visiter

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

વાંચવા જેવું...


*********
એક માણસ જંગલમાંથી પસાર થતો હતો. એને ચાર સ્ત્રી મળી.
એણે પહેલીને પૂછ્યું, 'તારું નામ શું છે?'
એણે કહ્યું 'બુદ્ધિ'.
'તું ક્યાં રહે છે?'
'માનવીના મગજમાં.'
.
બીજી સ્ત્રીને પૂછ્યું, 'તારું નામ શું છે?'
'લજ્જા.'
'તું ક્યાં રહે છે?'
'આંખમાં'.
.
ત્રીજીને પૂછ્યું, 'તારું નામ શું છે?'
'હિંમત'.
'ક્યાં રહે છે?'
'દિલમાં.'
.
ચોથીને પૂછ્યું, 'તારું નામ શું છે?'
'તંદુરસ્તી.'
'ક્યાં રહે છે?'
'પેટમાં.'
...
એ માણસ હવે થોડો આગળ વધ્યો તો એને ચાર પુરુષ મળ્યા.
એણે પહેલા પુરુષને પૂછ્યું, 'તારું નામ શું છે?'
'ક્રોધ.'
'ક્યાં રહે છે?'
'માનવીના મગજમાં.'
'મગજમાં તો બુદ્ધિ રહે છે, તું કેવી રીતે રહી શકે?'
'જો હું ત્યાં રહું તો બુદ્ધિ ત્યાંથી વિદાય લઈ લે છે.'
.
બીજા પુરુષને પૂછ્યું, 'તારું નામ શું છે?'
એણે કહ્યું, 'લોભ.'
'ક્યાં રહે છે?'
'આંખમાં.'
'આંખમાં તો લજ્જા રહે છે, તું કેવી રીતે રહી શકે?'
'જ્યારે હું આવું છું ત્યારે લજ્જા ત્યાંથી રવાના થઈ જાય છે.'
.
ત્રીજાને પૂછ્યું, 'તારું નામ શું છે?'
જવાબ મળ્યો 'ભય.'
'ક્યાં રહે છે?'
'દિલમાં.'
'દિલમાં તો હિંમત રહે છે. તું કેવી રીતે રહી શકે?'
'જેવો હું આવું છું કે હિંમત ત્યાંથી ભાગી જાય છે.'
.
ચોથાને પૂછ્યું, 'તારું નામ શું છે?'
એણે કહ્યું, 'રોગ.'
'ક્યાં રહે છે?'
'પેટમાં.'
'પેટમાં તો તંદુરસ્તી રહે છે.'
'જ્યારે હું આવું છું ત્યારે તંદુરસ્તી ત્યાંથી જતી રહે છે.'
-----------------
જો મિત્રો આ ગમે તો શેર અચૂકથી કરજો....
Gujarat nu Gaurav By Nandani Vijay

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો