visiter

રવિવાર, 4 નવેમ્બર, 2012

દુનિયામાં સૌથી જૂની ગૂફાઓ ક્યા આવેલી છે તે જાણવા માટે આ વાંચો

લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે શું ફ્રાંસની ગૂફાઓમાં જોવા મળેલ પશુ-પક્ષીઓનાં વિશ્વ પ્રસિદ્ધ ચિત્રો સૌથી જૂના ચિત્રો છે. તાજેતરમાં થયેલ અભ્યાસમાં આ દાવાને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે.

દક્ષિણી ફ્રાંસના રમણીય આર્દેક વિસ્તારની શાવેત ગૂફાઓમાં રિંછ, ગેંડા અને ઘોડાઓના ચિત્રો એટલા ઉચ્ચ પ્રકારના છે કે કેટલાક વિદ્ધાનોને લાગે છે કે આ  12, 000થી 17, 000 વર્ષ જૂના છે.

હવે, 'અમેરિકી જર્નલ નેશનલ એકેડમી ઑફ સાયન્સિસ'માં પ્રકાશિત રિસર્ચ અનુસાર, ફ્રેંચ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમની પાસે આ વાતનું પ્રમાણ છે કે આ ચિત્રો સૌથી જૂના અને વિસ્તૃત છે. સંશોધકોની આ શોધ જિયોમોફરેલૉજી અને ક્લોરિન 36 ડેટિંગ પદ્ધતિ પર આધારિત છે. તેમને પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે આ ચિત્રો ઑરગેનેશિન સભ્યતાના લોકોએ 28, 000થી 40, 000 વર્ષ પહેલા તૈયાર કર્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો