visiter

રવિવાર, 31 માર્ચ, 2013

જનરલ નોલેજ પ્રકરણ -22

1051 ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા

1052
ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો. Ans: સુજની

1053 ‘
રણજિતરામ સુવર્ણચંદ્રકસૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી

1054
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

1055
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: ભુજ

1056
ગુજરાતનાં મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? Ans: કર્કવૃત્ત

1057
કચ્છ જિલ્લાનાં કયા શહેરમાંખારેક સંશોધન કેન્દ્રઆવેલું છે ? Ans: મુંદ્રા

1058
મહાત્મા ગાંધીજીને અંજલિ આપતુંહરિનો હંસલોકાવ્યનાં સર્જકનું નામ આપો. Ans: બાલમુકુંદ દવે

1059
નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? Ans: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત

1060
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

1061
વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? Ans: મચ્છુ

1062
ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે? Ans: ૨૧ અભિયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

1063
ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? Ans: કંડલા

1064
રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? Ans: પાંડુરંગ વિઠ્ઠલા વળામે

1065
ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી

1066
સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ

1067
સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ? Ans: જામનગર

1068
ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? Ans: પીછોરા

1069
ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક

1070
ગુજરાતનુંનેશનલ મરીન પાર્કકયાં આવેલું છે ? Ans: જામનગર

1071
હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? Ans: આશા પારેખ

1072
સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? Ans: ભાવનગર

1073
કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

1074
કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિથોડા આંસુ, થોડા ફૂલરચી? Ans: જયશંકર સુંદરી

1075
ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત

1076
અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી

1077
ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

1078
નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમદાવાદ

1079
સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કયા કુળના પક્ષીનું અંગ્રેજી શાસ્ત્રીય નામ અમદાવાદ પરથી પડ્યું છે? Ans: મુનીયા કુળના પક્ષી

1080
શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા

1081
કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ

1082
વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલીકર્ણાવતી અતીતની ઝાંખીકયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ

1083 ‘
ગુજરાત ઉર્જા વિકાસ નિગમકયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા

1084
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે? Ans: મારી હકીકત

1085
ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે? Ans: જયોતિગ્રામ યોજના

1086
કચ્છી ભાષા કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી

1087
પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ

1088
પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: ધોળકા

1089
કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય

1090
ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ

1091
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા

1092
ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ? Ans: કચ્છ

1093
ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા ? Ans: કચ્છ

1094
સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે? Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

1095
પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી

1096
પ્રાચીન સમયમાંદંડકારણ્યતરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ

1097
ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? Ans: ડાંગ

1098
ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે? Ans: પોરબંદર

1099
ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? Ans: નડિયાદ

1100
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ

ચોટદાર અને હૃદયસ્પર્શી :


================

આઠ દસ વરહના દીકરાની મા મરી જાય છે!! ગામમાં કોઇએ પૂછ્યું કે,
"દીકરા ! તારી આ નવી મા અને મૃત્યુ પામેલી માં વચ્ચે શું તફાવત લાગ્યો?"

ત્યારે આ ગામડાનો દીકરો જવાબ દિયે છે કે "મારી જે સગી મા હતી એ જુઠાબોલી હતી અને આ નવી મા સાચાબોલી છે"

આ સાંભળી ગામલોકો આશ્ચર્યચકિત થઇને પૂછે છે કે "કેમ બેટા? જેની કૂખે તૂં જન્મ્યો છે ઇને તૂં જુઠાબોલી કહે છે? અને જે કાલ્ય આવી છે ઇને સાચાબોલી?કારણ ?"

ગામડાનો આ ભોળો દીકરો જવાબ દિય છે કે,"જયારે હુ મસ્તી કરતો ત્યારે મારી મા મને કે'તી હતી કે,દીકરા જો તૂં આમ મસ્તી કરીશ તો તને જમવાનું નહીં દઉં! છતાં ય હું તોફાન કરતો અને ઇ જ મા વાળાટાણું થાતાં,રોઢાટાણું થાતાં,આંખ્યે નેજવું કરી,મને ગામમાંથી ગોતી લાવી,પરાણે મોંમાં કોળિયા દઇ ખવરાવતી!

આ નવી મા કહે છે કે તોફાન કરીશ તો ખાવાનું નહીં દઉં! અને હું તોફાન કરું તો ખરેખર ! મને ત્રણ દિ' સુધી જમવાનું નથી દેતી !";-(;-(

ગુરુવાર, 7 માર્ચ, 2013

દિકરી એટલે દિકરી

દિકરી એટલે દિકરી. બાપ-દિકરીના સંબંધ એકદમ મીઠાં હોય છે. પપ્પાની દોસ્ત બનીને તેમને આનંદોલ્લાસમાં રાખવાનું કામ એક દિકરી બહુ સરળતાથી કરતી હોય છે. એ હું મારા ઘરમાં જ જોઇ રહી છું. સવારે ઘરેથી નીકળતા પોણા બે વર્ષની નાનકડી દિકરીને પપ્પા કહેતાં હોય છે કે બેટા પપ્પા ઓફિસેથી ઘરે જલ્દીથી આવી જશે હો, તારા માટે શું ભાગ લઇ આવે? ત્યારે દિકરીના મોં પર જોવા મળતી એક સરસ મજાની સ્મિતથી પપ્પા ખુશખુશાલ થઇને ઓફિસે જતા હોય છે. ત્યારબાદ સૂરજદાદા કયારે એમના ઘરે જશે, તેની વાટે ઉભેલી દિકરી પોતાના પપ્પા ભાગ લઇને જલદીથી આવે, તેની રાહ જોતી હોય છે.

પપ્પાની રાહમાં તે ઘરના બેલ સામે ટગર-ટગર જોયા કરે છે, કયારે બેલ વાગે અને દરવાજો ખોલીને પપ્પાને બાથ ભરી લઉં. વારેઘડીએ મમ્માને હીંચકામાં ઝૂલતાં-ઝૂલતાં પૂછે છે કે મમ્મા પપ્પા ઓફિસ? કયારે આવશે? મમ્મા કહે છે કે બેટા થોડીક જ વારમાં. એમ કહેતાં કહેતાં એકાદ-કલાક નીકળતા જ પપ્પાના બાઇકનો અવાજ સંભળાતા ઉછળકૂદ કરતી દિકરી ઘરના દરવાજા પાછળ સંતાઇ જાય છે. પપ્પા જેવો બેલ મારે તેવી એકદમ ચૂપ થઇને ઘરના દરવાજા પાછળ મોં પર આંગળી કરીને દિકરી મમ્માને ચૂપ રહેવાનો ઇશારો કરતી હોય છે. પપ્પા બહારથી બોલે કે મારી દિકરી કયાં ગઇ એટલે 'ભાઉ' કરતી દોડીને પપ્પાને ભેટી પડે છે, અને પપ્પા બોલી ઉઠે છે કે બાપ રે ઘરમાં વાઘ આવી ગયો! આ બાપને દિકરી ક્યાં મોટી થઇ રહી છે તેનો ખ્યાલ નથી.

મેં એના પપ્પાને પૂછયું કે આપણી દિકરી બહુ ઝડપથી મોટી થઇ રહી છે નહીં, ત્યારે એમને જવાબ આપ્યો, "જ્યારે મારા કાને શરણાઇઓ સંભળાશે ત્યારે જ મને લાગશે કે મારી દિકરી મોટી થઇ ગઇ છે."

તને કહું છું માં…

તને કહું છું માં…

અવતરવું છે વસુંધરાપર મળે જો મને આકાર,
થાય જન્મ મારો તો કરવું છે સ્વપ્ન સાકાર.
સાથ આપીશને માં,
તને કહું છું માં.
દાદાને તો વંશની ચિંતા, દાદીને વ્હાલો પૌત્ર,
પપ્પાને તો વ્હાલો વારિસ જોઈએ તેમને પુત્ર.
તું શું વિચારે છે માં,
તને કહું છું માં.
તારો જ અંશ છું ને તારું જ રૂપ થવા ઈચ્છું છું,
તારો જ પડછાયો થઇને અવની જોવા ચાહું છું.
સાથ દઈશને માં,
તને કહું છું માં.
બની દીકરી તારી, નામ રોશન કરવું તમારું,
સ્વપ્ન તમારા પુરા કરવા આતુર બની છું હું,
મારું નામકરણ કરીશને માં,
તને કહું છું માં.

રવિવાર, 3 માર્ચ, 2013

વાહ ખૂબ જ સરસ રચના જીવન માં ઉતારવા જેવી !!



જીંદગીને જશ્ન સમજીને માણી લો...
અર્ધો જામ ભલે ખાલી દેખાતો
અર્ધો ભરેલો છે એ જામ એ જાણી લો..

ન મળ્યું જે એનો ગમ ન કરો
જે મળ્યું છે તમને એને ભરપૂર માણી લો.....

મારી છત્રીમાં કાણાં હતાં પણ
એમાંથી આવતી બૂંદો એ પલળવાની મજા સમજાવી..

મારા સ્વેટરમાં કઇંક કાણા હતાં,
શીતળ પવનની લહેરખીઓ રુંવાડા ઉભા કરતી હતી....

મારી ચંપલના તળિયાનાં કાણાએ મને
તપ્ત ધરતીનાં ક્રોધનો અનુભવ કરાવ્યો ગ્રીષ્મમાં.....

મેં હવે જાણી લીધું છે..
જીંદગી તો હંમેશ મજાની જ છે...
બસ આપણા ચશ્મા ઉતારવાની જરુર છે...
એને પ્રાકૃતિક રુપે માણવી
એ જ એક માત્ર સચ્ચાઇ છે......

અય મારા દોસ્ત ..
એ માત્ર દુ:ખોનો દરિયો નથી,
એ ઉમંગોનો ઉછળતો મહાસાગર પણ છે.......
ખૂબ ખૂબ આભાર
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
મિત્રો,પોસ્ટમાં­થી કંઇક જાણવા મળ્યું હોય તો Like કરીને જરૂરથી ઉત્સાહ વધારજો અને તમારા મિત્રો સાથે પણ અચૂક Share કરજો....!!!

તમારા મીત્રો ને SHARE કરી એમને પણ પોસ્ટ વંચાવો.....

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

શુક્રવાર, 1 માર્ચ, 2013

એવી હોય છે માં

કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?
જવાબ માં મેં કહ્યું કે એવી હોય છે માં,
જે આપણે દુનિયા દેખાડે છે,
ભૂખી રહી છે પોતે ને આપણે જમાડે છે,
ઠંડી સહન કરીને આપણે આચળ ઓઢાડે છે,
કંઈક વાગી જાય તો આપણી સાથે રડે છે જે ………..એવી હોય છે માં
બોલતા આપણે શીખવે છે,
ચાલતા આપણે શીખવે છે,
લખતા આપણે શીખવાડે છે,
કંઈક ચૂક થાય તો આપણે મારીને પોતે દુઃખી થાય છે જે ………..એવી હોય છે માં,
આપણા મનને સમજે છે,
ઈચ્છા પૂરી કરે છે,
પપ્પાના માર થી બચાવે છે,
અસીમ પ્યાર અને મમતા છલકાવે છે જે ……એવી હોય છે માં,
નિશાળે મુકવા-લેવા આવે છે,
નાસ્તો ભરીને આપે છે,
homework માં મદદ કરે છે,
૧૦૦ શિક્ષકોની તોલે આવે છે જે …………એવી હોય છે માં
મિત્ર સમોવડી બને છે,
સારા સંસ્કાર આપે છે,
આપણું જતન કરે છે,
ને માટીના ઢગ સમાન એવા આપણે ઇન્શાન બનાવે છે જે ………..એવી હોય છે માં,
કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?
જવાબમાં મેં કહ્યું કે-”જાણે ધરતી પર સાક્ષાત ભગવાન હોય” એવી હોય છે માં”