visiter

સોમવાર, 30 સપ્ટેમ્બર, 2013

બોધ કથા

માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે
**********************************************
એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી.

તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અધ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું !

બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટેટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધાના બટેટા બેગમાં સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું.

વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે.

નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.

ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે.

ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે.

માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે…

શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તે તમારી જિંદગીનુ નિરાકરણ નથી.

અચુકને અચૂક વાંચવા જેવુ:
================
ઍક બેરોજગાર વ્યક્તિઍ માઇક્રોસોફ્ટમા "ઑફીસ બોય" (જે
નાનુ મોટુ કામ કરે તે) માટે અરજી કરી.
ત્યાના મેનેજેર તેનુ ઇંટરવ્યૂ લીધુ અને તપાસણી માટે
તેની પાસે પોતા મરાવી ને જોયા. ત્યાર બાદ મેનેજેરે કહ્યુ :
"તમને નોકરી મળી ગઈ છે, તમે તમારુ ઈ- મેઈલ
આઇડી આપો,અમે તમને ઍક ફોર્મ આપશુ તે ભરી તમે અમને
ઈ- મેઈલ કરજો, અને પછી તમે નોકરી શરૂ કરી શકશો"
તે વ્યક્તિ ઍ કહ્યુ : "ના તો મારી પાસે કંપ્યૂટર છે ના ઈ-
મેઈલ આઇડી".
આ સાંભળીને મેનેજર બોલ્યો : "મને માફ કરજો હૂ તમને આ
નોકરી ના આપી શકુ, જો તમારી પાસે ઈ-મેલ
આઇડી નથી તો તમારુ અસ્તિત્વ જ નથી અને જેનુ
અસ્તિત્વ જે ના હોય તેને આ નોકરી ના આપી શકાય."
તે ત્યા થી નિરાશ થઈ ચાલવા લાગ્યો, તેને સમજાતુ નહતુ કે
તે શુ કરે?
તેની પાસે તેના ખિચામા માત્ર $૧૦ હતા. તેને નક્કી કર્યુ કે
તે સૂપર માર્કેટ જશે અને ત્યાથી તે ટામેટાનુ ઍક નાનુ બૉક્સ
ખરીદશે.
તેને તે ટામેટાને ઘરે ઘરે જઈ વહેચ્યા, બે જ કલાકમા તેને
તેની મૂડી બમણી કરી નાખી, આવી રીતે તેને ત્રણ વાર ઘરે
ઘરે જાઇ ને ટામેટા વહૅચ્યા અને ઘરે આવ્યો ત્યારે તેની પાસે
$૬૦ હતા.
આ જોઈ તેને સમજાયુ કે તે તેનુ અસ્તિતવા ટકાવી શકે છે,
હવે તે રોજ વહેલા જઈને અને મોડે સુધી કામ કરતો.
આવી જ રીતે તે રોજ તેની મૂડી ને બમણી અને
ત્રિગુનિ કરવા લાગ્યો.
બહુ ઓછા સમયમા તેની પાસે ઍક લારી, પછી ટ્રક,
ત્યારબાદ તેને ઘરે ઘરે
સામાનની ડિલીવરી પહોચડતા વાહનો વસાવ્યા. અને ૫ વર્ષ
પછી તે યૂ ઍસ નો મૉટો ફૂડ રીટેલર બની ગયો. હવે તે
પોતાના પરિવારના ભવિષ્ય માટે વિચારવા લાગ્યો. તેને
નક્કી કયુ કે તે ઍક લાઇફ ઈન્સુરેનસ લેશે.તેને ઍક
ઈન્સુરેનસ ના ઑફીસર ને બોલાવી ને પોતાના ભવિષ્ય માટે
નો પ્લાન નક્કી કર્યો.
જ્યારે આ પ્લાન નક્કી થઈ ગયો ત્યારે ઑફીસર ઍ તેમનુ ઈ-
મેલ આઇડી પુછયુ. તેને જવાબ આપ્યો : "મારી પાસે ઈ-મેઈલ
આઇડી નથી"
ઑફીસરઍ કહ્યુ:" તમારી પાસે ઈ-મેલ આઇડી નથી અને
છતા તમે આટલા મોટા બીસનેસના મલિક છો! તમે ક્યારેય
વિચાર્યુ છે કે જો તમારી પાસે ઈ-મેલ આઇડી હોત તો તમે શુ
હોત?"
તે વ્યક્તિઍ થોડી વાર વિચારીને જવાબ આપ્યો : "હા હૂ
માઇક્રોસૉફ્ટ મા ઍક ઑફીસ બોયની પદવી પર હોત."

બોધપાઠ:
૧)ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તે તમારી જિંદગીનુ નિરાકરણ
નથી.
૨) જો તમારી પાસે ઈ-મેલ/ વોટ્સ અપ/ ફેસબુક નહી હોય
તો પણ સખત પરિશ્રમ વડે તમે ધારેલા ધ્યેયને પામી શકશો


 Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay

“મારી આંખોને સંભાળીને રાખજે…”

એક અંધ છોકરી ની વાર્તા ! વાંચવાનું ચુકતા નઈ....
-----------------------—————————–--------

આ એક એવી અંધ છોકરી ની વાર્તા છે જે પોતાને ખુબજ નફરત કરતી હતી કારણકે તે દુનિયા જોઈ શકે તેમ ન હતી. તે લગભગ દરેક ને નફરત કરતી હતી ફક્ત તેના બોયફ્રેન્ડ ને છોડીને. તેણીનો બોયફ્રેન્ડ હમેશા તેની સાથે રહેતો હતો અને તેની મદદ કરતો હતો. તે તેણીને ખુબજ ચાહતો હતો. અને તેણી કહેતી જો તે જોઈ શકે તો તેણી તેના બોયફ્રેન્ડ સાથે પરણવા ઈચ્છે છે.

એક દિવસ તેણીને કોઈએ આંખો દાન માં આપી અને તેનું ઓપરેશન થયું અને આંખો પરની પટ્ટી ખોલવાનો સમય આવી ગયો અને…હવે તે અંધ છોકરી અંધ નહોતી રહી. હવે તે આ સુંદર દુનિયા પોતાની આંખે જોઈ શકતી હતી. તેના બોયફ્રેન્ડ ને પણ… અને તેના બોયફ્રેન્ડે તેને પૂછ્યું કે હવે તું બધું જોઈ શકે છે તો શું તું મારી સાથે લગ્ન કરીશ?

છોકરી એ જોઇને સ્તબ્ધ થઇ ગઈ કે તેનો બોયફ્રેન્ડ પણ આંધળો છે. અને એ જોઇને છોકરીએ તેના બોયફ્રેન્ડ નો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેનો બોયફ્રેન્ડે આંસુ સાથે ત્યાંથી વિદાય લીધી, અને થોડા દિવસો પછી તેણીને એક પત્ર લખ્યો:

“મારી આંખોને સંભાળીને રાખજે…”
———————————————

આ વાર્તાની જેમજ માણસો ના વિચારો પણ તેના સ્ટેટસ ની સાથે ફરે છે. માત્ર થોડા લોકો જ યાદ રાખે છે કે તેમના જીવનમાં પહેલાનો સમય કેવો હતો, અને તેના સૌથી ખરાબ સમયમાં પણ તેની સાથે કોણ હતું.

-મિત્રો સ્ટોરી જાણીત છે પણ ગમે તો શેર અચૂક કરજો..


 Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay





હજુયે આપણી બારી ગંદી જ છે!

એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.

બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા.

"લાગે છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?" પત્ની બોલી.

પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું.

એક બે દિવસ પછી ફરી એજ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!"

પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ.

હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.

લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈ કે ટોક્યા હશે!"

પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા."

"તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું.

"આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાત પૂરી કરી.
--------------------------------------------------------------------------
મોરલ :
જીવનમાં પણ આજ બાબત લાગૂ પડે છે : ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એ આપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ. કોઈના વિશે બુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

આપણે આપણી પોતાની સેવાનું ઓડીટ પોતાની જાતે કર્યુ છે ખરુ ?

*********************************************
એક યુવાન એક પબ્લિક ટેલીફોન બુથ પરથી કોઇને ફોન લગાવી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતા ફોન લાગતો ન હતો. બુથની બાજુમાં બીજા કેટલાક લોકો પણ પોતાનો વારો આવે એની રાહ જોઇ રહ્યા હતા. કોઇએ તો આ યુવાનને કહ્યુ પણ ખરુ કે ભાઇ ફોન ના લાગતો હોય તો પછી પ્રયત્ન કરજોને પ્લીઝ અમારો વારો આવવા દો. પેલા યુવાને વિનંતી સાથે કહ્યુ કે એક વાર પ્રયાસ કરી લઉં અને એનો ફોન લાગી ગયો. એના ચહેરા પર આનંદના ભાવ જોઇને આસપાસ ઉભેલા લોકોને પણ ખબર પડી ગઇ કે ફોન લાગી ગયો છે.
સામા છેડે કોઇ મોટા શેઠાણી હતા. આ યુવાને પેલા શેઠાણી સાથે વાત શરુ કરી.
” નમસ્કાર મેડમ , મને મિસિસ શર્માએ આપના નંબર આપ્યા છે. મેં સાંભળ્યું છે કે આપના બાળકોની સાર સંભાળ રાખનાર એક એટેન્ડન્ટની જરુર છે ?”
” ના ભાઇ અમારે કોઇ એટેન્ડન્ટની જરુર નથી. ”
” તો પછી આપના નાના બાળકોનું ધ્યાન કોણ રાખે છે ? આપ તો આપના બિઝનેશમાં સતત વ્યસ્ત હોવ છો ”
” અરે ભાઇ તારે એ ચિંતા કરવાની જરુર નથી કારણ કે મેં આ માટે એક યુવાનને રાખ્યો જ છે એ બહું સરસ રીતે પોતાની ફરજ નિભાવે છે. ”
” પણ મેડમ મને નોકરીની ખુબ જ જરુર છે અને આપ મને અત્યારે કામ કરનારને જેટલો પગાર આપો છો એના કરતા ઓછો પગાર આપશો તો પણ ચાલશે.”
” અરે ભાઇ તમે કેમ સમજતા નથી અત્યારે જે યુવાન કામ કરે છે એ પુરી નિષ્ઠાથી કામ કરે છે. એ મારા ઘરનો નોકર નહી મારા પરિવારનો સભ્ય જ છે અને મને એના પર પુરો વિશ્વાસ છે મારુ આખુ ઘર હું એના હવાલે કરીને કોઇપણ જાતની ચિંતા વગર બહાર જઇ શકુ છું. ”
“પણ મેડમ હું પણ એવી રીતે જ કામ કરીશ આપ મારા વિશે મિસિસ શર્માને પુછી શકો છો ”
” ભાઇ મારે કોઇને પુછવું નથી અને મારે કોઇ નોકરની જરુર નથી મહેરબાની કરીને હવે ફોન ન કરતા”
સામા છેડેથી ફોન કાપી નાખવામાં આવ્યો. પેલો યુવાન ફોન મુકીને બહાર આવ્યો. બહાર આ વાત સાંભળી રહેલા લોકોને આ યુવાન પર દયા આવી પરંતું પેલા યુવાનનો ચહેરો તો કોઇ અપરિચિત આનંદથી ચમકી રહ્યો હતો. બહાર ઉભેલા લોકોને આશ્વર્ય થયુ એટલે આ યુવાનને પુછ્યા વગર ન રહી શક્યા ” અરે , ભાઇ તને નોકરીની ના પાડી દીધી તો પણ કેમ આનંદમાં ”
પેલા યુવાને તો હસતા હસતા કહ્યુ , ” આ શેઠાણીનો નોકર હું પોતે જ છુ આતો મારી સેવાથી મારા શેઠાણી સંતુષ્ટ છે કે કેમ તે જાણવા માટે જ ફોન કરવા આવ્યો હતો ”

આપણે બધા પણ આપણને સોંપવામાં આવેલું કામ કરીએ છીએ ક્યારેય આપણે આપણી પોતાની સેવાનું ઓડીટ પોતાની જાતે કર્યુ છે ખરુ ? મારી સેવાની ગુણવતા કેવી છે એની ક્યારેય ચકાસણી કરી છે ખરી ?

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013

Ranking of States in India by Literacy Rate (2011 Census)


************************
(Gujarat General Knowledge)

1. Kerala - 93.91%
2. Mizoram - 91.6%
3. Tripura - 87.8%
4. Goa - 87.4%
5. Himachal Pradesh - 83.8%
6. Nagaland - 82.9%
7. Sikkim - 82.2%
8. Tamil Nadu - 80.3%
9. Maharashtra- 80.1%
10. Punjab - 79.9%
11. Manipur - 79.8%
12. Uttarakhand - 79.6%
13. Gujarat - 79.3%
14. West Bengal - 77.1%
15. Haryana - 76.6%
16. Karnataka - 75.6%
17. Meghalaya - 75.5%
18. Odisha - 73.45%
19. Assam - 73.2%
20. Chattisgarh - 71%
21. Madhya Pradesh - 70.6%
22. Uttar Pradesh - 71.7%
23. Jammu and Kashmir - 68.7%
24. Andhra Pradesh - 67.7%
25. Jharkhand - 67.6%
26. Rajasthan - 67.1%
27. Arunachal Pradesh - 67%
28. Bihar - 63.8%

*In September 2013, the State Government of Tripura claimed that the state has surpassed Kerala as the most literate state in India, with a literacy rate of 94.65%.

Fathers Of Different Fields


*******************
(Gujarat General Knowledge)

1. Father of Astronomy : Copernicus
2. Economics : Adam Smith
3. Biology : Aristotle
4. Chemistry : Antoine Lavoisier
5. Geometry : Euclid
6. History : Herodotus
7. Genetics : G.J. Mendel
8. Botany : Theophrastus
9. Classical mechanics : IsaacNewton
10. Computer : Charles Babbage
11. Comedy : Aristophanes
12. English poetry : GeoffreyChaucer
13. Homeopathy : Heinemann
14. Indian Green Revolution : M.S.Swaminathan
15. India's Communication Revolution : Sam Pitroda
16. Medicine : Hippocrates
17. Modern physics : GalileoGalilei
18. Nuclear physics : Ernest Rutherford
19. Nuclear science : Marie Curie , Pierre Curie
20. Pentium Chip : Vinod Dham
21. Periodic table : Dmitri Mendeleev
22. Political science : NiccolòMachiavelli
23. Quantum mechanics : Max Planck
24. Relativity : Albert Einstein
25. Robotics : Al-Jazari
26. Thermodynamics : Sadi Carnot
27. Zoology : Aristotle

Major Rivers (by length)


******************
(Gujarat General Knowledge)

* Nile, Africa (6,825 km)
* Amazon, South America (6,437 km)
* Chang Jiang (Yangtze), Asia (6,380 km)
* Mississippi, North America (5,971 km)
* Yenisey-Angara, ­ Asia (5,536 km)
* Huang(Yello), Asia (5,464 km)
* Ob-Irtysh, Asia (5,410 km)
* Amur, Asia (4,416 km)
* Lena, Asia (4,400 km)
* Congo, Africa (4,370 km)
* Mackenzie-Peace ­, North America (4,241 km)
* Mekong, Asia (4,184 km)
* Niger, Africa (4,171 km)

Famous Books and Authors


********************
(Gujarat General Knowledge)

• Ramayana - Valmiki
• Mahabharatha - Vedavyasa
• Bhagavath Geetha - Vedavyasa
• Adhyatma Ramayanam Kilippatu – Thunjathu Ezhuthachan
• Krishnagatha – Cherussery
• Uthararamacharitham – Bhavabhoothi
• Harshacharitha – Banabhatta
• Neethisathakam – Bharthruhari
• Meghdoot – Kalidasa
• Swapnavasavadatta - Bhasan
• Kumarasambhava – Kalidasa
• Abhijanana Sakundalam– Kalidasa
• Malavikagnimithra – Kalidasa
• Panchathantra – Vishnu Sharma
• Ramacharithamans – Tulasidas
• Gitanjali – Rabindranath Tagore
• Anandamath – Bankim Chandra chatterji
• The Story of My experiments with truth – Mahatma Gandhi
• The discovery of India –Jawaharlal Nehru
• Durgesha Nandini - Bankim Chandra chatterji
• Godaan – Munshi Premchand
• Coolie – Mulk Raj Anand
• Odyssey – Homer
• Lliad – Homer
• Das Capital – Karl Marx
• Communist Manifesto – Marx and Engels
• Crime and punishment –Dostoevsky
• War and Peace - Tolstoy

New Seven Wonders of the World


1. Taj Mahal — Agra, Uttar Pradesh, India (AD 1632)
2. Chichen Itza — Yucatán Mexico( AD 800)
3. Christ the Redeemer — Rio de Janeiro Brazil (AD 1926)
4. Colosseum — Rome, Italy (AD 70)
5. Great Wall of China — China (BC 700)
6. Machu Picchu — Cuzco Region, Peru (AD 1438)
7. Petra —Ma'an Governorate, Jordan (BC 312)

INVENTORS OF COMPUTER HARDWARE

INVENTORS OF COMPUTER HARDWARE
*******************************
(Gujarat General Knowledge)

1. Key board — Herman Hollerith, first keypunch device in 1930’s

2. Transistor — John Bardeen, Walter Brattain & Wiliam Shockley (1947 - 1948)

3. RAM — An Wang and Jay Forrester (1951)

4. Trackball — Tom Cranston and Fred Longstaff (1952)

5. Hard Disk — IBM , The IBM Model 350 Disk File (1956 )

.6. Integrated Circuit — Jack Kilby & Robert Noyce (1958)

7. Computer Mouse — Douglas Engelbart (1964)

8. Laser printer — Gary Stark weather at XEROX in 1969.

9. Floppy Disk — Alan Shugart & IBM( 1970)

10. Microprocessor — Faggin, Hoff & Mazor – Intel 4004

મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013

ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫



ઘરેલુ હિંસાનો કાયદો શું કહે છે?
           આપણા સમાજમાં મોટાભાગે દરેક સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો કોઈને કોઈ રીતે ભોગ બનતી હોય છે. માત્ર એટલું જ નહીં તેઓ ઘરેલુ હિંસાના વિરુદ્ધમાં ક્યારેય પોતાનો અવાજ પણ નથી ઉઠાવતી અને જો અવાજ ઉઠાવવાની કોશિશ કરે તો પરિવારના દબાણને લીધે તે કંઈ બોલી નથી શકતી. આ હિંસા અટકાવવા અને મહિલાઓના અધિકારો અને સલામતી માટે કેન્દ્ર સરકારે વર્ષ-૨૦૦૫માં 'ઘરેલુ હિંસા અધિનિયમ'ની જોગવાઈ કરી હતી.
       
       ઘરેલુ હિંસાનો ભોગ બનનાર મહિલા આ કાયદા હેઠળ ફરિયાદ કરવા માટે પોલીસ અથવા કોર્ટમાં જવાની બદલે સીધી આ કાયદા નીચે નિમાયેલ રક્ષણ અધિકારી પાસે જઈ ફરિયાદ કરી શકે છે. આ કાયદામાં મહત્ત્વની વાત એ છે કે જો ભોગ બનનાર મહિલા રક્ષણ અધિકારી પાસે ન જઈ શકે તો તે મહિલા જ્યાં રહેતી હોય અથવા જ્યાં ઘરેલુ હિંસા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તે વિસ્તારના ફોજદારી અધિનિયમ હેઠળ હકૂમત ધરાવતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ સીધી ફરિયાદ કરી શકે છે. આ કાયદા હેઠળ ફરિયાદ થયા પછી મેજિસ્ટ્રેટ રક્ષણ અધિકારીની મદદ લઈ મહિલાના હિતના રક્ષણ માટે કાર્યવાહી કરી શકે છે. સેવા આપનાર સંસ્થા એટલે કે 'ર્સિવસ પ્રોવાઇડર' જેને આ કાયદાએ એક ખાસ ભૂમિકા ભજવવા માટે નિમણૂક કરી છે, મહિલાને તબીબી સારવાર માટે લઈ જવી અને કાનૂની વ્યવસ્થામાં મદદરૂપ થવું પડે. ખાસ કરીને આ સંસ્થાએ મહિલાને કાઉન્સિલર પાસે મોકલી, ઘરેલુ હિંસા ન થાય તે માટે મહિલા અને તેના ઉપર હિંસા આચરતી વ્યક્તિ વચ્ચે સમાધાન થાય તે માટે પ્રયત્ન કરવાના હોય છે.  


ઘરેલું હિંસા એટલે શુ ?


·    ઘરેલું હિંસા એટલે ઘર માં મહિલાઓ સાથે થતી હિંસા ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫
·    ઘરેલું હિંસા સામે ફરીયાદ કરવા અને સુરક્ષા મેળવવા માટે કાયદો છે જેનું નામ
·    ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ છે.
                 આ કાયદાનુસાર ઘરેલુ હિંસા એટલે મહિલા ઉપર ઘરના સભ્યો તથા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા કરવામાં આવતી શારીરિક, માનસિક, આર્થિક, શાબ્દિક અને ભાવનાત્મક હિંસા. આમાંથી એક પણ પ્રકારની હિંસાનો ભોગ બનનાર મહિલાને શારીરિક તકલીફ પહોંચે અથવા મહિલાની ગરિમાનું અપમાન થાય તો આ પ્રકારની હિંસા કરનાર વ્યક્તિને ઘરેલુ હિંસા અધિનિયમ અનુસાર સજા આપવામાં આવે છે. ઘરેલુ હિંસામાં અપમાન, મશ્કરી, શરમજનક વર્તન, મહેણાં-ટોણાં મારવાં, હાંસી ઉડાવવી, દહેજ અથવા અન્ય માગ પૂર્ણ કરવા સતત દબાણ કરવું, બાળકની જાતિ જાણવા માટે ગર્ભપરીક્ષણ કરાવવું અથવા બાળકોના ભરણપોષણ માટેનું વળતર, સ્ત્રીધન, વારસાગત મિલકત તેમજ ભાડાની આવકમાં હિસ્સો ન આપવો વગેરેનો ઘરેલુ હિંસામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
      

ઘરેલું હિંસા ની ફરીયાદ કોને કરવી ?
·    જિલ્લા સ્તરે સુરક્ષા અધિકારીને કરી શકાય તેમની ઓફીસ સમાજ સુરક્ષા અધિકારી ની કચેરીમાં હોઈ છે.
·    આપણા વિસ્તાર માં જે.એમ.એફ.સી. કોર્ટ માં સીધી અરજી કરી શકાય.
·    આપણા વિસ્તારમાં મહિલાઓ સાથે કામ કરતી સંસ્થાઓને વાત કરી તેમની મદદ મેળવી શકાય.
·    મહિલા સહાયતા કેન્દ્ર માં જઈને મદદ મેળવી શકાય.


આ કાયદા નો અમલ કરવા માટે :-

(૧) સુરક્ષા અધિકારી છે.
(૨) તમારા રહેણાંક વિસ્તાર નું પોલીસ સ્ટેશન છે. ત્યાં જઈને મદદ માંગો.
(૩) મારપીટ ના કિસ્સામાં સારવારની જરૂર પડે તેવા કિસ્સામાં સુરક્ષા અધિકારી પાસે જઈને તબીબી સારવાર માટે મદદ માંગી શકો.

અન્ય કાયદા ની સાથે કાયદા નો ઉપયોગ
·    મહિલા એ ન્યાય મેળવવા સંબંધિત બીજા કોઈ કાયદા નો ઉપયોગ કર્યો હોઈ તેવા સંજોગોમાં પણ મહિલા ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ અરજી કરી શકે છે.
·    અથવા તો ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ અરજી ની સાથે અન્ય કાયદા હેઠળ અરજદાર કાર્યવાહી કરી શકે છે.


ઘરેલું હિંસા ની ફરીયાદ કોણ કરી શકે ? કોની સામે ?
પીડિત મહિલા - હિંસા કરનાર તમામ સામે (પતિ, સાસુ, નણદ કે કોઈપણ સાસરિય પક્ષ ના સગા)
માં - દિકરા સામે
દીકરી - માતા પિતા સામે, ભાઈ કે કોઈપણ સગા સંબંધી સામે લગ્ન સંબંધમાં રહેતી, રહી ચુકેલી કે લગ્ન જેવા સંબંધોમાં રહેતી કોઈપણ મહિલા ઘરેલું સંબંધોમાં રહી ચુકેલા કે રહેનાર સામે.


ઘરેલુ હિંસા અને તેમાં થતી સજાઓ /આ કાયદા હેઠળ શુ મળવા પાત્ર છે ?

રક્ષણ આદેશ :- હિંસા સામે તાત્કાલીક સુરક્ષા મળે છે. ઘર કામ ના સ્થળે મહિલા સાથે થતી કોઈપણ પ્રકાર ની હિંસા અટકાવવા માટે હિંસા કરનાર પર મનાઈ ફરમાવવામાં આવે છે.
રક્ષણ આદેશ :- મહિલા, સાસરીયામાં જે ઘર માં (ફરીયાદ સમયે) રહેતી હોઈ તે ઘર માં રહેવાનો હક્ક આપે છે.
કસ્ટડી આદેશ :- મહિલા તેના બાળકો નો કબજો અથવા બાળક સુધી પહોંચવાનો આદેશ આપે છે.
નુકશાન વળતર :- મહિલા ને હિંસા થી જે નુકશાન થયુ હોઈ તે સામે નુકશાન વળતર મેળવવાનો આદેશ આપે છે.
નાણાકીય વળતર :- મહિલા ને તેની જરૂરિયાતો ની પુર્તી માટે નાણા મેળવવાનો આદેશ આપે છે.
                        

કામ પુરી નિષ્ઠાથી નિભાવીએ

બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંનેને એક બીજા વગર ન ચાલે એવા મિત્રો. પણ એક મિત્ર આસ્તિક હતો અને બીજો નાસ્તિક. આસ્તિક એ અર્થમાં કે એ ઇશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ રાખનારો હતો. પરમાત્માના સર્વોપરિપણાને સ્વિકારનારો હતો અને ધાર્મિક ક્રિયાકાંડમાં માનનારો હતો. નાસ્તિક ધાર્મિક ક્રિયાકાંડનો તો વિરોધી હતો જ પરંતું ઇશ્વરના અસ્તિત્વને પણ એ માનતો ન હતો.

આસ્તિક મિત્રનો એક દૈનિક ક્રમ હતો. એ રોજ સવારે ભગવાન ભોળાનાથના મંદિરે જતો અને ત્યાં દિવો પ્રગટાવીને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરતો. બસ એની આ આંખ બંધ કરવાના સમયનો પેલો નાસ્તિક મિત્ર લાભ લેતો અને હળવેથી ફુંક મારીને દિવાને ઓલવી નાખતો. આસ્તિક દિવો પ્રગટાવે અને એ જ સમયે પેલો નાસ્તિક મિત્ર આવીને દિવાને ઓલવી નાખે આ હવે નિત્યક્રમ બની ગયો હતો.

ચોમાસાના દિવસોમાં એકવાર વહેલી સવારે ગાજવિજ સાથે વરસાદ તુટી પડ્યો. વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. આસ્તિક મિત્ર નાહીધોઇને મંદિર જવા માટે તૈયાર થયો. પણ બહાર અનરાધાર વરસતા વરસાદને જોઇને વિચારે ચડ્યો.........." આવા વરસાદમાં મંદિરે જઇશ તો પણ પેલો નાસ્તિક આવીને મારો પ્રગટાવેલો દિવો ઓલવી નાખશે. એના કરતા આજે મંદિરે જવાનું જ ટાળું. રહી વાત પ્રાર્થનાની તો એ તો ઘેર બેઠા બેઠા પણ થઇ જ શકે. "

એણે મંદિર જવાનું ટાળ્યું. બીજી બાજું આવા વરસાદી માહોલમાં પણ પેલો નાસ્તિક મિત્ર તો પોતાનું દિવો ઓલવવાનું કામ કરવા માટે હાજર થઇ ગયો હતો. અને પોતાના મિત્રની આવવાની રાહ જોઇ રહ્યો હતો. ઘણો સમય થયો તો પણ એનો મિત્ર આવ્યો નહી. એટલે મિત્ર વતી એણે જ દિવો પ્રગટાવ્યો અને પોતે ફુંક મારીને ઓલવી નાખ્યો.

બસ આ જ ક્ષણે ભગવાન શિવ પ્રગટ થયા અને પેલા નાસ્તિક માણસને આશિર્વાદ આપ્યા. નાસ્તિક તો વિચારમાં પડી ગયો એને ભગવાનને કહ્યુ , " પ્રભું, હું તો આપને માનતો પણ નથી મને આપના અસ્તિત્વમાં પણ કોઇ વિશ્વાસ નથી ઉલટાનું આપનો ભક્ત રોજ જે દિવો પ્રગટાવે છે એને ઓલવી નાખું છું આમ છતા આપે મને કેમ દર્શન દિધા ? દર્શનનો અધિકારી તો મારો આસ્તિક મિત્ર છે.
"

ભગવાને હસતા હસતા કહ્યુ , " તું ભલે નાસ્તિક રહ્યો. પણ કામ પ્રત્યેની તારી નિષ્ઠા મને ખુબ પસંદ આવી. વરસાદ જોઇને મારા કહેવાતા ભક્તએ મારી પાસે આવવાનું માંડી વાળ્યુ પણ રોજ દિવો ઓલવાવાનું તારું કામ કરવા માટે તું સમયસર હાજર જ હતો."

મોરલ :
====

પરમાત્માની કૃપાથી જે કામ કરવાની તક મળી હોય એ કામ પુરી નિષ્ઠાથી નિભાવીએ એમાં પણ પ્રભુ રાજી જ હોય છે. હું આદર્શ ડોકટર, વકિલ, સીએ ,ઇજનેર, શિક્ષક, વેપારી, ઉત્પાદક, અધિકારી કે કર્મચારી બનીને પૂર્ણ સમર્પણ સાથે ફરજ બજાવું તો એ પણ પ્રભુના રાજીપાનું સાધન જ છે.