visiter

રવિવાર, 4 નવેમ્બર, 2012

ભારતનું એક એવું મતદાન કેન્દ્ર કે જે દુનિયાનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર છે


હિમાચલ પ્રદેશના હિક્કમમાં સ્થિત મતદાન કેન્દ્રને દુનિયાનું સૌથી ઉચાઇ પરનું મતદાન કેન્દ્ર માનવામાં આવે છે. આ કેન્દ્ર રવિવારે થનારી ચૂંટણી માટે તૈયાર કરવામાં આવ્યુ છે. હિક્કીમ દરિયાઇ તળ સપાટીથી ૧૫ હજાર ફુટ ( ૪૫૭૨ મીટર) ઉંચાઇ પર છે.
ભારતના ચૂંટણી કમિશનના જણાવ્યા મુજબ હિક્કીમમાં બનાવેલું મતદાન કેન્દ્ર દુનિયાનું સૌથી ઉચું મતદાન કેન્દ્ર માનવામાં આવે છે. હિમાચલ પ્રદેશનું આ મતદાન કેન્દ્ર બરફથી ઢંકાયેલા પહાડો પર સ્થિત એક બૌધ મઠની બાજુમાં છે. અહી રાત્રે તાપમાન પ ડીગ્રી સે. સુધી પહોંચી જાય છે. જે ગામમાં આ મતદાન કેન્દ્ર આવેલું છે ત્યાં કોઇ ટેલીફઓનિક સુવીધાઓ નથી, પરંતુ એક સ્કૂલ છે. ચુટણી કમિશનની ટીમ પણ તેમની સાથે સેટેલાઇટ ફોન લઇને આ સ્થળે પહોંચી હતી. આ મતાદન કેન્દ્રને ત્રણ ગામો કોમિક, લાંગછે અને હિક્કીમ ગામો માટે ઉભુ કરવામાં આવ્યુ છે જ્યા ૩૨૬ મતદારો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો