visiter

રવિવાર, 25 નવેમ્બર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -14

651 કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

652
સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા

653
કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? Ans: કચ્છના રણમાં

654
અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

655
ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ? Ans: દાહોદ

656
સરદાર પટેલનું સૌથી મોટું મ્યુઝિયમ ગુજરાતમાં કયાં બનાવવામાં આવ્યું છે ? Ans: અમદાવાદ (જૂનું રાજભવન)

657
ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

658
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા

659
અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

660
કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

661
ગુજરાતનું કયું શહેરમક્કાનું પ્રવેશદ્વારગણાતું હતું? Ans: સુરત

662 ‘
જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે? Ans: અરદેશર ખબરદાર

663
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ

664
કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ? Ans: કાન્હડદે પ્રબંધ

665
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

666
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? Ans: ઇન્દુમતીબેન શેઠ

667
મહાત્મા ગાંધીજીને અંજલિ આપતુંહરિનો હંસલોકાવ્યનાં સર્જકનું નામ આપો. Ans: બાલમુકુંદ દવે

668
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

669
આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? Ans: કર્ણદેવ સોલંકી

670
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે? Ans: મારી હકીકત

671
ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ

672
ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ,૯૬,૦૨૪ ચો.કિ.મી.

673
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? Ans: અમદાવાદ

674
બનાસ નદીનું પ્રાચીન નામ શું છે ? Ans: પર્ણાશા

675
અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ

676
ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.

677
રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

678 ‘
કાગવાણીના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ

679
મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી

680
ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: .. ૧૬૦૬

681
સાબરમતી નદી પર બંધાયેલો ધરોઈબંધ કયા તાલુકામાં આવેલો છે ? Ans: સતલાસણા

682
સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશી રાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ? Ans: સરદાર વલ્લભભાઈ પટેલ

683
કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક

684
ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ? Ans: ત્રીજા

685
ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ

686
હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના ભાવિકોને સમાન રીતે આકર્ષતી હસનપીરની પવિત્ર દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ

687
આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ

688
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ

689
કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ

690
લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતી સાથે અંગ્રેજો પણ નાચી ઉઠ્યા હતા? Ans: ‘તારી વાંકી રે પાઘલડીનું...’

691
કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ

692
ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન

693
કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર

694
નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા

695 ‘
સોરઠ તારાં વહેતાં પાણીના રચયિતાનું નામ આપો. Ans: ઝવેરચંદ મેઘાણી

696
કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત

697
ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ

698
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

699
સયાજીરાવ મ્યુઝીયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

700
ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે? Ans: દરિયાલાલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો