visiter

સોમવાર, 13 ઑક્ટોબર, 2014

ત્યારે પ્રોબ્લેમ થાય છે

પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે
પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે,
પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે,
પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે,
પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે,
પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે,
પણ કોઈ અધુરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

 (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
 

Gujarat nu Gaurav By Nandani Vijay 

WEBSITE મુલાકાત લેવા અહી Click કરો 
 www.gujaratieducation.in
 જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો