visiter

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

પ્રેમ કરવો..........!!!


*************
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સપોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી.

પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી.

ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા ! તમારીઉતાવળનું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે.

એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.પાંચ વરસથી? શું થયું છે એમને? નર્સે પૂછ્યું.

એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે. દાદાએ જવાબ આપ્યો.મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.

‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી.

હું કોણ છું એ પણ એને ખબર નથી !’નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે?’

સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હેતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર.ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !
Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો