*******************
(1.) દુધની થેલીમાથી દુધ કાઢી લીધા પછી અંદર પાણી નાખી હલોવી હલોવી ને ચોખ્ખી કરી નાખીએ .
(2.) કેરીની પેટીમાથી કેરી અને ગોટલા પણ ચુસી લૈઇને કેરીની પેટી 2 રૂ ની જ્ગયાએ 5 રૂ મા વેચી મારવાની મઝા જ કૈઇક ઔર હોય છે .
(3.) શરબત ના તૈયાર બાટલા વીછોવી વિછોવીને એમા પાણી ભરીએ, કોકોકોલા, પેપ્સી ની બોટલો ને પણ આજ યુઝ મા લૈઇએ.
(4.) રેસ્ટોરનટ માથી જમ્યા પછી ટુથપીક અને મુખવાસ અને ટીસ્યુ પેપર લેતા જૈઇએ .
(5.) બહાર કોઇ હોટલમા રોકાય હોઇએ તો હોટલ વાળાએ ફ્રી આપેલ સાબુ અને શેમ્પુ ઉઠાવતા જૈઇએ .
(6.) ફાટેલા ગંજી નો બાઇક કે કાર લુછવાના કપડા તરીકે કે પોતા તરીકે યુઝ કરીએ.ઘસાઇ ગયેલી સી.ડી અને ડી.વી.ડી ને પણ બાઇક કે સાયકલ પાછળ લગાવીએ.
(7.) ઉતરાયણ ના દીવસે ઉધીયા ની દુકાન અને દશેરા ના દીવસે ફાફડાની દુકાન ની લાઇનો મા ઉભા રહીએ. જાણે બીજી વાર મળવાનુ જ નથી.
(8.) વસ્તુ હાથમા લૈઇને આવી શકાય એવી હોય તોય મફતનુ એક ઝભલુ માંગીએ.
(9) ક્યાય પણ મફત કે ફ્રી લખેલુ બોર્ડ હોય અને ગમે તેટલુ મોડુ થતુ હોય તોય વાચવા ઉભા રહી જૈઇએ.
(10.) ટુથપેસ્ટ ને વેલણથી દબાવી દબાવી ને કાઢીએ.
(11.) ડીમ થૈઇ ગયેલા સેલ ને પણ ઘસીને ઘડીયાળના સેલ તરીકે વાપરીએ.
(12.) 10 રૂ ના ગોટા ઓર્ડર કરીએ અને ચાર વાડકી ચટણી ભરાવીએ.
(13.) એક ચા ના જેટલા ભાગ થૈઇ શકતા હોય એટલા ભાગ કરીને ચા પીયે
(14.) ઘઉ ના કોથળા ના પગલુછણીયા બનાઇઈ અને પ્લાસ્ટીક ના કોથળા ના પાથરણા બનાઇએ.
Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો