visiter

સોમવાર, 13 મે, 2013

!!...નાના હર્દય મા મોટુ આશીર્વાદ રુપી દિલ...!!


હજી કાલ બપોર ની જ વાત છે કાલે મારા એક ખાસ દોસ્ત નો બર્થડે હોવા થી એના માટે એક મોટી અને અનોખી સરપ્રાઇઝ નુ આયોજન કર્યુ હતુ....બસ એ જ આ જગ્યા હતી...કોલેજ ના દોસ્તો એ ભેગા મળી ને એક સરપ્રાઇઝ આપી...!!!!!ત્યા જ મને થયેલો એક અનુભવ હુ આપની સાથે શેર કરવા જઇ રહ્યો છુ..!! ગાંધીનગર નો આ બગીચો જેનુ બાંધકામ હજી ચાલી રહ્યુ છે ત્યા અમે એક જગ્યા પસંદ કરી...કેક ને બધુ ત્યા ગોઠવ્યુ...પણ અમારી પાછળ જ મજુરી કામ કરી રહેલા લોકો હતા અને એમના બાળકો ત્યા રમી રહ્યા હતા એમને જરા આ બધુ અજબ લાગી રહ્યુ હતુ...એમના મન ના અનેક પ્રશ્નો હુ સમજી શકતો હતો કે આ લોકો શુ કરી રહ્યા છે...માત્ર ડુંગળી,મીઠા અને રોટલા ને છાશ માં આનંદ માણતા એ ગરીબ ને એવા તો પ્રશ્ન થતા હશે કે પેલુ છે શુ?? કદાચ ક્યાક એમણે કેક ખાધી પણ હોય અને ક્યાક ના પણ ખાધી હોય પણ આજે અમે એ લોકો ને કેક ચખાડવા નો નિર્ણય કર્યો....!!!! મારા દોસ્ત એ કેક કાપી અને અમે એ લોકો મા અડધી કેક વેહચી નાખી...!!!અને એમને એ કદાચ ગોળ જેવુ ગળ્યુ લાગ્યુ હશે...!!!!!!એમના હાવભાવ જોઇને દિલ ના એક ખુણા મા લાગી રહ્યુ હતુ મારો દેશ સંસ્કાર અને સંક્રુતિમા ઘણો આગળ છે પણ ક્યાક ને ક્યાક એ ગરીબ થતો જાય છે આવા તો અનેક લોકો આ ભારત દેશ ના ખુણા મા અન્ધકાર મા જીવી રહ્યા હશે...!! કદાચ ઘણા એવા લોકો પણૅ હસે જેને એક સમય માટે ખાવા નુ પણ નહી મળતુ હોય...કેક તો દુર ની વાત રહી...!!!!! આટલી બધી ગરીબ નુ કારણ શુ??? એક આમ માણસ ને ભષ્ટાચાર ને લીધે જરુરિયા જેવી ચીજ વસ્તુ ઓ નહી પોહચી શકતી હોય..?? અને પાયા નુ શિક્ષણ નહી મળતુ હોય...??? જોકે આવા તો અનેક પ્રશ્નો જે મારા કરતા તમે વધુ સમજી શકો છો...!!!! પણ કાલે એક વાત નો એહસાસ થયો કે ભુખ્યા ને ખવડાવી ને ખાવાનો આંન્દ અલગ હોય છે..!!!
”ખાવાનુ આપતી વખતે એ ગરીબ ની આંખો મા ના જોતા....એ તમારી અન્દર અભિમાન નુ બિજ રોપે છે...!!!!
-જય ગોહિલ..

" મા "

એક દવાની કંપનીના કેલેન્ડર પર " મા " વિશે અદભુત રચના લખી હતી…લેખક નું નામ નહતું લખ્યું, પણ જેણે પણ લખ્યું છે, ખૂબ જ સુંદર છે. માટે, મહેરબાની કરીને એક વાર વાંચજો….અને જીવન માં ઉતારજો....!!!

" મા "

જ્યારે નાનો હતો ત્યારે માં ની પથારી ભીની કરતો હતો હવે મોટો થયો તો માંની આંખો ભીની કરું છું.

માં પહેલાં જ્યારે આંસુ આવતાં હતા… ત્યારે તું યાદ આવતી હતી,
આજે તુ યાદ આવે છે, તો આંખોમાં આંસુ છલકાય છે.

જે દીકરાઓના જન્મ પ્રસંગે માતા-પિતા એ ખુશી થી મીઠાઇ વહેંચેલી
એજ દીકરા જુવાન થઇ ને આજે માતા-પિતા ની વહેંચણી કરે …

દીકરી ઘરે થી વિદાય થાય અને હવે દીકરો મોં ફેરવે.. માતા-પિતા ની કરૂણ આંખોમાં વિખરાયેલા સપનાં ની માળા તૂટે

ચાર વર્ષનો તારો લાડલો રાખે તારા પ્રેમની આશા સાઠ વરસ નાં તારા માતા-પિતા કેમ ન રાખે પ્રેમ ની તૃષા ?

જે મુન્ના ને માતા-પિતા બોલતાં શિખવાડે … એજ મુન્નો મોટો થઇ માતા-પિતાને ચૂપ કરાવે.

પત્ની પસંદગી ની મળી શકે છે.. માં પુણ્યથી જ મળે છે..પસંદગીથી મળનારી માટે, પુણ્ય ની મળનારી ને ના ઠુકરાવતો …..

પોતાના પાંચ દીકરા જેને નહી લાગ્યા ભારી… એજ માતા દીકરાઓની પાંચ થાળીઓ માં કેમ પોતાને માટે શોધે દાણા.

માતા-પિતાની આંખો માં આવેલાં આંસુ સાક્ષી છે, એક દિવસ તારે પણ આ બધું સહેવાનું છે.

ઘરની દેવી ને છોડી, મુરખ પથ્થર પર ચુંદડી ઓઢાડવા શાને જવું છે.

જીવનની સંધ્યા માં તૂ આજ એની સાથે રહી લે જવા નીકળેલી છાંય ની તૂ આજે આશિષ લઇ લે

એના અંધકારભર્યા રાહ માં સૂરજ થઇ ને રોશની કર..ચાર દિવસ વધુ જીવવાની ઇચ્છા એનામાં નિર્માણ કર…

તે માતાનું દૂધ પીધું છે….
એની ફરજ અદા કર ….
એનું કરજ અદા કર ….!!

"Happy Mother's Day"