visiter

શનિવાર, 6 એપ્રિલ, 2013

જરૂર નથી.

ર ને પોતાનું મન્દિર માને તો અહીં – તહીં ફરવા ની જરૂર નથી.
મા- બાપ ને જો દેવ માને તો , પછી તીરથ કરવાની જરૂર નથી.
મન જો રાખે નિરમલ તો, ગભરાવાની કોઇ જરૂર નથી. 
ગંગા – ગોમતિ ગોદાવરી માં પછી , ડુબકી મારવાની જરૂર નથી.
સાચુ બોલે ને કોઇ જીવ ના દુભવે તો,દંભ કરવાની કોઇ જરૂર નથી.. 
તિલક- ટપકાં, કંઠીયુ પહેરી પછી, માલા ફેરવાની જરૂર નથી,
 ભુખ્યા આવે તેને પ્રેમથી જમાડે તો, બીજુ પુન્ય કરવાની કોઇ જરૂર નથી,
મન્દિરમાં ધરીને થાલ પ્રભૂ ને પછી , રીઝવવાની કોઇ જરૂર નથી
 પાપ- આનિતિ કાંઈ ના કરે તો , ડરવાની કોઇ જરૂર નથી. 
કિશોર કહે કિર્તાર પાસે પછી , કરગવાની કોઇ જરૂર નથી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો