visiter

રવિવાર, 4 નવેમ્બર, 2012

કૌતુક: ગુલામોના લોહીથી ખરડાયેલો છે, અહીંનો ભૂતકાળ!


આફ્રિકા મહાદ્રિપના ઉત્તર ભાગ ઈજિપ્તમાં પ્રાચીન કાળમાં મૃતક શરીરો પર નિશાન લગાવીને તેને સુરક્ષિત સ્થાનો પર રાખીને તેની પર સમાધિઓ બનાવી દેવામાં આવતી. ત્યાં રહેતા લોકોને વિશ્વાસ હતો કે આ સમાધિઓમાંથી આત્માઓ ફરીથી પરત આવશે. આ તમામ સમાધિઓમાં સૌથી વધુ સુરક્ષિત અને પ્રસિદ્ધ સ્થાન પિરામિડ હતા આ પિરામિડ બાદશાહોના મૃતક શરીરોને દાટવા માટે બનાવવામાં આવતું.

આ પિરામિડોમાં સૌથી મોટો ગિજાનો પિરામિડ છે. આને આજથી પાંચ હજાર કરતાં વધુ વર્ષ પહેલાં નાઈલ નદીના મરુસ્થળમાં સેંકડો ગુલામોએ બનાવ્યો હતો. ક્ષેત્રફળમાં આ સાડા બાર એકરમાં અને ઊંચાઈમાં 451 ફૂટ છે. આજે પણ આમાં એટલાં પથ્થર છે કે એમાંથી એક મોટાં નગર (સિટી)નું નિર્માણ થઈ શકે.

આ વિશાળ ભવનનો નક્શો એટલે યોગ્ય હતો કે આજે પણ આની આધારે ચાર ભુજાઓની લંબાઈમાં બે આંગળ કરતા વધુ અંતર નથી. આ પિરામિડોની અંદરના ભાગમાં એવા અનેક ઓટલા બનેલાં છે જેમાં થઈને એવા સ્થાનોમાં જવાય છે જ્યાં ઈજિપ્તના પ્રાચીન બાદશાહ અને બેગમ અનંત નિદ્ધામાં સૂતેલાં છે.


 
આ અત્યંત વિશાળ પિરામિડોને સેંકડો દાસો (ગુલામો)એ લોહી-પરસેવો એક કરીને વર્ષોમાં બનાવ્યો હતો. આની માટે નાઈન નદીના કિનારાથી પત્થરો લાવવામાં આવ્યા હતા. નાઈલ નદી અહીંથી નવ માઈલનાં અંતરે છે. એકલો ગિઝાનો પિરામીડ 20 વર્ષમાં બની શક્યો હતો. ઈજિપ્તના પિરામિડ સંસારની સાત આશ્વર્યજનક વસ્તુઓમાંથી એક છે. આજે પણ આ તમામ સંસારમાં વિખ્યાત છે. દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો આને જોવા માટે આતુરતાથી આવે છે.  આ પિરામિડની કળા વાસ્તવામાં અનોખી જ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો