************************************************
સફળતા માટે આ ૩ કારખાના રાખો,
મગજમાં બરફનું કારખાનું,
જીભમાં ખાંડનું કારખાનું અને હ્રદયમાં પ્રેમનું.
************************************************
કડવું સત્ય
એક ગરીબ પેટ ભરવા માટે સવારે વહેલો ઉઠી ને દોડે છે
અને એક અમીર પેટ ઓછુ કરવા માટે સવારે વહેલો ઉઠી ને દોડે છે
************************************************
કેટલાક લોકો એમની આખી જીંદગી ‘ઇન્ટેલિજન્ટ’ થવા પાછળ ખરચી નાંખે છે.
જયારે અમુક લોકો જન્મથી જ ‘ગુજરાતી’ હોય છે.....!
************************************************
થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવાથી દુખી થવાય છે,
જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી...
બાકીતો ત્રણ એક્કા માં પણ હારી જવાય…
***********************************************
ક્યારેય એવું ના વિચારો કે તમે કોઈ બીજાના જેવા નથી..!
બીજાને એવું વિચારવા માટે મજબુર કરો કે........
" તેઓ તમારા જેવા નથી”.
આ છે સાચી જીવન જીવવાની કળા."
************************************************
સ્વપ્ન સાચું પડ્યું તો એ છકી ગયા છે,
વાયદા અને વચનો બધું ભૂલી ગયા છે.
ઈશ્વરને પણ ચિંતા છે એ વાતની કે,
મારા બનાવેલા મને બનાવી ગયા છે. "
***********************************************
વિકસેલા સંબંધો ને તમે તોડી ના દેતા,
કામ પડે તો મુખ મોળીના દેતા,
આ ટેવાયી ગયું છે હૃદય તમારી મિત્રતા માં
પણ,
હાથ પકડ્યા પછી અચાનક છોડી ના દેતા....
************************************************
રૂમાલ તો ફક્ત આંસુ લૂછે છે.........
પણ સાચો મિત્ર એ આંસુ નું કારણ લૂછે છે......"
***********************************************
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.........
***********************************************
લખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી,
દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી,
સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ,
એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.
**********************************************
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.............................
**********************************************
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે....................
*********************************************
અભિમાનના આઠ પ્રકાર છેઃ
૧ સત્તાનું અભિમાન,
૨ સંપત્તિનું અભિમાન,
૩ બળનું અભિમાન,
૪ રુપનું અભિમાન,
૫ કૂળનું અભિમાન,
૬ વિદ્વતાનું અભિમાન,
૭ કર્તવ્યનું અભિમાન.
પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો
એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી........!!!!!!
********************************************
ખુશ છુ બીજા ને ખુશ રાખુ છુ
મળે છે જે પણ આનંદ એ બીજા ને આપુ છુ
જાણુ છુ મોલ નથી મારો દુનિયા માં
હુ ખુદ કઈ નથી પણ મિત્રો અણમોલ રાખુ છુ
*********************************************
આજ સુધી કોઈ મેહફીલ માં કેદ થયાં નથી..
.
અમે કદી પણ કોઈને વગોવ્યા નથી,,
.
મજાક મસ્તી તો સ્વભાવ અમારો,,
... .
બાકી અમેય કોઈને નમ્યા નથી...!!!!
********************************************
જો તમને ક્યારેક ભુલી જાઉં તો,સપનામાં આવી યાદ અપાવી જજો,
જો હોય કયારેક ભુલ મારી તો,પ્રેમથી આવી ને સમજાવી જજો,
જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,યાદો માં આવી ને હસાવી જજો,
જો થાઉં કયારેક નિષ્ફળ તો,બાજુ માં આવી ટેકો આપી જજો,
જો થઈ જાઉં કયારેક નારાજ તો,હળવુ સ્મિત આપી ને મનાવી જજો,
પણ, દોસ્તો આ FRIEND નો,સાથ કયારેય ના છોડી જજો..........
*********************************************
દરેક સારી ને સાચી વાત
પહેલા મજાક બને છે. પછી તેનો વિરોધ થાય છે. અને છેલ્લે
તેનો સ્વીકાર થાય છે.....
********************************************
જીદ અને જિંદગી બન્ને વચ્ચે શબ્દથી મોટો ફરક નથી…
જીવન માં જિંદગી જીવવા માટે જીદ કરો પણ,
જીદ કરતાં જિંદગી માંથી કશું ખોઈવાય નહિ તેનું ધ્યાન રાખજો.....
********************************************
પામવું અને ખોવું એ જીવન ની રીત છે,
એમાં પણ ખુશ રહેવું તે અનોખી ચીઝ છે,
ખુબ કઠીન હોય છે એવું જીવન જીવવું,
પણ જો જીવી ગયા તો એ તમારી જીત છે....
*******************************************
બીજાને સુધારતાં પહેલાં આપણી જાતને સુધારીએ,
સારી બનાવીએ, જેથી એટલી તો ખાતરી થાય કે
દુનિયામાંથી કમ સે કમ એક બદમાશ ઓછો થયો..!!
********************************************
દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જીંદગી જીવે છે,
ખુશી એમને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે.
********************************************
સારું છે કે લોકો અમસ્તું જ પુછે છે...કે
'કેમ છો?'
બાકી જો સાચો જવાબ માંગે, તો ઘણો અઘરો સવાલ છે...!!!
********************************************
જે માણસે કદી પોતાને ઓળખવાનો પ્રયત્ન કરેલો હોય છે,
એને અન્યો ને ઓળખતા બહુ વાર નથી લાગતી." લેખક- અજ્ઞાત
********************************************
સંબંધ ભલે થોડા રાખો ,પણ એવા રાખો કે હૈયે હરખ ની હેલી પડે,
મૌત ના મુખ માંથી ઝીંદગી વરસી પડે ,
અને મૃત્યુ બાદ સ્મશાન ની રાખ પણ રડી પડે...!! લેખક- અજ્ઞાત
*******************************************
સંબંધ એ સ્મિત છે .....,
બંધન એ મિત છે ........,
પ્રેમ એ ગીત છે .......,
સ્નેહ એ પ્રિત છે .....,
મિલન એ જીત છે ....
અને જુદાઈ ......?
એ તો જગત ની રીત છે ..........
********************************************
પગ ભીના કર્યા વગર દરીયો પસાર
કરવો 'શક્ય' છે...પણ...
આંખ ભીની કર્યા વગર જીદગી પસાર કરવી 'અશક્ય' છે...!!!!!!!!
*********************************************
તમે તમારી ખામી શોધી શકો તો તમે મહાન છો......
તમે તેને દુર કરી શકો તો વધુ મહાન છો....
પરંતુ બીજાને તમે તેમની ખામી સાથે સ્વીકારો તો તમે સૌથી મહાન છો-
*********************************************