતાની ક્રિયાનું પુનરાવર્તન કરતા અટકાવે છે,પણ તે તે/તેણીની વિષય વિશેની સમજણને સુધારી શકતું નથી અથવા તે/તેણીને વધારે હોશિયાર બનાવી શકતું નથી.

હકીકતમાં તે બાળકો પર સંખ્યાબંધ નકારાત્મક પરિણામો પેદા કરે છે.

રસ્તા પરના અને કામ કરતા મોટાભાગના બાળકોએ શાળાથી અને તેમના પરિવારો અને ઘરોથી પણ ભાગી જવાના કારણોમાંથી એક કારણ તરીકે શાળા પરના શારીરિક દંડનો ઉલ્લેખ કર્યો છે.

બાળકોને શિસ્તબદ્ધ કરવાનો અધિકારને બાળકોના વિકાસ અને સહભાગીતાના અધિકારના મૂલ્યે કરી શકાતો નથી.વાસ્તવિકતામાં બાળકોનો સહભાગિતા થવાનો એકમાત્ર અધિકાર જ શિસ્તબદ્ધતાના સ્વરને સાધી શકે છે.

કોઈપણ ધર્મ કે કાયદો શારીરિક દંડને મંજૂરી આપતો નથી.કોઈપણ વ્યક્તિને બાળકોને શારીરિકપણે દંડ કરવાનો કોઈ કાયદાકીય કે નૈતિક અધિકાર નથી માત્ર એટલા માટે કે તેઓ બીજા કોઈપણ પ્રકારે પરિસ્થિતીને કાબૂમાં લાવી શકતા નથી.
  • શિસ્તને ક્યારેય શીખવવામાં આવતું નથી,તે જાતે શીખાય છે.
  • શિસ્ત એ વલણ,ચરિત્ર,જવાબદારી કે પ્રતિબદ્ધતા છે.
  • મૂળભૂત રીતે શિસ્ત એ આંતરિક પ્રક્રિયા છે,જ્યારે તેને લાદવાનો પ્રયાસ એ બાહ્ય પ્રક્રિયા છે.
 2.12. પરીક્ષાનું દબાણ અને વિદ્યાર્થીઓની આત્મહત્યા 

 માન્યતા: ભારતના શિક્ષણ તંત્રે વિશ્વને આપણે પેદા કરેલા ભેજાઓ માટે ઉત્સુક કર્યુ છે.તેના પરિણામે,ઘણા ભારતીય વિદ્વાનો,વૈજ્ઞાનિકો,ઈજનેરો અને બીજા ધંધાદારીઓ પશ્ચિમમાં સફળતાપૂર્વક ગોઠવાયા છે અને તેમાંના ઘણા તે દેશમાં પણ તેમના માટે શ્રેષ્ઠ કરી રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રની સાથેનું કડક શિસ્ત એ સફળતાનો માર્ગ છે.તમામ વડીલોતેમના બાળકોને એવી શાળાઓમાં મોકલવા માંગે છે જેનું પરિણામ સારુ આવતું હોય.

વાસ્તવિકતા: ભારત વિશ્વના શ્રેષ્ઠ ભેજાઓને પેદા કરે છે તેમાં કોઈ શંકા નથી.પણ ખરેખરમાં તેનો શ્રેય વર્તમાનની શાળા કે શિક્ષણ તંત્રને અથવા પરિવાર અને સામાજીક દબાણો હોવા છતાં પણ જીવનમાં શ્રેષ્ઠ કરવા માટેની વિશુદ્ધ સંકલ્પશક્તિને જાય છે? ગળાકાપ હરિફાઈનું દબાણ,આપણા બાળકો અને વિદ્યાર્થીઓ પાસેથી વધી જતી અપેક્ષાઓ, શાળા કે શિક્ષકોની આબરૂ માટેના મુખ્ય દાવાઓ રૂપેના સારા પરિણામો અને આ બધાને પહોંચી વળવા માટેની બાળકોની અસમર્થતા બાળકોમાં વધતી માનસિક ઉદાસીનતા તરફ દોરે છે અને જેના પરિણામે વધતી સંખ્યામાં બાળકોની આત્મહત્યા થાય છે. મગજોનું મોત થાય છે અને જો આપણે આ વાસ્તવિકતા તરફ આપણી આંખો ખોલશું નહી તો,આપણે કદાચ બહુ જલ્દી તેજસ્વી યુવા લોકોની સંપૂર્ણ પેઢીને ગુમાવી શકીએ છીએ.

અમુક વિદ્યાર્થીઓ માટે, CBSE પરીક્ષાઓ પછી કોઈ જીવન રહેતુ નથી.

CBSEના વર્ગ X અને XII પરિણામો ઘોષિત કરતા પાંચ દિવસની અંદર,રાજધાનીમાં અડધો ડઝન છોકરાઓએ આત્મહત્યા કરી હતી.અને જે સમયે તમે આ વાંચી રહ્યા છે,ત્યારે બીજા ઘણા પોતાના જીવનનો અંત લાવવાનું વિચારી રહ્યા છે કારણકે તેઓ પરીક્ષામાં પાસ થવામાં નિષ્ફળ ગયા છે.

બાળકોમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ એ ગાઢ બેચેનીનું પ્રદર્શન છે. “પૂર્વે,લોકો કિશોરાવસ્થા સાથે માનસિક ઉદાસીનતા જોડતા નહોતા.કિશોરો માનસિક ઉદાસીનતા અને બીજાઓથી અવિકસિત સમજણને સહન કરે છે”, જી.બી.પેન્ટ અને મૌલાના આઝાદ મેડીકલ કોલેજના મનોચિકિત્સક,પ્રોફેસર અને હેડ,ડૉ.આર.સી.જીલોહા ઉલ્લેખ કરે છે.સમસ્યા વધારે બગડી ગઈ છે કારણકે આ પરિપક્વ ઉંમરમાં તેઓ પાસે ના ડહાપણ હોય છે કે ના નિષ્ફળતાને અનુરૂપ થવનો અનુભવ હોય છે.

… ટેલી-કાઉન્સેલર,મિસ.શર્મા કહે છે, “વડીલોઅને શિક્ષકો માટે સલાહ આપવા માટેની આવશ્યકતાને ઓળખવી મહત્વની છે. … પરીક્ષાના પરીણામો એ વિશ્વનો અંત નથી; જો તમે ખરાબ પ્રદર્શન કર્યુ હોય તો પણ,પરીક્ષા પછી પણ જીવન હોય છે.આ જ વડીલોઅને શિક્ષકોએ સમજવાની જરૂર છે,” મિસ.શર્મા કહે છે.

સ્ત્રોત: સ્મૃતિ કાક, મંચ, ચંદીગઢ, ભારત, શુક્રવાર, 31મી મે, 2002, www.tribuneindia.com

વડીલો પોતાના બાળકોને સારા પરિણામો લાવતી શાળાઓમાં મોકલવા ઈચ્છે છે તેમાં કોઈ સંદેહ નથી.પણ કોઈએ તેમને પૂછ્યું છે કે જો આ બાળકના અસ્તિત્વ કે કલ્યાણની કિંમતે હોય તો? કોઈપણ વડિલ તેના કે તેણીના બાળકને ગુમાવવા ઈચ્છશે નહી. હકીકતમાં આ કેવળ બતાવે છે કે વડીલોને પણ સહાયની જરૂર છે.પણ જો શાળાઓથી દબાણ ચાલુ રહશે, જો તમામ PTA તે વિશે હશે કે બાળક તેના/તેણીના વર્ગમાં કેટલું સારૂ કે ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે અને જો શિક્ષકો એક બાળકની બીજા સાથે તુલના કરવાની ચાલુ રાખશે અને તેમના વિદ્યાર્થીઓની ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક આવશ્યકતાઓની ઉપેક્ષા કરશે,તો ક્યારેય પણ આ પરિસ્થિતિઓમાં બદલાવ કરવામાં મદદ કરી શકાશે નહી.શાળાએ પ્રથમ પગલું લેવાનું રહેશે અને બની શકે તો બાળકો સાથે વડીલોને પણ સલાહ આપવાની શરૂઆત કરવી પડશે.




 2.13. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – રસ્તા પરના અને ભાગેડુ બાળકો 


માન્યતા: ગરીબ પરિવારોના બાળકો જ ભાગીને લાવારિસ બને છે.રસ્તા પર રહેતા બાળકો ખરાબ બાળકો હોય છે.

વાસ્તવિકતા: કોઈપણ બાળક ભાગી શકે છે જો તે/તેણીની યોગ્ય સંભાળ ન લેવામાં આવે તો.દરેક બાળકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે અને કોઈપણ વડીલ/પરિવાર/શાળા/ગામ જે આ અધિકારનો ઈનકાર કરે છે તેઓ કદાચ તેમના બાળક(કો)ને ગુમાવી શકે છે.

લાવારિશ બાળકોનો મોટો વિભાગ ભાગેડુ બાળકોનો છે,જેઓ તેમનું ઘર બહેતર જીવન તકોની શોધમાં કે, મોહક શહેરોના આકર્ષણ માટે, કે આવી પડેલા દબાણોથી હારી જઈને,કે શિક્ષણના તંત્રની સખતાઈથી કંટાળીને જે તેમના વડીલો બળજબરીપૂર્વક તેમના પર લાદે છે અથવા કૌટુંબિક હિંસાથી બચવા ઘર છોડે છે અને શહેરોમાં પ્રવેશ કરે છે જ્યાં તેઓ વધારે કંગાળ પરિસ્થિતિઓમાં જીવે છે.

લાવારિશ બાળકો ક્યારેય ખરાબ હોતા નથી. તેઓ જે પરિસ્થિતિમાં જીવતા હોય છે તે ખરાબ હોય છે.

આ બાળકો ઘણીવાર તેમના પોતાના માટે દિવસનું બે વખતનું ભોજન પણ મેળવી શકતા નથી અને દુરૂપયોગ થવા માટે અતિગ્રાહ્ય હોય છે.રસ્તા પર તેઓ કોઈવાર તેઓ શોષણ અને સંબંધિત મુશ્કેલીઓના દુષ્ટ ચક્રોમાં સંડોવાય છે.મોટા બાળકોના સંપર્કમાં આવતાની સાથે નવા અને નાના બાળકો તરતજ પૈસા ઊઠાંતરી કે સરળતાથી ઉપલબ્ધ હોય તેવા કાર્યોના બીજા સ્વરૂપોમાં કે ગેરકાયદેસર પ્રવૃતિઓમાં જેવી કે ખીસાકાતરૂ, ભીખ માંગવી, કેફી પદાર્થોની ફેરવણીમાં જોડાય છે.

બાળકો તેમના ઘરોથી ઘણા કારણોસર ભાગી જાય છે
  • બહેતર જીવન તકો
  • મેટ્રો શહેરોનું આકર્ષણ
  • વધતું દબાણ
  • અસ્વસ્થ પારિવારીક સંબંધો
  • તેમના વડીલો દ્વારા તજાયેલા
  • વડીલોકે શિક્ષકો દ્વારા માર ખાવાનો ભય
  • જાતીય દુર્વ્યવહાર
  • જાતિ ભેદભાવ
  • લિંગ ભેદભાવ
  • અસમર્થતા.
  • HIV/AIDSના કારણે ભેદભાવ
દિપ્તી પાગરે,જી.એસ.મીના,આર.સી જીલોહા અને એમ.એમ સિંધ,ભારતીય બાળરોગ,સામાજીક ઔષધ અને મનોચિકિત્સા વિભાગ,મૌલના દ્વારા અભ્યાસ, ‘લાવારિશ બાળકોના જાતીય દુર્વ્યવહારને અવલોકન ગૃહમાં લાવવામાં આવ્યો છે’

દિલ્હીના અવલોકન ગૃહમાં પુરૂષ સહવાસીઓમાં જાતીય દુર્વ્યવહારના પરિમાણ અને જાતની ચકાસણી કરવા માટે, 2003-2004માં સંચાલિત કરવામાં આવેલી આઝાદ કોલેજ,ખુલાસો કરે છે કે મોટાભાગના છોકરાઓ ભાગેડુ હોય છે અને 38.1 ટકા જાતીય દુર્વ્યવહારનો ભોગ બન્યા હોય છે.નૈદાનિક પરીક્ષણ પર,61.1ટકાએ જાતીય દુર્વ્યવહારના શારિરીક ચિહ્નો અને 40.2 ટકાએ વર્તણૂક ચિહ્નો બતાવ્યા હતા.44.4 ટકા પીડિતો દ્વારા બળજબરીપૂર્વકના મૈથુનનો અહેવાલ આપવામાં આવ્યો હતો અને 25 ટકાએ જાતીયપણે વાહક રોગોના ચિહ્નો બતાવ્યા હતા.અપરિચિતો એ જાતીય દુર્વ્યવહારના સૌથી સામાન્ય ગુનેગારો છે.

 2.14. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ - HIV/AIDS

માન્યતા: HIV/AIDS એ પુખ્તોનો મુદ્દો છે.બાળકોને તેની સાથે કંઈ લેવા-દેવા નથી અને તેથી તેના વિશે જાણવાની જરૂર નથી.તેમને HIV/AIDS,પ્રજનન સ્વાસ્થ્ય, જાતીયતા અને બીજા તેવા મુદ્દાઓ અંગે જાણ કરવાથી તે બાળકોના મગજને ભ્રષ્ટ કરશે. HIV/AIDS ના અમુક પ્રકારના વૃતાંતવાળા પરિવારોમાંથી આવેલા બાળકોમાં થઈ શકે છે અને તેથી સાવચેત રહેવુ જોઈએ અને HIV/AIDSના ફેલાવાથી અટકાવવા માટે તેમને શક્ય બને તેટલા દૂર રાખવા જોઈએ.

વાસ્તવિકતા: ઉંમર,ત્વચા,રંગ,જાતિ,વર્ગ,ધર્મ,ભૌગોલિક સ્થાન,નૈતિક દુષ્ટતા,સારા કે ખરાબ કૃત્યોના આધાર પર HIV/AIDS નો તફાવત કેળવાતો નથી.તમામ માનવીઓ HIVથી ચેપગ્રસ્ત થઈ શકે છે.

HIV એટલે કે હ્યુમન ઈમ્યુનો ડેફીસીયેન્સી વાયરસ જે એઈડ્સ પેદા કરે છે તે HIV પોઝીટીવ વ્યક્તિના દૂષિત શરીર પ્રવાહીઓ સાથે સંપર્કમાં આવવાથી સંક્રમિત થાય છે,જેવા કે વીર્ય,પૂર્વ-સ્ખલન,યોનિ પ્રવાહી, લોહી,કે સ્તનનું દૂધ HIV-દૂષિત લોહી સાથેના સંપર્કમાં આવેલી સોયો સાથેના સંપર્કમાં આવવાથી પણ સંક્રમિત થઈ શકે છે,જેમાં દવાઓના પ્રક્ષેપણ, ટેટુ લગાડવા અને શરીર વીંધવા માટે વપરાતી સોયોનો સમાવેશ થાય છે.

આજે લાખો બાળકો HIV/AIDSથી ચેપગ્રસ્ત કે અસરગ્રસ્ત થાય છે. બાળકો તેમના વડીલોના અકાળ મૃત્યુઓને કારણે અનાથ બની રહ્યા છે અને વડિલોની સારસંભાળ અને સંરક્ષણથી વંચિત થઈ રહ્યા છે.

HIV/AIDSનું માતાથી-બાળકમાં સંક્રમણ એ બાળકોમાં થતા ચેપોનો સૌથી સામાન્ય પ્રકાર છે, બાળ જાતીય દુર્વ્યવહાર અને અગમ્યાગમનના વધતા જતા કિસ્સાઓને કારણે, બીજા ઘણા બાળકો આ રોગનો શિકાર બની રહ્યા છે.બાળકો અને યુવા લોકોમાં દવાઓનો દુરૂપયોગ પણ ભય ઊભો કરે છે. આવા સંજોગોમાં બાળકોથી HIV/AIDS સંબંધિત માહિતીને છુપાવવી અને પોતાની જાતને તેઓ કેવી રીતે બચાવી શકે તે જાણવાના અધિકારનો અસ્વીકાર કરવો યોગ્ય નથી.

એશિયામાં,ચીન પછી ભારતમાં સોથી વધારે HIV/AIDS ધરાવતા લોકોની સંખ્યા છે.UNAIDS પ્રમાણે, ભારતમાં 0-14 વર્ષ સુધીની ઉંમરના 0.16 લાખ બાળકો HIVથી ચેપગ્રસ્ત છે.

નવા અહેવાલો મુજબ, છ વર્ષની બબીતા રાજ,જેના પિતા AIDSના કારણે મૃત્યુ પામ્યા હતા.વડીલોઅને શિક્ષકોની બેઠક અને શાળાના સત્તાધિકારીઓના વિરોધ પછી તેને કેરળના પરપન્નગડીની સરકાર-અનુદાનિત પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહેવા માટે અવરોધિત કરવામાં આવી હતી,… ખબર અનુસાર સામાજીક કાર્યકરો અને સ્થાનિક સરકારી અધિકારીઓના હસ્તક્ષેપ પછી પણ,જેઓએ તેણી HIV નેગેટીવ છે તેવું સાબિત કરતું ઔષધકીય પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યુ હતું તે છતાં પણ તેનો પુનર્પ્રવેશ માટે સત્તાવારો દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક સરકારી શાળાઓએ પણ તેના પ્રવેશનો અસ્વીકાર કર્યો હતો.

સ્ત્રોત: ભવિષ્ય પૂર્ણતયા પરિત્યાગ,માનવીય અધિકારોની તપાસ,પાના નં. 73, 2004

આપણે આ જાણવાની જરૂર છે કે ચેપગ્રસ્ત બાળકનો સંપર્ક કરવાથી કે તે બાળકની બાજુમાં બેસવાથી કે ચેપગ્રસ્ત વ્યક્તિને આલિંગન દેવાથી અને ચુંબન કરવાથી કે તેની સાથે રમવાથી HIV સંક્રમિત થતું નથી.

આ સાચું છે કે માહિતી અને સહભાગિતાનો બાળકોનો અધિકાર ‘બાળક માટેના શ્રેષ્ઠ હિતો’પર આધારિત છે અને તેથી બાળકો સાથે જાતીયતા, પ્રજનન સ્વાસ્થ્ય સ્વાસ્થય કે HIV/AIDS વિશે ચર્ચા કરતી વખતે ઉંમર-વિશિષ્ટતાઓને ધ્યાનમાં લાવવી જરૂરી છે. વાસ્તવિકતા એ છે કે આપણે પોતાનું મગજ આપણા બાળકોના મનમાં આવતા પ્રશ્નોનો સામનો કરવા માટે તૈયાર નથી રાખ્યું અને તેથી કોઈપણ ચર્ચાને ટાળવા માટે બહાના ગોતીએ છીએ. જીવન-કૌશલ્યોના શિક્ષણના મહત્વની ઉપેક્ષા કરવા કરતા તેને સમજવા માટે તૈયાર થવુ મહત્વનું છે,જેમાં જાતીય શિક્ષણનો પણ સમાવેશ થાય છે.

લોકોને HIV/AIDS વિશે શિક્ષણ આપવાને બદલે, ભૂતકાળમાં ઘણી શાળાઓએ બાળકોને બહાર ફેંકી દીધા હતા માત્ર એટલા માટે કે તેઓ HIV/AIDS નો અમુક ઈતિહાસ ધરાવતા પરિવારોમાંથી આવ્યા હતા અથવા પરિવારનો કોઈ સભ્ય HIV પોઝીટીવ હોવાની અમુક આશંકા હતી. HIV/AIDSના આધાર પર તેમને મૂળભૂત સેવાઓ અને માનવીય હકોનો ઈનકાર કરવો,એ ભેદભાવ છે. ભારતીય સંવિધાને સમાનતાના અને અભેદભાવના અધિકારની સુરક્ષિતતા આપી છે અને જેઓ અસમાનતા કે ભેદભાવને પ્રોત્સાહન આપે છે તેઓને સજાને પાત્ર છે.

વ્યક્તિ HIV પોઝીટીવ છે તેની જાણકારીનો ઉપયોગ વહેલાસરની સારવાર મેળવવા માટે થવો જોઈએ જે વ્યક્તિને દીર્ઘકાળ સુધી સ્વસ્થ રહેવામાં અને તે/તેણીને બીજા કોઈને જીવાણુઓ પસાર ન થવા દેવામાં મદદ કરી શકે છે. જો સાચેમાં જોખમી દેખાતા બાળકોને,શાળામાંથી બહાર કાઢી દેવામાં આવતા હોય તો આમાં કોઈપણ રીતે તેમનું સ્વાસ્થય ચકાસવામાં અને તેમને સહાય પૂરી પાડવામાં આવતી નથી અને આ પ્રકારે તો બીજાઓ માટેનું જોખમ વધી શકે છે.ભેદભાવ એ વધતા જતા જોખમનો અંત લાવતો નથી.

 2.15. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – જાતિ ભેદભાવ
 માન્યતા: અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવ એ હવે એક ઈતિહાસ છે.દલિત કે અનુસૂચિત જાતિ/અનુસૂચિત પ્રજાતિના વિદ્યાર્થીઓ તેમનું જીવન સરળ બનાવતા આરક્ષણો સાથે કોઈપણ પ્રકારના જાતિ ભેદભાવનો સામનો ક્યારેય કરતા નથી.

વાસ્તવિકતા: આ સત્ય નથી.જાતિ ભેદભાવ સાથે વ્યક્તિનો ભેટો પૂર્વકાલીન ઉંમરમાં થાય છે.તે/તેણી શાળામાં,રમતગમતના મેદાનમાં,હોસ્પિટલમાં ભેદભાવનો સામનો કરે છે અને આ યાદીનો કોઈ અંત નથી થઈ શકતો. સમાજના નબળા અને વિશેષ અધિકારો ધરાવતા વિભાગો વિરુદ્ધ આપણે ભેદભાવના આચરણને સંબોધિત કરી શકીએ છીએ જેવા કે અનુસૂચિત જાતિ/પ્રજાતિ તેમના આર્થિક,સામાજીક અને સાંસ્કૃતિક અધિકારોની તેમને બાંયધરી આપવા દ્વારા,ખાસ કરીને શિક્ષણ,સ્વાસ્થય સંભાળ અને સુરક્ષા સેવાઓ; બાળ મજૂરો માટેના કાર્યક્રમો, અને હાથેથી કચરો લેવો જેવા અપમાનજનક આચરણોનો અંત કરવા.

 2.16. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ - અપંગતા 


માન્યતા: અપંગતા એ શ્રાપ છે.અપંગ બાળક પાસે કોઈ યોગ્યતા નથી.આવા બાળકો પરિવાર પર ભારરૂપ હોય છે,તેઓ આર્થિક રૂપે અનુત્પાદક હોય છે અને તેમના માટે શિક્ષણનો કોઈ ઉપયોગ રહેતો નથી.વાસ્તવમાં મોટાભાગની અપંગતાનો કોઈ ઈલાજ નથી.

વાસ્તવિકતા: અપંગતાને ભૂતકાળના કાર્યો સાથે કંઈ લેવાદેવા નથી.આ વિકૃતિ છે જે ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય સંભાળના અભાવને કારણે અથવા કોઈક વખત બાળકને જનન તત્વોથી વારસામાં મળી હોય છે. જરૂરિયાત હોય તે સમયે યોગ્ય ઔષધકીય સંભાળનો અભાવ,યોગ્ય પ્રતિરક્ષણનો અભાવ,અકસ્માત અથવા હાનિ જેવા બીજા કારણોને લીધે થઈ શકે છે જેનો અસ્વીકાર થઈ શકતો નથી.

માનસિક રીતે કે શારિરીક રીતે અપંગ વ્યક્તિ એ સામાન્યપણે દયાને પાત્ર છે.આપણે ભૂલી ગયા છીએ કે એક અપંગ વ્યક્તિને માણસ તરીકેના અધિકાર છે અને તે દયા કરતા પણ વધારે,તેને/તેણીને સહાનુભૂતિની જરૂર છે.

ઘણીવાર આપણે અપંગતાને કલંક સાથે જોડીએ છીએ.માનસિક રીતે બિમાર વ્યક્તિવાળા પરિવારનો સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે અને અવગણવામાં આવે છે.બાળકની અપંગતાને ધ્યાનમાં ન લેતા પ્રત્યેક બાળક માટે શિક્ષણ મહત્વનું છે કારણકે તે બાળકના એકંદર વિકાસમાં મદદ કરે છે.

અપંગ બાળકોને વિશિષ્ટ જરૂરિયાતો હોય છે અને આપણે તે જરૂરિયાતોને સંબોધવાની હોય છે.જો તેમને તક આપવામાં આવે તો તેએ પણ જીવન-સહાયક કૌશલ્યો શીખી શકે છે. અપંગતા ગંભીર સ્વરૂપ લે છે માત્ર ત્યારે જ જ્યારે આપણે વ્યક્તિને તેના જીવનને દોરવા જે વસ્તુઓની જરૂર હોય છે તે પ્રદાન કરવામાં આપણે નિષ્ફળ જઈએ.
  • 2001ની જનગણના અનુસાર, 0-19 વર્ષની ઉંમરની કુલ વસ્તીમાં 1.67 ટકા અપંગ છે.
  • આયોજન મંડળનો દસમી પાંચ-વર્ષીય યોજનાનો દસ્તાવેજ દર્શાવે છે કે તમામ બાળકોના 0.5 થી 1.0 ટકામાં માનસિક મંદતા છે.

શિક્ષણ તંત્રમાં અપંગ બાળક દ્વારા સામનો કરાતા અવરોધો
  • શારિરીક રીતે અને માનસિક રીતે પડકારજન્ય બાળકો માટે વિશિષ્ટ શાળાઓનો અભાવ.
  • અપંગ બાળકો ધીમી ગતિએ ભણનાર હોય છે.શાળાઓ પાસે વિશિષ્ટ શિક્ષકો હોતા નથી જેઓ આવા પ્રકારના બાળકોની સંભાળ લઈ શકે.
  • જોડિયા વર્ગનું સંવેદનારહિત વલણ.સામાન્ય રીતે માનસિક રીતે અને શારિરીક રીતે પડકારજન્ય બાળકો મશ્કરીને પાત્ર છે કારણકે તેઓ ધીમી રીતે ભણનાર અથવા તેમનામાં શારિરીક ખોડ હોય છે.
  • અપંગત-મિત્રવત માળખાનો અભાવ,જેમાં ચઢવાનો દાદરો,વિશિષ્ટ ખુરશીઓ અને શૌચાલય સુવિધાઓનો સમાવેશ થાય છે.
યોગ્ય પ્રશિક્ષણ દ્વારા એક અપંગ બાળકને પણ અમુક કૌશલ્યો શીખવી શકાય છે જે તે/તેણીને સભ્ય જીવન મેળવવાની અમુક તકો પ્રદાન કરી શકે.

તદુપરાંત, જો અગાઉથી શોધી કાઢવામાં આવે અને તેનું નિદાન કરવામાં આવે તો,મોટાભાગની અપંગતાઓને અસાધ્ય બનાવતા પહેલા દૂર કરી શકાય છે અથવા રોકી શકાય છે.આમાં માનસિક વિકારોનો સમાવેશ થાય છે જેને સવેળાની દરમિયાનગીરી સાથે રોકી શકાય છે અને તેની સારવાર થઈ શકે છે.

સંઘર્ષ અને માનવ-નિર્મિત દુર્ઘટનાઓ

પ્રત્યેક શાળા અને પ્રત્યેક શિક્ષકે સંઘર્ષ,રાજકીય વિવાદો,યુદ્ધ કે કુદરતી દુર્ઘટનાઓની પરિસ્થિતિઓમાં વિશિષ્ટ સંભાળ લેવી જોઈએ.આવી પરિસ્થિતિઓમાં જીવતા બાળકોને વિશેષ સંભાળ અને રક્ષણની જરૂર પડે છે,તે ત્યારે જ શક્ય બને જ્યારે સમાજને તેની સમજણ પડે.
************************************************************************
 3. બાળ સંરક્ષણ અને કાયદો
 
  જેની ચર્ચા થઈ તેવી તમામ શોષક અને ભેદ્ય પરિસ્થિતિઓમાં બાળકોને સંરક્ષિત રહેવાનો અધિકાર છે.શિક્ષક હોવાને કારણે તમારે આ મુદ્દાઓનો સામનો કરતા શીખવુ જરૂરી છે.પણ તે ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારી જાતને વાસ્તવિક સમસ્યાઓ અને જોખમોથી જેનો બાળકો સામનો કરે છે અને તેના ઉપાયોથી માહિતગાર કરશો જેઓ બાળકોના માટેના શ્રેષ્ઠ હિતોમાં પરિસ્થિતિને બદલવા માટે કાયદા અને નિતીમાં ઉપલબ્ધ છે બાળકને કાયદાકીય મદદ અને સંરક્ષણની જરૂર પડી શકે છે.બાળકને જ્યારે જરૂરિયાત હોય ત્યારે કાયદાકીય કાર્યવાહીનો અસ્વીકાર કરવો એ આપણી મોટેભાગે થતી સહુથી સામાન્ય ભૂલ છે.

  3.1. તમારી જાતને પૂછો – નાપસંદગી કે પરિવાર/સમુદાય/સમાજ/શક્તિશાળી સભ્યો દ્વારા મળતા ઠપકાનો ભય એ સામાજીક ન્યાય કરતાં વધારે મહત્વપૂર્ણ બની ગયો છે? 
 2003માં, કર્નાલ જીલ્લાના ગામની પાંચ છોકરીઓએ બે સગીરોના લગ્ન હેઠળ થતા વેચાણને અટકાવ્યું હતું.એકવાર જો તેમણે લગ્ન અને ગર્ભિત વેચાણને અટકાવવાનું મન બનાવી લીધુ કે તેમની શાળાની શિક્ષકે કાયદાકીય કાર્યવાહી માટે આવશ્યક પગલા લેવામાં તેમની મદદ કરી હતી.સંભવિત વર અને વધુના પરિવારોથી,ગામના મુરબ્બીઓથી,સંપૂર્ણ સમુદાયથી પ્રચંડ વિરોધ થયો હતો.છોકરીઓને ધમકીઓ પણ મળી હતી અને તેમના પોતાના પરિવારોએ તેમને આ પગલા લેતા અટકાવી હતી. શરૂઆતમાં પોલીસ પણ મદદ કરવા અને ભૂલો કરનાર વ્યક્તિઓની નોંધ કરવા આગળ આવી નહોતી. જ્યારે બીજુ બધુ અસફળ રહ્યું ત્યારે શાળાના શિક્ષકે સ્થાનિક મિડીયા પાસેથી આના વિષે લખવા માટેની મદદ માંગી. છેવટે પોલીસ પર લગ્ન રોકવાનું દબાણ કરવામાં આવ્યું હતું અને તેણે અપરાધીઓની ધરપકડ કરી હતી. આ પાંચ છોકરીઓને તમામ સંભાવનાઓ વિરૂદ્ધ લડવા માટે અને અનુકરણીય હિંમત બતાવવા માટે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર મળ્યો હતો.આ કિસ્સામાં શિક્ષકની ભૂમિકા નિર્ણાયક હતી કારણકે તેમની મદદ વગર છોકરીઓ માટે સમુદાય પાસે આ કામ કરાવવું અશક્ય હતું. હકીકતમાં,શિક્ષકને તેમની કારકિર્દીનો જ નહી પણ પોતાના જીવનનું જોખમ હતું.બાળકના સંરક્ષણ માટે ન્યાય અને પ્રતિબદ્ધતા માટેની આ ખોજે તેમને આ કાર્ય કરવા દોર્યા હતા.

 3.2. તમે પણ નિમ્નલિખિત પગલા લેવા દ્વારા કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયાને કદાચિત સરળ બનાવી શકો છો:

  • પોલીસ અથવા બાળ વિભાગને જાણ કરવી.
  • બાળ વિભાગ બાળકને સલાહ અને કાયદાકીય સેવા પ્રદાન કરે છે કે નહી તેની ખાતરી કરો.
  • સામુદાયિક સહાયને ગતિ આપવી
  • અંતિમ ઉપાય તરીકે પ્રેસને અહેવાલ આપવો
  • તમારા કાયદા જાણો
મૂળભૂત કાયદાઓ જાણવા અને તેઓ આપતા સંરક્ષણ અધિકારોને સમજવા આવશ્યક છે.તમે જો ઉપલબ્ધ અધિકારો અને કાયદાકીય સંરક્ષણને સમજતા હશો તો જ તમે બાળક કે તેના/તેણીના માતા-પિતા/સંરક્ષક કે સમુદાયને કાયદાકીય કાર્યવાહી માટે મનાવી શકશો. અમુક વખત પોલીસ/પ્રશાસન પણ મુશ્કેલ જોવા મળી શકે છે.તમારા કાયજાઓની જાણકારી તમને તેનો સારી રીતે સામનો કરવા માટે સમર્થ બનાવી શકે છે.

 3.3. લિંગ – વૈકલ્પિક ગર્ભપાત, સ્ત્રી ભૃણ હત્યા અને શિશુ હત્યા 


લિંગ વૈકલ્પિક ગર્ભપાતમાં જોડાયેલા વ્યક્તિઓ સામે કાયદેસર પગલા લેવા માટેનો કાયદો છે જન્મ-પૂર્વ નૈદાનિક તંત્ર કાયદો,1994(દુર્વ્યવહારનું નિયમન અને અટકાવ).
  • સ્ત્રી ભૃણ હત્યા તરફ દોરતા, ભૃણનું લિંગ નિર્ધારિત કરવા માટેના જન્મ-પૂર્વ નૈદાનિક તંત્રના દુરૂપયોગ અને જાહેરખબરને રોકે છે.
  • વિશિષ્ટ જનનીય અસાધારણતા કે વિકારોની ભાળ મેળવવા માટે જન્મ-પૂર્વ નૈદાનિક તંત્રના ઉપયોગને મંજૂરી આપે છે અને તેને નિયંત્રિત કરે છે અને આવા પ્રકારના તંત્રનો ઉપયોગ માત્ર અમુક નિશ્ચિત શરતો હેઠળ અને માત્ર પ્રમાણિત સંગઠનો દ્વારા જ માન્ય કરે છે.
  • કાયદામાં આપેલી જોગવાઈઓના ઉલ્લંઘન માટે તે સજા આપે છે.
  • કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પ્રથમ યોગ્ય અધિકારીને ઉચિત કાર્યવાહી માટે ત્રીસ દિવસથી ઓછા દિવસની ન હોય તેવી નોટીસ સાથે અને ફરિયાદને કોર્ટ સુધી લઈ જવાના ઈરાદા સાથે આપવામાં આવે છે.
આ કાયદા સિવાય,ભારતીય પીનલ કોડ,1860થી નિમ્નલિખિત ધારાઓ પણ મહત્વની છે.
  • જ્યારે વ્યક્તિ દ્વારા મૃત્યુ થાય છે (ધારા 299 અને ધારા 300).
  • ગર્ભસ્થ સ્ત્રીનું સ્વૈચ્છાથી અજન્મા બાળકનો ગર્ભપાત કરવો(ધારા 312).
  • બાળકને જીવિત જન્મતું અટકાવવા માટે કે તેને જન્મ પછી મૃત્યુ પમાડવાના ઈરાદા સાથે કરેલું કાર્ય (ધારા 315).
  • અજન્મા બાળકનું મૃત્યુ નીપજાવવુ (ધારા 316).
  • 12 વર્ષથી નીચેના બાળકને વેચવું કે તેનો ત્યાગ કરવો (Section 317).
  • તેણીના/તેના શરીરનો ગુપ્ત રીતે નિકાલ કરવા દ્વારા બાળકના જન્મને છુપાવવું( ધારા 318).
આ અપરાધોની સજા તરીકે બે વર્ષ કે જીવનભરનો કારાવાસ,કે દંડ અથવા બન્ને આપવામાં આવે શકાય છે.
 3.4. બાળ લગ્ન
 
બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, 1929 એ 21 વર્ષથી નીચેની ઉંમરના પુરૂષ અને 18 વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી તરીકે બાળકની મર્યાદા નક્કી કરે છે (ધારા 2(a)).

આ કાયદા હેઠળ કેટલાયે વ્યક્તિઓને બાળ લગ્નમાં સમાવિષ્ટ થવા માટે કે કામગીરી કરવા માટે કે સંમતિ આપવા માટે કે નિર્ધારિત કરવા માટે સજા કરી શકાય છે.તેઓ નિમ્નલિખિત મુજબ છે:
  • પુરૂષ જે બાળ લગ્ન નિર્ધારિત કરે છે જો તે 18 વર્ષ ઉપરનો અને 21 વર્ષની નીચેની ઉંમરનો હોય તો તેને સરળ કારાવાસની સજા કરવામાં આવશે જે 15 દિવસોની હોઈ શકે અથવા રૂ.1000નો દંડ અથવા બન્ને હોઈ શકે છે. (ધારા 3).
  • પુરૂષ જે બાળ લગ્ન નિર્ધારિત કરે છે જો તે 21 વર્ષની ઉપરનો હોય તો તેને 3 મહિના સુધીનો કારાવાસ અને દંડ કરવામાં આવી શકે છે. (ધારા 4).
  • વ્યક્તિ જે બાળ લગ્નમાં કામગીરી બજાવે છે અથવા તેનું સંચાલન કરે છે,અન્યથા જો તે કારણને સાબિત કરી શકે કે તે આને બાળ લગ્ન માનતો નહોતો,નહી તો તેને 3 મહિના સુધીનો કારાવાસ અને દંડ કરવામાં આવી શકે છે. (ધારા 5).
  • બાળકના માતા-પિતા કે સંરક્ષક જેઓ મંજૂરી આપે છે,ઉપેક્ષાપૂર્વક અસમર્થ છે,અથવા આવા પ્રકારના બાળ લગ્નોને પ્રોત્સાહિત કરવાનું કોઈપણ કાર્ય કરે છે તેમને સજા કરવામાં આવી શકે છે (ધારા 6).
શું બાળ લગ્નને અટકાવી શકાય છે?

બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, 1929 હેઠળ બાળ લગ્નને અટકાવી શકાય છે જો કોઈ પોલીસને ફરિયાદ કરે કે આવા પ્રકારના લગ્ન ગોઠવાઈ રહ્યા છે કે થવા જઈ રહ્યા છે. ત્યારબાદ પોલીસ તેની તપાસ કરશે અને બાબતને ન્યાયાધીશ સુધી લઈ જશે. ન્યાયાધીશ પરીણામ આપી શકે છે જેને અધિકૃત આદેશ કહેવાય છે.આ લગ્ન અટકાવવાનો હુકમ છે,અને જો કોઈ કોર્ટના આદેશની અવગણના કરશે તો તેને 3 મહિના માટેના કારાવાસની સજા અથવા 1000 રૂ.નો દંડ કે બન્ને થઈ શકે છે.

બાળ લગ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેને અટકાવવા જરૂરી છે કારણકે કાયદામાં પૂરી પાડેલી ઉંમર આવશ્યકતાઓના ઉલ્લંઘનમાં સંચાલિત કરવામાં આવેલા કોઈપણ લગ્ન,સ્વયંસંચાલિતપણે અયોગ્ય,વ્યર્થ કે રદબાતલ ઠરતા નથી.

 3.5. બાળ મજૂરી 


બાળ કાયદો(મજૂરીને ગીરો મૂકવી, 1933 ઘોષિત કરે છે કે 15 વર્ષથી નીચેના બાળકોની મજૂરીને માતા-પિતા કે સંરક્ષક દ્વારા વળતર અથવા બીજા પર્યાપ્ત વેતનો સિવાયના ફાયદાઓ માટે ગીરો મૂકવી એ ગેરકાયદેસર અને રદબાતલ છે. આવા પ્રકારના માતા-પિતા કે સંરક્ષકને તેમજ જેઓ મજૂરી ગીરો મૂકાયેલા બાળકોને નોકરી પર રાખે છે તેઓને સજા કરશે.

બંધવા મજૂરી તંત્ર (નાબૂદી) કાયદો, 1976 કરજની પરત ચુકવણી માટે વ્યક્તિને બળજબરૂપૂર્વક બંધવા મજૂરીમાં ધકેલવાની મનાઈ કરે છે.આ વ્યવસ્થા તમામ કરજકરારો અને બંધનોને નષ્ટ કરે છે.કોઈપણ નવા ગુલામી કરારની રચનાને આ કાયદો ફગાવે છે અને તમામ કરજોમાંથી બંધવા મજૂરોને જેના માટે તેમને બંધનયુક્ત રાખવામાં આવ્યા છે તેમાંથી મુક્ત કરે છે. બંધવા મજૂરી થાય તે માટેની વ્યક્તિને ફરજ પાડવી એ કાયદા હેઠળ સજાને પાત્ર છે. આમાં વડીલો અથવા પરિવારના સભ્યો જેઓ તેમના બાળકને બંધવા મજૂરી માટે ગીરો મૂકે છે તેમના માટેની સજાનો સમાવેશ થાય છે.

બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) કાયદો, 1986 એ 14 વર્ષની નીચેની ઉંમરના બાળકોને અમુક જોખમી પ્રક્રિયાઓમાં નોકરી કરવા માટેની મનાઈ કરે છે અને બીજી નિશ્ચિત બિનજોખમી પ્રક્રિયાઓમાં તેનું નિયમન કરે છે.

બાળ ગુનાખોરી ન્યાય (બાળકની સંભાળ અને સંરક્ષણ) કાયદો, 2000 ની ધારા 24 તે વ્યક્તિઓ માટે સજા પૂરી પાડે છે જેઓ બાળકને કોઈપણ જોખમી નોકરીમાં રાખે છે અથવા તેવી નોકરી મેળવી આપે છે,તેને/તેણીને બંધનયુક્ત રાખે છે અને સ્વ હેતુ માટે બાળકની કમાણીને રોકી રાખે છે.

બીજા મજૂરી કાયદાઓની યાદી જે બાળ મજૂરીનો નિષેધ કરે છે અને/અથવા બાળ મજૂરો માટેની શરતોનું નિયમન કરે છે અને જેનો ઉપયોગ નોકરીદાતાઓની નોંધ કરવા માટે ઉપયોગ થઈ શકે છે,તે નીચે મુજબ છે:
  • કારખાના કાયદો, 1948.
  • ખેતી મજૂરી કાયદો, 1951
  • ખાણ કાયદો, 1952
  • વેપારી જહાજ પરિવહન કાયદો, 1958
  • નવા શીખનાર માટેનો કાયદો, 1961
  • મોટર પરિવહન કામદાર કાયદો, 1961
  • બીડી અને સિગાર કામદાર (રોજગારની શરતો) કાયદો, 1966
  • W.B. દુકાનો અને સંસ્થાપન કાયદો, 1963
બળાત્કાર માટેની મહત્તમ સજા 7 વર્ષના કારાવાસની છે પણ જ્યારે છોકરી 12 વર્ષથી અંદરની ઉંમરની હોય અથવા બળાત્કારી સત્તાધિકારમાં હોય (હોસ્પીટલમાં, બાળ ગૃહોમાં, પોલીસ સ્ટેશન ઈત્યાદિમાં હોય.), સજા મોટી હોય છે.

જોકે કિશોર સાથેનો બળજબરીપૂર્વકનો સંભોગ એ બળાત્કાર છે,દેશનો IPC હેઠળનો બળાત્કાર કાયદો આને આવૃત કરતો નથી.જાતીય ત્રાસ અને છોકરાઓનો બીજા સ્વરૂપે કરવામાં આવતા દુરૂપયોગ માટે વિશિષ્ટ વિધાન નથી,પણ IPC ની ધારા 377 આને ‘બિનકુદરતી અપરાધો’.તરીકે સંબોધિત કરે છે.
 3.6. બાળકનો ગેરકાયદેસર વેપાર 
 
બાળકનો ગેરકાયદેસર વેપાર વિરુદ્ધના કિસ્સાઓનો વ્યવહાર કરવા નીચે મુજબનું કાયદાકીય માળખું ઉપલબ્ધ છે:

ભારતીય પીનલ કોડ 1860
  • અનૈતિક હેતુથી કરવામાં આવેલી ઠગાઈ, છેતરપિંડી,અનુચિત અટકાયત, ગુનાહિત ધમકી, સગીરો પાસે કામ કરાવવું,સગીરોને વેચવા અને ખરીદવાને IPC સજા કરે છે.
બાળ ગુનાખોરી ન્યાય (બાળકની સંભાળ અને સંરક્ષણ) કાયદો, 2000
  • આ કાયદો ગેરકાયદેસર વેચાયેલા બાળકોને સંભાળ અને સંરક્ષણની બાંયધરી આપે છે અને તેમના પરિવાર અને સમાજ સાથે પુન:સ્થાપન અને એકીકરણ કરવામાં મદદ કરે છે.
ગેરકાયદેસર વેપારના વિશિષ્ટ સ્વરૂપો અને પ્રયોજનોની નોંધ માટે વિશિષ્ટ અને સ્થાનિક કાયદાઓનો ઉપયોગ થઈ શકે છે જેમાં સમાવેશ થાય છે:
  • આંધ્ર પ્રદેશ દેવદાસીનો (અર્પણનો નિષેધ) કાયદો, 1988 અથવા કર્ણાટક દેવદાસી( અર્પણનો નિષેધ) કાયદો, 1982
  • બોમ્બે ભિક્ષાવૃતિનો અટકાવ કાયદો, 1959
  • બંધવા મજૂરી તંત્ર (નાબૂદી) કાયદો, 1976
  • બાળ મજૂરી મનાઈ અને નિયમન કાયદો, 1986
  • બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, 1929
  • સંરક્ષક પદ અને વાલી કાયદો, 1890
  • હિંદુ અંગીકરણ અને નિર્વાહ કાયદો, 1956
  • અનૈતિક ગેરકાયદેસર વેપાર (અટકાવ) કાયદો, 1986
  • માહિતી તંત્ર કાયદો, 2000
  • નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોફીક પદાર્થોમાં ગેરકાયદે વેચાણની મનાઈ કાયદો, 1988
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિ (અત્યાચારોનો વિરોધ) કાયદો, 1989
  • માનવીય અંગોનો સંસ્થાપન કાયદો, 1994


3.7. HIV/AIDS


HIV પોઝીટીવ વ્યક્તિઓના અધિકારોના સંરક્ષણ માટે વિશિષ્ટ કાયદાઓ રજૂ કરવાની પ્રક્રિયામાં છે,ભારતીય બંધારણ તમામ નાગરિકોને અમુક મૂળભૂત કાયદાઓની બાંયધરી આપે છે અને જો વ્યક્તિ HIV પોઝીટીવ હોય તો તે સુયોજ્ય પડે છે.તે કાયદાઓ છે:
  • સૂચિત સંમતિનો અધિકાર
  • અંગતતાનો અધિકાર
  • ભેદભાવ સામેના અધિકાર
સૂચિત સંમતિનો અધિકાર

સંમતિ સ્વતંત્ર હોવી જોઈએ. તે જબરદસ્તી,ભૂલ,છેતરપિંડી,અનુચિત પ્રભુત્વ કે ખોટી રજૂઆત દ્વારા સંપાદિત ન થવી જોઈએ.

સંમતિની જાણ કરવી જરૂરી છે.આ ખાસ કરીને ડોક્ટર-દર્દીના સંબંધમાં મહત્વનું છે,ડૉક્ટર જેટલું વધારે જાણે છે અને તે સર્વ દર્દી દ્વારા વિશ્વાસમાં હોય છે.કોઈપણ ઔષધકીય પ્રક્રિયા પહેલા,ડૉક્ટરે દર્દીને સમાવિષ્ટ જોખમો અને ઉપલબ્ધ જોખમો વિશે જાણ કરવી જરૂરી છે જેથી કરીને પ્રક્રિયા કરવી કે નહિ તેનો સૂચિત નિર્ણય લઈ શકે.

HIVના અનુમાનો બીજી બધી બિમારીઓ કરતાં ખૂબ ભિન્ન હોય છે.તેથી જ HIVના પરીક્ષણમાં જેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેની વિશિષ્ટ અને સૂચિત સંમતિની આવશ્યકતા હોય છે.બીજા નૈદાનિક પરીક્ષણો માટેની સંમતિને HIV પરીક્ષણ માટે સૂચિત સંમતિ તરીકે લઈ શકાતી નથી.જો સૂચિત સંમતિ નહી લેવામાં આવી તો,સંબંધિત વ્યક્તિના અધિકારોનું ઉલ્લંધન થઈ શકે છે અને તે/તેણી ઉપચારની માંગણી કોર્ટમાં કરી શકે છે.

અંગતતાનો અધિકાર

જ્યારે કોઈ વ્યક્તિ પોતાને જેના પર વિશ્વાસ હોય તે/તેણીને ખાનગી કોઈ વાત કહે તો તેને અંગત માનવામાં આવે છે.આવી બાબતોની બીજી વ્યક્તિઓ સાથેની વહેંચણીને અંગતતાનો ભંગ માનવામાં આવે છે.

એક ડોક્ટરની પ્રાથમિક ફરજ દર્દી તરફની હોય છે અને તે/તેણીએ દર્દી દ્વારા જણાવેલી માહિતીની અંગતતાની જાળવણી કરવી જોઈએ. જો બનવાજોગે વ્યક્તિની અંગતતાનો ભંગ કર્યો અથવા ભંગ થયો,તો વ્યક્તિને કોર્ટમાં જવાનો અને નુકસાનોનો દાવો કરવાનો અધિકાર છે.

HIV/AIDS (PLWHAs) સાથે જીવતા લોકો ઘણીવાર તેમની HIV અવસ્થા જાહેર માહિતી ન બની જાય તે ડરથી તેમના અધિકારોનું સમર્થ કરવા માટે ભયભીત હોય છે.જોકે,તેઓ ‘ઓળખને ગુપ્ત રાખવી’ ના સાધનનો ઉપયોગ કરી શકે છે જેમાં વ્યક્તિ ઉપનામ(વાસ્તવિક નામ નહી) હેઠળ દાવો માંડી શકે છે. પરોપકારી વ્યુહરચના ખાતરી આપે છે કે PWLAs સામાજીક બહિષ્કાર અને ભેંદભાવના ડર વગર ન્યાયની માંગણી કરી શકે છે.

ભેદભાવ સામેનો અધિકાર

સમાન વ્યવહાર કરવા માટેનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે.કાયદો પ્રદાન કરે છે વ્યક્તિનો લિંગ,ધર્મ,જાતિ,પંથ,વંશ કે જન્મ સ્થાન વગેરેના સામાજીક રીતે કે વ્યાવાસાયિક રીતે સરકાર દ્વારા ચલાવાતી કે સરકાર દ્વારા નિયંત્રિત સંસ્થા દ્વારા કોઈપણ આધાર પર ભેદભાવ કરી શકાતો નથી

જાહેર સ્વાસ્થય માટેનો અધિકાર એ પણ મૂળભૂત અધિકાર છે-કોઈ વસ્તુ જે રાજ્યે તમામ વ્યક્તિઓને તથાકથિત પૂરી પાડવી જોઈએ. ઔષધકીય સારવાર કે હોસ્પીટલમાં પ્રવેશ ઈચ્છતા HIV પોઝીટીવ વ્યક્તિઓનો અસ્વીકાર કરી શકાતો નથી.જો તેમની સારવાર આપવા માટે ઈનકાર કરવામાં આવે તો,તેઓ માટે કાયદામાં ઉપચાર છે.

તેજ રીતે, HIVવાળા વ્યક્તિને તે/તેણીનો રોજગાર ચિત્રપટમાંના પોઝીટીવ દરજ્જા કારણે ભેદભાવ કરી શકાતો નથી.આવા પ્રકારની પરિસ્થિતિમાં સમાપ્તિ એ વ્યક્તિને કાયદાકીય ભરપાઈની માંગણી કરવાની તક આપશે.

જે વ્યક્તિ HIV પોઝીટીવ છે પણ બીજાઓ માટે વાસ્તવિક જોખમ ઊભુ કર્યા વગર નોકરી ચાલુ રાખવા માટે સ્વસ્થ હોય તો તેનો નોકરીમાંથી અંત કરી શકાતો નથી.આ મે 1997માં બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સંઘટિત કરવામાં આવ્યું છે

1992માં ભારત સરકાર,સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંડળે,તમામ રાજ્ય સરકારોને PLWHAs માટે તમામ કેન્દ્રીય અને રાજ્ય સરકાર સ્વાસ્થય સંભાળ સંસ્થાઓમાં સારવાર અને સંભાળની અભેદભાવી પહોંચની ખાતરી આપવાની દોરવણી કરતું વહીવટી જાહેરનામું મોકલ્યુ છે.

સ્ત્રોત: HIV/AIDSમાંના કાયદાકીય મુદ્દાઓ www.indianngos.com

 3.8. શારીરિક દંડ 

શાળાઓમાં શારીરિક દંડનો નિષેધ કરતું ભારતમાં કોઈ કેન્દ્રીય વિધાન નથી. જોકે, વિવિધ રાજ્યોએ તેનો નિષેધ કરવા નીતિઓ અને કાયદાઓ ઘડ્યા છે.

હાલમાં કેન્દ્રીય સરકાર બાળ દુર્વ્યવહાર પરના કાયદા પર કામ કરી રહી છે, જેમાં શારિરીક દંડને બાળ ગુનો માનવામાં આવ્યો છે.જ્યાં સુધી આ કાયદો અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી જે ઉપલબ્ધ કાયદાઓ છે તેનો ઉપયોગમાં આણી શકાય છે.
ભારતના રાજ્યો જેઓએ શારિરીક દંડનો નિષેધ કર્યો છે અથવા સમર્થન આપ્યું છે
રાજ્યો શારિરીક દંડ (નિષેધ અથવા સમર્થન) કાયદો/નીતિ
તામિલનાડુ નિષેધ “સુધારાત્મક” પગલા દરમિયાન માનસિક અને શારિરીક પીડાની સજા આપવાની મનાઈ કરતા તામિલનાડુ શિક્ષણ નિયમોના નિયમ 51માં સુધારા મારફતે જૂન 2003માં તામિલનાડુમાં શારિરીક દંડનો નિષેધ કરવામાં આવ્યો હતો.
ગોવા નિષેધ ગોવા બાળ કાયદો 2003 એ ગોવામાં શારિરીક દંડનો નિષેધ કરે છે.
પશ્ચિમ બંગાળ નિષેધ બંગાળની રાજ્ય શાળાઓમાંથી હકાલપટ્ટી ગેરકાયદેસર છે,કલકત્તા હાઈ કોર્ટમાં તાપસ ભાંજા(વકીલ) દ્વારા PIL ફાઈલ કરવામાં આવી હતી.
આંધ્ર પ્રદેશ (હૈદરાબાદ) નિષેધ બહાર પાડ્યો હતો. 2002ના નવા આદેશ મારફતે, આંધ્ર પ્રદેશની સરકારે શિક્ષણ નિયમો(1966)નો નિયમ 122માં સુધારો કરવા દ્વારા તમામ શિક્ષણાત્મક સંસ્થાઓમાં શારિરીક દંડ પર નિષેધ કર્યો હતો,જેના ઉલ્લંઘનની પીનલ કોડ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી નિષેધ અર્થપૂર્ણ શિક્ષણ માટે વડીલોદ્વારા ન્યાયાલયમાં અરજી કરવામાં આવી હતી.દિલ્હી શાળા શિક્ષણ કાયદો(1973) પાસે શારિરીક દંડ માટે જે જોગવાઈ હતી તેને દિલ્હી હાઈ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.ડિસેમ્બર 2000માં,દિલ્હી હાઈ કોર્ટે ઠરાવ કર્યો કે દિલ્હી શાળા શિક્ષણ કાયદો(1973)માં શારિરીક દંડ માટે કરવામાં આવેલી જોગવાઈઓ બાળકોના ગૌરવ માટે અમાનવીય અને અહિતકર છે.
ચંદીગઢ નિષેધ 990માં ચંદીગઢમાં શારિરીક દંડનો નિષેધ કરવામાં આવ્યો હતો.
હિમાચલ પ્રદેશ નિષેધ કરવાનો નિર્ણય લીધો છે શારિરીક દંડના કારણે એક બાળક અપંગ થયો તેવો અહેવાલ આવ્યા પછી રાજ્યે શાળાઓમાં શારિરીક દંડનો નિષેધ કરવાનો નિર્ણય કર્યો છે.

3.9. કૌટુંબિક હિંસા

 દેશમાં કૌટુંબિક હિંસા માટે કોઈ કાયદો નથી.જોકે,2000નો બાળ ગુનાખોરી ન્યાય(બાળકોની સંભાળ અને સંરક્ષણ)કાયદાએ જે વ્યક્તિઓને આવા બાળકોની જવાબદારી છે અથવા વિશિષ્ટ અપરાધ તરીકે આવા બાળકો પર નિયંત્રણ છે તેમના દ્વારા બાળકો વિરુદ્ધની નિર્દયતાને માન્ય કરી છે.આ કાયદાની ધારા 23 બાળકોને પર થતી નિર્દયતા માટેની સજા પૂરી પાડે છે,જેમાં ઓચિંતો હિંસક હુમલો,સ્વૈરાચાર,પ્રદર્શન અથવા સ્વૈચ્છિક ઉપેક્ષાનો સમાવેશ થાય છે જે બાળકને માનસિક અને શારિરીક ત્રાસ આપી શકે છે.

 3.10. જાતિ ભેદભાવ 

ભારતીય બંધારણ ખાતરી આપે છે
  • કાયદા પહેલા સમાનતા અને કાયદાઓનું સમાન સંરક્ષણ દેશના પ્રત્યેક વ્યક્તિ માટે છે. (લેખ 14).
  • કુળ,જાતિ,લિંગ,વંશ,જન્મ સ્થળ કે રહેઠાણના આધારે થતા ભેદભાવનો નિષેધ છે. (લેખ 15).
  • કોઈપણ જાહેર રોજગારમાં કુળ,જાતિ,લિંગ કે જન્મ સ્થળના આધારે થતા ભેદભાવનો નિષેધ છે (લેખ 16).
  • ‘અસ્પૃશ્યતા’ને નાબૂદ કરે છે અને કોઈપણ રીતે જો ‘અસ્પૃશ્યતા’નું આચરણ કરવામાં આવશે તો તે સજાને પાત્ર છે (લેખ 17).
‘અસ્પૃશ્યતા’ના આચરણ અને તેના ઉપદેશ માટેની સજા પ્રદાન કરવા માટે અને તેની સાથે સંકળાયેલી કોઈપણ બાબતો માટે અસ્તિત્વમાં આવેલો પ્રથમ ભારતીય કાયદો ‘નાગરિક અધિકારોનું સંરક્ષણ કાયદો, 1955’ છે. અનુસૂચિત જાતિના લોકોને તેમના નામથી બોલાવવાને પણ આ કાયદા હેઠળ સજાને પાત્ર અપરાધ માનવામાં આવે છે,ઉદાહરણ તરીકે. ‘છામર’ને ‘છામર’ તરીકે બોલાવવું.

1989 માં, ભારત સરકારે અધિનિયમ કર્યો છે ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિ(અત્યાચારોની મનાઈ)કાયદો’, જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિ પર બિનઅનુસૂચિત જાતિ અને બિનઅનુસૂચિત પ્રજાતિ દ્વારા ફટકારવામાં આવતા ભેદભાવ અને હિંસાના કૃત્યોના વિવિધ પ્રકારોને સજાપાત્ર અપરાધો તરીકે માન્ય કરે છે.આ કાયદા હેઠળ થતા અપરાધોનો ચુકાદો આપવા જિલ્લા સ્તરે વિશિષ્ટ કોર્ટોની સ્થાપના માટે પણ પૂરુ પાડે છે,વિશિષ્ટ કોર્ટોમાં આવતા કેસોને સંચાલિત કરવાના હેતુસર ખાસ સાર્વજનિક ફોજદારીની નિયુક્તિ અને રાજ્ય દ્વારા સામૂહિક દંડ ભારણ.

 3.11. રસ્તા પરના અને ભાગેડુ બાળકો


બાળ ગુનાખોરી ન્યાય(બાળકોની સંભાળ અને સંરક્ષણ)કાયદો,2000

2000નો બાળ ગુનાખોરી ન્યાય(બાળકોની સંભાળ અને સંરક્ષણ)કાયદો “કિશોરો” અથવા “બાળકો” (જે વ્યક્તિ 18 વર્ષ પૂર્ણ ન કર્યા હોય તે) જેઓને
  • સંભાળ અને સુરક્ષાની આવશ્યકતા છે
  • કાયદાના સંઘર્ષમાં છે.તેઓને સંબોધિત કરે છે
સંભાળ અને સુરક્ષાની આવશ્યકતાવાળું બાળક:

2 (d) અનુસાર, “સંભાળ અને સંરક્ષણની આવશ્યકતાવાળું બાળક” એટલે બાળક.
  • જે ઘર વગરનું અથવા આજીવિકા વગરનું છે.
  • જેના માતા-પિતા કે સંરક્ષક બાળકની દેખરેખ રાખવા સમર્થ નથી.
  • જેઓ અનાથ છે અથવા જેમના માતા-પિતાઓ તેનો/તેણીનો ત્યાગ કર્યો છે અથવા જેઓ ગુમ થયેલ છે,ભાગેડુ બાળક અથવા પર્યાપ્ત તપાસ પછી પણ જેના માતા-પિતા મળી શક્યા નથી.
  • જેઓની સાથે જાતીય કે ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે દુર્વ્યવહાર થયો છે,જુલમ ગુજારવામાં આવ્યું છે અથવા શોષણ કરવામાં આવ્યું છે અથવા જેઓ આવા પ્રકારના દુર્વ્યવહારો માટે ભેદ્ય છે.
  • જેઓ ડ્રગના વેપાર કે ગેરકાયદેસર વેપાર માટે ભેદ્ય છે.
  • જેઓ સાથે દુર્વ્યવહાર થયો છે અથવા જેઓ દુર્વ્યવહાર માટે ભેદ્ય છે.
  • જેઓ કોઈ સશસ્ત્ર લડાઈ,પ્રજા પ્રક્ષોભ અથવા કુદરતી આફતના શિકાર છે.

બાળ કલ્યાણ સમિતિ
  • કાયદા અનુસાર દરેક રાજ્ય સરકારે સંભાળ અને સંરક્ષણની આવશ્યકતાવાળા બાળકોની દેખરેખ,સંરક્ષણ,સારવાર,વિકાસ અને પુનર્વસવાટ માટે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પ્રદાન કરવા માટે તેમજ તેમના માનવીય હકોના સંરક્ષણ માટેના કેસોના નિકાલ માટે દરેક જિલ્લા કે જિલ્લાના સમૂહો માટે,એક કે તેથી વધારે બાળ કલ્યાણ સમિતિની રચના કરવી જોઈએ.
સમિતી પહેલા નિર્માણ

સંભાળ અને સંરક્ષણની આવશ્યકતાવાળા કોઈપણ બાળકને વિશિષ્ટ બાળ ગુનાખોરી પોલીસ એકમ અથવા નિર્દિષ્ટ પોલીસ ઓફીસર;જાહેર સેવક;બાળ વિભાગ;રાજ્ય સરકાર દ્વારા માન્ય રજીસ્ટર્ડ સ્વયંસેવી સંગઠન,સામાજીક કાર્યકર અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત લોકહિતેષી નાગરિક,બાળકના પોતાના દ્વારા દ્વારા સમિતી પહેલા નિર્માણ કરી શકાય છે

બાળ કલ્યાણ સમિતિ બાળકને બાળ ગૃહમાં મોકલવાનો અને સામાજીક કાર્યકર અથા બાળ કલ્યાણ ઓફિસર દ્વારા ઝડપી તપાસ આરંભવાનો આદેશ આપી શકે છે.

તપાસ પૂર્ણ થયા પછી,જો સમિતિ એવો અભિપ્રાય આપે કે ઉપયુક્ત બાળકનો કોઈ પરિવાર કે તથા કથિત કોઈ આધાર નથી,તો તે જ્યાં સુધી તેના/તેણી માટે યોગ્ય પુનર્વસવાટ સ્થળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અથવા જ્યાં સુધી તે/તેણી અઢાર વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી બાળકને બાળ ગૃહમાં કે આશ્રય ગૃહમાં રહેવાનું માન્ય કરી શકે છે.

કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો

“કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર” નો મતલબ કે ગુનો કરવાનો જેના પર આરોપ મૂકવામાં આવ્યો છે તેવો કિશોર.
બાળ ગુનાખોરી ન્યાય મંડળ
  • રાજ્ય સરકારે જીલ્લા માટે અથવા જીલ્લાના સમૂહો માટે કાયદાના અને જામીનની મંજૂરીના સંઘર્ષમાં આવેલા બાળકો અને આવા પ્રકારના બાળકોના સર્વોત્તમ હિતોના કેસોના નિકાલ માટે એક કે તેથી વધારે બાળ ગુનાખોરી ન્યાય મંડળોની રચના પણ કરવી જોઈએ.
અને પદાર્થોની હેરાફેરી

નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોફીક પદાર્થ કાયદો, 1985

આ કાયદો કોઈપણ નાર્કોટીક ડ્રગ અથવા સાયકોટ્રોફીક પદાર્થના ઉત્પાદન,પરિવહન,વેચાણ અને ખરીદીને ગેરકાયદેસર ઘોષિત કરે છે,અને તેના વ્યસની/વેપાર કરનાર વ્યક્તિને સજાપાત્ર ઠેરવે છે. ગુનેગાર દ્વારા શસ્ત્ર કે શારિરીક બળનો ઉપયોગ અથવા ઉપયોગનો ભય,ગુનાઓ આચરવા માટે સગીરોનો ઉપયોગ,શિક્ષણાત્મક સંસ્થા કે સમાજ સેવા સુવિધામાં ગુનાઓનું આચરણ આ અમુક ઉચ્ચત્તમ સજાઓના કારણો છે.

નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોફીક પદાર્થોના ગેરકાયદેસર વેપારનો નિષેધ કાયદો, 1988

આ કાયદા હેઠળ, જે લોકો બાળકોનો ડ્રગની હેરાફેરી માટે ઉપયોગ કરે છે તેઓની ગુનામાં સાગરિત અથવા કાવતરુ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવે છે.

બાળ ગુનાખોરી ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) કાયદો, 2000

ધારા 2 (d) ડ્રગ દુર્વ્યવહાર કે ડ્રગની હેરાફેરીમાં સંડોવાઈ શકે અથા તેને ભેદ્ય બાળકોને ‘સંભાળ અને સંરક્ષણની આવશ્યકતાવાળા બાળકો.’ તરીકે નિર્ધારિત કરે છે.

બાળ ભિક્ષાવૃતિ

જ્યારે બાળકોને બળપૂર્વક ભિક્ષાવૃતિમાં ધકેલવામાં આવે છે અથવા તેના માટે ઉપયોગ થાય છે ત્યારે,નિમ્નલિખિત જોગવાઈઓનો ઉપયોગ કરી શકાય છે:

2000નો બાળ ગુનાખોરી ન્યાય કાયદો

કિશોર કે બાળકનો રોજગાર માટે અથવા ભિક્ષાવૃતિ માટેના ઉપયોગને વિશિષ્ટ અપરાધ તરીકે સજાપાત્ર માન્ય કરવામાં આવ્યો છે. (ધારા 24).

ખરેખરમાં બાળ ગુનાખોરી ન્યાયનો કાયદો ગેરકાયદેસર પ્રવૃતિઓ જેવી કે ‘સંભાળ અને સંરક્ષણની આવશ્યકતાવાળા બાળકો’ પાસે ભિક્ષાવૃતિ કરાવવા માટે બાળકોના દુર્વ્યવહાર,જુલમ કે શોષણને માન્ય કરે છે.

ભારતીય પીનલ કોડ

ભિક્ષાવૃતિ માટે સગીરોનું અપહરણ કરવું કે તેઓને અપંગ બનાવવા એ IPCની ધારા 363A હેઠળ સજાપાત્ર છે.

કિશોર અપરાધ અથવા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો

જે બાળકો ગુનાઓ કરે છે તેઓને પુખ્તો માટે માપવામાં આવતી સજાઓની કઠોરતાથી બચાવવામાં આવે છે અને તેઓને બાળ ગુનાખોરી ન્યાય(બાળકોની સંભાળ અને સંરક્ષણ)કાયદા હેઠળ ગુનેગારો માનવા કરતા ‘કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો’ તરીકે માન્ય કરવામાં આવે છે.

આ કાયદા હેઠળ, કાયદાના સંઘર્ષમાં આવેલા દરેક કિશોરને જામીન માટેનો અધિકાર છે કારણકે જામીનની મંજૂરી ફરજીયાત છે,સિવાય કે જો તેમાં કિશોરનું હિત હોય અથવા તેના જીવનનો ભય ઊભો થતો હોય તો.

જેલમાં મોકલવાને બદલે,કાયદો સુધારાત્મક પગલા લે છે અને સલાહ અને ચેતવણી આપ્યા પછી દેખરેખ પર છુટકારો આપે છે અથવા,તેઓને વિશિષ્ટ ગૃહોની અટકાયતમાં મૂકવામાં આવે છે.
 ************************************************************************************************
4.બાળકોના રક્ષણ માટે શિક્ષકો શું કરી શકે છે? 
 બાળકોને કોઈપણ સ્થાને ઉપેક્ષા,દુર્વ્યવહાર,જબરદસ્તીને આધીન બનાવવામાં આવી શકે છે.અમુક એવા દુર્વ્યવહારો જે શાળાના પરિસરની અંદર થઈ શકે છે,બાળકો જે ઘરે કે બિનશાળાકીય વાતાવરણમાં વેઠે છે તે આના કરતાં ઘણું વધારે હોય છે. તમારા વર્ગમાંનો બાળક શાળાની બહાર થયેલા જબરદસ્તી/દુર્વ્યવહાર/શોષણનો ભોગ બની શકે છે.તમે તેનો અસ્વીકાર ન કરી શકો.તેના બદલે તમારે બાળકની મદદ કરવી જોઈએ.આ માત્ર ત્યારે જ શક્ય જો તમે સમસ્યા છે તે ઓળખી શકો અને તમે તેને સમજવા સમય વેડફો અને સંભવિત ઉપાયોનું નિરીક્ષણ કરો.

હંમેશા યાદ રાખો કે તમે જેવા શાળાના પરિસરમાંથી બહાર નીકળ્યા એટલે બાળકોના રક્ષણની તમારી ફરજનો અંત આવતો નથી.જે શાળાના તંત્રની બહારના બાળકનું જીવન તમારા હકારાત્મક હસ્તક્ષેપથી બદલાઈ શકે છે. તમારે કેવળ તેના માટે તમારી જાતને તૈયાર કરવાની છે અને તેમની સમસ્યાઓ વિશે વધારે જાણો તેમજ તમે તેમની મદદ કરવા માટે શું કરી શકો છો.

સમસ્યાનો ઉકેલ લાવવા એકવાર જો તમે માનસિક રીતે તૈયાર અને સુસજ્જ થઈ જાવ તો તમે ઘણી એવી વસ્તુઓ કરવા સમર્થ થશો જેના માટે તમે ક્યારેય સપનામાં નહી વિચાર્યુ હોય કે તમે તે બઘુ કરવા સમર્થ છો.
 4.1. શું તમે બાળ-મિત્રવત શિક્ષક છો? નીચેની બાબતો તમને તેવા બનાવશે

  • બાળકોના અધિકારોને માનવીય અધિકારો સમજવા તેમજ સમાજમાં પણ તેવા પ્રકારની જાગરૂકતા કેળવવી
  • બાળકોને તમારા વર્ગમાં હાજરી આપવી એ ઈચ્છવા જોગ થાય તેવો તેમને અનુભવ કરાવો
  • ભણતર માટે પ્રગટ રહો
  • બાળકો માટે મિત્ર,ફિલસૂફ અને માર્ગદર્શક બનો
  • વર્ગોને રસપ્રદ અને માહિતીપ્રદ બનાવો.એક-માર્ગીય સંચારને ટાળો અને બાળકોને તેમની શંકાઓ અને પ્રશ્નો સાથે બહાર આવવા દો
  • દુર્વ્યવહાર,ઉપેક્ષા,ભણતર વિકારો અને બીજી એટલી દ્રશ્યમાન ન હોય તેવી સમર્થતાઓને ઓળખતા અને સ્વીકારતા શીખો
  • એક એવો સંબંધ કેળવો કે જેમાં બાળક તેના અવલોકનો,ચિંતાઓ,વેદનાઓ,ભય ઈત્યાદિ વ્યક્ત કરી શકે.અનૌપચારિક ચર્ચાઓમાં બાળકો સાથે જોડાવાનો પ્રયત્ન કરો
  • સરસ શ્રોતા બનો.બાળકો દ્વારા શાળા કે ઘરે સામનો કરાતા વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓનું આદાન-પ્રદાન કરો અને ચર્ચા કરો
  • એવી બાબતો જે તેમના જીવન પર અસર કરે છે તેમાં બાળકોની સહભાગિતાને પ્રોત્સાહિત કરો
  • અસરકારક રીતે સહભાગી થાય તે માટે બાળકોની ક્ષમતાનું નિર્માણ કરો
  • શાળાના અધિકારીઓ સાથે બાળકોની મીટીંગ સંગઠીત કરો
  • PTA મીટીંગોમાં વડીલોસાથે બાળ અધિકારોના મુદ્દાઓની ચર્ચા કરો
  • શારિરીક દંડને ના કહો.બાળકોને શિસ્તબદ્ધ કરવા માટે પક્ષીય ચર્ચા અને સલાહ જેવી હકારાત્મક સશક્તિકરણ પ્રક્રિયાઓનો ઉપયોગ કરે
  • ભેદભાવને ના કહો.સગીરતા અને બીજા ભેદકૃત વર્ગોમાંથી આવતા બાળકો સુધી પહોંચવા સક્રિય પગલા લો
  • કામ કરતા બાળકો,રખડું બાળકો,જાતીય દુર્વ્યવહાર,ગેરકાયદેસર વેપાર,કૌટુંબિક હિંસા કે ડ્રગ દુરૂપયોગના બાળ પીડીતો અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો જેઓને સંરક્ષણની જરૂર છે તેવા અમુક વર્ગો વિરુદ્ધના નકારાત્મક રૂઢીચુસ્તતા અને ભેદભાવને બંદ કરો
  • તમારા ઘર અને કાર્યસ્થળમાં બાળ મજૂરીના પ્રયોગને બંદ કરો
  • લોકતાંત્રિક બનો પણ અનૌપચારિક ન બનો
  • બાળકો શાળામાં તેમજ સમુદાયમાં સુરક્ષિત છે તેની ખાતરી કરો,જો તેમાં પોલીસને બોલાવવાની અને કાયદાકીય પગલા લેવાની/આગળ વધારવાની જરૂર પડે તો પણ
  • પુખ્તો અને સમુદાય પહેલા તેમના અભિપ્રાયો આગળ મૂકવા માટે તેઓને પ્રોત્સાહિત કરો
  • સંગઠીત કાર્યક્રમોમાં બાળકોને સમાવિષ્ટ કરો.તેમની જવાબદારીઓ આપો અને સાથે તેમને આવશ્યક માર્ગદર્શન પણ આપો
  • પીકનીકો અને આનંદદાયક પ્રવાસો માટે બાળકોને નજીકના સ્થાનો પર લઈ જાવો
  • બાળકોને ચર્ચાઓમાં/વાદો/પ્રશ્નોત્તરીઓમાં અને બીજી મનોરંજનાત્મક પ્રવૃતિઓમાં જોડો
  • વર્ગખંડમાં રચનાત્મક પગલા લેવા દ્વારા છોકરીઓના શિક્ષણ અને સહભાગિતાને પ્રોત્સાહન આપો
  • જે છોકરીઓ હાજર ન રહે કે અનિયમિત રીતે હાજર રહે તો આવુ ફરી ન થાય તે માટે તેઓની અનુવર્તી કાર્યવાહી કરો
  • તમામ શિક્ષકો બાળકોની આજુબાજુ સંરક્ષણાત્મક વાતાવરણ નિર્માણ કરવામાં અને તેને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે
  • તમારા નિરીક્ષણો મહત્વના છે,કારણકે તે એકલાજ તમને તમારા વર્ગના બાળકના વિકાસ અને વૃદ્ધિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે.જો તમને સમસ્યા દેખાય તો,તમારૂ હવે પછીનું પગલુ શક્ય કારણ શું હોઈ શકે તેની તપાસ કરવાનું હોવું જોઈએ
  • બાળક પરિવાર,સંબંધી કે મિત્રોના દબાણ હેઠળ નથી તે તમારી જાત માટેનો હવે પછીનો પ્રશ્ન હોવો જોઈએ
  • બાળકો સાથે ખાનગી રીતે અમુક સમય વિતાવો,બાળકો પર ભારણ,તેમનું અપમાન કર્યા વગર કે બાળક માટે શરમજનક પરિસ્થિતિ નિર્માણ કર્યા વગર
  • ચિત્રકામ કે રંગકામ દ્વારા અથવા વાર્તાઓ લખવા દ્વારા કે માત્ર તમારા સાથે કે શાળાના સલાહકાર/સામાજીક કાર્યકર સાથે કે વર્ગમાંના મિત્ર સાથે વાત કરવા દ્વારા તેને/તેણીને તેની સમસ્યાઓ વ્યક્ત કરવામાં મદદ કરો.

 4.2. એક શિક્ષક તરીકે તમે કેવી રીતે ખાતરી કરશો કે HIV ચેપગ્રસ્ત કે અસરગ્રસ્ત બાળકના અધિકારોનું ઉલ્લંઘન થયું નથી? 

  • તેમની ઉંમર અને પરિપક્વતાના સ્તરના આધાર પર બાળકોને યૌન શિક્ષણ પ્રદાન કરો.
  • બાળકોને HIV/AIDS વિશે જાણ કરો. તે કેવી રીતે ફેલાય છે અને વ્યક્તિ ચેપગ્રસ્ત કરે છે અને કેવી રીતે તેને આગળ ફેલાતા આપણે અટકાવી શકીએ?
  • ચેપગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને ધુત્કારવામાં આવતા નથી તેની ખાતરી કરવા વર્ગખંડમાં સમર્થ વાતાવરણનું નિર્માણ કરો.

બાળકો માટે રક્ષણાત્મક વાતાવરણનું નિર્માણ કરવું અને તેનું મજબૂત બનાવવા વચનબદ્ધતાના ઘણા સ્તરોની આવશ્યકતા હોય છે,જે પાછા સહભાગી વિશ્લેષણના આધાર પર ચર્ચા,સહભાગિતા અને સહકારની માંગણી કરે છે.તેના ઘણા ઘટકો પરંપરાગત વિકાસ પ્રવૃતિઓ અને અભિગમોને સમાન હોય છે,જેવા કે મૂળભૂત સેવાઓમાં સુધાર કરો,પરિણામોનું નિરીક્ષણ કરવું અને વ્યક્તિઓને તેમના પોતાના વિકાસમાં અભિનેતા તરીકે સ્વીકારવા.

બાળકો માટેની સરકારી યોજનાઓથી અને તેઓ શું રજૂ કરે છે તેનાથી શિક્ષકો માહિતગાર હોવા જરૂરી છે.જે બાળકો અને પરિવારોને સહાયની આવશ્યકતા હોય અને જેઓને વિદ્યમાન કોઈપણ સરકારી યોજનાથી મદદ કરી શકાય તેવા લોકોને ઓળખો. આવા બાળકો અને પરિવારોની યાદી તમારા બ્લોક/તાલુકા/મંડળ પંચાયત સભ્ય કે પ્રત્યક્ષપણે BDPOને સુપરત કરી શકાય છે.

જો તમે બાળકોનું રક્ષણ કરવા ઈચ્છતા હોવ તો નિમ્નલિખિત વ્યક્તિઓનો સહકાર તમારા માટે જરૂરી છે,જેમાં સમાવેશ થાય છે:
  • પોલીસ
  • તામાર પંચાયત/મ્યુનીસીપલ કોર્પોરેસશન પ્રમુખ/સભ્ય
  • આંગણવાડી કાર્યકરો
  • ANMs
  • બ્લોક/તાલુકા/મંડળ અને જીલ્લા પંચાયતના સભ્યો
  • બ્લોક વિકાસ ઓફીસર (BDO) કે બ્લોક વિકાસ અને પંચાયત ઓફીસર (BDPO).
  • સમુદાય વિકાસ ઓફીસર (CDO) કે સમુદાય વિકાસ અને પંચાયત ઓફીસર
  • જીલ્લા ન્યાયાધીશ/ જીલ્લા કલેક્ટર
  • નજીકની બાળ કલ્યાણ સમિતી
  • તમારા ક્ષેત્રમાંનુ બાળ વિભાગ સંગઠન
 બાળ જાતીય દુર્વ્યવહારની ઓળખ 



બાળ જાતીય દુર્વ્યવહારની ઓળખ
બાળકો અને કિશોરોમાંના જાતીય દુર્વ્યવહારની નિશાનીઓ
6-11 વર્ષ 12-17 વર્ષ
છોકરીઓ બીજા બાળકો સાથે નિશ્ચિત જાતીય વર્તણૂકોમાં જોડાય છે. નાના બાળકો સાથે જાતીય રીતે શોષણાત્મક અંત:ક્રિયા
જાતીય દુર્વ્યવહારના અનુભવોનું શાબ્દિક રીતે વર્ણન કરે છે. જાતીય રીતે સંમિશ્ર વર્તન અથા લૈંગિક સમાવિષ્ટતાથી સંપૂર્ણ રીતે દૂર રહેવુ
ખાનગી અંગો સાથેની અતિશય ચિંતા અથવા તલ્લીનતા. ખાવામાં અવ્યવસ્થાઓ
વડીલોસાથે જાતીય સંબંધ ગુનો,શરમ અને અપમાનની લાગણીઓથી અતડા રહેવાના પ્રયાસો
પુરૂષો,સ્ત્રીઓ અથવા વિશિષ્ટ સ્થાનોનો એકાએક ભય અથવા અવિશ્વાસ ઘરથી ભાગી જવું
પુખ્ત જાતીય વર્તણૂકનું ઉંમર અયોગ્ય જાણકારી. ઉંઘમાં ખલેલ: નઠારા સપનાઓ અને રાત્રિનો ભય
છોકરાઓ બીજા બાળકો સાથે નિશ્ચિત જાતીય વર્તણૂકોમાં જોડાય છે નાના બાળકો સાથે જાતીય રીતે શોષણાત્મક અથવા આક્રમક અંત:ક્રિયા
પુરૂષો,સ્ત્રીઓ અથવા વિશિષ્ટ સ્થાનોનો એકાએક ભય અથવા અવિશ્વાસ અવરોહી વર્તણૂક
ઉંઘમાં ખલેલ: નઠારા સપનાઓ અને રાત્રિનો ભય અભિનય કરતી અને જોખમ વહોરતી વર્તણૂક
એકાએક આક્રમક વર્તણૂક અથવાઅભિનય કરવો ગુનો,શરમ અને અપમાનની લાગણીઓથી અતડા રહેવાના પ્રયાસો
આગળની રૂચિઓમાં રસ ગુમાવવો અવરોહી વર્તણૂક


સાવચેતીઓ: ઉપર દર્શાવેલી નિશાનીઓ કે ચિહ્નોને કાચા માર્ગદર્શનો તરીકે જ માત્ર ધ્યાનમાં લેશો તે સૂચવવા માટે કે બાળક મુશ્કેલીમાં છે અને તેનું કારણ કદાચ જાતીય દુર્વ્યવહાર હોઈ શકે.જોકે,કોઈપણ વ્યક્તિગત ચિહ્ન અથવા વર્તણૂક પરથી નિષ્કર્ષ કાઢવું નહી અને અનુમાન કરવું નહી કે દુર્વ્યવહાર થયો છે.તેના બદલે તમારે ચિહ્નોના સમૂહો માટેની દેખરેખ કરવી અને તમારી તર્કબુદ્ધિનો પ્રયોગ કરવો..

(સ્ત્રોત: UNICEF, શિક્ષકો ભણતર વિશે બોલે છે (www.unicef.org/teachers/ Last revised April, 1999) : આઈ.લેથ, UNICEF બાળ સંરક્ષણ તરફથી)

મોટેભાગે બાળકોને વડિલોની આજ્ઞા પાળવાનું શિખવવામાં આવે છે.આ પ્રક્રિયામાં,જો તેઓને વડિલોનું વલણ કે વર્તણૂક ન પણ ગમે તો પણ તેઓ વડિલોને ‘ના’ પાડવાનું ભૂલી ગયા છે.

આવા પ્રકારની પરિસ્થિતિઓમાં બાળકોને “ના” કહેતા શિખવાડો.




4.4. અપંગ બાળકો વિશેના દસ સંદેશાઓ 
 1. નકારાત્મક શબ્દો જેવા કે,”શારિરીક કે હલનચલન માટે અસમર્થ બાળક”ના બદલે ”અપંગ”,”લંગડો”,”વિકલાંગ”,વ્હીલચેર વાપરતા બાળકો માટે” વ્હીલચેરથી બંધાયેલો”, “શ્રણવ અને વાચાની અસમર્થતાવાળું બાળક”ના બદલે”બહેરો અને બોબડો”, અથવા માનસિક રીતે અસમર્થ બાળક” માટે ”મંદબુદ્ધિ” દ્વારા અપંગ બાળકો વિશેના નકારાત્મક નિશ્ચિત વલણને અટકાવો.
2. અપંગતા સાથેના બાળકોને અપંગતા વગરના બાળકોની જેમ સમાન દરજ્જો આપો.ઉદાહરણ તરીકે,અપંગતાવાળો વિદ્યાર્થી અપંગતા વગરના નાના બાળકને ભણાવી શકે છે.અપંગતા સાથેના બાળકોએ અપંગ ન હોય તેવા બાળકો સાથે જેટલી શક્ય બને તેટલી વાતચીત કરવી જોઈએ.

3. અપંગ બાળકોને તેમના પોતાના માટે બોલવાની અને તેમના વિચારો અને લાગણીઓ વ્યક્તિ કરવાની છૂટ આપો.અપંગતાવાળા અને અપંગતા વગરના બાળકોને સમાન પ્રકલ્પોમાં સમાવિષ્ટ કરો અને તેમની પારસ્પરિક સહભાગિતાને પ્રોત્સાહિત કરો.

4. બાળકોનું નિરીક્ષણ કરો અને અપંગતાને પિછાણો. અપંગતાની વહેલાસર ભાળ મેળવવી એ પૂર્વ-બાળપણના શિક્ષણનો એક ભાગ બન્યો છે.બાળકમાં જેટલી વહેલી અપંગતાની ભાળ મળે છે,તેટલો વધારે અસરકારક હસ્તક્ષેપ રહે છે અને અપંગતા તેટલી ઓછી ગંભીર રહે છે.

5. વિકાસાત્મક તપાસ અને વહેલાસરના હસ્તક્ષેપ માટે તેવા બાળકનો સંદર્ભ લો જેની અપંગતા નિર્ધારિત થઈ ચુકી છે.

6. અપંગ બાળકોની જરૂરિયા ત મુજબ પાઠો,ભણતરની સામગ્રીઓ અને વર્ગખંડોમાં ફેરફાર કરો.મોટી પ્રિન્ટ,વર્ગના સામે બાળકને બેસાડવું,અને હલનચલનની અસમર્થતાવાળા બાળક માટે વર્ગખંડ સુગમ બનાવવો જેવા ઉપાયોનો પ્રયોગ કરો.વર્ગકામ,બાળકોની રમતો અને બીજી પ્રવૃતિઓમાં અપંગતા વિશેના હકારાત્મક અભિપ્રાયોને દાખલ કરો.

7. અપંગ બાળકોની વિશિષ્ટ જરૂરિયાતો વિશે માતા-પિતા,પરિવારો અને દેખરેખ રાખનારોને સંવેદનશીલ બનાવો.મીટીંગોમાં તેમજ એક-પછી-એકના આધારે વડીલોસાથે વાતચીત કરો.

8. નિરાશ વડિલોને અપંગ બાળકના દુર્વ્યવહારને રોકવા માટે ધીરજ રાખવામાં તેમની મદદ કરો અને તેમના બાળકની જરૂરિયાતોને પૂરી પાડતા અને તેમની સાથે સરળ રીતે વ્યવહાર કરવા માટે શીખવો.

9. મદદગાર થવા દ્વારા અપંગ બાળકોના વડિલોની નિરાશા અને પીડાને ઘટાડવામાં ભાઈ-બહેનો અને પરિવારના બીજા સભ્યોને માર્ગદર્શન પૂરુ પાડો.

10. અપંગતાવાળા નાના બાળકોના માતા-પિતાને શાળા અને શાળા પછીની પ્રવૃતિઓનું આયોજન કરવામાં સંપૂર્ણ ટીમ સભ્ય તરીકે સક્રિયતાથી સમાવિષ્ટ કરો.

સ્ત્રોત: UNICEF, શિક્ષકો ભણતર વિશે બોલે છે (www.unicef.org/teachers Last revised April, 1999)

4.5. રચનાત્મક શિસ્તપ્રધાન આચરણોમાં ફેરફાર કરો અને તેઓને પ્રેરિત કરો જે બાળકોના માનવીય ગૌરવને આદર આપે છે.
 
 
  • બાળકોના ગૌરવને સન્માન આપો
  • બિન સામાજીક વર્તન,આત્મ-સન્માન અને ચરિત્રને વિકસાવો
  • બાળકની સક્રિય સહભાગિતાને વધારો
  • બાળકોની વિકાસાત્મક જરૂરિયાતો અને જીવન ગુણોનો આદર કરો
  • બાળકોના અભિપ્રેરણાત્મક લક્ષણો અને જીવન માટેના અભિપ્રાયોનો આદર કરો
  • નિષ્પક્ષતા અને રૂપાંતરિત ન્યાયની ખાતરી કરાવો
  • એકતાને પ્રોત્સાહન આપો
સ્ત્રોત: શારિરીક દંડનો નિકાલ: રચનાત્મક બાળકની શિસ્તબદ્ધતા માટે ઉત્તરોત્તર પ્રગતિ - UNESCO પબ્લીકેશન.


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો