visiter

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

તમારે આવુ થાય છે ?


***************
1.) તમે જયારે હાથ ગ્રીસવાળા કરી બેસો તે પછી જ તમારા નાકમાં ખંજવાળ આવે છે.

2.) જયારે તમે કોઈ ખોટો નંબર લગાડી દો ત્યારે કોઈ દિવસ સામેનો ફોન વ્યસ્ત હોતો નથી.

3.) જયારે તમે ન્હાવા બેસો અને આખું શરીર પલળીજાય તે પછી જ ફોનની ઘંટડી રણકે છે.

4.) તમે જયારે કોઈક લાઈનમાં હોવ અને બીજી લાઈનચાલુ થતા તમે પહેલી લાઈન છોડી બીજીમાં ઉભા રહેવા જતા રહો તે પછી પહેલી લાઈન જલ્દી જલ્દીઆગળ વધવા માંડે છે.

5.) કોઈપણ કાર્યક્રમમાં સામે કોર્નર પર બેઠેલી વ્યક્તિ જ હમેશા મોડી આવે છે.

૬.) જયારે કોઈ પણ ઓજાર કે વસ્તુ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તમારા હાથમાં ના આવે એવા કોઈ ખૂણામાં જતી રહે છે.

૭.) જયારે એકાદ દિવસ તમે ઓફીસમાં મોડા પડો અને બોસને એવું બહાનું બતાવો કે ટાયર પંક્ચર થઇ ગયું હતું તો બીજા દિવસે સાચે જ ટાયર પંક્ચર થઇ જાય છે.

૮.) જયારે તમે સાબિત કરવા મથો છો, કે કોઈક મશીનકામ કરતુ નથી ત્યારે તે બતાવતી વખતે મશીન એકદમ બરાબર કામ કરે છે.

૯.) ખણની જગા હાથની પહોચથી જેટલી દુર તેટલી ખણ વધુ તીવ્ર હોય છે.

૧૦.)Gujarat nu Gaurav By Nandani Vijay વાંચવા બેસો ત્યાં જ એની કોપી વાળો બીજે ક્યાંક દેખાય

૧૧.) જેવા તમે ગરમાગરમ કોફીનો કપ લઇ તે પીવા જાવ છો ત્યાં જ તમારા બોસ તમને એવું કૈક કામ સોપશે જે કરવામાં જ તમારી કોફી ઠંડી થઇ જશે.

૧૨.) જયારે તમે કોઈ એવી વ્યક્તિની સાથે હોવ જેની સાથે દેખાવાની તમારી ઈચ્છા ના હોય ત્યારે અચૂક તમને કોઈ ઓળખીતું ભટકાઈ જ જાય છે.

Like કરો , Comment કરો, POST ગમે તો Share

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો