visiter

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

મા..... એ.......મા


*************
હું અને મારી માં. ઘરમાં અમે બન્ને જ હતા. મારી માને ખાલી એક આંખ હતી. મને તેને જોઇ ખુબ ક્ષોભ થતો. હું તેને ધિક્કારતો હતો. અમે મધ્યમ વર્ગના હતા. તે લોકોનુ ઘરકામ કરીને એના અને મારા નિર્વાહમાં મદદ કરતી. .. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મારી મા એક દિવસે એમજ મને મળવા આવી હતી. મને એમ થયુ કે ધરતી માર્ગ આપે તો તેમાં સમાઇ જાઉં. હું ગમે તેમ કરી ત્યાંથી ભાગી ગયો. બિજે દિવસે શાળાએ ગયો તો મારા વર્ગનો એક વિદ્યાર્થી મને ચીઢવતો હતો, "એઇઇઇ..... તારી માને તો એક જ આંખ છે! તારી માંતો કાણી.. તારી માંતો કાણી!" હું ભોઠો પડ્યો. ઘરે જઇને મેં માને સંભળાવ્યું,"તારે હવેથી મારી શાળામાં નઇ આવવાનું. લોકો માર પર હસે છે... તને કંઇ ખબર પડે છે?" .. માં કઇ ના બોલી. હું એટલો બધો ગુસ્સામાં હતો કે મેં પણ આ ઉદગારો કાઢતા પહેલાં વિચાર ન કર્યો. માંને શું લાગણી થતી હશે તેનાથી હું તદ્દન અજાણ હતો. .. મારે મારી માંથી દુર જવુ હતું. તેથી હું ખુબ ભણ્યો. મને સારી નોકરી પણ મળી. મેં લગ્ન કર્યા. અમને બાળકો થયા. મે સુંદર એવું મારું પોતાનું ઘર ખરીદ્યુ અને મારી માથી દુર રહેવા ચાલ્યો ગયો. હું મારા કુટુંબ સાથે અમારા આરામદાયક જીવનથી ખુબ ખુશ હતો. .. એક દિવસે મારી માં ઓચિંતી મારા ઘરે મને મળવા આવી. મારાં બાળકો પણ પહેલાં તેના દેખાવથી ડર્યા; પછી તેના પર હસ્યાં. મને ખુબ ગુસ્સો આવ્યો. મે રાડ પાડીને એને કહ્યુ, "મારા બોલાવ્યા વગર મારા ઘરે આવવાની તેં હિંમત કેવી રીતે કરી? મારા બાળકો ડરી જાય છે, તને ભાન નથી પડતુ? તું હમણાં ને હમણાં અહીંથી ચાલી જા" .. મારી માંએ શાંતિથી મને કહ્યું, "મને માફ કર, બેટા. અહીં આવીને મેં ભુલ કરી..." ને પાછી ચાલી ગઇ. .. થોડા વર્ષો પછી મારી માં ખુબ બિમાર છે તેવા સમાચાર મળ્યા. વ્યાવસાયીક કારણ સર હું જઇ ના શક્યો. થોડા દિવસો પછી યાદ આવતા હું માંના ઠેકાણ્ર ગયો. પડોશીઓ દ્વારા મને જાણવા મળ્યુ કે મારી માંનુ મૃત્યુ થોડ દિવસો પહેલા થઇ ગયુ છે. તેમ છતા મારી આંખમાંથી એક આંસુ ન પડ્યું. .. પડોશીએ મારી માંએ એના અંત સમયે લખેલ પત્ર મારા હાથમાં મુક્યો.
પત્ર :- "મારા વહાલા દિકરા. હું તને હંમેશા ખુબ યાદ કરું છું. તારા ઘરે આવીને તારાં બાળકોને ડરાવવા બદલ હું ખુબ દિલગીર છું. હું તારા માટે સતત ભોંઠપનો વિષય વનવા બદલ પણ તારી માફી માંગુ છું. હવે કદાચ આપણે મળી નહી શકીયે તેથી હું તને આ વાત કરી રહી છું. જ્યારે તું ખુબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઇ હતી. તારી માં તરીકે હું તને એક આંખ વાળો જોઇ શકતી નહોતી. તેથી છેવટે મેં મારી એક આંખ તને આપી દિધી. મારો દિકરો હવે વિશ્વને બરાબર જોઇ શકતો હતો તે બદલ હું ખુબ ખુશ હતી. તારી આંખો દ્વારા જાણે હું જ તારી જગ્યા એ વિશ્વને જોતી - અનુભવતી. ખુબ વહાલપુર્વક. - તારી માં...!!!

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો