visiter

સોમવાર, 13 મે, 2013

!!...નાના હર્દય મા મોટુ આશીર્વાદ રુપી દિલ...!!


હજી કાલ બપોર ની જ વાત છે કાલે મારા એક ખાસ દોસ્ત નો બર્થડે હોવા થી એના માટે એક મોટી અને અનોખી સરપ્રાઇઝ નુ આયોજન કર્યુ હતુ....બસ એ જ આ જગ્યા હતી...કોલેજ ના દોસ્તો એ ભેગા મળી ને એક સરપ્રાઇઝ આપી...!!!!!ત્યા જ મને થયેલો એક અનુભવ હુ આપની સાથે શેર કરવા જઇ રહ્યો છુ..!! ગાંધીનગર નો આ બગીચો જેનુ બાંધકામ હજી ચાલી રહ્યુ છે ત્યા અમે એક જગ્યા પસંદ કરી...કેક ને બધુ ત્યા ગોઠવ્યુ...પણ અમારી પાછળ જ મજુરી કામ કરી રહેલા લોકો હતા અને એમના બાળકો ત્યા રમી રહ્યા હતા એમને જરા આ બધુ અજબ લાગી રહ્યુ હતુ...એમના મન ના અનેક પ્રશ્નો હુ સમજી શકતો હતો કે આ લોકો શુ કરી રહ્યા છે...માત્ર ડુંગળી,મીઠા અને રોટલા ને છાશ માં આનંદ માણતા એ ગરીબ ને એવા તો પ્રશ્ન થતા હશે કે પેલુ છે શુ?? કદાચ ક્યાક એમણે કેક ખાધી પણ હોય અને ક્યાક ના પણ ખાધી હોય પણ આજે અમે એ લોકો ને કેક ચખાડવા નો નિર્ણય કર્યો....!!!! મારા દોસ્ત એ કેક કાપી અને અમે એ લોકો મા અડધી કેક વેહચી નાખી...!!!અને એમને એ કદાચ ગોળ જેવુ ગળ્યુ લાગ્યુ હશે...!!!!!!એમના હાવભાવ જોઇને દિલ ના એક ખુણા મા લાગી રહ્યુ હતુ મારો દેશ સંસ્કાર અને સંક્રુતિમા ઘણો આગળ છે પણ ક્યાક ને ક્યાક એ ગરીબ થતો જાય છે આવા તો અનેક લોકો આ ભારત દેશ ના ખુણા મા અન્ધકાર મા જીવી રહ્યા હશે...!! કદાચ ઘણા એવા લોકો પણૅ હસે જેને એક સમય માટે ખાવા નુ પણ નહી મળતુ હોય...કેક તો દુર ની વાત રહી...!!!!! આટલી બધી ગરીબ નુ કારણ શુ??? એક આમ માણસ ને ભષ્ટાચાર ને લીધે જરુરિયા જેવી ચીજ વસ્તુ ઓ નહી પોહચી શકતી હોય..?? અને પાયા નુ શિક્ષણ નહી મળતુ હોય...??? જોકે આવા તો અનેક પ્રશ્નો જે મારા કરતા તમે વધુ સમજી શકો છો...!!!! પણ કાલે એક વાત નો એહસાસ થયો કે ભુખ્યા ને ખવડાવી ને ખાવાનો આંન્દ અલગ હોય છે..!!!
”ખાવાનુ આપતી વખતે એ ગરીબ ની આંખો મા ના જોતા....એ તમારી અન્દર અભિમાન નુ બિજ રોપે છે...!!!!
-જય ગોહિલ..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો