આ ઠાકરેનો ટિપિકલ દેખાવ છે. તેઓ હંમશા આવા પોશાકમાં જ જાહેરમાં દેખાતા હતાં.
મુંબઈમાં બાળાસાહેબ પોતાના દબદબા વખતે લોકોનું અભિવાદન જીલી રહ્યાં
છે. દશેરાના દિવસે મુંબઈના શિવાજી પાર્કમાં શિવસૈનિકોને સંબોધવાની પરંપરા
તેમણે વર્ષો સુધી ચાલુ રાખી હતી. આ વખતે જ દશેરાના દિવસે તેઓ આવી ન શકતાં
તેમની તબિયતો વિશે અટકળો આરંભાઈ ગઈ હતી.
ઠાકરે પોતાના વારસદારને રમાડી રહ્યાં છે. એ વારસદારનું નામ છે આદિત્ય
ઠાકરે. ઊદ્ધવનો દીકરો આદિત્ય હવે શિવસેનાનો નેતા બનવા આગળ વધી રહ્યો છે.
પોપ સ્ટાર માઈકલ જેક્શનની ભારત યાત્રા વખતે તેમણે કેટલાક લોકોને
મળવાનું હતું એમાં બાળાસાહેબ પણ શામેલ હતાં. કાર્ટૂન કલાકાર ઠાકરે સંગીત
કલાકાર માઈકલને પોતાના કાર્ટૂનો બતાવી રહ્યાં છે.
બાળા સાહેબના પિતા પ્રાંતવાદમાં જરા પણ માનતા ન હતાં. પણ ઠાકરે જેમ
જેમ સમજણા થતાં એમ તેઓ સમજી ગયા કે રાજકારણમાં પ્રાંતવાદ સિવાય કામ થશે જ
નહીં. માટે તેમણે મરાઠી અસ્મિતાનો ઝંડો ઉપાડી લીધો. આ પોશાકમાં તેઓ
સાંગોપાંગ મરાઠી દેખાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો