- ટૂંક સમયમાં જ સૌર ઊર્જાથી સંચાલિત રિસોટ્ર્સ આકાર પામશે
- ઇટાલિયન ડિઝાઇનર માર્કો પુજોલાંતેએ આ અનોખા રિસોર્ટની ડિઝાઇન તૈયાર કરી છે
- અન્ડરવોટર 'ઓબ્ઝર્વેશન બલ્બ'માં બેસીને સમુદ્રી દુનિયાનો રોમાંચ માણી શકાશે
આ ડિઝાઇનનો આધાર જેમ્સ બોન્ડની ફિલ્મ 'ધ સ્પાય હુ લવ્ડ મી' અને બાળકોના ટીવી શો 'ઓક્ટોનટ્સ' પરથી લેવામાં આવ્યો હોવાનું મનાય છે.
ખાસિયત
આ રિસોર્ટની ખાસિયત તેનો અન્ડરવોટર 'ઓર્બ્ઝવેશન બલ્બ' છે, જે રિસોર્ટના સૌથી નીચેના ભાગમાં સમુદ્રની સપાટીની નીચે સુધી રાખવામાં આવી છે, તે પારદર્શક હશે, જેથી અહીં આવતાં સહેલાણીઓ સમુદ્રની દુનિયા નિહાળી શકશે, ઉપરાંત ડોલ્ફિન, શાર્ક તથા અન્ય સમુદ્રી જીવોને નજીકથી જોવાનો રોમાંચ મળશે.
પ્રદૂષણમુક્ત રિસોર્ટ
ઇટાલિયન ડિઝાઇનર માર્કો પુજોલાંતેએ આ રિસોર્ટની ડિઝાઇન તૈયાર કરી છે. માર્કોનું માનવું છે કે, તે બધી રીતે જાતે જ વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ અને પ્રદૂષણમુક્ત રિસોર્ટ હશે. વૈભવી નૌકા જેવું આ રિસોર્ટ વધુ લોકોને સમુદ્ર દુનિયા તરફ આકર્ષશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો